Connect with us

ગુજરાત

રાજકોટ અગ્નિકાંડનો ફ્લોટ રથયાત્રામાંથી હટાવાયો

Published

on

ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રામાં વિવાદ, બેનર પોલીસે ઉતાર્યા કે આયોજકોએ?

ગુજરાત મિરર, ભાવનગર તા.8
ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં સામેલ કરાયેલા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં હરણી બોટ કાંડ, રાજકોટ ગેમઝોન અને તક્ષશિલા અગ્નિકાંડના વિષય પર તૈયાર કરવામાં આવેલા ટેબ્લોને લઈ ગરમાગરમી જોવા મળી હતી. ટેબ્લોમાં લગાવેલા બેનર્સ પોલીસે ફાડી નાખ્યાનો કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ ટેબ્લો તૈયાર કરનારે કહ્યું હતું કે, અમારો હેતુ તો વાલીઓને જાગૃત કરવાનો હતો. જો કે, આ બાબતને લઈ વધુ વિવાદ ન થાય તે માટે રથયાત્રાની આયોજક સમિતિ દ્વારા બંને ટેબ્લોને દૂર કરી દેવામાં આવ્યા હતા. ભાવનગરમાં આજે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળી હતી. જેમાં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ, હરણી બોટ કાંડ અને તક્ષશિલા અગ્નિકાંડને લગતા ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. ફ્લોટ્સમાં આકરા સવાલો ઉઠાવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, રથયાત્રા જ્યારે સરદારનગર વિસ્તારમાં પહોંચી ત્યારે આ ફ્લોટ્સ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા બેનર્સ ઉતારી લેવામાં આવ્યા હતા.


અગ્નિકાંડના વિષય પર ફ્લોટસ તૈયાર કરનાર આઝાદ મિત્ર મંડળના મનીષ પરમારે કહ્યું હતું કે, ગુજરાતમાં એક બાદ એક બનતા અકસ્માતની ઘટના અંગે વાલીઓ જાગૃત થાય તે માટે અમે આ ફ્લોટ્સ તૈયાર કર્યો હતો. પરંતુ, પોલીસે જાણ્યા વગર બેનરો ફાડીને લઈ ગયા છે. અમે તંત્ર વિરોધી કંઈ લખ્યું નથી. 20થી 25 છોકરાઓએ 3 દિવસની મહેનતના અંતે આ ફ્લોટ્સ તૈયાર કર્યો હતો.


આ બાબતે ભાવનગર એસપી હર્ષદ પટેલે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોઈ બેનર ઉતારવામાં આવ્યા નથી. પો

લીસને ફ્લોટ્સ ઉતારવાની સત્તા નથી. ફ્લોટ્સ ઉતારવા કે રાખવાનો નિર્ણય રથયાત્રા સમિતિ કરતી હોય છે.
આ અંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, આવી દુ:ખદ ઘટનાઓથી લોકોમાં માનસિક રીતે દુ:ખ ઉત્પન્ન થાય છે. આ હર્ષનો ઉત્સવ છે એટલા માટે થઈને આ બનાવના જે બેનરો હતા તે હટાવવામાં આવ્યા છે, જગતના નાથની રથયાત્રા નીકળતી હોય ત્યારે આવા દુર્ઘટના હોય તે ફ્લોટ્સમાં નહીં દર્શાવવા જોઈએ.

ગુજરાત

દ્વારકા: પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોની વ્હારે આવ્યા સૈનિકો, હેલિકોપ્ટરથી કરાયું દિલધડક રેસક્યૂ, જુઓ વિડીયો

Published

on

By

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. ત્યારે દ્વારકામાં આજે ફરી જળબંબાકાર થયો છે. કલ્યાણપુરમાં પણ અભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. કલ્યાણપુર તાલુકાના વાડી વિસ્તારમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જેના પગલે અનેક લોકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. જેઓનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું.

https://www.facebook.com/watch/?v=889506663014072

દ્વારકાના પાનેલી ગામની નદીમાં ત્રણ લોકો ફસાયા હતા. સ્થાનિક નદીમાં ઘોડા પૂર આવવાને લઈ આ લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. પરંતુ આ ત્રણ લોકોને બચાવવા મુશ્કેલ થતા આખરે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તંત્ર સાથે વાત કરવામાં આવી હતી. ત્યારબાદ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની મદદથી રેસક્યૂ કરીને તે ત્રણેય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ક્લેકટર પણ જણાવ્યું હતુ, કે હવે કોઈ વ્યક્તિ ફસાયેલ નથી. 11 લોકો ફસાયેલા હોવાનું જણાતા તે તમામને રેસક્યૂ કરી લેવામાં આવ્યું હતુ.

Continue Reading

ગુજરાત

પતિના મિત્રએ પ્રેમજાળમાં ફસાવતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

Published

on

By

પ્રેમલગ્ન કરનાર મહિલાને પતિ સાથે છૂટાછેડા લેવડાવી બે વર્ષ સબંધ રાખી બદનામ કરતો હોવાનો આક્ષેપ

શહેરમાં કાલાવડ રોડ ઉપર પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને પતિના પ્રેમીઓ પ્રેમજાળમાં ફસાવી છુટાછેડા લેવડાવી બે વર્ષ સુધી હવસનો શિકાર બનાવી ત્રાસ આપતો હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ ફીનાલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ ઉપર રહેતી 27 વર્ષની પરિણીતા પોતાના ઘર ઘરે હતી. ત્યારે રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં ફીનાલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં ફીનાઇલ પી લેનાર 27 વર્ષની પરિણીતાએ જણાવ્યું હતું કે તેણીએ પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન બાદ પતિના મિત્રએ તેણીને પ્રેમ જાળમાં ફસાવી ત્રણ માસ પહેલા જ છુટાછેડા લેવડાવી લીધા હતા અને છેલ્લા બે વર્ષથી પ્રેમજાળમાં ફસાવી પતિના મિત્રએ હવસનો શિકાર બનાવી હતી. છેલ્લા એક માસથી સબંધ ટૂંકાવી લીધા હોવા છતાં ત્રાસ ગુજરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી પરિણીતાના આક્ષેપોને પગલે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ભારે વાહનોને પ્રવેશબંધી મામલે હાઈકોર્ટ લાલઘૂમ, માત્ર કાગળ પર નહીં નક્કર કામ કરો

Published

on

By

ડીજીપી અને આરટીઓ સહિતના અધિકારીઓને હાઈકોર્ટનું તેડું: શહેરમાં બેરોકટોક ઘૂસી જતી ખાનગી બસો સામે કાર્યવાહી કરવા આદેશ

ગુજરાતમાં વધતાં જતાં અકસ્માતના બનાવોમાં બે વાહનો વચ્ચે થયેલા અકસ્માત કેસમાં વળતર મુદ્દે જવાબદારી અંગેના કેસમાં હાઈકોર્ટે સરકારની જાટકણી કાઢી છે અને ભારે વાહનોના પ્રવેશબંધી મામલે હાઈકોર્ટ લાલઘુમ થઈ હતી અને પોલીસને માત્ર કાગળ ઉપર જ નહીં પણ નક્કર કાર્યવાહી કરવા આદેશ કરી ગૃહવિભાગનાં ડીજીપી તથા આરટીઓ સહિતના જવાબદાર અધિકારીઓને આગામી કોર્ટ મુદતમાં હાજર રહેવા ફરમાન જાહેર કર્યું છે.
હાઈકોર્ટે કરેલી હુકમમાં ભારે વાહનોની પ્રવેશબંધી છતાં બે રોકટોક આવા વાહનો શહેરમાં ઘુસી જતાં હોય જેને લઈને કોર્ટે જવાબદાર અધિકારીઓને કડક સુચના આપી છે તેમજ હાઈકોર્ટે પોલીસને વેધક સવાલ પણ કર્યો છે જેમાં શું પોલીસને માત્ર ખાનગી વાહનોને દંડવા માટે છે ?

નિયમો શું બધા માટે અલગ હોય છે ? તેવું જણાવી હાઈકોર્ટે એક વાહનને રોકી 10 પોલીસ કર્મચારીઓ તેને ઘેરીને ઉભા હોય છે તે બાબતને લઈને હાઈકોર્ટે આવી કામગીરીનો ઉદ્દેશ શું ? તેવો પણ સવાલ કર્યો હતો. વધતાં જતાં અકસ્માતો અને ભારે વાહનો બેફામ ગતિએ દોડી રહ્યાં છે ત્યારે આ મામલે હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓને ટકોર કરી 15 દિવસમાં કામગીરી બતાવવા સુચના આપી છે અને કાયદો અને વ્યવસ્થા સાચવવા માટેની પણ ટકોર કરી છે.


હાઈકોર્ટના ન્યાયાધીશે ભારે વાહનોની શહેરમાં બેરોકટોક ઘુસણખોરી બાબતે જણાવ્યું કે, લકઝરી બસ શહેરમાં બેરોકટોક આંટા મારે છે તેનું શું કરવા માંગો છો ? જ્યારે એક ટુ વ્હીલર પટ્ટાની બહાર હોય તો તુરંત જ ઉપડી જાય છે. જ્યારે મોટી લકઝરી બસ તમને કેમ દેખાતી નથી. જીપ અને રીક્ષા ઉપરાંત સ્કૂલે બાળકોને લઈ જતાં વાહનો બાબતે પણ હાઈકોર્ટે ટકોર કરી હતી જેમાં સીએનજીની ટાંકી ઉપર બેસેલા માસુમ ભુલકાઓ અને રીક્ષાની બહાર લટકતા બાળકોને જોયેલા છે ત્યારે આવા સ્કૂલ વાહન ચાલકો સામે શા માટે કાર્યવાહી ન કરી શકાય ? 500 વાહનોમાંથી તમે કોઈ પાંચ વાહનો કે જે કાયદેસર નિયમનો ભંગ કરતાં હોય તેને પકડો તે બાબત યોગ્ય છે.


હાઈકોર્ટે ભારે વાહનોની પ્રવેશબંધીને લઈને ખુબ ગંભીરતા દાખવી આરટીઓ અને પોલીસ વિભાગને 24 કલાક માટે ચેકીંગની કામગીરી માટે સ્ટાફ ભરવો હોય તો તાત્કાલીક ભરતી કરો પરંતુ અમને કામગીરી કરીને આપો તેવું સ્પષ્ટ જણાવી દીધું છે. તેમજ સરકારને ત્રણ અઠવાડિયામાં આ મામલે સોંગદનામુ દાખલ કરીને નક્કર કાર્યવાહીની માહિતી આપવા પણ જણાવાયું છે. હાઈકોર્ટે વિમા વગરના વાહનો, ખાનગી લકઝરી બસો તેમજ રીક્ષા સહિતના વાહનો મામલે ખુલાસો કરવા પણ આદેશ કર્યો છે.

Continue Reading

Trending