Connect with us

Uncategorized

ધાનપુર પંથકનો દારૂનો આરોપી કાલાવડમાંથી ઝડપાયો

Published

on

દાહોદ જિલ્લાના ધાનપુર પંથકનો નામીચો દારૂનો આરોપી કાલાવડમાં આવ્યો હોવાની બાતમીનાં આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. કાલાવડના ઇન્ચાર્જ પી આઈ જે એસ ગોવાણી અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બતમી મળી હતી કે દાહોદના ધાનપુર પંથકનો નામચીન બુટલેગર કાલાવડ બસ સ્ટેન્ડમાં આવ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવીને દિનેશ મગનભાઈ માવી (રે.ધાનપુર)ને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે દાહોદ જિલ્લામાં દારૂબંધી નિયમ ભંગના પાંચ જેટલા કેસ અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

મોટા વડાળા ગામેથી બાઇકની ઉઠાંતરી

જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકાના મોટા વાડાળાં ગામમાંથી એક બાઇક.ની ચોરી થવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પરસોતમભાઈ મનજીભાઈ મેનપરા એ ગત તારીખ 22 ડિસેમ્બરના સાંજે પોતાનું રૂ. 15000ની કિંમતનું જી.જે.10. – આર – 4925 નંબરનું બાઈક પોતાના ઘર પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી.કોઈ ઉઠાંતરી કરી લઈ ગયા હતા.જે.અંગે આજે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

By

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading

Uncategorized

લોહાનગરમાં ત્રણ બહેનના એકના એક ભાઈનો ગળેફાંસો ખાઈ આપઘાત

Published

on

By

શહેરના ગોંડલ રોડ પર આવેલા લોહાનગરમાં રહેતા ત્રણ બહેનોના એકના એક ભાઈ એવા 25 વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર લોહાનગર ટેલીફોન એકક્ષચેંજ પાસે ચારબાઈ મંદિર નજીક રહેતા કાના જયંતિભાઈ ઉધરેજીયા (ઉ.25)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


પ્રાથમિક તપાસમાં મૃતક કાનો ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને કારખાનામાં મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા હયાત ન હોય હાલ તે તેના કાકા સાથે રહેતો હતો. તેણે આપઘાત શા માટે કરી લીધો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય એ ડીવીઝન પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.


કેન્સરની બિમારીથી મહિલાનું મોત
કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે રામેશ્ર્વર શેરી નં.9માં રહેતા સપનાબેન જીજ્ઞેશભાઈ કાલાણી (ઉ.37) નામના મહિલા આજે સવારે ઈન્દીરા સર્કલ પાસે રવિરત્ન પાર્કમાં વિશાલભાઈના ઘરે હતા ત્યારે બિમારી સબબ બેભાની થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમને કેન્સરની બિમારી હોય જેના કારણે તેમનું મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.

Continue Reading

Uncategorized

ગુજરાતે ઋઉઈંમાં કર્ણાટક-દિલ્હીને પાછળ છોડયા

Published

on

By

2024માં વિદેશી રોકાણમાં પપ%નો તોતિંગ વધારો, 7.3 બિલિયનનું રોકાણ મેળવ્યું

ગુજરાત મિરર,
ગાંધીનગર તા.5
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ઉઙઈંઈંઝ) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (ઋઉઈં) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે.
ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા 4.7 બિલિયન ઋઉઈં પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે 2.6 બિલિયન વધુ ઋઉઈં પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં 7.3 બિલિયન નવું ઋઉઈં પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને ઋઉઈં પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.વિકસિત ભારતના વિઝનને અનુરૂૂપ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઘણા ઉદ્યોગ-અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (2022,2023,2024)માં અનુક્રમે 2.7, 4.7 અને 7.3 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે.
ગુજરાતમાં ઋઉઈંના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે. ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો જેમ કે ૠઈંઋઝ સિટી, સાણંદ ૠઈંઉઈ, ધોલેરા જઈંછ (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન), અને માંડલ બેચરાજી જઈંછ પણ ઋઉઈંના પ્રવાહમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે જ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે સેમિક્ધડક્ટર સેક્ટર જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે રોકાણ પ્રાપ્ત કર્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જી, સેમિક્ધડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ પોલિસી જેવી ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓના અસરકારક અમલીકરણના લીધે પણ ઋઉઈંનો પ્રવાહ વધ્યો છે. ઉદ્યોગોને નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ આર્થિક પ્રોત્સાહનો, જમીનની ફાળવણીમાં સરળતા અને પારદર્શિતા અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોએ પણ ગુજરાતમાં ઋઉઈંના પ્રવાહને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમે પણ રાજ્યમાં રોકાણ આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી આઝાદીના અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ પણ ઘણી સફળ રહી છે.
નાણાકીય વર્ષ 2024માં કુલ 15.1 બિલિયન ડોલરના ઋઉઈંના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત 7.3 બિલિયન સાથે બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા અનુક્રમે 6.6 બિલિયન, 6.5 બિલિયન અને 3 બિલિયનના ઋઉઈંના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.

Continue Reading

Trending