કચ્છ
ગાંધીધામના મચ્છુનગરમાં રેલવે કર્મચારીના મકાનને નિશાન બનાવતા તસ્કરો, 6.64 લાખની ચોરી
પરિવાર તેમના વતનમાં ગયો હતો, તસ્કરોનો પોલીસને પડકાર
શહેરની ભાગોળે તથા ખારીરોહરની સીમમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાં રેલવે કર્મચારી તથા તેમના ભાઇનાં મકાનનાં તાળાં તોડી, દરવાજા તોડી નિશાચરોએ અંદરથી રૂૂા. 6,64,000ના દાગીનાની ચોરી કરી હતી. પૂર્વ કચ્છમાં તસ્કરોએ રીતસરનો તરખાટ મચાવ્યો છે. મચ્છુનગરમાં હનુમાન દેરીની બાજુમાં રહેતા અને રેલવે મથકે ટ્રાફિક ઓપરેટિંગ વિભાગમાં પોઇન્ટમેન તરીકે નોકરી કરતા મૂળ ફતેહપર માળિયાના રૈયાભાઇ વિસા ભરવાડનાં ઘરમાં તસ્કરો ઘૂસ્યા હતા. આ ફરિયાદી અને તેમના અન્ય ભાઇઓ એક જ વરંડામાં જુદાં જુદાં મકાનોમાં રહે છે. તેમનાં વતન ફતેહપરમાં મછુમાનું માંડલું હોવાથી તેમના ભાઇઓ, પરિવારજનો ગઇકાલે બપોરે ત્યાં જવા નીકળ્યા હતા, જ્યારે ફરિયાદી સાંજે નોકરીથી પરત ઘરે આવી બાદમાં ઘરને તાળાં મારી વતન જવા નીકળ્યા હતા.
આ પરિવારજનો વતનમાં હતા, ત્યારે તેમના ભત્રીજા ધીરજે ફોન કરી ઘરનાં તાળાં તૂટેલાં હોવાની વાત કરતાં ફરિયાદી અને પરિવારજનો બપોરે પરત ઘરે આવી ગયા હતા. તેમનાં બંધ મકાનનો દરવાજો નીચેથી તોડી તસ્કરો અંદર ઘૂસી ગયા હતા અને અંદર કબાટની તિજોરી તોડી તેમાંથી સાત તોલાનો સોનાંનો હાર, પાંચ તોલાનો સોનાંનો મઘનો ચેઇન સહિતનો હાર, ત્રણ તોલાની સોનાંની ચેઇન, ત્રણ ગ્રામની સોનાંની વીંટી, છોકરાના ચાંદીના કડલાની ચોરી કરી આગળ વધ્યા હતા. નિશાચરોને આટલાથી સંતોષ ન થયો હોય તેમ ફરિયાદીના મોટા ભાઇ પોલાભાઇનાં બંધ ઘરનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા. અંદર કબાટની તિજોરી તોડી તેમાંથી કાનમાં પહેરવાનો સોનાંનો કુકરવો (ઠોરિયા)ની ચોરી કરી હતી. નિશાચરોએ આ બે ભાઇનાં બંધ મકાનમાંથી રૂૂા. 6,64,000ના દાગીનાની તફડંચી કરી હતી. પૂર્વ કચ્છમાં તસ્કરોએ ઉપરાઉપરી ચોરીના બનાવોને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
કચ્છ
ક્ચ્છના ચિત્રોડમાં એક જ રાતમાં 8 મંદિરમાં ચોરી
લાભ પાંચમ વચ્ચે તસ્કરો એ કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે એક જ રાત્રિમાં એક સામટા આઠ જેટલા દેવ મંદિરોને નિશાચરોએ અભડાવી સામુહિક તસ્કરીની ઘટનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો છે.
લાભ પંચમના બીજા દિવસે આજે છઠ્ઠ ના દિવસે સામુહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ગ્રામજનોમાં ચિંતા સાથે રોષની લાગણી ફેલાઇ છે.
બનાવમાં ચાંદીના છત્ર, માતાજીની મૂર્તિઓ ઉપર ભાવિકોએ ચડાવેલા વિવિધ ઘરેનાઓ અને દાન પેટીની રકમ તસ્કરો ઉઠાવી ગયા છે. આ અંગે ગાગોદર પોલીસની ટીમ સાથે ઇન્ચાર્જ ગાગોદર પીઆઇ વાળા ઘટનાસ્થળે દોડી ગયા છે અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે વિધિવત ફરિયાદ દાખલ થયા બાદ જાહેર થશે.
આ અંગે ગાગોદર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ચિત્રોડ ગામે ગત રાતથી આજ સવાર સુધીના અરસામાં સત થી આઠ જેટલા અલગ અલગ દેવ મંદિરોમાં ચીરીની ઘટના અંગે જાણ મળી છે. આ અંગે સ્થાનિક ગાગોદર પોલીસ સાથે ગાગોદર ઈન્ચાર્જ અને આડેસર પીઆઇ વાળા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.ચિત્રોડ જેઠાસરી સહિત કુલ 8 દેવ મંદિરો ચોરીનો ભોગ બન્યા છે, તેમાં આઈ દેવ માં નું મંદિર, જેઠા શ્રી ગોગા મહારાજ, મોમાય માતાજી મંદિર, વાળંદ સમાજનું મંદિર, પ્રજાપતિ સમાજનું મંદિર, પટ્ટણી સમાજનું મંદિર, રાજપૂત સમાજનું મંદિર અને કોલી સમાજના મંદિરનો સમાવેશ થાય છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.
કચ્છ
મુન્દ્રા પોર્ટ પરથી ‘લાલ’ રેતીનો ‘કાળો’ કારોબાર પકડાયો
ડિકલેરેશનમાં બેન્ટોનાઇટનો પાઉડર દર્શાવ્યો, એસઆઇઆઇબી શાખાએ કર્યો પર્દાફાશ: અંદાજિત 50 કરોડનો 140 ટન પ્રતિબંધિત લાલ રેતીનો જથ્થો સીઝ કરાયો
મુંદરા પોર્ટ પરથી અગાઉ એપ્રિલ અને ગત વર્ષે 2023માં પણ એકથી વધુ મામલા બહાર આવ્યા છતાં પ્રતિબંધિત ગાર્નેટ (લાલ રેતી-એક પ્રકારનું ખનિજ)ના જથ્થાની નિકાસ અટકવાનું નામ નથી લેતી, એના દાખલારૂૂપ ફરી એક ઘટના સામે આવી છે જેમાં મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન એન્ડ ઇન્ટેલીજન્સ બ્રાંચ) દ્વારા કરાયેલી કાર્યવાહીમાં નિકાસ માટે જતા પાંચ ક્ધટેનરની તપાસમાં 140 ટન જથ્થો જપ્ત કરી દીધો છે જેની વિદેશમાં કિંમત લગભગ 50 કરોડ જેટલી થવા જાય છે. મોટેભાગે ચીની ઉદ્યોગમાં ગાર્નેટની વધુ માંગ છે પણ બેન્ટોનાઇટનો પાવડર હોવાનું ડિક્લેર કરેલા અને ગલ્ફ દેશોમાં જતો હોવાનું દર્શાવેલા આ પાંચ ક્ધટેનરને એસઆઇઆઇબી શાખાએ પૂર્વ બાતમીના આધારે તપાસ કરતાં જમ્બો બેગમાં બેન્ટોનાઇટને બદલે ગાર્નેટનો જથ્થો નીકળી પડતાં તેને સીઝ કરાયો છે અને તેના સેમ્પલ મદ્રાસની આઇઆરએલ લેબોરેટરીમાં તપાસ માટે મૂક્યા છે.
એક ક્ધટેનરમાં લગભગ 28 ટન મળીને પાંચ ક્ધટેનરમાં કુલ 140 ટન જેટલો જથ્થો અટકાવી દેવાતાં ફરી એક વખત આવા દેશ વિરોધી કૃત્યો કરનારાઓમાં ભય ઉભો થયો છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વધુ વિગત મુજબ લાલ રેતીએ એબ્રેસીવ, પોલીસીંગ, કટિંગમાં ઉપયોગમાં લેવાય છે અને ચીનમાં વધુ માંગ છે પરંતુ ભારતમાંથી જેમની પાસે પરવાનો હોય એ જ નિકાસ કરી શકે છે, પરંતુ બહારના પણ મુંદરા કસ્ટમ સાથે ઘણા સમયથી ઘરોબો ધરાવનારા દ્વારા આ કૃત્ય પાર પાડવામાં આવી રહ્યું છે, પરંતુ કસ્ટમની ખાસ શાખાએ તપાસમાં આને ઝડપી પાડયું હતું. સત્તાવાર કાગળોમાં આ જથ્થો રાજસ્થાનથી મુંબઇની સીએચએ દ્વારા શીપમેન્ટ કરાયો હતો. બેન્ટોનાઇટની નિકાસની છૂટ હોવાથી એનું ડિક્લેરેશન હતું અને સેલ્ફ સીલીંગ ક્ધટેનર હતું. આ વર્તુળોના દાવા મુજબ જ્યાં સુધી એક પેકેટ ન આવે ત્યાં સુધી ક્ધટેનરો રોકાતા નથી અને યોગ્ય રીતે સ્કેનિંગ થતું નથી, આથી ગેરપ્રવૃત્તિઓ કરનારાનો માર્ગ ખુલી જાય છે. આથી સેલ્ફ સીલીંગ મર્યાદિત અથવા બંધ થવું જોઇએ.
કચ્છ
ગુજરાતમાં સુનામીનું એલર્ટ : કચ્છ જિલ્લા તંત્ર સાબદું, SDRF ટીમો ઉતારાઈ
290 લોકોને સલામત સ્થળે ખસેડાયા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે મોકડ્રીલ કરાઈ હોવાનું જાહેર કરાયું
ગઈકાલે સવારે 9.40 વાગ્યે અચાનક જ એલાર્મ સાઈરન વાગી એટલે રાપર ગઢ ગામમાં પૂર્વાયોજિત શાંતિ ફેલાઈ ગઈ હતી. પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારમાં આવેલા આ ગામના રહીશોએ હારમાળામાં મોક-ઈવેક્યુએશન કર્યું હતું, જેથી તેઓ નસુનામી-રેડીથનું પ્રમાણપત્ર મેળવવાની દિશામાં એક કદમ આગળ વધી શકે.
વર્લ્ડ સુનામી જાગૃતિ દિવસને મનાવવાની સાથે 2004ની ઘાતક હિંદ મહાસાગરની સુનામીને યાદ કરતા, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીએસડીએમએ), કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, ઈન્કોઈસ, રિલાયન્સ ફાઉન્ડેશન તથા અન્ય એજન્સીઓએ કચ્છના રાપર ગઢ ગામે મેગા મોક સુનામી એક્સરસાઈઝ હાથ ધરી હતી. યુનેસ્કો સુનામી-રેડી માન્યતા પ્રોગ્રામ અનુસાર આ ગામને સુનામી-રેડી બનાવવાનો આ એક પ્રયાસ હતો.
રાપર ગઢ ગામે વારંવાર વાવાઝોડાં, ભૂકંપ અને સુનામી ત્રાટકે છે અને તાજેતરના ગાળામાં અહીં વરસાદની પેટર્નમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે.
ભારતભરમાં પોતાના ડિઝાસ્ટર રિસ્ક ઘટાડવાના પ્રયાસોના ભાગરૂૂપે, રિલાયન્સ ફાઉન્ડેશને ગામ, બ્લોક તથા જિલ્લા-સ્તરે છેવાડાના હિતધારકો સાથે કામ કર્યું છે, જેમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ સમુદાયનો સમાવેશ થાય છે જેથી હોનારતોના જોખમોને ઘટાડવાની સાથે જલવાયુ-પ્રતિરોધકતા પણ વિસ્તારી શકાય. આ મુજબ, રિલાયન્સ ફાઉન્ડેશને ભોગ બનવાની શક્યતાનું મૂલ્યાંકન કરતા, પોતાના ગ્રામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને (વીડીએમપી) મજબૂત બનાવવા ગામોને મદદ કરી છે તેમજ જાગૃતિ કાર્યક્રમો તેમજ પૂર્વતૈયારીઓની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. મંગળવારે સુનામી તૈયારીની એક્સરસાઈઝના ભાગરૂૂપે, ગામલોકો કે જેઓ પિંગળેશ્વર કાંઠાળ વિસ્તારની નજીક હતા, તેમને ગામ ખાલી કરાવીને નિર્ધારિત સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડાયા હતા. સવારમાં જ જીએસડીએમએ દ્વારા ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીઝ (ઈન્કોઈસ) તરફથી મોક એલર્ટ અપાયું હતું.
સમગ્ર ગ્રામ સમુદાયને ઈન્ડોનેશિયાના સુમાત્રા નજીક 9.03ની તીવ્રતાના ભૂકંપની ચેતવણી અપાઈ હતી, જેના પગલે ભારતના પશ્ચિમ કાંઠે આગામી 3 કલાકમાં સુનામી આવવાની ભીતિ દર્શાવાઈ હતી. મહત્ત્વના સ્થળોએ સરળતાથી જોઈ શકાય તે રીતે ગામ ખાલી કરીને જવાના રૂૂટના નકશા ગોઠવાયા હતા અને તેનાથી ગામવાસીઓને સમયસર અને આયોજિત રીતે આશ્રયસ્થાનો સુધી પહોંચવામાં મદદ મળી હતી. ઈન્સિડન્ટ કમાન્ડ સેન્ટરની ગ્રામ પંચાયત કચેરી નજીક સંકલન હબ તરીકે સ્થાપના કરાઈ હતી.
પોલીસ તથા આરોગ્ય જેવા આવશ્યક સેવા વિભાગીય કર્મચારીઓને સાબદાં રખાયા હતા જેથી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળાય જ્યારે મરીન પોલીસ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં જતા રોકવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ કર્મચારીઓ તથા એએનએમ દ્વારા સુનિશ્ચિત કરાયું હતું કે બાળકોને સુરક્ષિત રીતે ગામમાંથી ખસેડવામાં આવે. બધું મળીને 65 બાળકો તેમજ 25 વૃદ્ધો સહિત, 290 લોકોને આ ગામમાંથી સલામત સ્થળે ખસેડાયા હતા.
-
રાષ્ટ્રીય1 day ago
પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO
-
કચ્છ1 day ago
મુન્દ્રા પોર્ટ પરથી ‘લાલ’ રેતીનો ‘કાળો’ કારોબાર પકડાયો
-
ગુજરાત1 day ago
દિવાળી પહેલા જમીન મકાનમાં તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં 23 ટકાનો વધારો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
-
ગુજરાત1 day ago
જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ડ્રેગને ઓકાત બતાવી, સમજૂતિ બાદ પેટ્રોલિંગ માર્ગ નક્કી કરવામાં આડોડાઇ
-
ગુજરાત1 day ago
ફાયર સેફ્ટી મુદ્દે તમામ સ્પામાં તપાસના આદેશ
-
રાષ્ટ્રીય1 day ago
સરકારી સબસિડીની અસર જીડીપી ઉપર પડી શકે છે: આરબીઆઇ ગવર્નર