Connect with us

ગુજરાત

ગેમ ઝોનના ગેમ્બરો સામે પુરાવા શોધવા પોલીસની મથામણ

Published

on

અગ્નિકાંડમાં RMCના 4 અધિકારીઓ 12 દિવસના રિમાન્ડ ઉપર, ઘનિષ્ઠ પૂછપરછ

ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સાથે સાઠગાંઠ ધરાવનારની પણ થશે ઊલટ તપાસ


નાનામવા પાસેના ટીઆરપી ગેમ ઝોનમાં સપ્તાહ પૂર્વે બનેલી આગની ઘટનામાં બાળકો સહિત 27 નિર્દોશ જીંદગી હોમાઇ ગઇ જેમાં આ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી ગેમ ઝોનના માલીક, સંચાલક, મેનેજર અને જગ્યા માલીકની ધરપકડ બાદ આ મામલે તપાસમાં મહાનગરપાલિકાના અધિકારીઓની પણ સંડોવણી ખુલતા પૂર્વ ટીપીઓ, બે એટીપી અને ફાયર ઓફિસરની પણ ધરપકડ કરી. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 10ની ધરપકડ કરી છે અને હજુ એક ફરાર છે. ક્રાઇમ બ્રાંચે ગેમ ઝોનના સંચાલકો અને મેનેજર સહિતના રિમાન્ડ ઉપર પૂછપરછ કરી રહી છે. તો બીજી તરફ મહાનગરપાલિકાના ચારેય અધિકારીઓની 12 દિવસની રિમાન્ડ મેળવી છે. આ ઘટના માટે જવાબદાર મહાનગરપાલિકાના અધિકારીઓ અને ગેમ ઝોનના સંચાલકો વચ્ચેની સિધી સાંઠગાંઠના પૂરવા ક્રાઇમબ્રાંચે મેળવ્યા છે અને આ મામલે તમામની ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમ ઉલટ તપાસ કરી રહી છે.


ક્રાઇમબ્રાંચના સંકચામાં રહેલા અગ્નિકાંડના જવાબદાર ધવલ કોર્પોરેશન પ્રોપરાઇટર ધવલ ભરત ઠક્કર, રેસ-વે ઇન્ટરપ્રાઇઝના અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિર્તીસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશ કનૈયાલાલ હિરણ, યુવરાજસિંહ હરિસિંહ સોંલકી, રાહુલ લલીત રાઠોડ સામે ગુનો નોંધયા બાદ આ ગુનામાં યુવરાજસિંહ, મેનેજર નિતિન લોઢા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર અને કિર્તીસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ પૂર્વ ટીપીઓ મનસુખ.ડી સાગઠીયા, આસિ.ટાઉન પ્લાનર ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ રિમાન્ડ ઉપર પૂછપરછ ચાલી રહી છે. ત્યારે આ મામલે નાનામવા રોડ પર ટીઆરપી ગેમઝોન 3000 ચો.મી.માં ગેરકાયદે બાંધકામમાં આગ લાગે તો કોઈ બચે નહીં તેવી બેદરકારી રાખીને 27 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર ટીપી અને ફાયર બ્રિગેડના કર્મચારીનોની આ ગુનામાં સંડોવણી ખુલી છે. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે રિમાન્ડ ઉપર તપાસ શરુ કરી છે.


આ અગ્નિકાંડની તપાસ માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના નિરીક્ષણ હેઠળ સિટના ડી.સી.પી.(ક્રાઈમ) પાર્થરાજસિંહ ગોહિલના સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. જણાવ્યું કે ચાર આરોપીઓને મહાપાલિકામાં જે ફરજ-સત્તા સોંપાઈ હતી તે તેમણે ગેમઝોનના સંદર્ભમાં ચાર વર્ષ દરમિયાન કઈ રીતે બજાવી છે, ક્યા ક્યા પ્રકારની લાપરવાહી રખાઈ છે અને આ ચાર આરોપીઓની સાથે અન્ય ક્યા ક્યા ઈસમોની સાંઠગાંઠ હતી તે સહિતના મુદ્દા પર તપાસ કરવા માટે રિમાન્ડ માંગવામાં આવી હતી અને આજથી 12 દિવસની રિમાન્ડ કોર્ટે મંજુર કરી છે. કોર્ટમાં આજે ચારેય આરોપીઓ કે જે મહાપાલિકામાં સત્તા ભોગવી ચૂક્યા છે તેમને ગુનાના કામે રજૂ કરતા બે આરોપીઓને હાથકડી પહેરાવવામાં આવી હતી પરંતુ, પૂર્વ ટી.પી.ઓ.સાગઠીયાના હાથ ખુલ્લા રખાયા હતા. આ પ્રકરણમાં ટીપી શાખા અને ફાયર બ્રિગેડના ત્રણ કમર્ચારીઓની પણ ક્રાઈમ બ્રાંચ દ્વારા પુછપરછ શરુ કરાઈ છે.
રિમાન્ડ માટે રજૂ કરાયેલા મુદ્દાઓમાં ટીઆરપી ગેમઝોન ગેરકાયદેસર રીતે ઉભુ કરાયું હોય જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી અને સંડોવણી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

અગાઉ પણ વેલ્ડીંગ વખતે આગ લાગી હોય ત્યારે ફાયર બ્રિગેડે ત્યાં જઈને આગ ઓલવી હતી. ત્યારે ગેરકાયદેસર બાંધકામ હોવાનું જાણવા છતાં અને ફાયર એનઓસી નહીં હોવાનું છતાં ફાયરબ્રિગેડ અને મહાનગરપાલિકાના ટીપી શાખાના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતાં. આ મામલે જો જે તે વખતે કાર્યવાહી કરાઈ હોત તો આ આગની ઘટના બનતી અટકાવી શકાઈ હોત. પોલીસે આ મામલે પુરાવાઓ એકત્ર કર્યા છે. આ અગ્નિકાંડ માનવસર્જીત હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. ત્યારે હવે ક્રાઇમ બ્રાંચ ચાર વર્ષ દરમિયાન જવાબદાર અધિકારીઓએ શું લાપરવાહી દાખવી અને આ ચાર આરોપીઓ સાથે અન્ય કયા લોકોની સાઠગાંઠ હતી તે સહિતની બાબતો ઉપર તપાસ કરી રહી છે. બીજી તરફ સ્પેશિયલ પી.પી.તુષાર ગોકાણીએ રિમાન્ડ માટે રજુ કરેલા મુદ્દામાં આ પ્રકરણમાં અગાઉ સલગ્ન અધિકારીઓ સાથે આરોપીની સ્પષ્ટ જવાબદારીની સચોટ રીતે પ્રસ્થાપિત કરવા ઊંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી હોય.

તેમજ બનાવ વાડી જગ્યા ગેરકાયદેસર હોવાની જાણ ટીપી શખાને હોવા છતા અને નોટીસ આપવા છતા ક્યા કારણોસર કાર્યવાહી કરી નહીં તેના માટે કોણે ભલામણ કરી તે સહિતની બાબતો તેમજ ફાયર બ્રિગેડ તેમજ ટીપી શખા ઉપર કોનું દાબણ હતુ તે સમગ્ર બાબતો ઉપર તપાસ કરવા રિમાન્ડ આપવા રજુઆત કરી હતી. જે કોર્ટ ગ્રાહ્ય રાખી રિમાન્ડ મંજુર કર્યા હતા. હવે ક્રાઇમબ્રાંચ આ એક-એક મુદ્દાઓના પૂરવા એકત્ર કરી તપાસ કરી રહી છે.

કોર્પોરેશનના વધુ ત્રણ કર્મચારીની સતત બીજા દિવસે પૂછપરછ, અન્ય 10ની યાદી તૈયાર

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાંચે મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠીયા ઉપરાંત એટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને સ્ટેશન ઓફિસર વિગોરાની 12 દિવસની રિમાન્ડ ઉપર પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ જીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને આરએન્ડ બી વિભાગના અનેક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ આ મામલે હજુ પણ વધુ જવાબદારો સામે આકરી કાર્યવાહી થઇ શકે છે. ક્રાઇમ બ્રાંચે આ મામલે કોર્પોરેશનના ત્રણ કર્મચારીને ઉઠાવી લઇ પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ આ મામલે હજુ પણ દસ જેટલા કર્મચારીઓની પૂછપરછનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને જે કોઇ આ પ્રકરણ જવાબદાર હશે તેની સામે કાયદકીય કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરાઇ છે.ક્રાઇમબ્રાંચે બે આસી.ઈજનેર એક ફાયરમેનને પુછપરછ માટે ઉઠાવી લીધા હોવાનું જાણવા મળેલ છે. જેમાં આસિસ્ટન્ટ ઈજનેર રૂદ્રવાદી તથા આસિસટન્ટ ઈજનેર ગૌતમ ફફલ અને ફાયર મેન જયેશ ડાભીની ક્રાઇમબ્રાંચે પૂછપરછ કરી છે. તેમજ અન્ય 10 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને પણ પૂછપરછ માટે તેડુ મોકલીયુ છે. કે જેઓ સીધી કે આડકતરી રીતે આ ગેમ ઝોનની દુર્ઘટનામાં બેદરકારી દખાવી છે કે પછી જાણતા હોવા છતા પોતે અજાણ રહ્યા છે.

ગુજરાત

બોટાદ તાલુકા પંચાયતમાં ગાયો સાથે માલધારીઓએ કર્યો ઘેરાવ

Published

on

By

બોટાદના માલધારીઓ ગૌચરની જમીન માટે જંગે ચડ્યાં. ગઢડામાં આવેલા મેઘવડિયા ગામમાં જમીન માફિયાઓએ ગૌચરની જમીન પર છેલ્લા 3 વર્ષથી કબજો કરી લેતાં હવે માલધારીઓ વિફર્યા છે. ત્યારે અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દેતા માલધારીઓએ અનોખો વિરોધ કરીને બહેરા તંત્રના કાને પોતાની માગ પહોંચાડવા પ્રયાસ કર્યો છે.


બોટાદના ગઢડામાં આવેલા મેઘવડિયા ગામની અંદાજે 40 હેક્ટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. છેલ્લા 3 વર્ષથી કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ વિરૂૂદ્ધ માલધારીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ. ત્યારે અંતે તંત્રની આળસથી કંટાળેલા માલધારીઓ પોતાના માલઢોર સાથે નીકળ્યા અને 8-10 કિલોમીટર પગપાળા ચાલીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા અને પોતાના માલઢોર કચેરીમાં જ છૂટા મુકી દીધા.


મેઘવડીયા ગામથી અંદાજે 9 કિલોમીટર ગાયો હંકારી 300થી 400 ગાયો સાથે માલધારીઓ ગઢડાની તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. ત્યાં પહેલા માલધારીઓને કચેરીમાં પ્રવેશવા ન દેતા ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ તંત્ર માટે પણ માલધારીઓને કંટ્રોલ કરવા એક પડકાર સમાન બની જતાં થોડીવાર માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. તેમ છતાં ગૌચરની જમીન બચાવવા નીકળેલા માલધારીઓ માન્યા જ નહીં અને જબરદસ્તી કચેરીનો ગેટ ખોલીને કચેરીના પ્રાંગણમાં જ અડિંગો જમાવીને બેસી ગયા હતા.


તાલુકા વિકાસ અધિકારીએ માલધારીઓને બોલાવ્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારે માલધારીઓની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ દસ જ દિવસમાં આ મામલે સુખદ નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે.

Continue Reading

ગુજરાત

મહુવા તાલુકાના નૈય ગામે બે કલાક બંધ રહેલા મકાનમાંથી 14 લાખની રોકડ-દાગીનાની ચોરી

Published

on

By

આઘેડ પત્નીને બસ સ્ટેશન મુકવા જતા હતા ત્યારે ચાર શખ્સોએ પુછયુ હતુ કે કયાં જાવ છો? તપાસ શરૂ

મહુવા તાલુકાના નૈપ ગામમાં રહેતા એક આધેડ મહુવા ખાતે તેમના પત્નિને લેવા માટે ગયા હતા અને તેમનું મકાન માત્ર બે કલાક સુધી બંધ રહેતા તસ્કરોએ આ સમયગાળામાં મકાનમાંથી રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મહુવા રૂૂરલ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ પિયર ગયા હતા અને તા.30મીના રોજ તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, મહુવા બસ સ્ટેન્ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્નિને લેવા માટે બાઇક લઇને ગયા હતા.
રસ્તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્યાં જાવ છો ?

તેમ પુછતા ફરિયાદીએ પત્નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્નિને લઇને ઘરે પરત આવ્યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂૂમમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે, રૂૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.

Continue Reading

ગુજરાત

પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

Published

on

By

જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન


રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.


અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ

સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Continue Reading

Trending