Connect with us

જુનાગઢ

માણાવદરના ધારાસભ્ય લાડાણીએ ચીફ ઓફિસરને જાહેરમાં ‘ચોર’ કહ્યા?

Published

on

પોતાની સાથે જમીન ઉપર બેસાડયા, વીડિયો વાઈરલ થતા ચકચાર


જૂનાગઢ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થયો છે.જેમાં અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યાં હતા.લાડાણી જમીન પર બેઠા અને અધિકારીઓને પણ જમીન પર બેસાડયા હતા.આ વિડીયો સોશિયલ મિડીયામાં પર વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.


માણાવદરમાં પેટા ચૂંટણી જીતેલા ધારાસભ્યનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.જેમાં ધારાસભ્યનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો છે.ધારાસભ્ય ચીફ ઓફીસરને ભષટ્રાચારને બાબતને લઈ ખખડાવી રહ્યાં છે,લાડાણીએ અધિકારીને કહ્યું તમે જમીન પર બેસી જાવ હુ પણ બેસુ છે,તેમ કહી અધિકારીને જમીન પર બેસાડયા હતા.


ઉલ્લેખનીય છેકે, ગઇકાલેજ સારસા ગામની મુલાકાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ દરમિયાન સાંસદ મિતેષ પટેલના ભત્રીજી જ્યોતિબેન પટેલે અધિકારીની આડોડાઈનો કડવો અનુભવ રજૂ કર્યો હતો. તેમણે જનતાના કામ ન થતા હોવાની વાત જણાવી કહ્યું હતુ કે, ચા કરતા કીટલીઓ ગરમ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, લોકો અમારી પાસે કામ લઈને આવે છે પરંતુ જો અમારૂૂ જ કઈ ન ચાલતુ હોય તો અમે શું કરીએ તેવો સવાલ કરીને તેમણે મુખ્યમંત્રી સામે રજૂઆત કરી હતી.


ઉલ્લેખનીય છેકે, માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય અને તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.અને પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાયા છે.

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

માણાવદરના જીવાદોરી સમા બાંટવા ખારા ડેમ છલોછલ

Published

on

By


માણાવદર પંથકમાં ગત મોડી રાત્રિના શરૂ થયેલા ઝઝાંવતી અતિભારે રૌદ્ર સ્વરૂપે આવેલા વરસાદથી સમગ્ર પંથક જળ બંબાકાર થઈ ચુકયો છે. કલાકો એટલે કે 9 કલાકમાં 10 ઈંચ થી વધુ વરસાદે સમગ્ર પંથકને રીતસર ધમરોળી રહ્યો છે.

ઠેર ઠેર ડેમ વોકળા ભયજનક રીતે વહી રહ્યાં છે. બાંટવા ખારા ડેમ રાત્રે 9 વાગ્યે ખાલી હતો તે સવારે 8.30 વાગ્યે છલોછલ ભરાઈ ગયેલ હતો. પાણીની આવક થઈ છે કે ત્રણ થી 4 દરવાજા તત્કાલ ખોલવા પડશે 7॥ ફુટ લેવલ જાળવી ખોલાશે. એમએલએ અરવિંદ લાડાણી લક્કી સાબિત થયાં છે. પ્રથમ વરસાદે ડેમો વોકળા બેફામ ઓવરફલો થઈ ચુકયા છે. હજુ વધુ વરસાદનો આંક વધશે હાલ 11 ઈંચ જેટલો પહોંચ્યો છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢમાં 15 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર બનેવીને સાળાઓએ માર માર્યો

Published

on

By


જૂનાગઢના કેશોદમાં દોઢ ગાય કા પહેલા પ્રેમલગ્ન કરનારી યુવક આજે યુવતીઓના ભાઈના હાથમાં પડી જતા રસ્તા ઉપર આખરીને યુવતીઓના ભાઈ સહિતના એ છુટા હાથે ધોકા વાળી કરી નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી સાથે સાથે યુવકની ઇકો કારના કાચ પણ ફોડી નાખી ફોરવીલ કારમાં પણ નુકસાન પહોંચાડ્યું હતું સમગ્ર ઘટનાના પગલે ચકચાર વ્યાપી જવા પામી હતી.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર કેશોદ ખાતે સાંગાણી હોસ્પિટલ પાસે યુવકને આતરી તેના ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો યુવક ફીરોજ આમદભાઇ સીડા ઉ.વ.35 રહે. ખામધ્રોળ રોડ યમૃના નગર જૂનાગઢ મુળ ગાંધીનગર સોસાયટી કેશોદ વાળાએ પોલીસને પોતાની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે આરોપી (1)સદામ હુશેન સીડા તેમજ તેમની સાથેનો (2) લાલો મહમદ સીડા (રહે. બંને ટીનમસ તા.વંથલી વાળાઓ) આ કામના ફરીયાદી ફીરોજ આમદ સીડા ઉ.વ.35 એ 16 વર્ષ પહેલા આ કામના આરોપી સદામ હુશેન સીડાની બેન સાથે પ્રેમ લગ્ન કરેલ હોઇ જેનુ જૂનુ મનદુખ રાખી આ કામના આરોપીઓએ ફરીયાદી.પાસે આવી જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી ફરીયાદીને લાકાડાના ધોકા વડે માર મારી જમણા પગમાં ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદી ફિરોજ સિડા સાથે રહેલ ફોરવ્હીલ ઇનોવા રજી નં જીજે 03 એચએ 9902 વાળીના કાચમાં ધોકા મારી નુકશાની કરી એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજી. ના જાહેરનામાંનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત પોતાની ફરિયાદ આપતા પોલીસે આ સંદર્ભે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

Continue Reading

Trending