Connect with us

ધાર્મિક

નવા વર્ષમાં કેવી રહેશે તમારી ઇનકમ, કરિયર, લવ લાઈફ અને સ્વાસ્થ્ય? વાંચો 12 રાશિઓનું વાર્ષિક રાશિફળ

Published

on

મેષ (અ.લ.ઇ.)
આરોગ્ય અને કરિયરની દૃષ્ટિએ ઉત્તમ રહેશે આ વર્ષ, વિદ્યાર્થીઓને મળશે વિદેશ જવાની તક
આ વર્ષે તમારી દ્રઢ ઇચ્છાશક્તિ અને હિંમત ખૂબ જ મદદરૂૂપ થશે. તમે જે પણ નિર્ણય લેશો તેને તમારી મજબૂત ઈચ્છાશક્તિથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. જ્યારે પણ તમને આસપાસના લોકોની જરૂૂર વર્તાય ત્યારે વાત કરવામાં સંકોચ ન કરો. આ વર્ષે તમને મંગળ ખૂબ મદદ કરશે. તમારા લક્ષ્ય સુધી પહોંચતા પહેલા ઘણી વખત અસફળતા મળશે. નિષ્ફળતામાં જ ક્યાંક સફળતા છુપાયેલી હોય છે, તેને શોધવાનો પ્રયાસ કરો. આ વર્ષ અમુક મીઠી અને કડવી યાદોથી ભરેલું રહેશે. વિદ્યાર્થીઓને નવા વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે પ્રતિભા સાબિત કરવાની તકો મળશે. તમે આ તકોનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે.


પ્રેમ અને લગ્ન: તમે પ્રેમને ખૂબ ગંભીરતાથી લો છો. રાશિફળ મુજબ પ્રેમ સંબંધો માટે આ વર્ષ ખાસ સારું નથી લાગતું. વર્ષની શરૂૂઆતમાં થોડા ઝઘડા થઈ શકે છે. આ વર્ષે તમારા લગ્નની પણ શક્યતાઓ છે. પ્રેમ સંબંધમાં પરિવારજનોને વધારે આગ્રહ ન કરો, નહીંતર જે કામ થઈ રહ્યું છે તે પણ બગડી શકે છે. આ વર્ષનો ઉત્તરાર્ધ પ્રેમ સંબંધો માટે સારો રહેશે. કોઈ સંબંધી અથવા પરિચિત વ્યક્તિ તરફથી પ્રેમ મળવાની સંભાવના છે.


પરીવાર: આ વર્ષ તમારા પરિવાર માટે મિશ્ર રહેશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. પારિવારિક સુખ પણ મળે. જોકે, તમે પરિવારથી થોડા નાખુશ પણ રહેશો. બાળક વિશે ચિંતિત રહેશો, તેથી પ્રયાસ કરો કે તમારા મનમાં અહંકાર ન આવે. જેથી તમે તમારા પારિવારિક સંબંધોને વધુ સારા બનાવી શકો.


આરોગ્ય: આ વર્ષે તમારી અંદર ભરપૂર એનર્જી રહેશે. આ વર્ષે તમે સ્વસ્થ રહેશો અને જો તમે ઓવર વર્ક નહીં કરો તો તમને કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય. તેથી ધીરજ રાખો અને સ્વાસ્થ્યની કાળજી રાખો. આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેથી તમારી આંખોનું ધ્યાન રાખો.


નોકરી-ધંધો: આ વર્ષ વર્ક અને બિઝનેસ માટે સારું રહેશે. નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. અનુભવી લોકોનો સહયોગ મળવાથી ઘણો ફાયદો થશે. આ વર્ષે તમારા બિઝનેસ પાર્ટનર સાથે ભાગ્યશાળી નહીં રહે. નિર્ણયો ખૂબ સમજી વિચારીને લો, નહિંતર તમારી સફળતામાં અવરોધ આવી શકે છે.


આર્થીક: આ વર્ષે સખત મહેનત કરવી પડશે, જે તમે નહીં કરી શકો. વધારે મહેનત ના લીધે થાક લાગશે અને કામ કરવાની ક્ષમતા પણ ઘટી જશે. તમે ખોટા કામો તરફ વળી શકો છો. આ વર્ષે તમારી આવકમાં સાતત્ય રહેશે. આ વર્ષે તમે ક્યાંક રોકાણ કરી શકો છો. આ વર્ષ આર્થિક બાબતોમાં સાનુકૂળ રહેશે.


વિદ્યાર્થી: ગણેશજી કહે છે કે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે. સખત મહેનતથી ખૂબ સારા પરિણામ મળશે, તમારા અભ્યાસ પર વિશેષ ધ્યાન આપો. અભ્યાસ માટે વિદેશ જઇ શકો છો. ટૂંકમાં આ વર્ષ વિદ્યાર્થીઓ માટે સારું રહેશે.

કર્ક (ડ.હ.)
પ્રેમ જીવન માટે વર્ષ શુભ, લગ્નજીવનમાં સમસ્યાઓ આવશે; અટકેલા પૈસા મળશે
કર્ક રાશિના જાતકો તેમના પ્રેમ સંબંધો અને વિચારોને વળગી રહે છે. આ લાગણી તમને ગ્રહણશીલ, ફોક્સ્ડ અને ધૈર્યવાન હોવાના ગુણો આપે છે. તમારો મૂડ બદલાતા વધુ સમય નથી લાગતો અને આવું તમારી સાથે વર્ષમાં વારંવાર થશે, જે તમને ક્યારેક ખુશી તો ક્યારેક દુ:ખ આપશે. તમારી આસપાસના લોકો તમારી કલ્પનાશક્તિથી પ્રભાવિત થાય. તેઓ પોતાના પરિવાર અને ખાસ કરીને પત્ની અને પુત્રો પ્રત્યે ઊંડો લગાવ ધરાવે છે. તેમના વિના તમારું જીવન અધૂરું લાગે. તમે તમારી મરજીના મલિક છો અને તમે પોતાના પર કોઈપણ પાબંદી સહન નથી કરતા. આ વર્ષે તમે તમારી કલ્પનાના જોરે નવા કામ કરશો અને તમને તેનો આનંદ પણ મળશે.


પ્રેમ અને લગ્ન: તમારું આ વર્ષ પ્રેમ સંબંધો માટે ઘણું સારું રહેશે, પરંતુ તમારા લગ્નજીવનમાં મુશ્કેલી રહે. સમજદારીથી કામ કરવાથી પ્રેમ વધુ ગાઢ બનશે. આ વર્ષે પરિણીત લોકોને સંતાન સુખ મળી શકે છે. તમારે નકામા ઝઘડાથી બચવું જોઈએ.


પરિવાર: તમારું આ વર્ષ પારિવારિક દૃષ્ટિકોણથી સારું રહેશે. તમારા પરિવારમાં કોઈના લગ્ન થઈ શકે છે. તમારા પરિવારમાં બાળકો તરફથી થોડી નિરાશા મળી શકે છે, પરંતુ ભાઈઓ સાથે સારા સંબંધો રહેશે, તમારી વાણી પર કંટ્રોલ કરીને તમે કોઈપણ મુશ્કેલીથી બચી શકશો. આ વર્ષ પારિવારિક સ્તરે ઘણું સારું રહેશે.


આરોગ્ય: સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારું આ વર્ષ વધુ સારું નહીં રહે. પરંતુ ગભરાશો નહીં, કારણ કે આ વર્ષે તમને કોઈપણ પ્રકારની બીમારી નહીં થાય. જેથી આ વર્ષ તમારા માટે સારું રહેશે. તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારા આહાર પર ધ્યાન આપવાથી ફાયદો થાય.


નોકરી-ધંધો: આ વર્ષ ઓફિસમાં તમારા માટે રૂૂ રહે. વેપારીઓ માટે પણ આ વર્ષ ઘણું ફાયદાકારક રહેશે. પરંતુ આ વર્ષ બિઝનેસ માટે પણ સારું રહેશે, જોકે, નોકરીયાતો માટે આ વર્ષ વધુ સારું નહીં રહે. કારણ કે તમારી નોકરીમાં કેટલીક અડચણો આવી શકે છે. નોકરીને લઈને તમારે થોડો પ્રવાસ પણ કરવો પડે.


આર્થિક સ્થિતિ: કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ આ વર્ષે સારી રહે. તમારા અટકેલા પૈસા પરત મળી શકે છે. આ વર્ષે તમને લોટરી કે વીમાના પૈસા પણ મળી શકે છે. આ વર્ષે તમે થોડી બચત પણ કરી શકશો. તમે આ વર્ષે કેટલીક સ્થાવર મિલકત પણ ખરીદી શકો છો. આમ, તમને આ વર્ષે આર્થિક લાભ મળશે.


શિક્ષણ:ગણેશજી કહે છે કે આ વર્ષે તમને શિક્ષણની દૃષ્ટિએ ઘણો ફાયદો થશે. કર્ક રાશિના વિદ્યાર્થીઓએ પોતાના મગજનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જેથી તમે સફળતા મેળવી શકો. બેંકિંગ કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં જવાનું વિચારી રહેલા કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ અનુકૂળ રહેશે.

તુલા (ર.ત.)
અભ્યાસ વધુ મહેનત માંગી લેશે, રોકાણમાં ઉતાવળીયો નિર્ણય ન લો, વર્ષના અંતે આવક વધશે
આ વર્ષ તુલા રાશિના જાતકો માટે શાંત અને આનંદદાયક રહેશે. તમે નાની નાની ખુશીઓનો આનંદ માણી શકશો. તમે છેલ્લા કેટલાક સમયથી ભગવાનને ફરિયાદો કરી રહ્યા છો, પરંતુ આ વર્ષે તમારે ભગવાનનો આભાર માનવો જોઈએ. આ વર્ષ તુલા રાશિના જાતકો માટે સારું રહેશે. અગિયારમા ભાવમાં કર્મેશ સાથે લગ્નેશ્વરનું બેસવું કાર્ય અને નાણાં માટે શુભ સંકેત આપે છે. સામાન્ય રીતે તમારું આ વર્ષ સારું રહેશે. તમને વર્ષના પ્રથમ ભાગમાં વધુ એકાગ્રતાની જરૂૂર પડશે અને તમારી કારકિર્દી વિશે વધુ ગંભીર બનવું પડશે.


પ્રેમ અને લગ્ન:આ વર્ષ પ્રેમ અને વૈવાહિક બાબતે સારું રહી શકે છે. આ વર્ષે પ્રેમ સંબંધોમાં બધુ જ સારું રહેશે. પરંતુ તમારે નસ્ત્રલાઈફ પાર્ટનરથથ કે નસ્ત્રલવ પાર્ટનરથથ સાથે સારા સંબંધ જાળવવા પડશે અને તેમની સાથે કોઈપણ દલીલ ટાળો. આ સમય દરમિયાન તમારા નસ્ત્રલાઈફ પાર્ટનરથથ કે નસ્ત્રલવ પાર્ટનરથથ પર વિશ્વાસ કરવો જોઈએ અને તેમના પર શંકા કરવાનું ટાળવું, નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.


પરિવાર: તમારું આ વર્ષ પારિવારિક બાબતે સારું રહેશે. આ વર્ષના પૂર્વાર્ધમાં કેટલીક સમસ્યાઓ આવે, પરંતુ તમે તેને બુદ્ધિથી સરળતાથી હલ કરી શકશો. વર્ષના પહેલા ભાગમાં પૈસા અથવા સંપત્તિ સંબંધિત કોઈ બાબતને ખૂબ જ સમજી વિચારીને અને પ્રેમથી ઉકેલવાનો પ્રયત્ન કરો, કારણ કે આ વર્ષનો ઉત્તરાર્ધ આ બાબતો માટે અનુકૂળ નથી.


આરોગ્ય: આ વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ સારું નહીં રહે, કારણ કે તમારી રાશિની બંને બાજુ પાપી ગ્રહો છે. તમારા આહારનું સંપૂર્ણ ધ્યાન આપો. આ અંગે બેદરકારી ન દાખવવી જોઈએ. તેમજ બહારનું ખાવાનું ટાળો. નિયમિતપણે તમારું ચેકઅપ કરાવતા રહો. તમારો કોઈ સંબંધી તમને થોડી માનસિક રીતે હેરાન કરી શકે છે, આ વર્ષના ઉત્તરાર્ધમાં તમને વધુ ચિંતાઓ રહેશે.


નોકરી-ધંધા: તમારું આ વર્ષ કામકાજની દૃષ્ટિએ વધુ સારું નહીં પણ હોય અને ખરાબ પણ નહીં હોય, એટલે કે સારું રહેશે. તમારા કામમાં થોડી અડચણો આવે, પરંતુ તમારું કામ બનશે. જો તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો પોતાને સીમિત ન રાખો અને તે ક્ષેત્ર સાથે સંબંધિત અનુભવી લોકોની સલાહ લો.


આર્થિક સ્થિતિ: આ વર્ષે તમે સારી સંપત્તિ ભેગી કરી શકશો. આ વર્ષના પ્રથમ ભાગમાં ગુરુની દૃષ્ટિ તમારા ધન ભાવ પર છે, પરંતુ શનિ બીજા ભાવમાં છે. તેથી આર્થિક બાબતોમાં ઉતાર-ચઢાવ રહેશે. જોકે, વચ્ચે અચાનક ધનલાભ થવાના સંકેત છે. આ સમય કોઈપણ પ્રકારનું રોકાણ કરવા માટે સારો નથી, જોકે, વર્ષના ઉત્તરાર્ધમાં તમારી આવક વધશે, પરંતુ કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો.


વિદ્યાર્થી: વર્ષના પ્રથમ ભાગમાં પ્રાથમિક શિક્ષણ મેળવનારા જાતકોને સખત મહેનત કરવાથી જ સફળતા મળશે. જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ માટે વર્ષનો પ્રથમ ભાગ અનુકૂળ રહેશે. આ વર્ષનો બીજો ભાગ વર્ષના પ્રથમ ભાગથી વિપરીત હશે, એટલે કે પ્રાથમિક શિક્ષણ મેળવનારાઓને વધુ સારું પરિણામ મળશે અને ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓએ સખત મહેનત કરવી પડશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
પરિવાર અને પ્રેમ-લગ્નની બાબતોમાં વર્ષ રહેશે મિશ્ર, આવકમાં આવી શકે છે અસ્થિરતા


જીવનમાં સંઘર્ષ અને નિષ્ફળતા આવે છે, પરંતુ નિષ્ફળતાઓમાંથી શીખીને જીત તરફ વધતો વ્યક્તિ જ સક્ષમ બને છે. આ વર્ષે તમે સંઘર્ષને બદલે વિજયનો સ્વીકાર કરી શકશો. આ વર્ષ તમારા માટે ખૂબ સારા પરિણામો લાવી રહ્યું છે. કેવી રીતે લક્ષ્ય સુધી પહોંચવું અને તેને કોઈપણ કિંમતે હાંસલ કરવું તે તમે સારી રીતે સમજો છો. તમારા જીવનમાં ગતિને વિશેષ સ્થાન મળશે. તમારા સ્વભાવમાં થોડી અધીરતા અને વધુ પડતો ઉત્સાહ છે.

પ્રેમ અને લગ્ન: આ વર્ષે પ્રેમ અને લગ્નજીવન પર મિશ્ર અસર રહેશે. જેમાં વર્ષનો પ્રથમ ભાગ ખાસ નથી, જ્યારે વર્ષના બીજા ભાગમાં તમને ઘણું બધું મળશે. વર્ષના પ્રથમ ભાગમાં તમારા લવ પાર્ટનર અથવા લાઈફ પાર્ટનર પર ભરોસો રાખવો પડશે અને તેમના સ્વાભિમાનનું ધ્યાન રાખવું પડશે. તમારી જીદ છોડી દેવી પડશે, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે. વર્ષનો બીજો ભાગ ઘણો સારો છે.


પરિવાર: આ વર્ષે પારિવારિક બાબતોમાં પણ મિશ્ર અસર રહેશે. શનિ બીજા ભાવમાં અને કેતુ ચોથા ભાવમાં સ્થિત હોવાથી તમારે પારિવારિક બાબતોને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળવી પડશે, નહીં તો વિવાદ થઈ શકે છે. વર્ષના પૂર્વાર્ધમાં તમે પરિવારના કોઈ સભ્યને લઈને ચિંતિત રહેશો, આવા સમયે તમારે નાની-નાની બાબતોને અવગણવી જોઈએ અને પ્રેમથી સ્થિતિને ઉકેલવી જોઈએ.


આરોગ્ય: આ વર્ષે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. કારણ કે વર્ષનો પ્રથમ ભાગ ખાસ સારો નથી જ્યારે વર્ષનો ઉત્તરાર્ધ આ બાબતમાં થોડો સારો છે. વર્ષના પ્રથમ ભાગમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે અને વાહન પણ સાવધાનીપૂર્વક ચલાવવું પડશે. શારીરિક અને માનસિક નબળાઈ અનુભવી શકો છો અને પેટ સંબંધિત કોઈ બીમારી પણ તમને પરેશાન કરી શકે છે, પરંતુ સંતુલિત આહાર દ્વારા તેનાથી બચી શકો છો.


નોકરી-ધંધો: આ વર્ષ કરિયર માટે કંઈ ખાસ નહીં રહે. વર્ષની શરૂૂઆતમાં નાના-નાના કામો માટે પણ મહેનત કરવી પડી શકે છે. બિઝનેસ તરફથી ઘણી ઓફર્સ મળશે, તેમાંથી કેટલીક નાની હોઈ શકે છે અને કેટલીક ઘણી મોટી હોઈ શકે છે, તમારે ફક્ત તે નક્કી કરવાનું છે કે તમારા માટે કઈ સૌથી સારી છે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. નોકરીયાત લોકો માટે પણ આ જ વાત લાગુ પડે છે.


આર્થિક સ્થિતિ: નાણાકીય બાબતો માટે આ વર્ષ બહુ સારું નહીં રહે. તમારી આવક સ્થિર નહીં રહેશે. જોકે, ક્યારેક નુકસાન તો ક્યારેક નફો થશે. સમયાંતરે પૈસા મળતા રહેશો જે તમને આર્થિક રીતે મદદરૂૂપ થશે. વર્ષના બીજા ભાગમાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ તમે વધુ પૈસા ઉમેરી શકશો નહીં.


વિદ્યાર્થી: અભ્યાસની દૃષ્ટિએ આ વર્ષ સારું રહેશે. જોકે, વર્ષના પ્રથમ ભાગમાં તમે અમુક પડકારોનો સામનો કરશો અથવા તો સફળતા મેળવવા માટે વધારે પ્રયાસો કરવા જરૂૂરી બનશે, પરંતુ તમને સફળતા મળશે. રિસર્ચ વર્ક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. વર્ષનો બીજો ભાગ વિદ્યાર્થીઓ માટે સારો રહેશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ વર્ષે સ્વાસ્થ્ય જાળવવા ખાણીપીણીનું રાખો ધ્યાન, આર્થિક સ્થિતિ રહેશે સારી; વાંચો વાર્ષિક રાશિફળ
વૃષભ રાશિના જાતકોને શાંતિ જીવવું ગમે છે. તમને જીવનમાં વારંવાર થતા ફેરફારો નથી ગમતા. તેમના સ્વભાવ માટે બદલાતા વાતાવરણમાં રહેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારી સૌથી મોટી તાકાત એ છે કે તમે તમારા સ્વભાવથી જલદી જ અન્ય લોકોનું દિલ જીતી લો છો. તમને આ વર્ષે તમારા આ સ્વભાવનો લાભ મળશે. જો તમે આ વર્ષે કોઈ સામાજિક કાર્ય કરશો, તો લોકો તમને સન્માન આપશે. આ વર્ષ તમારા માટે આર્થિક રીતે લાભદાયક રહેશે.


પ્રેમ અને લગ્ન: આ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે તમે મોટા કોઈ પરિવાર સાથે જોડાઓ તેવી સંભાવના છે. તમારી જાતને અતિશયોક્તિથી રજૂ ન કરવી જોઈએ, નહીંતર તમારે ઘણું બધું સહન કરવું પડી શકે છે. તમારે તમારા અને તમારા લાઈફ પાર્ટનરના આરોગ્યનું ધ્યાન રાખવું તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા જીવનસાથી સાથે નકામો વિવાદ ન કરો, નહીંતર તમારે તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.


પરિવાર: આ વર્ષે તમને પારિવારિક બાબતોમાં મિશ્ર પરિણામ મળશે. આ વર્ષના પ્રથમ ભાગના કેટલાક મહિનાઓમાં દોડધામ થાય, તેથી વધુ પડતી દોડધામ ટાળો અને તમારા પરિવારને વધુ સમય આપો. કોઈની પાસેથી વધુ અપેક્ષા ન રાખો, કારણ કે કદાચ તેઓ તમને જરૂૂર પડ્યે સાથ ન આપે. તમારો શનિ સાતમા ઘરમાં છે, જે તમારું પારિવારિક વાતાવરણ અને તમારી છબી બગાડી શકે છે, તેથી દરેક પરિસ્થિતિને શાંતિથી સંભાળો.

આરોગ્ય: તમારું આ વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ મિશ્ર રહેશે. આ વર્ષે તમને તમને પેટ સંબંધિત બીમારી થઈ શકે છે, તેથી તમારા ખોરાકનું ખાસ ધ્યાન રાખવું, બહારનું ન ખાવું અને પોતાનું ધ્યાન રાખવું. તમારા ઘરમાં સ્વચ્છતા રાખો. આ દરમિયાન મુસાફરી કરવી શુભ નથી, તેથી જરૂૂરી હોય તો જ મુસાફરી કરો.


નોકરી-ધંધો: કરિયર બાબતે વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ સારું રહેશે. આ વર્ષે તમને બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં લાભ સાથે પ્રતિષ્ઠા મળી શકે છે. કોઈ મોટું કામ કરતા પહેલા તમારા વડીલોની સલાહ અચૂક લો, નહીંતર નુકસાન થઈ શકે છે. તમે નવો બિઝનેસ શરૂૂ કરી શકો છો.

આર્થિક સ્થિતિ: આર્થિક રીતે આ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે. આ વર્ષે તમને ક્યાંકથી અણધાર્યા આર્થિક લાભ મળશે. તમને લોટરી કે સટ્ટામાંથી પૈસા મળી શકે છે, પરંતુ તેમાં વધુ પૈસા ન લગાવશો. આ વર્ષે તમે વાહન ખરીદી શકો છો.

શિક્ષણ: આ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે અભ્યાસની દૃષ્ટિએ ખૂબ જ સારું રહેશે. શૈક્ષણિક બાબતોમાં આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે, જે તમારા માન-સન્માનમાં વધારો કરશે.

સિંહ (મ.ટ.)
નોકરી અને ધંધામાં તમને હેરાન કરતા શત્રુઓ શાંત થશે, ખર્ચ તમારા લાંબા ગાળાના આયોજનો બગાડે


જો તમે આ વર્ષે દેખાડો કરવામાં રહેશો, તો તમે તમારી જાતને ખૂબ નુક્શાન પહોંચાડશો. આ વર્ષ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ સુંદર રહેશે. આ વર્ષે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તમારા માટે ખુશીઓ લાવશે. સાથે જ આ તમારા દુશ્મનો પર તમારી જીતનો સંકેત પણ છે. તમને જે સહકર્મીઓ ઓફિસમાં પર પરેશાન કરતા હતા, તેઓ શાંત થઈ જશે. ધંધામાં તમારું કામ બગાડી રહ્યા હતા, તેઓ હવે તમારાથી દૂર થઇ જશે. આનાથી વર્ષની વધુ સારી શરૂૂઆત શું હોઈ શકે? સિંહ રાશિના જાતકો પાસેથી શીખવું જોઈએ કે પોતાની મર્યાદામાં રહીને અને જે કંઈ પણ થઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને જીવન કેવી રીતે જીવવું.

પ્રેમ અને લગ્ન:પ્રેમ સંબંધોની દૃષ્ટિએ આ વર્ષ મિશ્રા પરિણામ આપશે. તમારે તમારા પ્રિયજનોથી દૂર થવું પડે અથવા તમે દૂર રહેતા કોઈ વ્યક્તિના પ્રેમમાં પડો. યુવાનો સોશિયલ વેબસાઈટ દ્વારા કોઈના કોન્ટેક્ટમાં આવી શકે છે અને પ્રેમ થઇ શકે છે. આ વર્ષનો ઉત્તરાર્ધ પ્રેમ સંબંધો માટે સાનુકૂળ રહેશે, આ સમયે લગ્નની સારી સંભાવનાઓ છે.


પરિવાર: પરિવારની દૃષ્ટિએ આ વર્ષ વધુ સારું ન રહે, તેથી સાવચેત રહો. આ વર્ષે તમે પરિવાર અંગે થોડા ચિંતિત રહેશો અને પરિવારના સભ્યો સાથે એડજસ્ટ કરવામાં મુશ્કેલી નડી શકે છે. આ દરમિયાન પરિવારના સભ્યો સાથે તમારે વિવાદ પણ થઇ શકે છે, તેથી હિંમત અને સમજદારીથી કામ લો. તેમજ અન્ય લોકોને વધુ સાંભળો. આ વર્ષના ઉત્તરાર્ધમાં સ્થિતિ સારી બનશે.


આરોગ્ય: સ્વાસ્થ્ય અંગે સાવધાન રહો, કારણે આ વર્ષ આરોગ્યની દૃષ્ટિએ વધુ સારું નથી, તેથી તમારા ખાનપાન પર ધ્યાન આપો અને બહારનું ખાવાનું ટાળો અને ઘરનું જ ભોજન કરો. શક્ય હોય તો કસરત, યોગ માટે થોડો સમય કાઢો. કોઈપણ કારણ વિના મનમાં સ્ટ્રેસ ન રાખો. ઝઘડાથી દૂર રહો, નહીંતર આ તેનાથી તમારા સ્વાસ્થ્યને નુક્શાન થશે.


નોકરી-ધંધો: આ વર્ષ તમારા વર્ક ફિલ્ડ માટે વધુ સારું નથી, કારણ કે વર્ષના પ્રથમ ભાવમાં ગુરુનું ગોચર તમારી માટે અનુકૂળ નથી અને આખા વર્ષ દરમિયાન શનિની દૃષ્ટિ તમારા કાર્યક્ષેત્ર પર રહેશે, તેથી તમે કરેલા કામ બધાને દેખાય નહીં. તમારે વધુ મહેનત કરવી પડશે, છતાં તમને લાગશે કે તમે તમારું કામ પૂર્ણ નથી કરી શકતા.

આર્થિક બાબતો: આ વર્ષે સમજી વિચારીને જ કોઈપણ નાણાંકીય લેવડ-દેવડ કરો. બીજા ભાવમાં રાહુ અને શનિ હોવાથી આકસ્મિક ખર્ચ થઈ શકે છે, જે તમારી લાંબા ગાળાની યોજનાઓને બગાડી શકે છે, તેથી તમારે થોડી બચત કરવી જોઈએ. આ વર્ષના ઉત્તરાર્ધમાં બધું સારું રહેશે,


વિદ્યાર્થી: આ વર્ષ શિક્ષણની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓને મિશ્ર પરિણામ આપશે. વિદેશ જવાનું કે દૂથી ભણવાનું વિચારી રહેલા જાતકો માટે વર્ષનો પ્રથમ ભાગ સારો રહેશે. સખત મહેનત કરશો, તો જ તમને સારું પરિણામ મળશે.

વૃશ્રિક (ન.ય.)
તમને પ્રેમ અને લગ્નની સારી તકો મળે, નાણાંકીય રીતે વર્ષ સારું રહે
તમારું જીવન અને કાર્ય સ્ટેબલ છે અને તમારો સ્વભાવ થોડો જિદ્દી છે. પરંતુ ક્યારેક ખોટી બાબતે જીદ કરવી નુકસાનકારક સાબિત થાય. આ વર્ષ તમારી જીદ ભૂલીને કામ પર ફોકસ કરવું તમારા માટે સારું રહેશે. આ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘણું સારું રહે. તમે ખૂબ જ મહેનતુ છો. જો તમે તમારી એનર્જી પોઝિટિવ બાબતોમાં લગાવો તો તમે ખૂબ સારી સ્થિતિમાં પહોંચી શકો છો. આ વર્ષે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. તમને કામમાં નવી શક્યતાઓ મળશે. તમારા કાર્યક્ષેત્રમાં આવનારું પરિવર્તન તમારા હિતમાં રહેશે.


પ્રેમ અને લગ્ન:આ વર્ષના પ્રથમ પખવાડિયામાં પ્રેમ અને લગ્નની સારી તકો મળે. આ વર્ષે તમને તમારા પ્રિયજનોનો સહયોગ મળે અને તમારો પ્રેમ ગાઢ બને તેવી અપેક્ષા છે. તમે તમારા પ્રેમી સાથે ફરવા જઈ શકો છો. આ વર્ષે સગાઈ અને લગ્ન માટે સારી તકો છે. આ સમય પરિણીતો માટે ઘણો સારો છે, તમે તમારા લાઈફ પાર્ટનરને ખુશ રાખી શકશો.


પરિવાર: આ વર્ષે તમને પરિવારના દૃષ્ટિકોણથી સારા પરિણામો મળશે. તમે તમારા પરિવારના સભ્યોને ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરશો અને તમે તેમાં સફળ પણ થશો. આ દરમિયાન તમારા પરિવારમાં લગ્ન દ્વારા કે બાળકના આગમનથી કોઈ નવું સભ્ય જોડાઈ શકે છે.


આરોગ્ય: આ વર્ષે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. જો તમને કોઈ જૂનો રોગ ન હોય, તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ જો તમને કોઈ જૂનો રોગ હોય, તો આ વર્ષના ઉત્તરાર્ધમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આ વર્ષનો પ્રથમ ભાગ સારો પસાર વિતશે, પરંતુ વર્ષના બીજા ભાગમાં સાવધાની રાખવી જોઈએ.


નોકરી-ધંધો: આ વર્ષે તમને બિઝનેસ કે નોકરીના બધા જ કામમાં લાભ થશે. તમારે માત્ર સખત મહેનત કરવાની રહેશે અને તમે સ્વસ્થ રહેશો, તો જ સખત મહેનત કરી શકશો, તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કહેવાય છે કે મહેનત કરનારા ક્યારેય હારતા નથી, તેથી જો તમે મહેનતુ હશો તો તમે સફળ થશો.


આર્થિક સ્થિતિ: કામની દૃષ્ટિએ આ વર્ષ સારું હોવાથી નાણાકીય દૃષ્ટિએ પણ વર્ષ સારું રહેશે. જો તમે પ્રયત્ન કરશો તો તમને તમારા અટવાયેલા પૈસા મળી જશે. આ વર્ષે તમારી બિઝનેસ ટ્રીપ સફળ થશે. તમે આ વર્ષના ઉત્તરાર્ધમાં તમારી મહેનતના જોરે સારી કમાણી કરી શકશો. માત્ર તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીંતર તમારે ડોક્ટરો અને દવાઓ પાછળ ખર્ચ થઈ શકે છે.


શિક્ષણ: શિક્ષણની દૃષ્ટિએ આ વર્ષ ઘણું સારું રહે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા લોકો માટે આ સમય વધુ અનુકૂળ છે. તમારા પરિવારના સભ્યો તમને દરેક રીતે મદદ કરવા તૈયાર હશે, જેમ કે આર્થિક રીતે અને માર્ગદર્શન દ્વારા. જો તમે આ વર્ષે કોઈપણ કોમ્પિટિશનની તૈયારી કરી રહ્યા છો, તો તમને તેમાં સફળતા મળશે. લિટરેચર અને ફિલોસોફીના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઘણું સારું રહે.

કુંભ (ગ.શ.સ.)
નાણાકીય લાભ થશે, આરોગ્ય ક્ષેત્રે સારૂ વરસ રહેવાનો અણસાર
જો તમે આ વર્ષે દેખાડો કરવામાં રહેશો, તો તમે તમારી જાતને ખૂબ નુક્શાન પહોંચાડશો. આ વર્ષ કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ સુંદર રહેશે. આ વર્ષે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તમારા માટે ખુશીઓ લાવશે. સાથે જ આ તમારા દુશ્મનો પર તમારી જીતનો સંકેત પણ છે. તમને જે સહકર્મીઓ ઓફિસમાં પર પરેશાન કરતા હતા, તેઓ શાંત થઈ જશે. ધંધામાં તમારું કામ બગાડી રહ્યા હતા, તેઓ હવે તમારાથી દૂર થઇ જશે. આનાથી વર્ષની વધુ સારી શરૂૂઆત શું હોઈ શકે?


પ્રેમ અને લગ્ન: પ્રેમ સંબંધોની દૃષ્ટિએ આ વર્ષ મિશ્રા પરિણામ આપશે. તમારે તમારા પ્રિયજનોથી દૂર થવું પડે અથવા તમે દૂર રહેતા કોઈ વ્યક્તિના પ્રેમમાં પડો. યુવાનો સોશિયલ વેબસાઈટ દ્વારા કોઈના કોન્ટેક્ટમાં આવી શકે છે અને પ્રેમ થઇ શકે છે. આ વર્ષનો ઉત્તરાર્ધ પ્રેમ સંબંધો માટે સાનુકૂળ રહેશે, આ સમયે લગ્નની સારી સંભાવનાઓ છે.


પરિવાર: આ વર્ષે તમારી પારિવારિક બાબતો સારી રહેશે. તમારા ભાઈ-બહેન તમને શારીરિક, માનસિક અથવા આર્થિક રીતે ઘણી મદદ કરશે, પરંતુ તમે તેમની સાથે સંબંધો સાચવશો, તો જ થશે. તમારા પિતા કે વડીલનું સન્માન કરો અને તેમની આજ્ઞાનું પાલન કરો, નહીંતર તેમની સાથે મતભેદ થઈ શકે છે. આ વાત ઘરના અન્ય લોકો પર પણ લાગુ પડે છે, કારણ કે જો તમે આવું ન કરો, તો તમારા તેમની સાથેના સંબંધો પણ બગડી શકે છે.
આરોગ્ય: આ વર્ષ તમારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ સારું નથી, તેથી તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો. દવાની દુઆ પણ જરૂૂરી હોય છે, તેથી કોઈના આશીર્વાદ લેવાનું ન ભૂલશો. કોઈ રોગથી પીડાતા જાતકોને વર્ષના ઉત્તરાર્ધમાં સમસ્યાઓનો સામનો કરવો પડે. જોકે, વર્ષનો પ્રથમ ભાગ સારો રહે. તેથી આહારનું ખાસ ધ્યાન રાખો, કસરત, યોગ કરો. જેથી તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઓછી થાય.


નોકરી-ધંધા: આ વર્ષ તમારા માટે કરિયરની દૃષ્ટિએ સારું રહેશે. આ વર્ષના પ્રથમ ભાગમાં તમે નોકરી કે બિઝનેસમાં કંઈક સારું કરવાનો પ્રયત્ન કરશો, જેમાં તમને સફળતા મળશે અને તમને નવા લોકો અને નવા બિઝનેસ સાથે જોડાવાની તક મળશે. આ વર્ષના ઉત્તરાર્ધમાં વિદેશમાં રહેતા લોકો અથવા વિદેશીઓ સાથે તમારા બિઝનેસ રિલેશન મજબૂત થશે.


આર્થિક સ્થિતિ:
આર્થિક સ્થિતિ આ વર્ષે સારી રહે. તમારા અટકેલા પૈસા પરત મળી શકે છે. આ વર્ષે તમને લોટરી કે વીમાના પૈસા પણ મળી શકે છે. આ વર્ષે તમે થોડી બચત પણ કરી શકશો. તમે આ વર્ષે કેટલીક સ્થાવર મિલકત પણ ખરીદી શકો છો. આમ, તમને આ વર્ષે આર્થિક લાભ મળશે.


શિક્ષણ: આ વર્ષે તમને શિક્ષણની દૃષ્ટિએ ઘણો ફાયદો થશે. કર્ક રાશિના વિદ્યાર્થીઓએ પોતાના મગજનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. જેથી તમે સફળતા મેળવી શકો. બેંકિંગ કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં જવાનું વિચારી રહેલા કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ અનુકૂળ રહેશે.

મિથુન (ક.છ.ઘ.)
નજીકના વ્યક્તિ સાથે પ્રેમ થાય, આ વર્ષે કરિયરમાં પ્રગતિના યોગ
મિથુન રાશિના જાતકો ઘણા મિત્રો ધરાવતા હોય છે. આ વર્ષે તમારો ઉદાર સ્વભાવ અને નમ્રતા તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આ વર્ષે તમારા માટે નવિનાશ કાળે વિપરીત બુદ્ધિથ કહેવત સાચી ઠરી શકે છે. બુધ ગ્રહ તમારા આઠમા ભાવનો સ્વામી હોવો અને મંગળ ઘર તરફ જોવું શુભ સંકેત નથી. આ વર્ષે તમે તમારા બદલાતા પ્લાન્સથી વારંવાર હેરાન થશો. નોકરીયાતો નવી નોકરીની શોધમાં હશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાં હશે, તે સમય તમારા માટે સમસ્યાઓ લાવશે. આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકો માનસિક રીતે પરેશાન રહેશે. જો તમે તમારા બિઝનેસ વિશે વિચારી રહ્યા હોવ, તો વર્ષના પ્રથમ ભાગમાં તે વિશે ન વિચારશો.


પ્રેમ અને લગ્ન: આ વર્ષ પ્રેમ અને લગ્નની બાબતે મિશ્રિત પરિણામ મળશે. આ વર્ષે તમે તમારી નજીકના વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તમારે તમારી જ્ઞાતિના વ્યક્તિ સાથે પ્રેમમાં ન પડવું, નહીંતર ઘરમાં ઝઘડો થઈ શકે છે.


પરિવાર: આ વર્ષે તમારા પરિવારમાં કોઈ નવા વ્યક્તિના આગમનનો શુભ સંકેત મળે. એટલે કે ઘરમાં કોઈના લગ્ન થાય અથવા સંતાનનો જન્મ થઈ શકે છે. તમે તમારી સાથે તમારા પરિવારના સભ્યોને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો અને તેમને દરેક સુખ-સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન કરશો.


આરોગ્ય: તમારું આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે. જો તમે કોઈ જૂના રોગથી પીડાઈ રહ્યા છો, તો તમને તેનાથી રાહત મળશે. કહેવાય છે કે દવાની સાથે દુઆની પણ જરૂૂર પડે છે, તેથી તમારે પૂજાપાઠ પણ કરવા જોઈએ અને આથે જ તમે અચાનક વિના જૂની પદ્ધતિની મદદ પણ લઈ શકો છો. તેનાથી તમને ચોક્કસ ફરક લાગશે અને તમે નવા રોગોથી પણ બચી શકશો.


નોકરી-ધંધો: આ વર્ષે તમને કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળી શકે છે. નોકરીયાતોને પગાર વધારો અથવા પ્રમોશન થવા જેવા સારા સમાચાર મળી શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા હશો, તો તમને સારી નોકરી મળી શકે છે. નોકરીયાતો માટે આ વર્ષનો ઉત્તરાર્ધ ઘણો સારો રહેશે. તમે સખત મહેનત કરીને ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મેળવી શકો છો. આજે વેપારીઓ સારી જગ્યાએ પોતાનું મૂડી રોકાણ કરી શકે છે.


આર્થિક સ્થિતિ: આ વર્ષ આર્થિક દૃષ્ટિકોણથી તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષનો પૂર્વાર્ધ ખૂબ જ અનુકૂળ રહેશે. નોકરીયાતો અને વ્યવસાયિકોની આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે. તમે ઘણો ખર્ચ કરી શકો છો, જેમ કે, તમે દાન-પુણ્ય કરી શકો છો અથવા પરિવારજનો પાછળ ખર્ચ કરી શકો છો.


વિદ્યાર્થી: આ વર્ષ વિદ્યાર્થીઓ માટે મિશ્રિત રહે. કાર્યસ્થળનો સ્વામી ગુરુ ઉચ્ચ છે, તેથી આ વર્ષ પ્રોફેશનલ એજ્યુકેશન લેનારાઓ માટે શુભ રહે, પરંતુ અભ્યાસમાં બેદરકારી દાખવવાનું ટાળવું. કોમ્પિટિશનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વર્ષનો પ્રથમ ભાગ સારો રહેશે, જ્યારે દૂરથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ષનો બીજો ભાગ સારો રહે. બધા જ વિદ્યાર્થીઓને સલાહ છે કે તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન આપે.

ક્ધયા (પ.ઠ.ણ)
આ વર્ષ ક્ધયા રાશિના જાતકો માટે ઘણું સારું રહેશે, લગ્ન કરવા પાત્ર લોકોના લગ્ન કે સગાઈ થઈ શકે
ક્ધયા રાશિના જાતકો જાડા, મધ્યમ ઉંચાઈ અને મોટી આંખોવાળા, મૃદુભાષી, શાંત અને મેકઅપના શોખીન હોય છે. તેમના વિશે કહેવાય છે કે તેઓ તમામ રાશિઓની સરખામણીએ સૌથી વધુ શરમાળ અને સંકોચવાળા હોય છે. તેઓ પોતાના શરમાળ સ્વભાવના કારણે પોતાની જાતને ઘણું નુક્સાન પહોંચાડે છે. નસીબ તમારા માર્ગમાં આવે છે અને ક્યારેક તેની હાજરીનો અનુભવ પણ કરાવે છે, પરંતુ આળસ અને ખચકાટના કારણે તમે તેને આવકતા નથી અને તે પરત જતું રહે છે.


પ્રેમ અને લગ્ન: આ વર્ષ પ્રેમ અને લગ્ન માટે સારું રહેશે. પ્રેમ સંબંધોમાં થોડો પ્રેમ અને થોડો વિશ્વાસ રાખીને કામ કરવું, વધુ પડતા જિદ્દી થવું કે તમારી વાત થોપવી સંબંધ બગાડી શકે છે. લગ્ન કરવા પાત્ર લોકોના લગ્ન કે સગાઈ થઈ શકે છે. આ વર્ષે પરિણીતોના ભાગ્યમાં ફરવા જવાના યોગ બની રહ્યા છે.


પરિવાર: આ વર્ષે તમારી પારિવારિક બાબતો સારી રહેશે. તમારા ભાઈ-બહેન તમને શારીરિક, માનસિક અથવા આર્થિક રીતે ઘણી મદદ કરશે, પરંતુ તમે તેમની સાથે સંબંધો સાચવશો, તો જ થશે. તમારા પિતા કે વડીલનું સન્માન કરો અને તેમની આજ્ઞાનું પાલન કરો, નહીંતર તેમની સાથે મતભેદ થઈ શકે છે.


આરોગ્ય:આ વર્ષ તમારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ વધુ સારું નથી, તેથી તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો. તમારું નિયમિતપણે ચેકઅપ કરાવતા રહો, બેદરકાર ન બનો. તમને લાગશે કે તમને કોઈ રોગ છે, પરંતુ હકીકતમાં એવું ન પણ હોય. દવાની દુઆ પણ જરૂૂરી હોય છે, તેથી કોઈના આશીર્વાદ લેવાનું ન ભૂલશો. કોઈ રોગથી પીડાતા જાતકોને વર્ષના ઉત્તરાર્ધમાં સમસ્યાઓનો સામનો કરવો પડે.


નોકરી-ધંધાણ: આ વર્ષ તમારા માટે કરિયરની દૃષ્ટિએ સારું રહેશે. આ વર્ષના પ્રથમ ભાગમાં તમે નોકરી કે બિઝનેસમાં કંઈક સારું કરવાનો પ્રયત્ન કરશો, જેમાં તમને સફળતા મળશે અને તમને નવા લોકો અને નવા બિઝનેસ સાથે જોડાવાની તક મળશે. આ દરમિયાન નોકરિયાતોને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો તમને તેમાં સફળતા મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે.


આર્થિક સ્થિતિ: વર્ષનો પ્રથમ ભાગ આવકની બાબતે ઘણો સારો રહેશે અને આ દરમિયાન તમારી કમાણી વધી શકે છે. પરિણામે તમે ઘણા પૈસા કમાઈ શકશો. જો તમે કોઈ લોન લીધી હોય, તો તેને વર્ષના પ્રથમ ભાગમાં જ સેટલ કરવાનો પ્રયત્ન કરો, કારણ કે વર્ષના બીજા ભાગમાં તમે કોઈ નવું કામ કરી શકો છો, જેમાં ઘણા પૈસાની જરૂૂર પડશે.


વિદ્યાર્થી: આ વર્ષ તમારા અભ્યાસ માટે મિશ્રિત રહેશે. આ વર્ષનો પ્રથમ ભાગ પ્રાથમિક શિક્ષણ લેનારાઓ માટે સારો રહે. આ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરુ તમારા બારમા ભાવમાં રહેશે, તેથી આ સમય ઉચ્ચ શિક્ષણ માટે કે વિદેશમાં અભ્યાસ માટે સારો રહેશે. પ્રાથમિક શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડે, તેથી વર્ષની શરૂૂઆતથી મહેનત કરવી. જેથી વર્ષના ઉત્તરાર્ધમાં સમસ્યા ન થાય.

મકર (ખ.જ.)
આર્થિક દૃષ્ટિએ વર્ષ રહેશે ખૂબ જ શુભ, નોકરિયાત વર્ગને મળી શકે છે પ્રમોશન કે સારી ઓફર
તમારી આદતોને સુધારવી જોઈએ. આ વર્ષે તમે કેટલાક લોકોને ખોઈ શકો છો. વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી પ્રતિભાને નિખારવાની તકો મળશે. વર્ષનો અંતિમ ભાગ સારો રહેશે. આ વર્ષે તમે તમારી જૂની યોજનાઓને અમલમાં મૂકી શકો છો. માનસિક અને શારીરિક રીતે એનર્જેટિક રહેશો. તમારું કામ અટકશે નહીં, પરંતુ ધીરે ધીરે પૂર્ણ થશે. જીવનમાં અચાનક સારી-ખરાબ ઘટનાઓ બની શકે છે, જે તમારા માટે ખુશીઓથી ભરપૂર રહેશે. ઓફિસમાં અને બિઝનેસમાં લાભ થશે.


પ્રેમ અને લગ્ન: પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ વર્ષનો પહેલો ભાગ ખૂબ જ સારો રહે. તમે સારી સેલેરીવાળા અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે સંબંધ બનાવી શકો છો. જો તમે પહેલાથી જ કોઈની સાથે રિલેશનશિપમાં હોય, તો નવો સંબંધ બનાવવાનો પ્રયત્ન ન કરો, નહીંતર નુકસાન થશે. આ વર્ષે તમારા લગ્ન અને સગાઈના પણ શુભ યોગ છે. વર્ષના ઉત્તરાર્ધમાં સાવધાની રાખો.


પરિવાર: પારિવારિક જીવન વર્ષના પ્રથમ ભાગમાં સારું રહેશે, જ્યારે વર્ષના ઉત્તરાર્ધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, તમારા પરિવારના સભ્યોને સાથે લઈ જવું સારું રહેશે. ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય પણ થઈ શકે છે, જેમ કે કોઈના લગ્ન થવા અથવા ફસાયેલા પૈસા પરત મળવા વગેરે.


આરોગ્ય: વર્ષનો પ્રથમ ભાગ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે, જ્યારે બીજો ભાગ થોડો મુશ્કેલ રહી શકે છે. જોકે, તમને કોઈ મોટી બીમારી નહીં થાય, માત્ર બદલાતા વાતાવરણની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. તેથી આવા વાતાવરણમાં સ્વાસ્થ્ય ખાસ સાચવો. વર્ષના બીજા ભાગમાં તમે થોડા ચિંતિત રહેશો, કારણ કે તમે કોઈ કામ નહીં કરી શકો.


નોકરી-ધંધો: વર્ષનો પહેલો ભાગ ફિલ્ડ વર્ક માટે રહેશે, જ્યારે ઉત્તરાર્ધ એવરેજ રહેશે. નોકરીયાત લોકોને વર્ષના પ્રથમ ભાગમાં પ્રમોશન અથવા કોઈ અન્ય સારી નોકરી મળી શકે છે અને બિઝનેસ કરતા લોકોને કેટલીક સારી ઑફર્સ મળી શકે છે, જેના દ્વારા તમે તમારા બિઝનેસને વિસ્તારી શકો છો અથવા નવો બિઝનેસ શરૂૂ કરી શકો છો. વર્ષના ઉત્તરાર્ધમાં તમારે સખત મહેનત કરવી પડશે અને તમને લાગશે કે તમે જે કામ કરી રહ્યા છો તે મોડું પૂર્ણ થઈ રહ્યું છે. કેટલાક લોકો તમારા કામને બગાડવાની કોશિશ કરશે, પરંતુ તમે તમારી બુદ્ધિથી તેને પણ સંભાળી શકશો.


આર્થિક સ્થિતિ: આર્થિક દૃષ્ટિએ વર્ષ ખૂબ જ શુભ છે. ધનલાભ થવાની ઘણી શક્યતાઓ છે. તમારા અટકેલા પૈસા પરત મળી શકે છે. નોકરી અથવા બિઝનેસ સિવાય તમે અન્ય કોઈપણ માધ્યમથી પૈસા મેળવી શકો છો અને આ આવક નિયમિત પણ હોઈ શકે છે. વર્ષના બીજા ભાગમાં સારા પૈસા મળવાથી તમે ઘણા પૈસા ભેગા કરી શકશો. વર્ષના ઉત્તરાર્ધમાં તમારે થોડી સાવધાની રાખવી પડશે.


વિદ્યાર્થી: વર્ષનો પહેલો ભાગ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો છે, જ્યારે બીજો ભાગ સખત મહેનત માંગશે. તે તમારા પર નિર્ભર રહેશે કે તમારી બુદ્ધિ અને તમારું નોલેજ તમને સાચો રસ્તો બતાવે. શિક્ષિત લોકોને મળશો. અભ્યાસ માટે જે પણ નિર્ણય લેશો તે સચોટ હશે. શિક્ષકો સાથે પણ તમારો સંબંધ મજબૂત બનશે.

મીન (દ.ચ.ઝ.થ)
પરિવાર અને પ્રેમલગ્નની બાબતમાં સુખી રહેશો, વિદ્યાર્થીઓનું વર્ષ સારૂ રહેશે
મિન જાતકો ઘણા મિત્રો ધરાવતા હોય છે. આ વર્ષે તમારો ઉદાર સ્વભાવ અને નમ્રતા તમારા માટે ખૂબ ઉપયોગી થશે. આ વર્ષે તમારા માટે નવિનાશ કાળે વિપરીત બુદ્ધિથ કહેવત સાચી ઠરી શકે છે. બુધ ગ્રહ તમારા આઠમા ભાવનો સ્વામી હોવો અને મંગળ ઘર તરફ જોવું શુભ સંકેત નથી. આ વર્ષે તમે તમારા બદલાતા પ્લાન્સથી વારંવાર હેરાન થશો. નોકરીયાતો નવી નોકરીની શોધમાં હશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાં હશે, તે સમય તમારા માટે સમસ્યાઓ લાવશે. આ સમય દરમિયાન મીન રાશિના જાતકો માનસિક રીતે પરેશાન રહેશે. જો તમે તમારા બિઝનેસ વિશે વિચારી રહ્યા હોવ, તો વર્ષના પ્રથમ ભાગમાં તે વિશે ન વિચારશો.


પ્રેમ અને લગ્ન: આ વર્ષ પ્રેમ અને લગ્નની બાબતે મિશ્રિત પરિણામ મળશે. આ વર્ષે તમે તમારી નજીકના વ્યક્તિ સાથે પ્રેમમાં પડી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તમારે તમારી જ્ઞાતિના વ્યક્તિ સાથે પ્રેમમાં ન પડવું, નહીંતર ઘરમાં ઝઘડો થઈ શકે છે.


પરીવાર: આ વર્ષ તમારા પરિવાર માટે મિશ્ર રહેશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. પારિવારિક સુખ પણ મળે. જોકે, તમે પરિવારથી થોડા નાખુશ પણ રહેશો. બાળક વિશે ચિંતિત રહેશો, તેથી પ્રયાસ કરો કે તમારા મનમાં અહંકાર ન આવે. જેથી તમે તમારા પારિવારિક સંબંધોને વધુ સારા બનાવી શકો.


આરોગ્ય: આ વર્ષે તમારી અંદર ભરપૂર એનર્જી રહેશે. આ વર્ષે તમે સ્વસ્થ રહેશો અને જો તમે ઓવર વર્ક નહીં કરો તો તમને કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય. તેથી ધીરજ રાખો અને સ્વાસ્થ્યની કાળજી રાખો. આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. તેથી તમારી આંખોનું ધ્યાન રાખો.


નોકરી-ધંધો: આ વર્ષ વર્ક અને બિઝનેસ માટે સારું રહેશે. નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. અનુભવી લોકોનો સહયોગ મળવાથી ઘણો ફાયદો થશે. આ વર્ષે તમારા બિઝનેસ પાર્ટનર સાથે ભાગ્યશાળી નહીં રહે. નિર્ણયો ખૂબ સમજી વિચારીને લો, નહિંતર તમારી સફળતામાં અવરોધ આવી શકે છે.


આર્થિક સ્થિતિ:
આર્થિક રીતે આ વર્ષ મીન રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે. આ વર્ષે તમને ક્યાંકથી અણધાર્યા આર્થિક લાભ મળશે. તમને લોટરી કે સટ્ટામાંથી પૈસા મળી શકે છે, પરંતુ તેમાં વધુ પૈસા ન લગાવશો. આ વર્ષે તમે વાહન ખરીદી શકો છો.


શિક્ષણ: આ વર્ષ મીન રાશિના જાતકો માટે અભ્યાસની દૃષ્ટિએ ખૂબ જ સારું રહેશે. શૈક્ષણિક બાબતોમાં આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે, જે તમારા માન-સન્માનમાં વધારો કરશે.

ધાર્મિક

ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

Published

on

By

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત તેને દેવી લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ અને નકારાત્મકતા દૂર રહે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તુલસી પાસે રાખવામાં આવે તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તુલસી પાસે કચરો ન નાખવો

તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર છે, તેથી તેની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ. તેમજ તુલસી પાસે ડસ્ટબીન ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે.

તુલસી પાસે ચંપલ ન રાખો

તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તુલસી પાસે ક્યારેય ચંપલ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી પાસે ચંપલ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.

શિવલિંગને તુલસીમાં કેમ ન રાખવું જોઈએ?

શિવલિંગને ક્યારેય તુલસીના વાસણમાં ન રાખવું જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર, તુલસીનું તેના પાછલા જન્મમાં નામ વૃંદા હતું જે જલંધર નામના રાક્ષસની પત્ની હતી. આ રાક્ષસનો ભગવાન શિવે નાશ કર્યો હતો.  આ કારણે શિવલિંગને તુલસીથી દૂર રાખવામાં આવે છે. 

તુલસી પાસે સાવરણી ન રાખવી
તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે, જ્યારે સાવરણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે. તેથી ભૂલથી પણ તુલસી પાસે સાવરણી ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવા
ઘરમાં કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે. તેથી કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવા જોઈએ.

Continue Reading

ધાર્મિક

કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા

Published

on

By

ઉનની વસ્તુનું દાન કરવાથી શનિપીડામાં થશે રાહત

શનિવારે સવારે 10-30 થી શનિવારી અમાસનું મહત્વ કારતક વદ ચૌદશને શનિવાર તા.30-11-2024ના દિવસે સવો 10-30 થી અમાસ તિથી છે. આથી શનિવો સવારે 10-30 કલાકથી શનિવારી અમાસ ગણાશે.


શનિવારી અમાસના દિવસે હનુમાનજીની પુજા શનિદેવની પુજાનું મહત્વ વધારે છે. આ દિવસે શનીદેવ તથા હનુમાનજીને સરસવના તેલનો દિવો કરવો સરસવનું તેલ ચડાવવું અળદ ચડાવવા હનુમાન ચાલીસના પાઠ કરવા શનીદેવના મંના જાપ કરવા શની કવચના પાઠ કરવાથી શની પીડા ઓછી થાય છે. ખાસ કરીને અત્યારે મકર, કુંભ, મીન રાશીના જાતકોને સાડાસાતી ચાલી રહી છે તો શનીદેવની પનોતીની પીડા દુર કરવા માટે આ દિવસે કરેલ પુજા વધારે ફળદાઇ બને છે. તે ઉપરાંત શનિવારી અમાસના દિવસે કાળા અળદ કાળુ અથવા બ્લુ કાપડ, સ્ટીલનું વાસણ, પગરખા, કાળી ધાબળી, ઉનના વસ્ત્રનું દાન દેવાથી શનીપીડા ઓછી થાય છે. આદિવસે પિતૃતર્પણ કરવું. પીપળે પાણી રેડવું પિતૃકાર્ય કરાવવું. પિતૃઓને મોક્ષગતી આપનાર બને છે.
(સંકલન)શાસ્ત્રી રાજદીપ જોષી(વૈદાંતરત્ન)

Continue Reading

ધાર્મિક

કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ

Published

on

By


કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે આગલા દિવસે રાત્રી એ પણ ફરાળ લેવું ત્યાર બાદ મંગળવારે દિવસે સવારના વહેલા ઊઠી નિત્ય કર્મ કરી અને વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું આખો દિવસ એકટાણું અથવા ઉપવાસ રહેવો. ભગવાનને નેવેદ્ય માં ફક્ત ફળો નો પ્રસાદ અને બદામ ધરાવવી બપોરના સૂવું નહીં રાત્રી ના 12 વાગ્યા સુધી નું જાગરણ કરવું સાંજના સમયે શ્રી કૃષ્ણ ભગવાનનું કીર્તન અને ભજન કરવા અથવા તો શ્રીકૃષ્ણ શરણમ મમ મંત્ર ના જપ કરવા ઉત્તમ રહેશે તથા એકાદશી ની કથા સાંભળવીએકાદશી ની વ્રત કથા : મુર નામના રાક્ષસે પ્રજાને રંજાડવા માંડી. દેવો પ્રજા ની મદદ ગયા. મુરે દેવોને પણ ન છોડયા . તેમનો પણ પરાજય કર્યો. ભગવાન વિષ્ણુ દેવો ની મદદ કરવા આવ્યા . પણ મુરે વિષ્ણુને પણ હરાવ્યા, વિષ્ણુ હારીને બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા . મુર તેમની પાછળ દોડયો. ભગવાન એક ગુફામાં સૂતા હતા ત્યાં આ રાક્ષસ આવી પહોંચ્યો. રાક્ષસ જેવો વિષ્ણુને મારવા જતો હતો ત્યાં જ વિષ્ણુ ભગવાનના દેહમાંથી એક દેવી ઉત્પન્ન થયા.


તેમણે રાક્ષસને હણ્યો. દેવો ને પ્રજાને મુક્તિ અપાવી. આ દેવી તે જ ઉત્પત્તિ એકાદશી.. વિષ્ણુએ એકાદશીને કહ્યું : પ હું તારા પર પ્રસન્ન થયો છું . તારી ઇચ્છામાં આવે તે માંગી લે .! એકાદશીએ કહ્યું: પહું સર્વ તિથિઓમાં ઉત્તમ સર્વ વિઘ્નને હરનારી તથા બળ આપનારી બનું . જે મનુષ્યો મારા દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરશે તેને સર્વ સિદ્ધિઓ મળશે…..
બોધ
ઉત્પતિ એકાદશી નો બોધ

જો તમે સાચું કાર્ય કર્તા હો સાચા લોકો ની મદદ કરતા હો તેમાં કોઈપણ જાતની મુસીબત આવે તોપણ ડરવું નહીં અંતે સત્ય કાર્ય થઈ ને જ રહેશે અ ેટલે કે સત્યનો વિજય થઈને જ રહેશે વિષ્ણુ ભગવાન પણ દેવતાઓની અને પ્રજા જનો ની મદદ કરવા ગયેલા આથી અંતે વિષ્ણુ ભગવાનનો જ વિજય થયેલો આમ સત્યનો વિજય થાય જ છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય20 hours ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય20 hours ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય20 hours ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય20 hours ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય20 hours ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ20 hours ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય20 hours ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત20 hours ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત20 hours ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત20 hours ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ધાર્મિક2 days ago

ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

આંતરરાષ્ટ્રીય2 days ago

દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું

ગુજરાત21 hours ago

અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ

ગુજરાત21 hours ago

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

ગુજરાત20 hours ago

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

ગુજરાત20 hours ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત21 hours ago

અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

ગુજરાત20 hours ago

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

ગુજરાત20 hours ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ક્રાઇમ2 days ago

એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું

Trending