Connect with us

ગુજરાત

47 ફૂડ આઉટલેટમાંથી 40 કરોડની GST ચોરી ઝડપાઇ

Published

on

પેટપૂજા સોફ્ટવેરનો ઉપયોગ કરી બિલ ડીલીટ કરી નાખવામાં આવતા હતા, કોન્ટ્રાક્ટ વગર ફ્રેન્ચાઇઝી ચલાવવાથી લઇ સગાના નામે QR કોડ સુધીની તરકીબો પકડાઇ


રાજ્યના (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગે આ અઠવાડિયે અમદાવાદ, સુરત અને રાજકોટમાં 47 સ્થળોએ આઈસ્ક્રીમ પાર્લર, જ્યુસ સેન્ટર અને ફાસ્ટ ફૂડના આઉટલેટ્સ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 24 વિક્રેતાઓને ટાર્ગેટ કરીને, 40 કરોડ રૂૂપિયાની કરચોરી પકડવામાં આવી હતી.


દરોડામાં પકડાયેલા વિક્રેતાઓમાં સુરતમાં બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યુસ અને ફાસ્ટ ફૂડ કોર્નર અને 51 રેઈનબોનો સમાવેશ થાય છે; અમદાવાદમાં પટેલ આઈસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યુસ સેન્ટર, આઈસ્ક્રીમ લાઈબ્રેરી, શંકર આઈસ્ક્રીમ, અને જયસિંહ આઈસ્ક્રીમ; અને રાજકોટમાં અતુલ આઈસ્ક્રીમનો સમોવશ થાય છે. આ દરોડાની રકમ 40 કરોડ હતી, જેમાં 4 કરોડ પિઝાના વેચાણના હતા

અને 30 કરોડ આઈસ્ક્રીમ, જ્યુસ અને તેના જેવી વસ્તુઓના અને 6.75 કરોડ ભજીયાના વેચાણ માટે હતા.
દરોડા દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે 24 આઉટલેટ્સ સત્તાવાર એકાઉન્ટ બુકમાં તેમનો નફો જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા. વધુમાં, તેઓએ કાચા માલને લગતા ખર્ચો છુપાવ્યા હતા અને ઈરાદાપૂર્વક ગ્રાહકોને બિલ આપવાનું ટાળ્યું હતું.


તેમની વાસ્તવિક કમાણી છુપાવવા માટે, આ આઉટલેટ્સ તેમના સંબંધીઓ અને કર્મચારીઓના ચછ કોડનો ઉપયોગ ગ્રાહકો માટે કરે છે જેઓ ઞઙઈં મોડ દ્વારા ચૂકવણી કરશે.


એવું પણ બહાર આવ્યું હતું કે સુરત સ્થિત બિસ્મિલ્લા બ્રાન્ડ પેટપૂજા સોફ્ટવેરનો ઉપયોગ તેમના રેકોર્ડમાંથી આપોઆપ બિલ કાઢી નાખવા માટે કરે છે. એવું પણ જાણવા મળ્યું હતું કે તેઓ યોગ્ય ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટ વિના 29 આઉટલેટ ચલાવતા હતા. બિસ્મિલ્લા બ્રાન્ડ અને તેના સહયોગીઓ પરના દરોડામાં 100 કરોડથી વધુની રકમના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો હતો.

ગુજરાત

બોટાદ તાલુકા પંચાયતમાં ગાયો સાથે માલધારીઓએ કર્યો ઘેરાવ

Published

on

By

બોટાદના માલધારીઓ ગૌચરની જમીન માટે જંગે ચડ્યાં. ગઢડામાં આવેલા મેઘવડિયા ગામમાં જમીન માફિયાઓએ ગૌચરની જમીન પર છેલ્લા 3 વર્ષથી કબજો કરી લેતાં હવે માલધારીઓ વિફર્યા છે. ત્યારે અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દેતા માલધારીઓએ અનોખો વિરોધ કરીને બહેરા તંત્રના કાને પોતાની માગ પહોંચાડવા પ્રયાસ કર્યો છે.


બોટાદના ગઢડામાં આવેલા મેઘવડિયા ગામની અંદાજે 40 હેક્ટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. છેલ્લા 3 વર્ષથી કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ વિરૂૂદ્ધ માલધારીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ. ત્યારે અંતે તંત્રની આળસથી કંટાળેલા માલધારીઓ પોતાના માલઢોર સાથે નીકળ્યા અને 8-10 કિલોમીટર પગપાળા ચાલીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા અને પોતાના માલઢોર કચેરીમાં જ છૂટા મુકી દીધા.


મેઘવડીયા ગામથી અંદાજે 9 કિલોમીટર ગાયો હંકારી 300થી 400 ગાયો સાથે માલધારીઓ ગઢડાની તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. ત્યાં પહેલા માલધારીઓને કચેરીમાં પ્રવેશવા ન દેતા ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ તંત્ર માટે પણ માલધારીઓને કંટ્રોલ કરવા એક પડકાર સમાન બની જતાં થોડીવાર માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. તેમ છતાં ગૌચરની જમીન બચાવવા નીકળેલા માલધારીઓ માન્યા જ નહીં અને જબરદસ્તી કચેરીનો ગેટ ખોલીને કચેરીના પ્રાંગણમાં જ અડિંગો જમાવીને બેસી ગયા હતા.


તાલુકા વિકાસ અધિકારીએ માલધારીઓને બોલાવ્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારે માલધારીઓની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ દસ જ દિવસમાં આ મામલે સુખદ નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે.

Continue Reading

ગુજરાત

મહુવા તાલુકાના નૈય ગામે બે કલાક બંધ રહેલા મકાનમાંથી 14 લાખની રોકડ-દાગીનાની ચોરી

Published

on

By

આઘેડ પત્નીને બસ સ્ટેશન મુકવા જતા હતા ત્યારે ચાર શખ્સોએ પુછયુ હતુ કે કયાં જાવ છો? તપાસ શરૂ

મહુવા તાલુકાના નૈપ ગામમાં રહેતા એક આધેડ મહુવા ખાતે તેમના પત્નિને લેવા માટે ગયા હતા અને તેમનું મકાન માત્ર બે કલાક સુધી બંધ રહેતા તસ્કરોએ આ સમયગાળામાં મકાનમાંથી રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મહુવા રૂૂરલ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ પિયર ગયા હતા અને તા.30મીના રોજ તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, મહુવા બસ સ્ટેન્ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્નિને લેવા માટે બાઇક લઇને ગયા હતા.
રસ્તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્યાં જાવ છો ?

તેમ પુછતા ફરિયાદીએ પત્નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્નિને લઇને ઘરે પરત આવ્યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂૂમમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે, રૂૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.

Continue Reading

ગુજરાત

પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

Published

on

By

જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન


રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.


અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ

સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Continue Reading

Trending