ગુજરાત
ગિરનારની લીલી પરિક્રમાનો 12મીથી પ્રારંભ, ભાવિકો માટે રૂટ જાહેર કરાયો
આગામી 12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા થનારી છે. ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો-જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે.
ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. ભવનાથથી રૂૂપાયતન સુધીનો રસ્તો, રૂૂપાયતનથી ઈંટવા સુધીનો માર્ગ, ઈંટવાથી ચાર ચોક થઈ જીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી.
માલીડાથી પાટવડ કોઠા થઈ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજ કુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી, ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો. આમ ભવનાથમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.
ગુજરાત
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
જૂની પેંશન યોજનાને લઈ સરકારે મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. જૂની પેંશન યોજનાને લઈ નાણાં વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના જાહેર કરવામાં આવી છે.
1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ રહેશે તેવો નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો
રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે
ગુજરાત
લિવર ટ્રાન્સપ્લાન્ટના 3 મહિનામાં 28 ટકા દર્દીનાં મોત
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી કિડની હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષ દરમિયાન 2634 કિડની, 469 લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ પૈકી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 134, લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 173 હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યાની વિગતો સામે આવી છે. ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ મૃત્યુ આંક કેવી રીતે હજુ ઘટાડવો તેના માટે સમિતિની પણ રચના કરવાની વિચારણા ચાલી રહી છે.વર્ષ 2015થી વર્ષ 2023 દરમિયાન જે વ્યક્તિએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેમના એકંદર મૃત્યુની ટકાવારી કિડની ટ્રાન્સપ્લાન્ટની મૃત્યુની ટકાવારી કરતાં ઘણી વધારે હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા વ્યક્તિઓમાં અનુક્રમે 28 ટકા અને બે ટકા લોકો ટ્રાન્સપ્લાન્ટ બાદ 3 મહિનામાં મૃત્યુ પામ્યા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર, ટ્રાન્સપ્લાન્ટ પછી ફોલો-અપ માટે ન આવેલા દર્દીઓની સ્થિતિ જાણવા માટે આઈકેડીઆરસીમાં કોઈ જ સિસ્ટમ ઉપલબ્ધ નથી. ટૂંકા ગાળામાં જ મૃત્યનું મુખ્ય કારણ ટ્રાન્સપ્લાન્ટ બાદ અંગોના અસ્વીકારને કારણે થયું હતું. ટૂંકા ગાળામાં અંગ ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીના મૃત્યુનું કારણ જાણવા એક સમિતિની રચના કરવા પણ વિચારણા ચાલી રહી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીઓએ ડોક્ટરો દ્વારા આપવામાં આવતી પરેજી પાળવી ખૂબ જ જરૂૂરી છે. ઘણાં દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ બાદ ડાયેટનું પાલન કરતા નથી અને તેના લીધે તેમનું સ્વાસ્થ્ય કથળવાનું જોખમ વધી જાય છે.
ગુજરાત
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બીગબઝાર પાછળ ગુલાબ વિહાર સોસાયટીમાં રહેતા નેપાળી યુવાને બિમારીથી કંટાળી ગલેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગુલાબવિહાર સોસાયટીમાં શ્રીનાથ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાં રહેતા કૈલાશ તુલબહાદુર સાઉસ (ઉ.વ.36) નામના નેપાળી યુવાને આજે સવારે પોતાની ઓરડીમાં પંખા સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક કૈલાશ બે ભાઈ બે બહેનમાં મોટો અને તેને સંતાનમાં એક પુત્રી છે. વધુ તપાસમાં મૃતકને પરેલીસીસનો હુમલો આવી ગયો હોય જેથી બિમારીથી કંટાળી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
-
રાષ્ટ્રીય1 day ago
પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO
-
કચ્છ1 day ago
મુન્દ્રા પોર્ટ પરથી ‘લાલ’ રેતીનો ‘કાળો’ કારોબાર પકડાયો
-
ગુજરાત1 day ago
દિવાળી પહેલા જમીન મકાનમાં તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં 23 ટકાનો વધારો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
-
ગુજરાત1 day ago
જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ડ્રેગને ઓકાત બતાવી, સમજૂતિ બાદ પેટ્રોલિંગ માર્ગ નક્કી કરવામાં આડોડાઇ
-
ગુજરાત1 day ago
ફાયર સેફ્ટી મુદ્દે તમામ સ્પામાં તપાસના આદેશ
-
રાષ્ટ્રીય1 day ago
સરકારી સબસિડીની અસર જીડીપી ઉપર પડી શકે છે: આરબીઆઇ ગવર્નર