ગુજરાત
ગિરનારની લીલી પરિક્રમાનો 12મીથી પ્રારંભ, ભાવિકો માટે રૂટ જાહેર કરાયો
આગામી 12થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા થનારી છે. ગરવા ગિરનાર પરિક્રમમાં પુણ્યનુ ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો માટે ઉમટી પડે છે. આ પરિક્રમા ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી અને પ્રકૃતિને નુકસાન ન પહોંચે તે માટે શ્રદ્ધાળુઓએ વિશેષ નિયમો પાલન કરવાનું રહે છે. આ માટે વન વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમાનો નિયત રૂૂટ જાહેર કરવાની સાથે શ્રદ્ધાળુઓએ પાલન કરવાના આવશ્યક નિયમો-જાહેર સૂચનાઓ પણ બહાર પાડી છે.
ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. ભવનાથથી રૂૂપાયતન સુધીનો રસ્તો, રૂૂપાયતનથી ઈંટવા સુધીનો માર્ગ, ઈંટવાથી ચાર ચોક થઈ જીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી.
માલીડાથી પાટવડ કોઠા થઈ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજ કુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજ કુંડથી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીની કેડી, ત્રણ રસ્તાથી બોરદેવી અને બોરદેવીથી ભવનાથ સુધીનો રસ્તો. આમ ભવનાથમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.