Connect with us

ગુજરાત

નશાકારક પીણા અંગે અંતે 20 શખ્સો સામે ગુનો

Published

on

ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપ સંદર્ભે કરવામાં આવેલી વ્યાપક તપાસ બાદ ખંભાળિયા પોલીસ મથકમાં આ પ્રકરણમાં સુનિયોજિત કાવતરું ઘડીને સરકાર સાથે ઠગાઈ કરવા સહિતના ગુનાઓમાં ઉત્પાદક, દુકાનદાર સાથે પરપ્રાંતીય ઈસમો સહિત કુલ 20 સામે અહીંના પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગત તારીખ 8 ઓગસ્ટ 2023 ના રોજ ખંભાળિયામાંથી ચોક્કસ કંપનીનો આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો હતો.

આ પ્રકરણમાં નોંધાયેલા ગુના સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ બાદ ખંભાળિયામાં રહેતા પ્રકાશ કિશોરભાઈ આચાર્ય નામના વેપારી શખ્સ દ્વારા અન્ય સાત આરોપીઓ સામત ખીમા જામ, કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામના મૂળ વતની અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા, રાજકોટના મેહુલ અરવિંદભાઈ જસાણી, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ નટવરલાલ ડોડીયા, વડોદરાના નીતિન અજીતભાઈ કોટવાણી, મીરા રોડ (મુંબઈ)ના તોફિક હાસીમ મુકાદમ અને ઈથાઇલ આલ્કોહોલ બનાવનાર ચોક્કસ કંપનીના માલિક પણજી ખાતે રહેતા પરવેઝ રફિક અહેમદ મોમીન, નામના કુલ આઠ શખ્સોએ સાથે મળીને ગુનાહિત કાવતરું રચીને પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા માટે સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક દવાની આડમાં રદ થઈ ગયેલા લાયસન્સના ઉપયોગથી ચોક્કસ નામથી નશો કરવાના હેતુથી માનવ તંદુરસ્તીને હાનિકારક એવા આઈસોપ્રોફાઈલ જેવા નશાયુક્ત આલ્કોહોલ આયુર્વેદિક ઔષધી સીરપનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જેનું નશામુક્ત ગુજરાત રાજ્યમાં છૂટક રીતે પાન બીડીના ગલ્લાઓ ઉપર ઈરાદાથી વિતરણ કરતા આરોપી પ્રકાશ કિશોરભાઈ આચાર્ય આ નામની સીરપની 50 બોટલો સાથે ઝડપાઈ ગયો હતો.

આ પ્રકરણમાં આરોપી પ્રકાશ અને સામત ખીમા જામ (રહે. ધરાર નગર, ખંભાળિયા) તેમજ અન્ય આરોપીઓ ખીજદડ ગામનો વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરુભા જાડેજા, અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, જામનગરનો દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદનો પંકજ પ્રભુદાસ વાઘેલા, હર્બોગ્લોબલ કંપનીના ભાગીદાર સુનીલ સુરેન્દ્રભાઈ કક્કડ, સંજય પન્નાલાલ શાહ, રાજેશ ગોપાલ પ્રસાદ દોડકે, કંપનીનો મેનેજર ઉમરગામ – વલસાડનો ભાવિક ઇન્દ્રવદન પ્રેસવાલા, જુનાગઢનો રહીશ અને આયુર્વેદિક સીરપની ફોર્મ્યુલા તૈયાર કરનાર અમિત લક્ષ્મીપ્રસાદ વસાવડા, એ.એમ.બી. ફાર્મા નામની કંપનીના માલિક વાપીના શીતલ આમોદ ભાવે, આ કંપનીના વહીવટકર્તા આમોદ અનિલભાઈ ભાવે અને સુરેન્દ્રનગરના એક પેઢીના ભાગીદાર મેહુલ રામસિંહ ડોડીયા નામના શખ્સોએ સાથે મળીને સુનિયોજિત રીતે ગુનાહિત કાવતરું કરી, પોતાનો અંગત આર્થિક લાભ લેવા માટે જીએસટી નહીં ભરી, સરકાર સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટા કિંમતી બિલો તથા ખોટા સ્ટીકરો બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ, સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપના ઉત્પાદનમાં નિયત કરતા વધારે પ્રમાણમાં નશાના ઈરાદાથી આલ્કોહોલનું પ્રમાણ રાખીને તેનું કોઈ નિયત પ્રમાણ કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં ઔષધી નાખી, તેનું મહતમ પ્રમાણમાં ઉત્પાદન કરીને ફક્ત ગુજરાત રાજ્ય જેવા નશામુક્ત રાજ્ય અને ટાર્ગેટ કરી આયુર્વેદિક દવાની આડમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આ તમામ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. જે છૂટક રીતે પાન બીડીના ગલ્લા ઉપર વેચાણ કરતા ચોક્કસ નામની બોટલોનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.

આ રીતે તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરામાં સામેલ રહીને લોકોને આયુર્વેદિક દવાની આડમાં કથિત નશાયુક્ત આયુર્વેદિક સીરપનું નશાના ઈરાદાથી વેચાણ કરવામાં આવતું હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે પી.એસ.આઈ. વી.બી. પીઠિયાની ફરિયાદ પરથી ખંભાળિયાના પ્રકાશ કિશોરભાઈ આચાર્ય સહિત તમામ 20 શખ્સો સામે આઈ.પી.સી. કલમ 120 (બી), 274, 275, 328, 465, 467, 468, 471 તેમજ પ્રોહીબીશન એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયામાં વધુ એક વખત ગાજેલા આ સીરપકાંડમાં પોલીસે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી, અન્ય શખ્સો પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.

ગુજરાત

પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

Published

on

By

જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન


રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.


અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ

સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Continue Reading

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

Trending