Connect with us

ગુજરાત

દિવાળીના તહેવારોમાં સિવિલ હોસ્પિટલ,108, ફાયર અને પોલીસ તંત્ર એલર્ટ

Published

on

સિવિલ હોસ્પિટલમાં 450 તબીબો સાથે 100 સ્પેશિયલ બેડ સાથેનો વોર્ડ તૈયાર

સમયસર મદદ મળે તે માટે 43 જેટલી 108 એમ્બ્યુલન્સ સાથે 230 સ્ટાફ ખડેપગે રહેશે

પ્રજાના જાન-માલની સુરક્ષા માટે તહેવારો પર પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરશે

આગના બનાવો રોકવા આઠ ફાયર સ્ટેશન સાથે 5 સ્થળે હંગામી ફાયર સ્ટેશન પાંચ દિવસ સુધી કાર્યરત

દિવાળીનો તહેવાર શરૂૂ થઈ ગયો છે અને તહેવારને લઈને આખા શહેરમાં માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરી રહ્યા છે.દિવાળીના દિવસથી તમામ વેપાર ધંધાઓમાં પણ રજાનો માહોલ હશે ત્યારે દિવાળીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ 108 ઇમરજન્સી સર્વિસ વધારાના સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. આગામી 5 દિવસ સુધી જ્યારે બધા લોકો રજાઓ માણતા હશે ત્યારે ઇમરજન્સી સેવા દરરોજ કરતા વધુ ડ્યુટી નિભાવશે. દિવાળીમાં ફટાકડાથી દાઝી જવાના કેસ વધુ હોવાથી તેને લગતી દવાઓ તેમજ ડ્રેસિંગના સામાનનો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી લેવામાં આવ્યા છે અને સ્કીન કેર વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે.


સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દિવાળી તહેવાર ઉપર સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવતા હોય જેને લઇ તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયા અને એડીશનલ તબીબી અધિક્ષક ડો. હેતલ કયાડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ એડીશનલ સિવિલના સુપરિન્ટેન્ડન્ટે . હેતલ કયાડાએ ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં સામાન્ય દિવસો કરતા વધુ દર્દીઓ આવે છે. ભાઈબીજ અને રવિવારે માત્ર ઓપીડી બંધ રહેશે જોકે ઈમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહેશે દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ સુધી ખાનગી હોસ્પિટલ બંધ રહેતી હોય જેથી ઇન્ડોર દર્દીઓ ની સંખ્યા વધુ હોય અને ખાસ કરીને દાઝી જવાના બનાવો વધુ બને છે જેથી બન્સ માટે 40 સહીત 100 વધારાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. અને 450 તબીબોને ફરજ ઉપર સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જે માટે એક ખાસ પરિપત્ર તૈયાર કરાયો છે અને તમામ વિભાગના વડા અને આરએમઓને મોકલી દેવાયો છે. જેમા સ્પષ્ટ સૂચના છે કે દિવાળીને લઈને સ્ટેન્ડ ટુ રહેવાની તૈયારી રાખવાની છે.

સ્ટાફ કોણ હાજર રહેશે તેની યાદી તેમજ સામાન્ય દિવસો કરતા વધારાનો 20 ટકા સ્ટાફ પણ રિઝર્વ રાખવાનો રહેશે. દવાઓનો જથ્થો તૈયાર રાખવા કહેવાયું છે. દિવાળીમાં બર્ન્સના કેસ વધુ આવતા હોવાથી સ્કિન વિભાગ પર સૌથી વધુ જવાબદારી આવશે તેથી તે વિભાગને પણ એલર્ટ રાખવામાં આવ્યો છે.દિવાળીના તહેવારને અનુલક્ષીને સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં આ માટે વધારાની તૈયારીઓ કરી લેવાઈ છે.
દિવાળીના તહેવારોમાં 108માં કોલની સંખ્યા સામાન્ય દિવસ કરતા વધુ રહે છે. સામાન્ય દિવસ કરતા દિવાળીના પાંચ દિવસમાં 108માં 8 થી 10 ટકા વધુ ફોન આવે તેવી શક્યતા ને ધ્યાને લઇ 108 સેવાને વધુ સર્તક રહેવા સુચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કો-ઓર્ડિનેટર ચેતન ગાધેએ ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાઇરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોય છે. સામાન્ય રીતે દિવાળીના દિવસો દરમિયાન ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે કેટલાં વાહનોની જરૂૂર રહેશે ? તે માટે છેલ્લા 17 વર્ષના ઇમરજન્સી સેવાના કેસને ધ્યાનમાં રાખીને એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટ શહેરમાં 23 અને જિલ્લામાં 2ઓ મળી કુલ 40 એમ્બ્યુલન્સ વાન રાઉન્ડ-ધ-ક્લોક કાર્યરત રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ દિવસ સુધી લગભગ બમણા કેસ નોંધાય છે. અર્થાત ટ્રોમાના કેસ 40 થી 45 જોવા મળે છે. તેથી રાજકોટ શહેરની 17 સહિત જિલ્લામાં 40 એમ્બ્યુલન્સ વાન તહેનાત કરવામાં આવી છે. તેથી 108માં ફરજ બજાવતા 230 આરોગ્ય કર્મીની રજાઓ રદ કરીને તહેવારો દરમિયાન ફરજ બજાવવાનું જણાવાયું છે.


દિવાળીના તહેવારોમાં રોડ અકસ્માત, હદયરોગ , તાવ, પ્રસુતા મહિલાઓને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે ઓક્સીજન તેમજ દવા સહિતનો વધારાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. લોકો તહેવારો દરમિયાન બહારગામ હરવા ફરવા વધુ પ્રમાણમાં જતા હોવાથી અકસ્માતની સંભાવના વધે છે. તેમજ બહારનો ખોરાક ખાવાથી તબીયત બગડતી હોવાથી આ સંજોગોમાં ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે રાજકોટ શેહર-જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવાની સમયસર મદદ મળી રહે તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.


દિવાળીમાં આગ લાગવાની ઘટનાઓને લઈને ફાયરશાખાએ પોતાના 7 ફાયર સ્ટેશન ઉપરાંત વધુ 5 જગ્યાએ ફાયર ચોકી ઊભી કરી છે જ્યાં ફાયર ફાઈટર તૈનાત રહીને કોઇપણ જગ્યાએ પહોંચવા સક્ષમ હશે. આ ચોકીઓમાં પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં ધનતેરસથી શરૂૂ કરીને નવા વર્ષ સુધી ફટાકડા ફોડવામાં આવશે છે અને આ દરમિયાન સૌથી વધુ આગ લાગે છે. 2020માં દિવાળીમાં આગના 45 બનાવ બન્યા હતા. જયારે 2021ની આગના 56 બનાવ બન્યા હતા કોરોનાના સમયમાં પણ દિવાળીએ આગનો આંક વધ્યો હતો જ્યારે 2022માં 88 સ્થળોએ આગ લાગી હતી 2023માં ફાયર બ્રિગેડને 156 જેટલા કોલ મળ્યા હતા અને ફાયર બ્રિગેડને સતત દોડવું પડ્યું હતું. આ વર્ષે પણ આ જ ટ્રેન્ડ રહે તેવી શક્યતાને સાથે રાખીને ફાયર બ્રિગેડે તૈયારી કરી છે.


દિવાળીના તહેવારો ઉપર પોલીસ સતત નવા વર્ષ સુધી રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરશે અને કોઇ જાહેર સ્થળે ફટાકડા ફોડવામાં આવતા હોય અથવા તો કોઇને જોખમી હોય તેવી જગ્યાએ ફટાકડા ફોડાતા હોય તે તમામ જગ્યાએ પહોંચી કાયદેસરની કાર્યવાહી કરશે આ માટે પેટ્રોલિંગ વાહનો સ્ટેન્ડ ટુ કરાયા છે. તહેવારો પર મોટાભાગના લોકો બહારગામ ફરવા માટે જતા હોય છ. ત્યારે બીજી તરફ તકનો લાભ લઈને તસ્કરો સક્રિય ન બને તે હેતુસર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરીજનોને પણ ખાસ સાવચેતી રાખવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. પોલીસે શહેરીજનોને બહારગામ ફરવા જાય ત્યારે પોલીસે જાણ કરવા કહ્યું છે. ખરીદી બજાર, ભીડભાડવાળાં સ્થળો તથા નાણાકીય લેવડ-દેવડવાળાં સ્થળોએ ચોરી, લૂંટ, સ્નેચિંગ જેવા બનાવો ન બને તેને લઈ દરરોજ પેટ્રોલિંગ કરાશે.


ભાંગફોડિયા પ્રવૃત્તિ કે કોમ્યુનલ બનાવો ન બને તે માટે તકેદારીના ભાગરૂૂપે પોલીસ સતત ફૂટ પેટ્રોલિંગ કરશે. વાહન ચેકિંગના સમયમાં ફેરફાર કરી અલગ-અલગ સમયે અને અલગ-અલગ પોઈન્ટ ઉપર એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ આવરી લઇ વાહન ચેકિંગ હાથ ધરાશે. પોલીસે અપીલ કરી છે કે, બહાર ફરવા જાવ તો પોલીસને જાણ કરો જેથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાશે. શહેરમાં તહેવારો માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સીસીટીવીથી લઈને સિક્યોરિટીને સ્ટેન્ડ ટુ સુધીનાં આયોજન કરવામાં આવ્યાં છે.

દિવાળીના તહેવારો ઉપર ચોરીના બનાવો વધુ બને છે. વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરી સાથે મોટાભાગે ધંધા રોજગાર બંધ રહેતા હોય આવી દુકાનો અથવા કારખાનામાં તસ્કોર હાથફેરો કરી જાય છે. ત્યારે આવા બનાવો રોકવા માટે દિવાળીના તહેવારો ઉપર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ એક્શન પ્લાન બનાવ્યો છે અને દિવાળીના તહેવાર દરમિયાન શહેર પોલીસ સતત ખડેપગે રહીને શહેરીજનોના જાનમાલની સુરક્ષા કરવા માટે પ્રયાસ કરશે.ચોરો પર અંકુશ રહે તે હેતુસર ભૂતકાળમાં ચોરી,લુંટ અને ધાડમાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટર પર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે.

17 વર્ષના તહેવારોના આંકડાના આધારે 108ની વ્યવસ્થા ગોઠવાઇ
દીવાળીના તહેવારો ઉપર 108ની વ્યવસ્થા ગોઠવવા માટે છેલ્લા 17 વર્ષના તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર કરી 108ની સર્વિસની જરૂૂરિયાતમાં કેટલા ગણો વધારો થશે તેનો અંદાજ લગાવી તે મુજબ આરોગ્ય ટીમ તૈયાર કરાઈ છે. ફોરકાસ્ટ મુજબ ટ્રોમાના કેસ સામાન્ય દિવસના 20થી 22 હોય છે જે દિવાળી દરમિયાન બમણા એટલે કે 45થી 55 થઈ જાય છે.સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં ત્રણ દિવસ સુધી મેડિકલ ઇમરજન્સીના કેસોમાં 10 ટકાનો વધારો જોવા મળે છે. જેના કારણે રાજકોટ શેહેરની 23 અને જિલ્લાની 20 એમ કુલ 43 એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડ-યુ રાખવામાં આવશે. જેથી તાત્કાલીક કોઇપણ બનાવ વખતે 108 સમયસર પહોંચી શકે અને મદદ મળી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લાની 108 ઉપરાંત ખાસ કરીને આઇસીયુ સાથેની 108ને તૈનાત રાખવામાં આવશે.

શહેરમાં પાંચ હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાશે
દિવાળીના તહેવારોમાં શહેરમાં અનેક સ્થળોએ નાની-મોટી આગની ઘટનાઓ બને છે. આવી આગની ઘટનાઓ બનતી રોકવા માટે ફાયર બ્રિગેડ સર્તક બની ગયો છે આ કારણે માહનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના જે આઠ ફાયર સ્ટેશન છે તે ઉપરાંત 5 સ્થળે હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાશે. આ ફાયર સ્ટેશનોમાં પરાબજાર, સદર, સંત કબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ફાયર બ્રિગેડના વાહનો અને સ્ટાફ 30/10 પાંચ દિવસ સુધી 24 કલાક સ્ટેન્ડ ટુ રહેવાના છે આ કારણે કોઇ વિસ્તારમાં આગનો બનાવ બને એટલે નજીકના સ્થળે ઝડપથી પહોંચી શકાશે. આગના બનાવમાં 101 નંબર ઉપરાંત 8 સ્થાયી ફાયર સ્ટેશને પણ ફોન કરીને ફાયર બ્રિગેડને જાણ કરી શકાશે.

ગુજરાત

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

Published

on

By


શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

Published

on

By

સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.


મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.

જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.


ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.


રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.

Continue Reading

ગુજરાત

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

Published

on

By

રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય19 hours ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય19 hours ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય19 hours ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય19 hours ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય19 hours ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ19 hours ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય19 hours ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત19 hours ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત19 hours ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત19 hours ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ધાર્મિક2 days ago

ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

આંતરરાષ્ટ્રીય2 days ago

દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું

ક્રાઇમ2 days ago

એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખો માફી નહીં માંગું

ગુજરાત2 days ago

સોની બજારમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું 9 લાખનું સોનું લઇ વતનમાં ફરાર

ગુજરાત20 hours ago

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

ગુજરાત20 hours ago

અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ

ગુજરાત19 hours ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત19 hours ago

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

ગુજરાત19 hours ago

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

ગુજરાત19 hours ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

Trending