Connect with us

ગુજરાત

હીરા બજારની દિવાળી બગડી, સુરતની 34 વર્ષ જૂની ટ્રેડિંગ કંપનીનું ઉઠમણું

Published

on

દિવાળી તહેવાર હીરા ઉદ્યોગ માટે ભારે દિવસ બની ગયો છે. દિવાળી તહેવારોમાં જ સુરતથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે અને સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે. મળી રહેલા સમાચાર મુજબ બેલ્જિયમની હીરા પેઢીનું ઉઠમણું થતાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બેલ્જિયમના બેન્કોના નાણાં ફસાતા ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ યુદ્ધ અને મંદીનો માહોલ છે અને તેની વચ્ચે ઉઠમણું થતાં વેપારીઓની ચિંતા વધી ગઇ છે.

બેલ્જિયમની હીરા પેઢીએ હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા સુરતના હીરા ઉદ્યોગને હવે માઠીં અસર પહોંચશે.એક તરફ સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. નાના હીરા ઉદ્યોગો બંધ થઇ રહ્યા છે તો કઇક વેપારીઓના ઉઠામણા થઇ રહ્યા છે. જાણે હીરા ઉદ્યોગ પર મંદીનું વાવાઝોડું ફરી રહ્યું છે. રત્નકારોમાં નોકરી-ધંધા અને રોજગારીને લઇ ચિંતિત છે. દિવાળી વેકેશન પણ હીરામાં મંદીને કારણે લંબાવ્યું છે. તેવામાં બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે.


ઉઠમણું કરનાર મૂળ સૌરાષ્ટ્રનો હીરા વેપારી હોવાનું જાણવા મળે છે. તેઓ બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ-ફાઈનાન્સનો બિઝનેસ કરતા હતા. બેલ્જિયમમાં 30 વર્ષથી ડાયમંડ ટ્રેડિંગ અને ફાઈનાન્સનો વેપાર કરતી પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે.


ઉલ્લેખનિય છે કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે અનેક હીરા પેઢીઓના ઉઠમણાં થયા હતા .હવે બેલ્જિયમમાં ડાયમંડ પેઢીએ 142 કરોડ રૂૂપિયામાં નાદારી નોંધાવી હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લાં 30 વર્ષથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ઉપરાંત ફાઈનાન્સનો પણ વેપાર કરતા હતા. ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે આ પેઢી કાચી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત

પીએમના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી પીએસઆઈનું મોત

Published

on

By

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાયેલ એકતા પરેડના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં રહેલા એક પીએસઆઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા છેલ્લા બે દિવસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ પાસે ફરજ પર હતા. તે દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હાર્ટએટેક આવ્યો હતો. જેઓને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

Continue Reading

કચ્છ

PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી

Published

on

By

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.


મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.

Continue Reading

ક્રાઇમ

હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

Published

on

By


શહેરના ભુપેન્દ્ર રોડ પર પાર્કવ્યુ હોટલ સંચાલક પાસે ગેરકાયદે નાણા કઢાવવા હવાલો લઈ હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા દિનેશ મુછડી તથા રમેશ બોરીચાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ છે.વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને રજપૂત કરવામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયાએ દિનેશ ઉર્ફે મુછડી રતિભાઈ ચાવલા અને રમેશ જીવાભાઇ સબાળ નામના અશોકસોએ રસ્તામાં આંતરિક લોખંડના પાઇપથી માર માર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ પફુલ ગોસ્વામી પાસે રૂૂા.35 લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂૂા.71 લાખ બળજબરી થી ખુનની કોશીસ કરેલ હોવાનુ જણાવ્યું હતું બાદ તપાસ પૂર્ણ થતા બંને શખ્સોને જેલવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ વાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી તે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી,રિપલ ગેવરીયા, પાર્થ સંધાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા પુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.

Continue Reading
ગુજરાત4 days ago

પીએમના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી પીએસઆઈનું મોત

રાષ્ટ્રીય4 days ago

શેરબજારમાં નવો માઈલસ્ટોન, NSEમાંખાતાની સંખ્યા 20 કરોડને પાર

કચ્છ4 days ago

PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી

ક્રાઇમ4 days ago

હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

રાષ્ટ્રીય4 days ago

રીંછ બોમ્બને ફળ સમજીને ખાઈ ગયું, મોમાં ફાટતાં મોત

રાષ્ટ્રીય4 days ago

આજનું અખંડ ભારત સરદાર પટેલની દેન

રાષ્ટ્રીય4 days ago

રિટાયર થતાં પહેલાં CJI ચંદ્રચૂડ પાંચ મોટા ચુકાદા આપશે

ક્રાઇમ4 days ago

નામચીન ઈભલાની પત્ની અને બહેન વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

રાષ્ટ્રીય4 days ago

સંરક્ષણપ્રધાન-સૈન્ય વડાએ આસામમાં સૈનિકો સાથે દિવાળી ઉજવી, ફટાકડા ફોડયા

ગુજરાત4 days ago

માર્ગ અને મકાન વિભાગના 407 ઇજનેરોની બદલી

Trending