Connect with us

ગુજરાત

નાગરિક બેંકના લોનખાતાના કથિત કૌભાંડનો મામલો હાઇકોર્ટમાં

Published

on

બેંકના સીઇઓ, જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર સામે લોન કૌભાંડ આચર્યાનો ગંભીર આક્ષેપ; નાગરિક બેંક બચાવો સંઘે કોર્ટના દ્વાર ખખડાવ્યા: રિઝર્વ બેંકને પણ રજુઆત કરી


આગામી દિવસોમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રે મોટી નવાજૂનીના એંધાણ દર્શાય રહ્યા છે. છેલ્લા 20 મહીનાથી પોતાની નોકરીને દાવ પર લગાડનાર તેમજ જેમને સુપ્રિમ કોર્ટે પણ વ્હીસલ બ્લોઅર કીધા છે તેવા નાગરિક બેંકના ગેરકાયદેસર રીતે ટર્મીનેટ થયેલા સ્લીપેજ રીકવરીના મેનેજર વિબોધ દોશીએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરેલ છે. રાજકોટ નાગરિક બેંકની મુંબઈમાં આવેલી કાલબાદેવી બ્રાંચના 25 ફ્રોડ લોન ખાતાઓ તેમજ જુનાગઢ બ્રાંચના 35 ફ્રોડ લોન ખાતાઓ અંગે પોતાની નોકરીની ફરજના ભાગરૂૂપે અને માતૃ સંસ્થા પ્રત્યેની અઠગ નિષ્ઠા દર્શાાવીને વિબોધ દોશી બેંકમાં અપાયેલી 60 ફ્રોડ લોન કે જે પબ્લીક મની ના કરોડો રૂૂપિયા ખોટા થઈ ગયા છે તેની સામે વ્હસલ બ્લોઅર તરીકે સંઘર્ષ કરી રહ્યા છે.


રાજકોટ નાગરિક સહકારી બેંકના સાત દાયકાના ઈતિહાસમાં અભુતપુર્વ ફ્રોડ લોન સ્કેમ બહાર લાવનાર દોશીને બીરદાવવાની બદલે આ કૌભાંડમાં સીઈઓ સહીતના મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી તેઓને ગેરકાયદેસર રીતે 30 સપ્ટેમ્બર-2023 ના સીધા જ ટર્મીનેટ કરી દેવામાં આવેલ. જેની સામે મનાઈહુકમ મેળવવા દોશી ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ અને સ્ટે મેળવેલ પરંતુ બાદમાં ડીવીઝન બેંચે સ્ટે કાઢી નાખેલ. આથી વિબોધ દોશી સુપ્રિમ કોર્ટમાં ગયેલ અને ત્યાંથી સ્ટે મેળવીને બેંકમાં ચાર મહીના નોકરી કરવામાં સફળ થયેલ. બેંક દ્વારા એડવોકેટ હરીષ સાલ્વેને દોશી સામે રોકેલ, પબ્લીક મનીના લાખો રૂૂપિયાની ફી સ્વભાવિક રીતે બેંકે સાલ્વેને એટલા માટે ચુકવી કે આ લોનના ફોડ જો સુપ્રિમમા બહાર આવે તો બેંક મેનેજમેન્ટ ની મોટી હસ્તીઓને પણ જેલની સજા ભોગવવાનો વાસે આવી શકે. તા.22-4-2024 ના સુપ્રિમ કોર્ટે ટર્મીનેશન સામેનો સ્ટે કાઢી નાખેલ પરંતુ વિબોધ દોશી વ્હીસલ બ્લોઅર છે તે સ્વીકારીને ગુજરાત હાઈકોર્ટને ઓગસ્ટ અંત સુધીમાં આ અંગેનો હુકમ કરવા સ્પષ્ટ રીતે આગ્રહપુર્વક જણાવેલ છે. હાઈકોર્ટમાં આ મેટર ચાલી રહી છે તે દરમ્યાન દોશીએ વધુ એક પીટીશન દાખલ કરીને નાગરિક બેંકના ફોડ લોન કૌભાંડ અંગે રીઝવ બેંક ઓફ ઈન્ડીયા ઉંડી તપાસ કરીને સત્ય શોધક રીપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજુ કરે તેવી દાદ માંગેલ છે. લોનો ફોડ હોવાના સીલસીલાબંધ દસ્તાવેજી આધાર પુરાવાઓ પણ પીટીશન સાથે જોડવામાં આવેલ છે. આ 31 મી મેં એ વયમર્યાદાના કારણે દોશી બેંકમાંથી નિવૃત થઈ ગયા છે. પરંતુ તેમનો સત્ય માટેનો સંઘર્ષ ચાલે છે અને ચાલતો જ રહેશે.


કાલબાદેવી બ્રાંચ મારફત મુંબઈ થી 110 કી.મી દૂર બ્રાંચના કાર્યક્ષેત્રની બહાર રાઈગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના એક ગામડાના સર્વે નંબરમાં અધુરા બાંધકામ વાળી મીલ્કત સામે રૂૂપિયા એંસી લાખની ફોડ લોન સને-2020 માં અપાયેલી છે. માત્ર 80 ચો.મી. પર સાવ અધુરૂૂ બાંધકામ આજે પણ છે અને ત્યાં લાઈટ, પાણી, ડ્રેનેજ કે રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ત્યાં મકાન ખરીદીની લોન આપવામાં આવેલ છે.અતિ અગત્યની અને ચોંકાવનારી હકીકત એ છે કે આ લોન બેંકના સીઈઓ અને જનરલ મેનેજર વિનોદકુમાર શર્મા અને ડેપ્યુટી જીએમ રજનીકાંત રાયચુરા દ્વારા મંજૂર કરેલ છે.


લોન આપતા સમયે બેંકે જ વેલ્યુઅર પાસે ગેરકાયદેસર રીતે ઘણી મોટી કિંમતના વેલ્યુએશન રિપોર્ટ મેળવેલા, દસ્તાવેજ થયા વગર માત્ર સાટાખતના આધારે લોની પાસે મિલ્કત મોર્ગેજ કરાવી લીધેલ જે મોર્ગેજ લીગલ ટાઇટલ તરીકે ટકી શકે તેમ જ નથી. જેથી બેંકે નામ પુરતો મીલ્કતનો જે કબજો લીધેલ તે પણ હાલમાં વેચનાર બીલ્ડર્સે પાછો મેળવી લીધેલ છે. મીલ્કત ખરીદનાર એટલે કે લોની સંપુર્ણ બીનામી છે અને બેંકના આ રૂા.એંસી લાખની રકમ વેચનાર બીલ્ડર્સ અને અન્ય એક અનેક કૌભાંડો કરનાર મુખ્ય સુત્રધાર હજમ કરી ગયા છે. તદુપરાંત કાલબાદેવીની 23 ફોડ લોનો પણ કે જે દરેક લોન સરેરાશ રૂૂા.25,00,000/- ની હશે તેમાં પણ બેંકને કરોડો રૂૂપિયાનું બુથ લાગી ગયેલ છે. મેલીમુરાદથી જ લોન અપાવેલ એટલે બેંકને મોટો ચુનો લાગી ગયો છે તે સ્વભાવિક છે. કાલબાદેવીની આ રપ ફોડ લોનને સમર્થન આપતો ઈન્વેસ્ટીગેશન રીપોર્ટ બેંકના ઉચ્ચ અધિકારી હેમાંગ ઢેબર તેમજ તુષાર મહેતા દ્વારા બેંકને અપાઈ ગયેલ છે તેમ છતા નાગરીક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા અગમ્ય કારણોસર તેને દબાવી દિધો છે, જે રીપોર્ટ દોશી પાસે છે અને તે હાઇકોર્ટમાં પણ રજુ કરી દીધેલ છે.
જુનાગઢ બ્રાન્ચમાં પણ જુદા જુદા બીનામી લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ ભેગા કરીને તેમને સહીઓ કરવા માટે એકાદ લાખ જેવી સરેરાશ રકમ લાલચના હેતુથી વિપુલ ગચ્ચર પરિવાર ધ્વારા આ…

ગુજરાત

પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

Published

on

By

જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન


રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.


અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ

સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Continue Reading

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

Trending