ક્રાઇમ
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
શહેરના નાનામવા રોડ પર દેવનગરમાં રહેતો પરિવાર દિવાળીની રજાઓમાં રાજસ્થાન ફરવા જતા પાછળથી તેમના બંધ મકાનને નિશાન બનાવી અહીંથી રોકડ રકમ અને સોના ચાંદીના-દાગીના સહિત 1.13 લાખની મત્તા ચોરી કરી લીધી હતી.
મળતી વિગતો મુજબ,નાનામવા મેઈન રોડ પર વાત્સલ્ય હોસ્પિટલ પાસે દેવનગર શેરી નંબર છ માં રહેતા રાહુલ રમેશભાઈ દાફડા(ઉ.વ 26) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.4/11 ના બપોરના સમયે તે તથા તેમના પિતા તેમના માતા અને પત્ની સહિતનાઓ મીની બસમાં રાજસ્થાન ફરવા માટે ગયા હતા.દરમિયાન 7/11 ના તેઓ જેસલમેર હતા.ત્યારે સવારે પાડોશી અને સંબંધી અનિલભાઈ વાઘેલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારા ઘરમાં તાળા તૂટેલા છે અને ચોરી થઈ હોય તેવું લાગે છે. જેથી આ બાબતે યુવાને તેના ભાઈ લલિત દાફડા તથા મામા આદિત્ય પરમારને ફોન કરી જાણ કરી હતી. જેથી બંને પોલીસ સ્ટેશન ગયા હતા અને યુવાન તથા તેનો પરિવાર રાજકોટ આવવા માટે નીકળી ગયો હતો.
ગઈકાલે રાત્રિના અઢી વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા બાદ અહીં આવી જોતા ઘરનો દરવાજો ખુલ્લો હોય હોલમાં પડેલ ફરિયાદીના માતાની પતરાની તિજોરી તથા રૂૂમમાં રહેલી તિજોરી તૂટેલી હાલતમાં હતી જેથી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ફરીયાદીના પત્ની કોમલબેનએ તિજોરીમાં રાખેલ સોનાની વીંટી, ચાંદીનો કંદોરો તથા ગલ્લામાં રાખેલ રૂૂપિયા 40 હજાર રોકડ તેમજ તેમના માતાએ તિજોરીમાં તપાસ કરતા સોનાના જુના પાટલા તથા વીંટી અને ચાંદીની જૂની ઝાંઝરી જોવા મળી ન હતી. આમ કુલ રૂૂપિયા 1.13 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
ત્યારબાદ પાડોશીના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મોઢે રૂૂમાલ બાંધી અહીં ઘર પાસે પસાર થતો હોવાનું દેખાયું હતું અને તે રાજનગર ચોક તરફ ગયાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.
ક્રાઇમ
અંબાજીમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ
ઓળખીતા શખ્સે લિફ્ટ આપ્યા બાદ અવાવરુ સ્થળે છ નરાધમોએ મોઢામાં ડૂચો ભરાવી દુષ્કર્મ આચયુર્ં
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નીકળી હતી. એ દરમિયાન ઓળખીતી વ્યક્તિએ તેને બાઈક પર બેસાડી લીધી હતી. ત્યાર બાદ તેને અવાવરૂૂ જગ્યાએ લઈ જઈ 6 નરાધમે સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું.
આ પીડિતાને ઓળખીતી વ્યક્તિ દ્વારા બાઈક પર લઈ જવાયા બાદ 6 નરાધમે રોડની બાજુમાં જ અવાવરૂૂ જગ્યાનો લાભ લીધો અને સગીરાને પીંખી નાખી હતી. જેના લીધે પીડિતા બેભાન થઇ ગઇ હતી. પોલીસને આ ઘટનાની જાણકારી મળતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માહિતી અનુસાર નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
એક આરોપી ઘોડા ટાંકણી ગામનો હોવાનો ઉલ્લેખ આ ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂૂ કરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણી ગામની વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે, જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા બૂમો ના પાડે એ માટે તેના મોઢામાં ડૂચો લગાવી દીધો હતો. આરોપીને જલદીમાં જલદી પકડી કડકમાં કડક કાર્યવાહી માગ કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને તપાસનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે. હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી.
ક્રાઇમ
રૈયા ગામે દુષ્કર્મનો આક્ષેપ કરી યુવત્તિના બે ભાઈઓનો યુવકના ઘર ઉપર હુમલો
શહેરના રૈયા ગામમાં બહેન સાથે દુષ્કર્મ કર્યાના આક્ષેપ સાથે યુવતિના બે ભાઈઓએ જેના સામે દુષ્કર્મનો આક્ષેપ થયો હોય તેના ઘર ઉપર હુમલો કરી તેના માતા-પિતાને માર મારી ઘરમાં તોડફોડ કરતા સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે. અને આ અંગે તોડફોડ કરનાર બન્ને શખ્સોની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ રૈયા ગામમાં જે.કે. ચોક પાસે રહેતા અને ઘરકામ કરતા રંભાબેન ભીખાભાઈ અઘારિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રૈયા ગામમાં તેના ઘર નજીક જ રહેતા વાલજી ઉર્ફે પતાળિયો લાલજીભાઈ સાડમિયા અને વનરાજ ઉર્ફે પોઠિયો લાલજીભાઈ સાડમિયાનું નામ આપ્યું છે.
રંભાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા મહિલાએ ઘરની બહાર બે શખ્સો ગાળો બોલતા હોવાનું જણાવતા રંભાબેન બહાર નિકળ્યા હતા. ત્યારે વાલજી અને તેનો ભાઈ વનરાજ ત્યાં ઉભા હતાં રંભાબેન અને તેમના પતિ ભીખાભાઈએ ગાળો બોલવાની ના પાડતા બન્ને ભાઈઓએ રંભાબેનને કહેતા તમારા પુત્ર અર્જુને મારી બહેન સાથે દુષ્કર્મ કર્યુ હોય અને હાલ ગર્ભવતી હોય અને હવે લગ્ન કરવાની ના પાડે છે. તેમ કહીને માથાકુટ કરી હતી.
વાલજી અને વનરાજ બન્નેએ લોખંડના સળિયા લઈને ઘરમાં ઘુસ્યા હતા એન રંભાબેન અને ભીખાભાઈ ઉપર હુમલો કર્યો હતો. તેમજ દરવાજામાં તથા ઘરમાં પડેલા ટીવી, ફ્રીજ અને રસોડામાં પડેલા તેલના ડબા તોડફોડ કરી તેલ ઢોળી નાખ્યુ હતું. બન્ને ભાઈઓએ કરેલા હુમલામાં રંભાબેન અને ભીખાભાઈને ઈજા થતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રંભાબેને પોલીસને જણાવ્યું કે, પોતાનો પુત્ર અર્જુન કે જે હાલ રાજકોટમાં ન હોય તેને વાલજીની બહેન સાથે સબંધ હોય બન્ને વચ્ચે શરીર સબંધ બંધાયો હોય અને જેથી તેની બહેન ગર્ભવતી બની હોય અર્જુને લગ્ન કરવાની ના પાડતા બન્ને ભાઈઓએ હુમલો કર્યો હતો.
ક્રાઇમ
સપ્તાહ પૂર્વે થયેલી માથાકૂટમાં પોલીસ ફરિયાદ ન કરતા યુવાને જીવ ગુમાવ્યો
ગુમ થયેલી પત્નીની માહિતી માટે ઘરે બોલાવી મિત્રએ મિત્રને રહેંસી નાખ્યો
ચંદ્રેશનગરમાં બનેલા હત્યાના બનાવમાં સંડોવાયેલ બે શખ્સોની ધરપકડ
ગુમ થયલી ગયેલી પત્નીની માહિતી બાબતે ચંદ્રેશનગરમાં મિત્રને ઘરે બોલાવી મહિલાના પતિ અને તેના મિત્રે ચામુંડાનગરમાં રહેતા કમલેશ વિનોદભાઈ રાઠોડ (ઉ.વ.24) ઉપર હુમલો કરી ભાગી ગયા હતા.મિત્રના ઘરેથી ઈજાગ્રસ્ત મળેલા યુવાનનું સારવાર મળે તે પહેલા જ મોત થતા આ બાદ બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે પોલીસે તપાસ કરી હત્યામાં સંડોવાયેલ બે શખ્સોને માલવિયાનગર પોલીસે સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.સપ્તાહ પુર્વે બન્ને મિત્રો વચ્ચે થયેલી માથાકૂટમાં જો પોલીસ ફરિયાદ કરી હોત તો કમલેશનો જીવ બચી ગયો હોત.આ ઘટનામાં ચામુંડાનગરમાં યોગી ફરસાણ પાસે રહેતા અને પારકા ઘરમાં સફાઈ અને વાસણનું કામ કરતા પારૂૂલબેન વિનોદભાઈ રાઠોડની ફરિયાદને આઘારે માલવિયાનગર પોલીસે નીલેશ વાઘેલા અને આશિષ ઉર્ફે પુંગા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં પારુલબેને જણાવ્યું કે, તે પારકા કામ કરે છે.
પતિ બૂટ-ચંપલ શીવવાનું કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે જેમાં મોટો કમલેશ હતો તે ખાનગી સિક્યુરીટીમાં નોકરી કરતો હતો. પારૂૂલબેન સવારે પારકા કામ કરવા માટે નીકળી ગઈ હતી તે પહેલા પુત્ર કમલેશ સવારે સાત વાગે ઘેરથી ચા-નાસ્તો કરીને નીકળી ગયો હતો. બપોરે 3 વાગ્યા સુધી કમલેશ ઘરે ન આવતા પરુલ્બેને પતિ વિનોદભાઈને ફોન કર્યો હતો પણ વિનોદભાઈએ ફોન ઉપાડયો ન હતો. બપોરે ઘરે જમીને પારૂૂલબેન લક્ષ્મીનગર સોસાયટીમાં ઘરકામ કરવા માટે ગયા ત્યારે થોડીવાર પછી દેરાણી મીનાબેને ફોન કમલેશ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હોય તેમ જણાવતા પારૂૂલબેન ઘરે ગયા બાદ દેરાણી અને પાડોશી સાથે રિક્ષામાં સિવિલ હોસ્પીટલે પહોંચ્યા હતા. પરતું કમલેશને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. કમલેશને જમણા હાથના અંગુઠા પાસે અને ડાબા હાથે કોણી પાસે છરી જેવા હથિયારથી ઇજા થયેલી હતી.
પારૂૂલબેને તપાસ કરતા પાડોશીઓ પાસેથી તેને જાણવા મળ્યું હતું કે, કમલેશ આજ સવારથી ચંદ્રેશનગરમાં રામ મંદિરવાળી શેરીમાં રહેતા નિલેશ વાઘેલા અને તેના મિત્ર આશિષ સાથે તેના ઘરે હતો. બપોરે તેઓ વચ્ચે ઝઘડો અને બોલાચાલી થઈ હતી. દેકારો થતા પાડોશીઓ નિલેશના ઘરમાં ગયા હતા જ્યાં કમલેશ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. બનાવ બાદ નિલેશ અને આશિષ ભાગી ગયા હતા. નિલેશ જીલુભાઈ વાઘેલા અને તેના મિત્ર આશિષે ઝઘડો કરી કમલેશ ઉપર હુમલો કર્યાનું ખુલ્યું હતું. ઢોર મારને કારણે કમલેશ બેભાન થઈ ગયા બાદ તેનું મોત થયું હોય આ બનાવ હત્યામાં પલટાયો હતો. સિવિલ હોસ્પિટલ પોલીસ દ્વારા માલવિયાનગર પોલીસને જાણ કરતા પીઆઇ દેસાઈ તેમજ એલસીબી,ક્રાઈમ બ્રાંચની ટીમ પણ હોસ્પીટલ અને ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ નીલેશ અને આશિષને સકંજામાં લીધા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું કે,હત્યાનો ભોગ બનેલો કમલેશ અને નિલેશ બન્ને મિત્રો હતા. નીલેશની પત્ની કવિતા છેલ્લા પાંચેક માસથી પતિ અને બાળકોને મુકી ઘર છોડીને જતી રહી હતી. જેથી નિલેશને એવી શંકા હતી કે ગુમ થયેલી તેની પત્ની કવિતાને મિત્ર કમલેશ સાથે પ્રેમસંબંધ છે અને કવિતા કમલેશના ઘરે છે અથવા કમલેશને ખબર છે કે કવિતા ક્યાં છે. આ કારણસર બંને મિત્રો વચ્ચે સપ્તાહ પૂર્વે પણ બોલાચાલી થઈ હતી. બનાવના દિવસે નીલેશે મિત્ર કમલેશને ઘરે બોલાવ્યા પત્ની કવિતા બાબતે પૂછતા બન્ને વચ્ચે ઝઘડો થતાં નીલેશે તેના મિત્ર આશિષ સાથે મળી કમલેશ ઉપર છરીથી હુમલો કરી બન્ને ભાગી ગયા હતા.
મૃતક કમલેશ અપરણિત હતો અને ખાનગી સિક્યુરીટીમાં નોકરી કરતો હતો તે બે ભાઈમાં મોટો હતો. કમલેશના નાના ભાઈ કેતન ઉર્ફે કલ્પેશ ઉર્ફે બચ્ચનનું છ માસ પૂર્વે અકસ્માતમાં મોત થયું હતું. કમલેશના પિતા વિનુભાઈમોચીકામ કરે છે અને તેમને પણ બે દિવસ પૂર્વે હાર્ટએટેક આવ્યો હોય સિવિલ હોસ્પીટલમાં દાખલ ક્યાં હતા.સપ્તાહ પૂર્વે બન્ને મિત્રો વચ્ચે થયેલી માથાકૂટમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી જો પોલીસ ફરિયાદ કરી હોત તો કમલેશને જીવ ગુમાવવાનો વારો આવ્યો ન હોત.
-
રાષ્ટ્રીય1 day ago
પ્રયાગરાજમાં સંતોની સભામાં ભારે હંગામો, બે જૂથો સામસામે, એકબીજાને મારી થપ્પડ, જુઓ VIDEO
-
કચ્છ1 day ago
મુન્દ્રા પોર્ટ પરથી ‘લાલ’ રેતીનો ‘કાળો’ કારોબાર પકડાયો
-
ગુજરાત1 day ago
દિવાળી પહેલા જમીન મકાનમાં તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં 23 ટકાનો વધારો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ
-
ગુજરાત1 day ago
જામસાહેબની તબિયત લથડી, આરામની સલાહ
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ડ્રેગને ઓકાત બતાવી, સમજૂતિ બાદ પેટ્રોલિંગ માર્ગ નક્કી કરવામાં આડોડાઇ
-
ગુજરાત1 day ago
ફાયર સેફ્ટી મુદ્દે તમામ સ્પામાં તપાસના આદેશ
-
રાષ્ટ્રીય1 day ago
સરકારી સબસિડીની અસર જીડીપી ઉપર પડી શકે છે: આરબીઆઇ ગવર્નર