Connect with us

ગુજરાત

પર્યટન અને ધર્મસ્થળોએ સહેલાણીઓનો મહાસાગર ઊમટ્યો

Published

on

સાસણ-જૂનાગઢ-દ્વારકા-દીવ-કચ્છ-સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ સ્થળે તહેવારોમાં ચિક્કાર મેદની

ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં રાજ્યના ધર્મસ્થળો અને પર્યટન સ્થળો ઉપર મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડતા ધર્મસ્થળો અને પર્યટન સ્થળોએ વ્યવસ્થાઓ ટુંકી પડી હતી તો હાઈવે ઉપર પણ ઠેર ઠેર ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ગુજરાતના સૌથી ફેવરિટ પર્યટન સ્થળ સ્ટેયુ ઓફ યુનિટી, સાપુતારા, સાસણગીર, દિવ, શિવરાજઢ બીચ, જૂનાગઢ, અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ, રાજકોટના રામવન, આજીડેમ, ઝુ સહિતના સ્થળોએ સતત પાંચ દિવસ સુધી સહેલાણીઓ ઉમટી પડ્યયા હતાં.


આ ઉપરાંત રાજ્યના અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, સોમનાથ, ડાકોર, ખોડલધામ, માતાના મઢ સહિતના નાના-મોટા તમામ ધર્મસ્થળોએ પણ ભાવિકોની અકડેઠઠ ભીડ જોવા મળી હતી.


યાત્રાધામ પાવાગઢમાં જ પાંચ દિવસમાં બે લાખ યાત્રિકોએ દર્શન કાર્યા હતાં. તો અંબાજી, ચોટીલા, સોમનાથ, દ્વારકા, ડાકોર, સાળંગપુર સહિતના ધર્મસ્થળોએ પણ તહેવારો દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં.


ચાલુ વર્ષે પડેલા ભારેથી અતિભારે વરસાદનાકારણે મોટા ભાગના રોડ-રસ્તાઓ ભાંગી પડ્યા હોવાથી વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવી પડી હતી અને તમામ હાઈવે ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અમુક સ્થળે તો બેથી ત્રણ કલાક સુધી વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતાં. ખરાબ રસ્તાઓના કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા હતાં.

ગુજરાત

પાન ખાવા ગયેલા યુવકનું બાઇક અકસ્માતમાં મિત્રની નજર સામે જ મોત

Published

on

By

ભગવતીપરામાં બનેલી ઘટના: ઘરે પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા સર્જાઇ કરૂણાંતિકા

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા બે મિત્રો રાત્રીના સમયે બાઈક લઈને પાન ખાવા ગયા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મિત્રની નજર સામે જ મોત નીપજ્યું હતું જ્યારે એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા સુનિલ બચુભાઈ ઝાલા (ઉ.વ.25) અને તેનો મિત્ર કૌશિક નવીનભાઈ પરમાર (ઉ.વ.39) ભગવતીપરા વિસ્તારમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ફરના તબીબે સુનિલ ઝાલાને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત કૌશિક પરમારની બાજુમાં સુનિલ ઝાલા એક માસ પૂર્વે જ રહેવા માટે આવ્યો હતો અને સુનિલ ઝાલા ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને સર્વિસ સ્ટેશનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો રાત્રીના સમયે બંને મિત્રો પાન ખાવા ગયા હતા અને પાન ખાઈને પરત ફરતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં સુનિલ ઝાલાનું મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

યાર્ડમાં મુહૂર્તના સોદામાં મગફળી-કપાસના ભાવ નબળા

Published

on

By

મગફળીની રૂા. 1250 અને કપાસમાં રૂા.1100 સુધીની જ હરાજી થતાં ખેડૂતો નારાજ: મગફળી એક લાખથી વધુ ગુણી અને કપાસની 20 હજાર ભારી સહિતની જણસીથી યાર્ડ છલકાયું

નવા વર્ષના તહેવાર બાદ લાભપાંચમથી યાર્ડમાં જણસીની આવક થઈ હતી. મગફળી અને કપાસથી રાજકોટનું બેડી યાર્ડ છલકાયુ હતું. યાર્ડમાં મુહુર્તના સોદામાં જ મગફળી અને કપાસના ભાવ નબળા મળ્યા હતા. યાર્ડમાં મગફળીની રૂા. 1250 અને કપાસની રૂા. 1100 સુધીમાં જ હરરાજી થતાં પુરતા ભાવ નહીં મળતા ખેડુતો નારાજ થયા હતાં. અને આર્થિક ભારણ વધી ગયું હોવાની વ્યથા ટાલવી હતી. યાર્ડમાં એક લાખતી વધુ મગફળીની આવક થતાં હાલ પુરતી મગફળીની આવક બંધ કરાઈ છે.


આજે વહેલી સવારે જ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન જયેશ બોઘરાએ શ્રીફળ વધારીને એને વેપારીઓના મીઠા મોઢા કરાવી મગફળીની હરાજીના શ્રી ગણેશ કરાવ્યા હતા. મુહૂર્તમાં જ નિકાવાના ખેડૂત કૃપાલસિંહને 1250ના ભાવ મળ્યા હતા. સરેરાશ 1250 થી 1100 સુધીના મગફળીના ભાવ બોલાયા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 1350 રૂૂપિયાનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે ટેકાના ભાવ કરતા બજાર ભાવ આ વખતે ઓછો જોવા મળ્યા હતાં.


પરંતુ વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ભાવ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સામાન્ય વર્ષો કરતા આ વર્ષે ભાવ થોડો ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી અઠવાડિયા 15 દિવસમાં ભાવ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ મગફળી સાથે સાથે અન્ય જળસીઓની પણ મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ ₹25,000 મળ જેટલી આવક નોંધાઈ હતી.


લાભ પાંચમની શરૂૂઆતમાં જ ખેડૂતોને ઓછા ભાવ મળતા ક્યાંક ખેડૂતો પણ નિરાશ જોવા મળ્યા હતા. રાજકોટ બેડી યાર્ડમાં આવેલ જામનગરના ખેડૂતે ખ જણાવ્યું હતું કે આ વખતે એક બાજુ ખેડૂતો રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ તેમના રૂૂપિયા આપતી નથી બીજી બાજુ બજારમાં પણ ભાવ ઓછા મળી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતોને 1500 રૂૂપિયાની આસપાસ મગફળીના ભાવ મળવા જોઈએ પરંતુ તે પણ મળતા નથી હાલ અમારે રૂૂપિયા ની જરૂૂર હોવાના કારણે મગફળી નું વેચાણ કરવું પડી રહ્યું છે. ગમે તે ભાવ હોય તે ભાવમાં રૂૂપિયાની જરૂૂરિયાત હોવાના કારણે મગફળી વેચવા અમે મજબુર બન્યા છે.

Continue Reading

ગુજરાત

ભવાનીનગરમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

Published

on

By

ઢેબર કોલોનીમાં યુવતી અને રણછોડનગરમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હતું વૃદ્ધાના મોતથી પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા ગંગાબેન ભીમજીભાઇ ગોહેલ નામના 65 વર્ષના વૃદ્ધા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા વૃદ્ધા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ વૃદ્ધાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ઢેબર કોલોની ક્વાર્ટરમાં રહેતી નિકિતાબેન દીપકભાઈ ચૌહાણ નામની 22 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. જ્યારે બીજા બનાવમાં રણછોડનગરમાં રહેતા અરુણ બચુભાઈ પાસવાન નામના 30 વર્ષના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
ગુજરાત3 mins ago

પાન ખાવા ગયેલા યુવકનું બાઇક અકસ્માતમાં મિત્રની નજર સામે જ મોત

ગુજરાત6 mins ago

યાર્ડમાં મુહૂર્તના સોદામાં મગફળી-કપાસના ભાવ નબળા

ગુજરાત8 mins ago

ભવાનીનગરમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત

રાષ્ટ્રીય10 mins ago

JEE એડવાન્સની પરીક્ષા હવે વિદ્યાર્થીઓ ત્રણ વખત આપી શકશે

ગુજરાત13 mins ago

રાજકોટમાં ત્રણ દિવસમાં 3206 નવા વાહનોનું વિક્રમી વેચાણ

રાષ્ટ્રીય18 mins ago

lVM લાઇસન્સધારક 7500 KG સુધીનું કોમર્સિયલ વાહન ચલાવી શકે: સુપ્રીમ કોર્ટ

આંતરરાષ્ટ્રીય21 mins ago

ટ્રમ્પની જીતથી શેરબજારમાં આતશબાજી, સેન્સેક્સ 80,500ને પાર, રૂપિયો ઊંધા માથે

રાષ્ટ્રીય1 hour ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

આંતરરાષ્ટ્રીય2 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય2 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

આંતરરાષ્ટ્રીય2 hours ago

ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

રાષ્ટ્રીય1 hour ago

‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર

ગુજરાત6 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન

આંતરરાષ્ટ્રીય2 hours ago

‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર

રાષ્ટ્રીય6 hours ago

USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો

ક્રાઇમ3 hours ago

રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ

ગુજરાત7 hours ago

ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેનનો બ્રિજ ધરાશાયી, 3 મજૂરોના મોત

આંતરરાષ્ટ્રીય5 hours ago

‘ટ્રુડો ભારતમાંથી ભાગી ગયેલા કટ્ટરપંથીઓ અને ગુનેગારોને કેનેડામાં આપે છે આશ્રય’, ભૂતપૂર્વ કેનેડિયન અધિકારીએ ખોલી પોલ

ગુજરાત3 hours ago

લખતરના ધણાદ ગામે ‘ખોટા મોબાઈલ નંબર કેમ આપ્યા’, કહી ખેતમજૂર પર ફાયરિંગ

ગુજરાત3 hours ago

સુરેન્દ્રનગરમાં ફટાકડાના રૂપિયાની ઉઘરાણીમાં વેપારીને ભડાકે દીધા

Trending