ગુજરાત
પર્યટન અને ધર્મસ્થળોએ સહેલાણીઓનો મહાસાગર ઊમટ્યો
સાસણ-જૂનાગઢ-દ્વારકા-દીવ-કચ્છ-સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ સ્થળે તહેવારોમાં ચિક્કાર મેદની
ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં રાજ્યના ધર્મસ્થળો અને પર્યટન સ્થળો ઉપર મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડતા ધર્મસ્થળો અને પર્યટન સ્થળોએ વ્યવસ્થાઓ ટુંકી પડી હતી તો હાઈવે ઉપર પણ ઠેર ઠેર ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ગુજરાતના સૌથી ફેવરિટ પર્યટન સ્થળ સ્ટેયુ ઓફ યુનિટી, સાપુતારા, સાસણગીર, દિવ, શિવરાજઢ બીચ, જૂનાગઢ, અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ, રાજકોટના રામવન, આજીડેમ, ઝુ સહિતના સ્થળોએ સતત પાંચ દિવસ સુધી સહેલાણીઓ ઉમટી પડ્યયા હતાં.
આ ઉપરાંત રાજ્યના અંબાજી, પાવાગઢ, ચોટીલા, દ્વારકા, સોમનાથ, ડાકોર, ખોડલધામ, માતાના મઢ સહિતના નાના-મોટા તમામ ધર્મસ્થળોએ પણ ભાવિકોની અકડેઠઠ ભીડ જોવા મળી હતી.
યાત્રાધામ પાવાગઢમાં જ પાંચ દિવસમાં બે લાખ યાત્રિકોએ દર્શન કાર્યા હતાં. તો અંબાજી, ચોટીલા, સોમનાથ, દ્વારકા, ડાકોર, સાળંગપુર સહિતના ધર્મસ્થળોએ પણ તહેવારો દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં.
ચાલુ વર્ષે પડેલા ભારેથી અતિભારે વરસાદનાકારણે મોટા ભાગના રોડ-રસ્તાઓ ભાંગી પડ્યા હોવાથી વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવી પડી હતી અને તમામ હાઈવે ઉપર ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અમુક સ્થળે તો બેથી ત્રણ કલાક સુધી વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતાં. ખરાબ રસ્તાઓના કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા હતાં.