Connect with us

રાષ્ટ્રીય

50 વર્ષમાં મુસ્લિમોના હાથમાં હશે 50 લાખ કરોડ ડોલર

Published

on

આગામી 50 વર્ષમાં વિશ્વના ટોચના દેશોની કુલ અર્થવ્યવસ્થા 235 ટ્રિલિયન ડોલરની હશે, જેમાંથી લગભગ 50 ટ્રિલિયન ડોલર મુસ્લિમોના હાથમાં હશે. વર્ષ 2075 સુધીમાં ચાર મુસ્લિમ દેશો સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. ગોલ્ડમેન સેક્સે અંદાજ લગાવ્યો છે કે 2075 સુધીમાં વિશ્વની અર્થવ્યવસ્થા કેવી હશે અને કયા દેશો સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે. રિપોર્ટમાં ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, નાઇજીરિયા અને ઇજિપ્તને ટોપ 10 દેશોમાં સામેલ કરવાની આગાહી કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર 5 દાયકામાં ચારમાંથી બે મુસ્લિમ દેશો ટોપ ફાઈવમાં હશે અને ઈન્ડોનેશિયા સૌથી આગળ હશે. ઈન્ડોનેશિયા ચોથા અને નાઈજીરિયા પાંચમા ક્રમે રહેશે. આ પછી પાકિસ્તાન છઠ્ઠા અને ઈજિપ્ત સાતમા ક્રમે રહેશે. આ સિવાય વર્ષ 2075માં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા પછી સૌથી વધુ મુસ્લિમો છે. એટલું જ નહીં, અમેરિકન થિંક ટેન્ક પ્યુ રિસર્ચનું અનુમાન છે કે વર્ષ 2050 સુધીમાં ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે.

ઇન્ડોનેશિયા 13.6 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર હશે અને હાલમાં દેશ 1.319 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે 16માં નંબરે છે. હાલમાં, નાઈજીરિયા 477 બિલિયનના જીડીપી સાથે 31માં નંબર પર છે, પરંતુ 2075 સુધીમાં, અહીં મોટો ફેરફાર જોવા મળશે અને તેની અર્થવ્યવસ્થા 13.1 ટ્રિલિયનની હશે. ઈજીપ્ત 32મા નંબર પર છે અને તેની પણ લગભગ 477 અબજ રૂૂપિયાની ઈકોનોમી છે. 50 વર્ષમાં, તે 10.4 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે 32માથી સાતમા સ્થાને જશે. પાકિસ્તાન, જે હાલમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, તે 2075 સુધીમાં 12.3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પાકિસ્તાન અત્યારે 377 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે 41મા નંબરે છે.

2050 સુધીમાં ભારત બનશે મોટો મુસ્લિમ વસતીવાળો દેશ
વિશ્વમાં ઈન્ડોનેશિયા પછી ભારતમાં સૌથી વધુ મુસ્લિમો છે. અહીંની કુલ વસ્તીના 80 ટકાથી વધુ હિંદુ અને 14 ટકા મુસ્લિમ છે. વિશ્વની 11 ટકા વસ્તી ભારતમાં રહે છે. પ્યુ રિસર્ચનો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં ભારત 11.2 ટકા મુસ્લિમ વસ્તી સાથે વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. અહીં મુસ્લિમોની વસ્તી કુલ વસ્તીના 18 ટકા થઈ જશે. ગોલ્ડમેન સેશનો અંદાજ છે કે વર્ષ 2075 સુધીમાં, ભારત 52.5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત અત્યારે પાંચમા સ્થાને છે.

રાષ્ટ્રીય

23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે કેન્દ્રીય બજેટ

Published

on

By

નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ 23 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બજેટ સત્રની તારીખોની જાહેરાત કરતા, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારની ભલામણ પર 22 જુલાઈ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી બજેટ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે.

ચૂંટણી પરિણામો બાદ નવી સરકારનું સંપૂર્ણ બજેટ ગૃહમાં રજૂ થવાનું છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ સરકારે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જે 44.90 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં 11.11 લાખ કરોડ રૂપિયા મૂડી ખર્ચ તરીકે રાખવામાં આવ્યા હતા. જાણકારોના મતે આ વખતે સરકારી બજેટનું કદ વધુ વધી શકે છે. વચગાળાના બજેટમાં નાણામંત્રીએ આ વર્ષે પણ મૂડી ખર્ચ માટે રાજ્યોને પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન આપવાની યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ માટે કુલ 1.3 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

બજેટની રજૂઆત સાથે જ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ એક મોટો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. તે દેશના પહેલા નાણામંત્રી બનશે જે સતત 7મી વખત બજેટ રજૂ કરશે. હાલમાં તેઓ ભૂતપૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબર છે, જેમણે સતત 6 બજેટ રજૂ કર્યા હતા. એકવાર તેણી સંસદમાં 2024નું બજેટ રજૂ કરશે, તે પછી તે મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે અને સતત 7 બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. નિર્મલા સીતારમણ મોદી સરકારના 2014 અને 2019ના બંને કાર્યકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

Continue Reading

રાષ્ટ્રીય

બિહારમાં વીજળીનો કહેર, એક જ દિવસમાં 18નાં મોત

Published

on

By

સમગ્ર દેશમાં મેઘમહેર વચ્ચે બિહારથી એક દુ:ખદ અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વાસ્તવમાં શુક્રવારે વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા. વિગતો મુજબ બિહારના ભાગલપુરમાં 4 અને બેગુસરાય અને જહાનાબાદમાં 3-3 લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં 2-2 લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.


આ તરફ બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે, ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય. કોઈ પાક્કા મકાનમાં રહે.


આ બધાની વચ્ચે હવામાન વિભાગે ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આકાશ હજુ પણ વાદળછાયું છે, આકાશમાં ઘેરા વાદળો દેખાઇ રહ્યા છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ગાજવીજની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે.

Continue Reading

રાષ્ટ્રીય

મોબાઇલ કં.ઓ ગ્રાહકો પાસેથી 34824 કરોડ ખંખેરશે

Published

on

By


ભારતમાં અગ્રણી મોબાઈલ સેવા આપતી કંપનીઓએ રિચાર્જમાં બેફામ વધારો કર્યો છે. આ વધારાને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.

ભારતની ત્રણ મોટી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ ટેરિફ રેટમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે વિપક્ષે કેન્દ્ર સરકાર અને ટીઆરએઆઇ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ પોસ્ટ કરીને કહ્યું કે, ખાનગી મોબાઈલ ઓપરેટરોને એકપક્ષીય રીતે ટેરિફ વધારવાની મંજૂરી આપવા બદલ કેન્દ્ર સરકારને પ્રશ્ન કરવા જોઈએ.


સેલ ફોન રિચાર્જના ટેરિફ રેટમાં વધારાને લઈને કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકારને કેટલાક મોટા પ્રશ્નો પૂછ્યા છે. પાર્ટીએ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અને લખ્યું કે, જ્યારે ખાનગી મોબાઈલ ઓપરેટરોએ તેમના આર્થિક માપદંડો અલગ હોવા છતાં ટેરિફમાં 15-16 ટકાનો વધારો કર્યો ત્યારે સરકારે આંખ આડા કાન કેમ કર્યા?


પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા 109 કરોડ યુઝર્સના ગ્રાહક આધાર સાથે તેમના ટેરિફમાં સરેરાશ 15 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે સામાન્ય માણસ પર ખર્ચનો વધારાનો બોજ 34,824 કરોડ રૂૂપિયા વધી જશે.
રણદિવ સુરજેવાલાએ જણાવ્યું કે, બે બાબતો અલગ છે. પ્રથમ ટેરિફ વધારાની જાહેરાતની તારીખ સ્પષ્ટપણે ત્રણેય કંપનીઓ એકબીજા સાથે પરામર્શ કરતી હોવાનું જણાય છે. વધેલા ટેરિફની અસરકારક અમલીકરણની તારીખ સમાન છે.

સરકારને કોંગ્રેસના પાંચ પ્રશ્ર્નો

  • શું મોદી સરકારે 109 કરોડ સેલફોન વપરાશકર્તાઓ પર આશરે 35 હજાર કરોડનો બોજ લાદતા પહેલા કોઈ તપાસ કરી?
  • શું મોદી સરકારે હરાજી દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી પર કોઈ અસરનો અભ્યાસ કર્યો છે?
  • શું મોદી સરકારે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) પર અગાઉની છૂટની અસરનો અભ્યાસ કર્યો?
  • તે કેવી રીતે બની શકે કે તમામ સેલ ફોન કંપનીઓ તેમના ટેરિફમાં 15-20% વધારો કરે, જ્યારે તેમનું રોકાણ, ગ્રાહક આધાર વગેરે બધું જ અલગ
Continue Reading

Trending