Connect with us

ભાવનગર

ભાવનગરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકનો દેણુ વધી જતાં આપઘાત

Published

on

ભાવનગરમાં આર્થીકભીંસથી કંટાળી જઈ વધુ એક યુવાને આપઘાત વહોરી લીધો છે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા યુવાને લેણું વધી જતાં આર્થીક ભીંસથી કંટાળી ગેસ્ટ હાઉસમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો છે.
આ અંગેની વિગત મુજબ કાળિયાવાડ વિસ્તારમાં ચેતન્ય વિલાસ સોસાયટીમાં રહેતા અને ક્વીક ઇન્ફો સર્વિસ નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા યથાર્થ ભાઈ અજીતભાઈ ત્રિવેદી (ઉ.વ.33)એ શહેરના અલકાગેટ નજીક આવેલ મીતલ ગેસ્ટમાં રૂમ બુક કરાવી ગેસ્ટ હાઉસમાં રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો. મૃતક યુવાન પાસેથી મળી આવેલ આધારકાર્ડને આધારે તેની ઓળખ મેળવી એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાન ઉપર લેણું વધી જતા આર્થીક સંકડામણથી કંટાળી જઈ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ એ.આઈ.આઈ. ઉષાબેન ભીમાણી ચલાવી રહ્યા છે.

ગુજરાત

ભાવનગર જિલ્લાના આંબલામાં બેલાના મશીનમાં આવી જતાં બે માસૂમનાં મોત

Published

on

By


ભાવનગર જિલ્લાના આંબલા ગામમાં દાહોદના વતની શ્રમજીવી પરિવારના બે સગા માસૂમ ભાઈઓના બેલા બનાવવાના મશીનમાં રમતા હતા ત્યારે ભૂલથી સ્વીચ ચાલુ થઈ જતા બંને બાળકોના 40 સેક્ધડમાં જ મોત નિપજતા અરેરાટી સાથે આઘાતની લાગણી જન્મી છે.


આ બનાવ અંગે મળતી વિગત અનુસાર દાહોદના વતની નિલેશભાઈ ભગોરાનો પરિવાર મજૂરી કામ અર્થે સિહોર તાલુકાના આંબલા ગામમાં આવેલ હતો અને વિપુલભાઈ રૂૂખડભાઈની વાડીમાં મકાનના ચણતર માટે ઉપયોગમાં લેવાતા બેલા બનાવવાનું કામ કરતા હતા.નિલેશભાઈના બે માસૂમ સંતાનો રાજવીર ( ઉં. વ.4 ) અને જયરાજ ( ઉં. દોઢ વર્ષ ) રમતા હતા તે દરમિયાન ભૂલથી સ્વીચ શરૂૂ થઈ જતા માત્ર 40 સેક્ધડમાં જ બન્ને બાળકો બેલા બનાવવાના મશીનમાં આવી જતા બન્નેને ગંભીર ઈજા થતા કરુણ મોત નીપજ્યા હતા.


આ બનાવના પગલે શ્રમજીવી પરિવાર અને આંબલા પંથકમાં આઘાત સાથે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Continue Reading

ભાવનગર

બેલા બનાવવાના મશીનમાં બેસી જતાં બે સગાભાઇના વીજશોકથી મોત

Published

on

By

ગુજરાત મિરર, ભાવનગર તા.5
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાનાં શિહોર તાલુકાના આંબલા ગામે બ્લોકનો માલ બનાવવા માટેના મિક્સરમાં આવી જતા બે બાળકોના મોત થયા છે. આમલા ગામે બ્લોક બનાવવાના કારખાનામાં શ્રમિક પરિવાર કામ કરવા આવ્યો હતો. એક બાળક રાજવીરની ઉંમર ચાર વર્ષ જ્યારે જયવીરની ઉમર દોઢ વર્ષ છે. બાળકો રમતા રમતા બ્લોક બનાવાના મિક્સરમાં જઇ શરૂૂ કરી દેતા દુર્ઘટના સર્જાઇ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના આંબલા ગામે બ્લોક બનાવતી એક ખાનગી ફેકટરીમાં દાહોદનો આદિવાસી પરિવાર મજૂરી માટે આવ્યો હતો તે દરમિયાન ફેકટરીમાં બાળકે મશીનની સ્વીચ ચાલુ કરી નાખતા બંને બાળકને શોર્ટ લાગ્યો હતો અને ત્યારબાદ મશીનમાં આવી જતા બન્ને સગા ભાઈના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું.જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

Continue Reading

ભાવનગર

ભાવનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા 43 ચાલકોના લાઈસન્સ છ માસ સુધી સસ્પેન્ડ

Published

on

By

ગુજરાત મિરર, ભાવનગર,તા.5
ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો બેફામ બની વાહન ચલાવે છે અને અકસ્માતોને આમંત્રણ આપે છે અને રોંગ સાઇડમાં ચલાવતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે જિલ્લાના કલેક્ટર આર.કે. મહેતા સંવેદનશીલ બની અકસ્માતોને નિવારવા માટે આર.ટી.ઓ.ને ચેકીંગ ડ્રાઇવ યોજવા ખાસ સુચના અપાઇ છે જે અંતર્ગત ભાવનગર આર.ટી.ઓ. દ્વારા શહેર તેમજ જિલ્લામાં ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં આશરે 60 થી વધુ વાહન ચાલકોને મેમો ફટકારી દંડ ફટાકારાયો હતો તેમજ રોંગ સાઇડમાં વાહન ચલાવતા 54 લોકોને નોટીસ આપી હતી
જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા 43 વાહન ચાલકોના છ માસ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો કે, આ ચેકીંગ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું એ.આર.ટી.ઓ. ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું. ઉપરાંત ટુ વ્હિલ વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરી જ વાહન ચલાવે તે અંગેનો લોક જાગ્રુતી સંદેશો આપવામાં આવ્યો હતો.
થોડા સમય અગાઉ પણ આરટીઓ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવ અકસ્માત સાથે સંકળાયેલા શખ્સો, ઓવર સ્પિડીંગ ચલાવતા વાહન ચાલકો સામે પણ તવાઈ બોલાવાઈ હતી અને લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા. જો કે છેલ્લા પાંચ દરમિયાન આરટીઓ દ્વારા 2020માં 16, 2021માં 74, 2022માં 78, 2023માં 65 અને 2024ના મે મહિના સુધીના 25 એમ કુલ 258 વાહનચાલકોના લાઈસન્સો સસ્પેન્ડ કરી આકરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

Trending