Connect with us

ક્રાઇમ

સૌરાષ્ટ્રની ટોળકીએ 90 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડ પડાવ્યા

Published

on

કંબોડિયાથી નેટવર્ક ચલાવતા મૂળ સુરતના પાર્થ ગોપાણીને વોન્ટેડ જાહેર કર્યો, 15 લાખનો મુદ્દામાલ જપ્ત

વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખ્યા, પાંચેય આરોપી બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા ને ઝડપાયા

દેશભરમાં વધેલા ડીજીટલ એરેસ્ટ કરી પૈસા પડાવવાના બનાવોમાં સુરતમાં ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા અને એન્જીનીયરીંગ પ્રોડટક્સનો વેપાર કરતા 59 વર્ષીય મયુરભાઈ ( નામ બદલ્યું છે ) ના 90 વર્ષીય પિતા મોહનભાઈ ( નામ બદલ્યું છે ) હાલ નિવૃત્ત જીવન ગાળે છે.ગત 12 ઓક્ટોબરની રાત્રે 10.30 વાગ્યે તેમના પિતા મોહનભાઈના મોબાઈલ ફોન ઉપર એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ડીએચએલ કુરીયરમાંથી રાહુલકુમાર તરીકે આપી કહ્યું હતું કે તમે 6 ઓક્ટોબરના રોજ મુંબઈથી બૈજીંગ મોકલેલું પાર્સલ ડિલિવર થયું નથી અને તેમાં લેપટોપ, પાંચ પાસપોર્ટ, સાડા ત્રણ કિલો કપડાં, બેન્ક ડોક્યુમેન્ટસ અને 400 એમ.ડી.ડ્રગ્સ છે.મોહનભાઇએ પોતે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી તેમ કહેતા રાહુલકુમારે તમને મુંબઈ પોલીસના રાજેશ પ્રધાન જોડે વાત કરાવું છું કહી વાત કરાવતા તે વ્યક્તિએ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે અંગે મોહનભાઈની કડકાઈપૂર્વક પુછપરછ કરી હતી.મોહનભાઈએ હું સિનિયર સીટીઝન છું અને રાત્રે બે વાગ્યા છે તેથી હેરાન નહીં કરો કહેતા તેમ કહેતા તે વ્યક્તિએ તમે આ બાબતે કોઈ સાથે વાત કરશો તો તમને અને તમારા પુરા પરિવારને જેલમાં જવું પડશે અને તમને ગોળીથી મારી દઈશું તેવી ધમકી આપી હતી.


તેમ છતાં મોહનભાઈ ફોન બંધ કરીને સુઈ ગયા હતા.પણ બીજા દિવસે સવારે છ વાગ્યે તેમના મોબાઈલ ફોન ઉપર કોઈકે વિડીયો કોલ કરી ઈડીના અધિકારી રાહુલ નવીન તમારી સાથે વાત કરવા માંગે છે કહી સીબીઆઈ ડાયરેક્ટર પ્રકાશ અગ્રવાલ સાથે વાત કરાવી હતી.પ્રકાશ અગ્રવાલે આ સીરીયસ કેસ છે અને તમે સિનિયર સીટીઝન છો એટલે તમારે આ મેટરમાંથી નીકળવું હોય તો હું જેમ કહું તેમ તમારે કરવું પડશે.તમારા કેસમાં ઘણા લોકો સંકળાયેલા છે.જેમાં જેટ એરવેઝના નરેશ ગોયેલે 536 કરોડનું મની લોન્ડરીંગ કર્યું છે તે પૈકીના રૂૂ.2 કરોડના ટ્રાન્ઝેક્શન માટે તમારા કેનેરા બેન્કના એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને તે માટે તમને રૂૂ.2 લાખ કમિશન મળ્યું છે કહી કેસથી બચવું હોય તો તમારી પ્રોપર્ટી અને પર્સનલ ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરો તેમ કહેતા મોહનભાઇએ વિડીયો કોલમ તમામ માહિતી આપી હતી.ત્યાર બાદ તેઓ રોજ મોહનભાઈને ફોન કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા અને બચવા માટે તેમની પાસે રૂૂ.1,15,50,000 પડાવ્યા હતા.


એટલું જ નહીં તેમને 15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી પૈસા પડાવી સુપ્રિમ કોર્ટનો લેટર મોકલી વધુ રૂૂ.40 લાખ ભરવા કહેતા મોહનભાઈ પાસે પૈસાની સગવડ ન હોય તે સગા સંબંધીઓ પાસે પૈસા માંગતા હતા તેની જાણ મયુરભાઈને થતા તેમણે પિતાને પૂછ્યું ત્યારે તેમને હકીકતની જાણ થઈ હતી.તેમણે આ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં.1930 ઉપર ગત 29 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસ હરકતમાં આવી હતી.સાયબર ક્રાઈમ પોલીસે બેન્કમાંથી જરૂૂરી વિગતો મેળવી તેમજ ટેકનીકલ વર્કઆઉટ કરી ગતરોજ કાપોદ્રા સ્થિત એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં ડીજીટલ એરેસ્ટ કરી પડાવેલા પૈસામાંથી કેટલીક રકમ ઉપાડવા આવેલા હાલ સુરતમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના પાંચને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂૂ.9.50 લાખ, 9 મોબાઈલ ફોન, 28 સીમકાર્ડ, 46 ડેબીટ કાર્ડ, 23 ચેકબુક, એક કાર, ત્રણ જુદીજુદી કંપનીના ચાર રબર સ્ટેમ્પ, એક્સીસ બેન્કના એકાઉન્ટ ખોલવાના 10 ફોર્મ વિગેરે મળી કુલ રૂૂ.15,37,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ મૂળ સુરતના વતની અને હાલ કંબોડીયામાં રહેતા પાર્થ ઉર્ફે મોડલ સંજયભાઈ ગોપાણીના નેટવર્કમાં કામ કરે છે.પાર્થ લોન ક્ધસલ્ટન્ટ નરેશકુમાર સુરાણીને સૂચના આપતો અને તે અન્યોને બેન્ક એકાઉન્ટ ખોલવાનું, પૈસા ઉપાડવાનું જેવા કામ સોંપતો હતો.

સાયબર ક્રાઈમ પોલીસે પાર્થ ગોપાણીને વોન્ટેડ જાહેર કરી, મોહનભાઇને વિડીયો કોલ કરી ડીજીટલ એરેસ્ટ કરનારનો સ્કેચ તૈયાર કરી તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂૂ.16,61,802 ફ્રીઝ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. વોન્ટેડ પાર્થ ગોપાણી દુબઇથી અગાઉ નેટવર્ક ચલાવતો હતો. અને તેમનો સાગરી નરેશ સામે સાઇબર ફ્રોડની 28 જેટલી ફરિયાદો નોંધાઇ ચૂકી છે.

ડિજિટલ એરેસ્ટમાં ઝડપાયેલા આરોપીઓ
વેપારી રમેશકુમાર ચનાભાઇ કાતરીયા (ઉ.વ.34, રહે.ઘર નં.38, શિવવાટીકા રેસીડેન્સી, શંકર મંદીર પાસે, માકડા, તા.કામરેજ, જી. સુરત. મૂળ રહે.સણોસરી, તા.ગીરગઢડા, જી. ગીર સોમનાથ), મજૂરીકામ કરતા ઉમેશ કરશનભાઇ જીજાળા ( ઉ.વ.37, રહે.ઘર નં.170, શિવ સમરાથળ સોસાયટી, અર્ચના સ્કુલની બાજુમાં, માકડ ગામ, વલથાળ, કામરેજ, જી.સુરત. મૂળ રહે.નાની ખેરાળી, તા.રાજુલા, જી.અમરેલી), લોન ક્ધસલ્ટન્ટ નરેશકુમાર હિંમતભાઇ સુરાણી ( ઉ.વ.33, રહે.ઘર નં.33, ગીતાજંલી રો હાઉસ, વાલક પાટીયા ચોકડી પાસે, સુરત. મૂળ રહે.ક્રાકચ, તા.લીલીયા, જી.અમરેલી), વેપારી રાજેશભાઇ અરજણભાઇ દિહોરા ( ઉ.વ.50, રહે.ઘર નં.38, મણીનગર સોસાયટી, નારાયણ નગર પાસે, કતારગામ, સુરત. મૂળ રહે.પીપરીયા, તા.બરવાળા, જી. બોટાદ ), મજૂરીકામ કરતા ગોરાંગ હરસુખભાઇ રાખોલીયા ( ઉ.વ.31, રહે.ઘર નં.સી-402, સુકનવેલી રેસિડન્સી,શિવપેલેસની બાજુમાં, કઠોદરા, કામરેજ, જી.સુરત. મૂળ રહે.મોણપરી તા.વીસાવદર, જી.જુનાગઢ).


ડિજિટલ એરેસ્ટને લીધે વૃદ્ધને સાઇકિયાટ્રિસ્ટની સારવાર કરાવવી પડી
15 દિવસ સુધી ડીજીટલ એરેસ્ટને લીધે 90 વર્ષીય વૃદ્ધ મોહનભાઇને સાઇકાયટ્રીસ્ટની સારવાર કરાવવી પડી હતી.યુરીનની તકલીફને લીધે તેમની તબીયત સારી રહેતી ન હોય હાલ પણ તે ડુમસ રોડની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આથી તેમના વતી તેમના પુત્રએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

ક્રાઇમ

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

Published

on

By

ફ્લિપકાર્ટની ફેશન આધારિત વેબસાઇટ Myntra કૌભાંડનો શિકાર બની છે. રિફંડ કૌભાંડને કારણે કંપનીને કરોડો રૂૂપિયાનું નુકસાન થયું છે. જો અહેવાલોનું માનીએ તો, છેતરપિંડી કરનારાઓએ કંપનીની રિટર્ન પોલિસીનો લાભ લઈને પ્લેટફોર્મ સાથે છેતરપિંડી કરી છે. કંપનીના ઓડિટમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.


વાસ્તવમાં, સ્કેમર્સ મોટા ઓર્ડર આપતા હતા, જેની કિંમત ઘણી વધારે હતી. છેતરપિંડીનો ઉપયોગ બ્રાન્ડેડ શૂઝ, કપડાં અને એસેસરીઝ જેવી વસ્તુઓ જથ્થાબંધમાં ઓર્ડર કરવા માટે કરવામાં આવતો હતો. ઓર્ડર મળતાની સાથે જ છેતરપિંડી કરનારાઓ નકલી ફરિયાદ નોંધાવશે.


તેઓ નકલી ફરિયાદ કરીને રિફંડ લે છેઆ ફરિયાદો ઓર્ડર કરેલા માલની અછત, ખોટી વસ્તુઓની ડિલિવરી અથવા ડિલિવરી ન થવા અંગેની હતી. Myntra તેના ગ્રાહકોને ફરિયાદ કરવાની અને રિફંડનો દાવો કરવાની તક આપે છે. આમાં, ઓછી વસ્તુઓની ડિલિવરી, કલર મિસમેચ અથવા ખોટી વસ્તુઓ પ્રાપ્ત કરવા જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.


ફરિયાદ મળ્યા પછી, ઈ-કોમર્સ પ્લેટફોર્મ રિફંડની પ્રક્રિયા શરૂૂ કરે છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાં અલગ-અલગ વિસ્તારોમાં આ પ્રકારના કૌભાંડોને કારણે કંપનીને 50 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. એકલા બેંગલુરુમાં, કંપનીએ 5529 નકલી ઓર્ડરની ઓળખ કરી છે, જેના કારણે તેને નુકસાન થયું છે.


આ કૌભાંડ વિશે ખુલાસો કરતાં પોલીસે કહ્યું કે ધારો કે કોઈ વ્યક્તિ 10 બ્રાન્ડેડ શૂઝનો ઓર્ડર આપે છે. જો પાર્સલ પ્રાપ્ત કર્યા પછી તે દાવો કરે છે કે તેને ફક્ત પાંચ જૂતા મળ્યા છે, તો તે અન્ય પાંચ જૂતા માટે રિફંડનો દાવો કરી શકે છે.

રિપોર્ટ અનુસાર રાજસ્થાનના જયપુરમાં આવી ગેંગ છેતરપિંડી કરી રહી છે. લગભગ તમામ છેતરપિંડીના ઓર્ડર જયપુરથી આપવામાં આવ્યા છે. છેતરપિંડી કરનારાઓએ બેંગલુરુ અને અન્ય મેટ્રોમાં ડિલિવરી એડ્રેસ આપ્યા હતા. આમાંથી કેટલાક ઓર્ડર ચાની દુકાનો, દરજીની દુકાનો અથવા સ્ટેશનરી સ્ટોર પર પહોંચાડવામાં આવ્યા હતા.


આવો જ બીજો કિસ્સો થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ગુજરાતના સુરતમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં ગુંડાઓએ મીશોને શિકાર બનાવી હતી. ઓર્ડર એન્ડ રિટર્ન દ્વારા કંપનીને રૂ.5.5 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

Continue Reading

ક્રાઇમ

સિવિલ હોસ્પિટલમાંથી સાઈકલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા

Published

on

By

સિકયુરિટીના સ્ટાફે પકડી પોલીસને સોંપ્યા


શહેરની સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે ત્યારે આજે સિવિલમાં સાયકલ ચોરી કરવા આવેલા 3 શખ્સોને સિકયુરીટીના સ્ટાફે રંગે હાથ ઝડપી લઇ પોલીસ હવાલે કરતા પ્રનગર પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગના પાર્કિંગ પાસે 3 અજાણ્યા શખ્સો સાયકલ ચોરી કરીને જતા હોય દરમિયાન સિકયુરીટી ગાર્ડ અફઝલ મકરાણીના ધ્યાને આવતા તેણે સિકયુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાને જાણ કરતા સિકયુરીટી સ્ફાટે તાત્કાલીક દોડી જઇ સાયકલ ચોરી કરી ભાગતા ત્રણેય શખ્સોને ઝડપી લઇ સિવિલ ચોકીમાં લઇ ગયા હતા. આ અંગે જાણ થતા પ્રનગર પીઆઇ ઝણકાટ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને સાયકલ ચોરી કરનાર ત્રણેય શખ્સોને પકડી પ્રનગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.

Continue Reading

ક્રાઇમ

ચીટર ટોળકીએ 17 બોગસ દસ્તાવેજ બનાવ્યાની શંકા

Published

on

By


સબ રજિસ્ટાર ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે અને આ કામગીરી સબ રજિસ્ટ્રારની અંડરમાં થતી હોય છે. તેવા સમયે રજિસ્ટ્રાર ખાચર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મૌખીક માહિતી આપી હતી કે તેમની કચેરીમાં કામ કરતા તેમના જ કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે તેવી શંકા છે.

તેમજ અંદાજે લગભગ 17 જેટલા દસ્તાવેજો બોગસ બનાવવામાં આવ્યા હોય તેવી શંકા દર્શાવી છે. જેથી આ અરજીના આધારે પ્રધ્યુમનનગર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસને આધારે પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ તેમજ સેક્ધડ પીઆઇ પીયુષ ડોબરીયા, ડી સ્ટાફના પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, વિમલભાઇ ધાણજા, જયેન્દ્રસિંહ પરમાર, કનુભાઇ ભમ્મર અને અન્ય પોલીસ સ્ટાફ સહિતનો કાફલો રાતભર આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા માટે કામે લાગી ગયો હતો. તેમજ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતની ટોળકીને ઉઠાવી લઇ તેમની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ પકડાયેલા કોઇ પણ શકમંદ વ્યકિતઓ પુછપરછમાં પોલીસને સહકાર આપી રહયા નહી હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. પ્રનગર પોલીસ દ્વારા અર્જુન ઝાલા, જયદીપ ઝાલા અને જયેશ નામના ત્રણ કર્મચારીઓને સકંજામાં લઇ પ્રનગર પોલીસ મથકની અલગ અલગ ટીમો દ્વારા પુછપરછ કરી પુરાવા એકત્રીત કરવામાં આવી રહયા છે.


પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે આ બોગસ દસ્તાવેજ ઉભા કરનાર ટોળકી દ્વારા અંદાજીત પચીસેક વર્ષ જુની મઘરવાડાની કરોડોની કિંમતની જૂની શરતમાં બનાવવામાં આવેલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે. કે જે જમીનના વારસદારો કોઇ છે નહી અને જમીન માલિક અવસાન પામ્યા છે. આવી જમીનોના બોગસ દસ્તાવેજો બની ચુકયા છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ અમુક જમીનોના દસ્તાવેજો સાથે છેડછાડ કરી હોવાની શંકા પણ સેવાઇ રહી છે.


ડેટા ઓપરેટરો જયારે કામ પર આવે ત્યારે તેઓની આઇડી મારફત કામગીરી થતી હોય છે. આ ઘટના મામલે હાલ પ્રધ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટ અને પીઆઇ પીયુષ ડોબરીયાની રાહબરીમાં તમામ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ રાત સુધીમા ગુનો નોંધાય તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબ લોકોની જમીન હાથમાંથી ન સરકી જાય તે માટે સરકારે નવા-નવા કાયદાઓ અને નિયમો ઘડયા છે.


તેના થકી બોગસ દસ્તાવેજનું ચલણ ઘટયું છે. પરંતુ અંદરના જ કર્મચારીઓ જયારે ફૂટી જાય ત્યારે કૌભાંડીને જમીન પચાવવામાં અને બોગસ દસ્તાવેજ બનાવવામાં મોકળુ મેદાન મળી જાય છે.

કૌભાંડ છતુ થતા ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટર હર્ષ સોની ફરાર
સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડનો પરપોટો ફૂટયો છે ત્યારે કહેવાય છે કે જૂની કલેકટર કચેરી સ્થિત આ ઓફિસમાં ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટ હર્ષ સોની ધરાવે છે. તે વર્ષોથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરે છે. જેથી કૌભાંડ ગમે ત્યારે બહાર આવવાની જાણ તેમને અગાઉથી થઇ જતા પોતે ભુર્ગભમાં ઉતરી ગયો હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય1 day ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય1 day ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય1 day ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય1 day ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ1 day ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય1 day ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ગુજરાત1 day ago

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

ગુજરાત1 day ago

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ

ગુજરાત1 day ago

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

ગુજરાત1 day ago

અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ગુજરાત1 day ago

પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા વધુ 78 વેપારીઓ દંડાયા

ગુજરાત1 day ago

ઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગ

Trending