Connect with us

ગુજરાત

બાબરા તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Published

on

ચરખા, ચમારડી, નીલવડા, વાવડા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, ગાગડિયો નદી બે કાંઠે વહેતી થઈ


હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના લાઠીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. લાઠીના હરસુરપુર તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

પ્રથમ વરસાદે જ ગાગડીયો નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હરસુરપુર ગામ નજીક ગાગડીયો નદી પરનો ચેકડેમ છલકાયો છે. આજે બપોર બાદ લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. લોકોને પણ આ વરસાદથી ગરમીથી રાહત મળી છે.


હવામાન વિભાગે આજે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. અમરેલી જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લોકોને પણ ગરમીથી રાહત મળી છે.
અમરેલી જિલ્લા સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે. બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે.


રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતના નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, રાજકોટ, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

લીમડાલેન વિસ્તારમાં વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો: વીજપુરવઠો ખોરવાયો

Published

on

By

તંત્રએ તાત્કાલિક વીજપુરવઠો પૂર્વવત કરતા પ્રજાને રાહત


જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.

જામનગર ના લીમડા લાઈન વિસ્તાર માં કોંગ્રેસ ભવન ની બાજુમાં આવેલ 200 કેવી ટ્રાન્સફોર્મરસાથે જોડાયેલો 150 એમ.એમ.નો કેબલ વરસાદમાં ઇનસ્યુલેશન ડેમેજ થતાં બળી ગયો હતો, અને સ્પાર્ક સાથે ધડાકા થયા હતા.જ્યાં તાત્કાલિક અસરથી પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમ દ્વારા કેબલ બદલાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરવાની જરૂૂરિયાત ઊભી થઇ હોવાથી સલામતીના સાધનો અને સલામત કાર્યપદ્ધતિ સાથે ટેકનીકલ ટીમ તથા જુનિયર ઇજનેર ની હાજરીમાં સ્થળ પર આ ટ્રાન્સફોર્મર યુદ્ધના ધોરણે ટ્રાફિક વાળા વિસ્તારમાં ચાલુ વરસાદ દરમ્યાન કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને વીજ પુરવઠો તૂરતજ રાબેતા મુજબ બનાવી દેવાયો હતો.

Continue Reading

Trending