Connect with us

આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરીંગ: 11 લોકોનાં મોત, નશાનો વેપાર અને દાણચોરી કરતાં જૂથો બાખડ્યાં

Published

on

દક્ષિણ મેક્સિકો રાજ્યના ચિયાપાસના ચિકોમુસેલો શહેરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. આ હુમલામાં 11 લોકોના મોત થયા હતા.આ ક્ષેત્ર પ્રવાસીઓ અને નશીલી દવાઓની દાણચોરી માટે જાણીતો છે.

તાજેતરના મહિલામાં કાર્ટેલ ટર્ફ સંઘર્ષને કારણે આ ક્ષેત્ર ભારે પ્રભાવિત થયું છે. ખરેખર મોરેલિયાની ટાઉનશિપ તથા બાહ્ય વસતી ગ્વાટેમાલા સાથે મેક્સિકોની સરહદ નજીક એક ઓછી વસતી ધરાવતો ક્ષેત્ર છે. સોમવારે પણ આ ક્ષેત્રમાં ડ્રગ કાર્ટેલ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી.

ચિયાપાસના સરહદી પ્રદેશમાં હિંસા વધી રહી છે, કારણ કે હરિફ સિનાલોઆ અને જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ ક્ષેત્ર માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ કારણે હજારો લોકો વિસ્થાપિત થઇ ચૂક્યા છે કેમ કે કાર્ટેલ પ્રવાસી, નશીલી દવાઓ અને હથિયારોની તસ્કરીના માર્ગોને નિયંત્રિત કરવા અને સ્થાનિક લોકોને બળજબરીથી ભરતી કરવા માટે કામ કરે છે.

આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિકના ઉદ્ઘાટન પહેલાં પેરિસ રેલવે નેટવર્ક ઉપર ભેદી હુમલા

Published

on

By

ફ્રાન્સની પેરિસને જોડતી ચારમાંથી ત્રણ મુખ્ય રેલવે લાઇનના સિગ્નલો અને ટ્રેકિંગ ઉપકરણોમાં તોડફોડ- આગચંપીથી હાઇસ્પીડ રેલ વ્યવહાર ઠપ, 8 લાખ મુસાફરો ફસાયા

અજાણ્યા જૂથે યોજનાબધ્ધ રીતે અનેક સ્થળે હુમલા કર્યા, ત્રાસવાદી કૃત્યની પણ શંકા, સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવતી ઘટના

યુરોપીયન દેશ ફ્રાન્સનાં પચરંગી શહેર પેરિસમાં આજે ઓલમ્પિક રમતોત્સવની ઓપનીંગ સેરેમની પૂર્વે પેરિસના સ્થાનિક સમય સવારે 5.15 વાગ્યા આસપાસ અન્ય શહેરોમાંથી પેરીસ તરફ આવતી ટે્રનોના નેટવર્ક ઉપર અજાણ્યા જુથે આયોજનબધ્ધ રીતે ભેદી હુમલો કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.


સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ ઓલમ્પિક ગેમ્સની ઓપનીંગ સેરેમનીના લગભગ 10 કલાક પહેલા પેરીસના રેલવે સ્ટેશનોમાં એક સાથે તોડફોડ અને આગજનીની ઘટના બની છે. જેના પગલે હાઇસ્પીડ ટ્રેન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો છે અને લગભગ આઠ લાખ લોકો ફસાઇ ગયા છે અથવા તો પ્રભાવિત થયા છે.
આ સામુહિક હુમલાની ઘટના અંગે કોઇજુથે હજુ સુધી જવાબદારી લીધી નથી અને ત્રાસવાદી હુમલાની શંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે. જો કે કોઇપણ ઓથોરીટી દ્વારા બપોર સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મળતા અહેવાલો મુજબ ફ્રાન્સમાં કુલ 4 મુખ્ય હાઇસ્પીડ રેલવે કોરિડોર છે જે આખા દેશને પેરિસ સાથે જોડે છે. આ ચાર પૈકી ત્રણ રેલવે લાઇન અટલાન્ટિક, નોર્ધન અને ઇસ્ટર્ન ઉપર આ હુમલા થતા રેલવે વ્યવહાર અટકાવી દેવાયો છે. આ હુમલાની ઘટના પેરિસથી 144થી 160 કી.મી. દુરના સ્ટેશનો ઉપર બની છે.


એસએનસીએફના વડાએ જણાવ્યું હતું કે, પેરિસના પશ્ચિમ, ઉતર અને પૂર્વમાં ચાલતી જીટીવી લાઇનો ઉપર અલગ-અલગ સ્થળે રેલવે સિગ્નલો, ટ્રેકિંગ ઉપકરણોમાં તોડફોડ કરી સળગાવી દેવામાં આવ્યા છે. કોઇ જુથે ચોકકસ યોજના પુર્વક આ કૃત્ય આચરી હાઇસ્પીડ રેલવે નેટવર્ક ખોરવી નાખવા પ્રયાસ કર્યો છે. આ હુમલાથી લંડન અને પેરિસ વચ્ચેનો તેમજ મધ્ય યુરોપના અન્ય દેશો સાથેનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક પહેલા જ ફ્રાન્સમાં બબાલ: રેલવે લાઇન પર આગ લગાડી-તોડફોડ કરી, 8 લાખ લોકો સ્ટેશનમાં ફસાયા

Published

on

By

પેરિસમાં ઓલિમ્પિક શરૂ થવાના થોડા કલાકો પહેલા જ ટ્રેન નેટવર્ક પર મોટો હુમલો થયો છે. ફ્રેન્ચ રેલ્વે કંપની એસએનસીએફએ આજે જણાવ્યું હતું કે હાઇ-સ્પીડ TGV નેટવર્કને મોટું નુકસાન થયું છે. તેનો ઉદ્દેશ્ય દેશના હાઈ-સ્પીડ નેટવર્કને નબળો પાડવાનો છે.

SNCFએ તમામ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા અપીલ કરી છે. ટ્રેનના નેટવર્કમાં રહેલી ખામીઓને સુધારવાના પ્રયાસો ચાલુ છે. ટ્રેન ઓપરેટર એસએનસીએફએ આજે પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા જણાવ્યું હતું કે ફ્રાન્સના હાઇ-સ્પીડ રેલ નેટવર્કને “દૂષિત કૃત્યો” દ્વારા ફટકો પડ્યો હતો જેમાં આગ લાગી હતી, જેના કારણે ટ્રેનોનું સંપૂર્ણ ગ્રાઉન્ડિંગ થયું હતું.

તપાસની નજીકના એક સૂત્રએ એએફપીને જણાવ્યું કે હુમલામાં ‘તોડફોડ’ પણ સામેલ છે. “TGV નેટવર્કને લકવાગ્રસ્ત કરવા માટે મોટા પાયે કરવામાં આવેલો આ એક મોટો હુમલો છે,” SNCF એ એએફપીને જણાવ્યું. તેમણે કહ્યું કે ઘણા રૂટ પરની ટ્રેનો રદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય રેલ ઓપરેટરે જણાવ્યું હતું કે ‘SNCF એકસાથે રાતોરાત અનેક દૂષિત કૃત્યોનો ભોગ બની હતી. તેમણે કહ્યું કે આ હુમલાઓમાં એટલાન્ટિક, ઉત્તરીય અને પૂર્વીય રેખાઓ પ્રભાવિત થઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલ નેટવર્કને ખલેલ પહોંચાડવા માટે આગ લગાવવામાં આવી હતી, આ ઘટનાઓથી રેલ નેટવર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. હાઇ સ્પીડ ટ્રેનો ફરી શરૂ થવામાં થોડા દિવસો લાગી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનોને અલગ-અલગ ટ્રેક પર મોકલવામાં આવી રહી છે, પરંતુ અમારે મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવી પડશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં દક્ષિણ-પૂર્વ રેખાને કોઈ અસર થઈ નથી. કારણ કે આ વિસ્તારોમાં હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે. SNCFએ મુસાફરોને તેમની મુસાફરી મુલતવી રાખવા અને રેલવે સ્ટેશનોથી દૂર રહેવાની અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાથી 8 લાખ મુસાફરો પ્રભાવિત થયા છે.

યુરોસ્ટારે એમ પણ જણાવ્યું હતું કે તોડફોડની ઘટનાઓને કારણે લંડન અને પેરિસ વચ્ચેની તેની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનો મોડી પડી છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પેટ્રિસ વર્ગ્રિટે ટ્વિટર પર એક પોસ્ટમાં ઘટનાઓને ગુનાહિત ગણાવીને વખોડી કાઢી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

પેરિસ ઓલિમ્પિકમાં 16 રમતોમાં 117 ભારતીય એથ્લેટ મેડલ મેળવવા મેદાનમાં ઉતરશે

Published

on

By

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓ અને ટીમના મેચનું સંપૂર્ણ શેડયૂલ સામે આવી ગયું છે. આ ગેમ્સ આજે (26 જુલાઈ) શરૂૂ થશે. ગત ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ સહિત કુલ 7 મેડલ જીત્યા હતા. પરંતુ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં 16 રમતોમાં 117 ભારતીય એથ્લેટ ભાગ લેવા જઈ રહ્યા છે, જેઓ ડબલ ફિગર મેડલ જીતીને ઈતિહાસ રચવા માંગશે.


આ વખતે પેરિસ ઓલિમ્પિક સત્તાવાર રીતે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન 200 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. આ વખતે મોબાઈલ યુઝર્સ જિયો સિનેમા પર પેરિસ ઓલિમ્પિક 2024 લાઈવ જોઈ શકશે. આ સિવાય આ ઓલિમ્પિક ગેમ્સ ટીવી ચેનલ સ્પોર્ટ્સ 18 પર લાઈવ બતાવવામાં આવશે.

Continue Reading

Trending