Sports
એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ભારતનો 20 રને કારમો પરાજય
ભારત અફઘાનિસ્તાને 20 રને હરાવીને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાંથી બહાર થઈ ગયું છે. આ સેમિફાઇનલ મેચમાં પ્રથમ રમતી અફઘાનિસ્તાને 206 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, પરંતુ તેના જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 186 રન જ બનાવી શકી હતી. રમનદીપ સિંહે છેલ્લી ઓવરોમાં મોટા શોટ ફટકારીને 64 રનની તોફાની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો.
મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અફઘાનિસ્તાને ઝુબેદ અકબરી અને સિદીકુલ્લાહ અટલ વચ્ચે 137 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને શાનદાર શરૂૂઆત કરી હતી. અકબરીએ 64 રન બનાવ્યા, જ્યારે અટલે 83 રનની ઝડપી ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને બેક ફૂટ પર મોકલી દીધી. બાકીની કસર કરીમ જન્નતે પૂરી કરી, જેમણે છેલ્લા ઓવરોમાં આવીને 20 બોલમાં 41 રનની તોફાની ઇનિંગ્સ રમીને અફઘાનિસ્તાનનો સ્કોર 200 પાર પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું. 207 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે અભિષેક શર્મા માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો. હજુ ભારત અભિષેકના વિકેટમાંથી ઉભર્યું પણ નહોતું ત્યાં પ્રભસિમરન સિંહ 19ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા. વળી કેપ્ટન તિલક વર્માનો વિકેટ પડવાથી ભારતના ત્રણ વિકેટ માત્ર 48 રને પડી ચૂક્યા હતા. આયુષ બદોની અને નિહાલ વાઢેરાએ થોડો સમય ઇનિંગ્સને સંભાળી, પરંતુ એકવાર વિકેટ પડવાનો સિલસિલો શરૂૂ થયો તો બેટ્સમેન આવતા-જતા રહ્યા. બદોનીએ 31 રન અને વાઢેરાએ 20 રન બનાવ્યા.
એવી સ્થિતિ હતી કે છેલ્લા 5 ઓવરમાં ભારતે જીત માટે 85 રન બનાવવાના હતા, પરંતુ આવા સમયે રમનદીપ સિંહ આશાની કિરણ બનીને ક્રીઝ પર ડટી રહ્યા હતા. રમનદીપે અહીંથી ચોગ્ગા-છગ્ગાની વર્ષા શરૂૂ કરી અને 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેઓ છેલ્લા ઓવરની છેલ્લી બોલ સુધી લડતા રહ્યા, પરંતુ તેમની 34 બોલમાં 64 રનની ઇનિંગ્સ ભારતને જીત અપાવવામાં નિષ્ફળ રહી.
Sports
ફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલ
ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. હવે આવી જ ઘટના પ્રીમિયર લીગ ફૂટબોલ સ્ટાર માઈકલ એન્ટોનિયો સાથે બની છે. માઈકલ એન્ટોનિયોને એક ભયંકર કાર અકસ્માત થયો હતો, જેમાં તેની કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો અને તે ખરાબ રીતે ઘાયલ પણ થયો હતો.
શનિવાર 7 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા સ્ટાર માઈકલ એન્ટોનિયોની હાલત હાલમાં સ્થિર છે, તેમને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, માઈકલ એન્ટોનિયોની કાર એપિંગ ફોરેસ્ટની કિનારે કોપીસ રો ખાતે અકસ્માતનો ભોગ બની હતી. તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તે કારની અંદર ફસાઈ ગયો હતો. એન્ટોનિયો એક કલાકથી વધુ સમય સુધી કારમાં ફસાયેલો રહ્યો, ત્યારબાદ એક વ્યક્તિએ તેને જોયો અને તેની માહિતી હેલ્પલાઈન પર આપી. આ પછી તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Sports
રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી છે. આ વર્ષે 2024માં ઘણા ક્રિકેટરોના ઘરે નવા મહેમાનોનું આગમન થયું હતું. આ વર્ષે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યા છે. બીજી વખત પિતા બનવાને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ અકાય છે.
વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા દ્વારા પુત્રના જન્મની જાહેરાત કરી હતી. તેમની પુત્રીનું નામ વામિકા છે. જેનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂરે 21 ઓક્ટોબર, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પુત્રના જન્મની જાહેરાત કરી હતી. સરફરાઝ ખાને તેના નવજાત બાળકનો પહેલો ફોટો પિતા નૌશાદ ખાન સાથે શેર કર્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદી પણ આ વર્ષે એક પુત્રનો પિતા બન્યો છે. તેની પત્ની અંશા આફ્રિદીએ 24 ઓગસ્ટ 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેઓએ પોતાના પુત્રનું નામ અલિયાર આફ્રિદી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જવા માટે ભારત સામે એડિલેડ ટેસ્ટમાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડની પત્ની જેસિકા ડેવિસે 4 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ દસ વિકેટે જીતી લીધી હતી.
Sports
શ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા
જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો
શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નવા વડા બન્યા છે. તેમણે વિદાય લઈ રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલમાં આઈસીસીના ચેરમેન જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હતા પરંતુ 1લી ડિસેમ્બરે જય શાહે આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યો હતો.
શાહે ત્રણ વર્ષ સુધી એસીસીના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. શ્રીલંકાના શમ્મી સિલ્વાને એસીસીમાં મહત્વનું પદ સૌપ્રથમ વખત નથી મળ્યું, અગાઉ પણ તેઓ સંસ્થામાં નાણાં તથા માર્કેટિંગ કમિટીના ચેરમેન હતા. સિલ્વાએ એસીસી તરફથી સંસ્થાને આટલા વર્ષો સુધી ઉત્કૃષ્ટ નેતૃત્વ તથા નોંધપાત્ર યોગદાન આપવા બદલ જય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
-
ધાર્મિક2 days ago
ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
-
આંતરરાષ્ટ્રીય2 days ago
દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું
-
ગુજરાત23 hours ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત22 hours ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત23 hours ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત22 hours ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત22 hours ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત23 hours ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ