Connect with us

ગુજરાત

ગિરનાર પર પ્લાસ્ટિકની પ્રતિબંધિત વસ્તુઓ અંગે સ્પષ્ટતા કરવા સરકારને હાઇકોર્ટનો આદેશ

Published

on

ગિરનાર પર્વત પરના મંદિરો ખાતે ગંદકી અને પ્લાસ્ટિકના દૂષણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી.માયીની ખંડપીઠે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ કઇ વસ્તુઓને પ્રતિબંધ હેઠળ આવરી લેવાઇ છે એની સ્પષ્ટતા થવી જરૂૂરી છે. તે સિવાય જે પ્લાસ્ટિકનો કચરો અગાઉથી ઠલવાયો છે એના નિકાલની શું વ્યવસ્થા છે તે અંગે પણ જવાબ આપવામાં આવે. આ કેસની વધુ સુનાવણી 10મી જુલાઇના રોજ મુકરર કરવામાં આવી છે.


રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ હાઇકોર્ટને જણાવ્યું હતું કે, હાઇકોર્ટ આદેશ મુજબ ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન ખાતે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ 22 ગામને આવરી લેવાયા છે. પ્લાસ્ટિક બેગ, બોટલ્સ સહિતની તમામ વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખંડપીઠે સવાલ કર્યો હતો કે,આ ઝુંબેશમાં કેટલી સફળતા મળી છે? સરકારે કહ્યું હતું કે,વિવિધ ક્ષેત્રો દ્વારા આ પ્રતિબંધનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. તેમ છતાં મોબાઇલ સ્ક્વોડ બનાવવામાં આવી છે. જેની બેઠક કરીને ગામડે ગામ જઇને પ્રતિબંધની સૂચના આપવામાં આવે છે. ખંડપીઠે સવાલ કર્યો હતો કે, પ્લાસ્ટિકની કઇ વસ્તુઓ પ્રતિબંધિત કરવામાં આવી છે. પ્લાસ્ટિકની ડોલ બંધ કરી દેવાશે તો ઉપાધિ થશે. જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ફેંકી દેવાય છે એના પર પ્રતિબંધ મૂકવો જોઇએ. જો સંપૂર્ણ બંધ કરી દેશો તો વિરોધ તો થશે. કોઇ દુકાન પ્લાસ્ટિકની વસ્તુઓ વેચતી હશે તો તે બંધ કરાશે. આવું ન થવું જોઇએ. ઉપયોગ કરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિક ઉપર જ પ્રતિબંધ મૂકવો જોઇએ.

આ ઉપરાંત જે પ્લાસ્ટિકનો કચરો અગાઉ ફેંકાયો અને ભેગો થયો છે એના નિકાલની શું વ્યવસ્થા છે? સરકારે કહ્યું હતું કે,સ્ત્રપ્લાસ્ટિકનો કચરો ડમ્પિંગ સાઇટ પર ઠલવાય છે. કોર્ટે પૂછ્યું કે, શું એનું રિસાઇકલિંગ થાય છે? જો રિસાઇકલિંગમાં ન જાય તો મુશ્કેલી વધી જાય.આ કેસમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા આ જાહેરહિતની અરજીમાં એવી દાદ માગવામાં આવી હતી કે, ગિરનાર પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિર આસપાસ કચરા-ગંદકીના ઢગ થઇ ગયા છે. તેથી મંદિરની પવિત્રતા અને ભક્તોની અવરજવર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ તંત્રને આદેશ કરી આ સ્થળથી તાકીદે સફાઇ કરવાનો આદેશ કરવો જોઇએ. મંદિરની નજીક કચરો ફેંકવા માટે ડસ્ટબીનની વ્યવસ્થા નથી, તેથી તંત્રે તે દિશામાં પણ કામ કરવું જોઇએ અને ભવિષ્યમાં પવિત્ર સ્થળોની સ્વચ્છતા જળવાય તે સુનિશ્ચિત કરવું જોઇએ.

કચ્છ

નખત્રાણામાં મેઘરાજાનો તાંડવ: આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, બજારોમાં ફરી વળ્યા પાણી, જુઓ વિડીયો

Published

on

By

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણામાં મેઘરાજાનું રોન્દ્ર સવરૂપ જોવા મળ્યું છે. નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં નદીની માફક પાણી વહેતાં થયાં છે. નખત્રાણાના બજારોમાં પાણી ફરી વળ્યા હતા. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા, બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ હતી. જો કે બાઈક ચાલકને બચાવી લેવામાં આવ્યા હતો.

https://fb.watch/sZ78fsztZR

નખત્રાણામાં ભારે વરસાદ પડતાં મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી વહેતાં થયાં છે. બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ સતત દોઢ કલાક સુધી અવિરત વરસતાં નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ ખાબકી પડતા નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ પર વોકડો વહી નીકળતા બન્ને તરફ વાહનોની રફતાર થંભી ગઈ હતી. તો કેટલાય લોકોના વાહનોમાં પાણી ઘૂસી જતા બંધ પડી ગયા હતા. શહેરમાં જળ બંબાકારની સ્થિતિ નિર્માણ પામતી હોય છે.

Continue Reading

ગુજરાત

ધરમનગર ક્વાર્ટરમાં ધો.12ના છાત્રનો ફાંસો ખાઈ આપઘાત

Published

on

By

વરસાદમાં કપડાં ભીના થતા હોય જેથી પાડોશીએ ફોન કરી જાણ કરતાં માતાએ ઘરે આવી જોયું તો પુત્ર લટકતો’તો


શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા ધો.12 સાયન્સના છાત્રએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે વરસાદ આવતાં પાડોશીએ દરવાજા ખટખટાવ્યો પરંતુ કોઈ એ ન ખોલતા ફોન કરી વિદ્યાર્થીના માતાને જાણ કરી હતી. જેથી માતાએ ઘરે આવી જોયું તો પુત્ર લટકતો મળી આવ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ, ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતા શ્રીદેવ મહેન્દ્રભાઈ નકુમ (ઉ.18) નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીેઅમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શ્રીદેવ બે ભાઈમાં મોટો અને ધો.12 સાયન્સમાં પાસ થયા બાદ કોલેજમાં એડમીશન લેવાનું હતું. તેના માતા કામે ગયા હતાં. દરમિયાન આજે બપોરે વરસાદ આવતાં પાડોશી મહિલાએ તેમના કપડા વરસાદમાં ભીના થતાં હોય જેથી દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ કોઈએ દરવાજો ન ખોલતા પાડોશીએ રમિલાબેનને ફોન કરી “તમારા કપડા વરસાદમાં ભીના થાય છે અને તમારો દરવાજો કોઈ ખોલતું નથી’ તેમ જણાવતા રમિલાબેને ઘરે દોડી આવ્યા હતાં. દરમિયાન પાડોશીએ ભેગા થઈ દરવાજો તોડતા પુત્ર શ્રીદેવ લટકતો મળી આવ્યો હતો.


વધુ તપાસમાં તેના પિતા પમ્પંબરનું કામ કરતાં હોવાનું અને શ્રીદેવનું ગાંધીનગર કોલેજમાં એડમિશન લેવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી સતવારા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

લિફ્ટ નીચે દબાઇ જતા ત્રણ વર્ષની બાળકીનું મોત

Published

on

By

દરવાજો ખૂલી જતા ચોકીદારની દીકરી ખાડામાં ખાબકી, ઉપરથી લિફટ આવી જતા માથું ચગદાઇ ગયું: યુનિ. રોડ ઉપર દેવલોક એપાર્ટમેન્ટની ઘટના


શહેરમાં લિફટવાળા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારો બાળકોને લિફટ પાસે રમતા મોકલતા હોય તેઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ચોકમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચોકીદારની ત્રણ વર્ષની બાળકી રમતી હતી ત્યારે લીફટનો દરવાજો ખુલી જતા ખાડામાં પટકાઇ હતી અને ઉપરથી લિફટ નીચે આવતા બાળકી દબાઇ જતા ગંભીર ઇજા થવાથી મોત નિપજયું હતું. એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત છવાયો છે.


જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ચોક પાસે દેવલોક એપાર્ટમેન્ટમાં ચોકીદારની ઓરડીમાં રહેતા નેપાળી પરિવારની ત્રણ વર્ષની બાળકી મીરીના બિમલભાઇ કાર્કી આજે સવારે 11 વાગ્યાના અરસામાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર ઉપર રમતી હતી.


દરમિયાન લીફટ છઠા માળે હોવા છતાં લિફટનો દરવાજો ખુલી ગયો હતો. જેથી બાળકી લિફટના ખાડામાં પટકાઇ હતી. બાદમાં છઠા માળેથી લીફટ નીચે આવતા બાળકી લીફટ નીચે દબાઇ ગઇ હતી.બનાવની જાણ થતા એપાર્ટમેન્ટ ધારકો અને બાળકોના માતા-પિતા સહીતના પરિવારજનો દોડી આવ્યા હતા. બાદમાં લીફટમેનને બોલાવી લીફટ ઉપર કર્યા બાદ ખાડામાંથી બાળકીને બહાર કાઢતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજયું હતુંં.


આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં નેપાળી પરિવાર છ મહીનાથી અહીં રહેવા આવ્યો હતો. મરીના એકની એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Continue Reading

Trending