Connect with us

ગુજરાત

હાઇકોર્ટની ચેતવણી છતાં તંત્રના નાક નીચે નકલી કોર્ટ ધમધમતી રહી

Published

on

2006-7 માં કોર્ટ ઓફ ક્ધટેમ્પ્ટ થયો’તો: પાલડીની જમીનના કેસની પ્રક્રિયા થતા વર્ષો બાદ બહાર આવેલું કૌભાંડ: આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિયન સામે ગુના દાખલ કરવા આદેશ

ગુજરાતમાં બોગસ સરકારી કચેરીઓ, અધિકારીઓ પકડાઇ રહ્યા છે. નકલી કોર્ટ બાદ હવે નકલી જજ પણ અમદાવાદમાંથી ઝડપાયો હતો. કોર્ટમાં થયેલા દીવાની દરખાસ્તથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રરે કારેજ પોલીસમાં ફરીયાદ કરતા આરોપી મોરિસ કિશ્ર્ચિયનની ધરપકડ કરવામાં આવી હતી. નકલી જજ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલા તમામ ચુકાદા અને જજમેન્ટ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ આરોપી સામે 2006-07માં કોર્ટ ઓફ ક્ધટેમ્પટ અને 2015માં ફ્રોડનો ગુનો નોંધાય ચુકયો છે.

સિટી સિવિલ કોર્ટે કરેલા હુકમમાં નોધ્યું છે કે, પાલડી પાસે આવેલી સરકારી જમીન પચાવી પાડવા માટે ગુનાઈત કાવતરું રચીને ફ્રોડ એવોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો. આ ફ્રોડ એવોર્ડ હુકમ બનાવવા માટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને આર્બિટ્રેટર તરીકે નિમવામાં આવેલો ન હોવા છતાં પોતે આર્બિટ્રેટર-જજ તરીકે એકતરફી અને કાયદાના પ્રબંધો વગર ખોટી ટ્રિબ્યૂનલ એક પ્રકારની કોર્ટ બનાવી હતી. આરોપીએ ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઊભું કરી સ્ટાફ, વકીલો ઉભા કરી, જજની જેમ વર્તી જાતે જ ક્લેઈમ સ્ટેટમેન્ટ અરજી-દાવો તૈયાર કરી, પોતાની પાસે રજૂ કરાવ્યો હતો. દરખાસ્તમાં દર્શાવેલી જમીન વર્ષો પહેલાથી સરકારી માલિકીની કિંમતી જમીન હોવા છતાં ફ્રોડ એવોર્ડ હુકમના આધારે દરખાસ્તની ખાનગી માલિકીની જમીન ઠેરવવા ફ્રોડ એવોર્ડ હુકમ ઉભો કર્યો હતો. બનાવટી આર્બિટ્રેટર કોર્ટ ઊભી કરનાર સેમ્યુઅલ ક્રિશ્વિયન અને તેની સાથે સંકળાયેલા સામે રજિસ્ટ્રારે ફરિયાદ દાખલ કરવાની રહેશે.

મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન દ્વારા ફ્રોડથી ઊભો કરવામાં આવેલા એવોર્ડ હુકમની અસલ નકલ, દરખાસ્ત અરજી સહિતના સ્ટેટમેન્ટ પોલીસ ફરિયાદમાં સાથે સોંપવાની રહેશે. સિટી સિવિલ કોર્ટમાં દરખાસ્ત કરનાર બાબુજી છનાજી ઠાકોર અરજી નામંજૂર કરીને રૂૂ.50 હજાર દંડ કરવામાં આવે છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય શેઠે દલીલો કરી હતી.


નકલી જજે ગાંધીનગરના સેક્ટર-24 ખાતે આખીય નકલી કોર્ટ ઊભી કરી હતી. જ્યાં તેણે હાઇકોર્ટના જસ્ટિસ પાસે હોય તેવું ડાયસ બનાવ્યું હતું. એક ચોપદાર પણ રાખ્યો હતો. તે ડાયસ પર બેસીને જજ હોય તેમ બોગસ ઓર્ડરો કરતો હતો.


બોગસ આર્બિટ્રેશન કોર્ટ ઊભી કરનાર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્વિયનની કોર્ટે સ્ટેટેમેન્ટ નોંધ્યું હતું. જેમાં તેને કોર્ટને જણાવ્યું હતું કે, ડો. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્વિયન આર્બિટ્રેશન જજ તરીકે કામ કરું છું અને ગાંધીનગર રહું છું. કોર્ટમાં રજૂ થયેલી દરખાસ્ત સાથે આર્બિટ્રેટર કેસના ફાઈનલ એવોર્ડ બતાવીને ચુકાદો તમે આપ્યો છે તે સંદર્ભે મોરિસ સેમ્યુઅલે કોર્ટને જણાવ્યું હતું કે, ફાઈનલ એવોર્ડ મેં આ કામમાં આપેલો છે અને તેમાં મારી સહી છે. પાલડીમાં આવેલી રેવન્યૂ સર્વે નં 306ની ટીપી 6ના ફાઇનલ પ્લોટ 32ની સરકારી જમીન હોવા છતા મોરિસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ઠાકોર બાબુજી છનાજીને ઊભા કર્યા હતા અને આર્બિટેશનમાં તે મિલકત તેમની હોવાનો આદેશ(એવોર્ડ) કર્યો હતો. તે એવોર્ડનું પાલન કરાવવા માટે બાબુજી ઠાકોરે દિવાની દરખાસ્ત સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં સામેવાળા પક્ષકાર તરીકે કલેક્ટરને દર્શાવવામાં આવ્યા હતા.

જેથી સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠ હાજર રહ્યા હતા. તેમણે મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મામલે લવાદની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ લવાદની નિમણૂક બન્ને પક્ષની સમંતિથી નિમવી પડે. આ કેસમાં સરકારે કોઇ જ સમંતિ આપી ન હતી. ઉપરાંત સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી. જેથી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો અને પછી આખુંય કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

સરકારી જમીન હડપવા પોતે જ વકીલ રોકી આપતો હતો
સરકારી જમીન પચાવી પાડવા માટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન પોતે જ વકીલ રોકી આપતા હતા. જાતે કોર્ટ બનાવી(સામાન્ય લોકો ટ્રિબ્યૂનલ અને તેના માહોલને કોર્ટ જ માને) જાતે સ્ટાફ ઊભા કરીને પોતે આર્બિટ્રેટર જજ બની બેઠા હતા. પોતાને ત્યાં જાતે કેસ દાખલ કરાવી જાતે ચુકાદો આપી, કરોડોની જમીનના અરજદારને માલિક બનાવી દીધા હતા. ફ્રોડ હુકમના આધારે કાયદાથી અસ્તિત્ત્વમાં આવેલી સિટી સિવિલ કોર્ટમાં દરખાસ્ત દાખલ કરાવી હતી. આ ઉપરાંત કોર્ટમાં રજૂ થયેલા દરખાસ્તમાં એડવોકેટ પણ આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલએ જ રોકી આપ્યા હતા અને સતત દરખાસ્તનું મોનિટરીંગ કરી પોતે જાતે જ દરખાસ્તને માર્ગદર્શન આપતા હતા. મહત્ત્વની વાત એ છે કે, મોરિસ સેમ્યુઅલે દરખાસ્ત વતી દલીલો પણ કરી હતી અને દરેક સ્ટેજે કોર્ટને ગેરમાર્ગે દોરી સાચી હકીકતો રજૂ કરી નહોતી.

સરકારી મિલકત શોધી વ્યક્તિઓ ઊભા કરી મિટિંગ ગોઠવતો
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અમદાવાદ, ગાંધીનગરમાં આવેલી કરોડોની સરકારી જમીન શોધી કાઢતો હતો. તે વ્યક્તિઓ ઊભા કરતો હતો અને તેમની સાથે ચાની કિટલીઓ પર મીટિંગ કરતો હતો. ત્યારબાદ જે વ્યક્તિને તૈયાર કર્યા હોય તેમના મારફતે આર્બિટેશનમાં(પોતાની કોર્ટમાં જ) અરજી કરાવતો હતો અને ત્યારબાદ બે પાનાનો આદેશ કરી તે મિલકત તાત્કાલીક અસરથી જે તે વ્યક્તિને સોંપવા આદેશ કરતો હતો.


11 દીવાની દરખાસ્તમાં ફરિયાદ થવાની શક્યતા
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્વિયને 11થી વધુ મિલકતો ખોટા આદેશ કરી આપી દીધી છે. તમામ 11 મિલકતોનું એવોર્ડ કરાવવા કોર્ટમાં દિવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેથી આ તમામ આદેશ બોગસ હોવાનું સામે આવ્યું છે. જેમ પાલડીની મિલકત મામલે કોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો તેમ આ તમામ 11 કરોડોની મિલકતમાં ફરિયાદ નોંધવા આદેશ થવાની શક્યતા છે.

ગુજરાત

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

Published

on

By


શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

Published

on

By

સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.


મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.

જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.


ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.


રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.

Continue Reading

ગુજરાત

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

Published

on

By

રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય24 hours ago

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત

રાષ્ટ્રીય1 day ago

42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન

આંતરરાષ્ટ્રીય1 day ago

ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ

રાષ્ટ્રીય1 day ago

દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર

રાષ્ટ્રીય1 day ago

મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા

ક્રાઇમ1 day ago

ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો

આંતરરાષ્ટ્રીય1 day ago

બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ધાર્મિક2 days ago

ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન

ગુજરાત1 day ago

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

ગુજરાત1 day ago

દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત

ગુજરાત1 day ago

અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ

ગુજરાત1 day ago

મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે

ગુજરાત1 day ago

શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો

ગુજરાત1 day ago

હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો

ગુજરાત1 day ago

અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ

ગુજરાત1 day ago

મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ

ગુજરાત1 day ago

પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી કરતા વધુ 78 વેપારીઓ દંડાયા

Trending