Sports
ક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડોન બ્રેડમેનની 1947-48ની ભારત સામેની શ્રેણી દરમિયાન પહેરેલી બેગી ગ્રીન ટેસ્ટ કેપ હરાજીમાં 2.63 કરોડ રૂૂપિયા (479,700 ડોલર)માં વેચાઈ ગઈ. આ કેપ આ શ્રેણી દરમિયાન બ્રેડમેન દ્વારા પહેરવામાં આવતી એકમાત્ર બેગી ગ્રીન માનવામાં આવે છે, જેના કારણે આ વસ્તુ ખૂબ જ ઐતિહાસિક છે. જો કે 1947-48 શ્રેણીમાં બ્રેડમેનનું પ્રદર્શન અસાધારણથી ઓછું નહોતું.
ઘરની ધરતી પર તેની અંતિમ ટેસ્ટ શ્રેણીમાં, ઓસ્ટ્રેલિયન કેપ્ટને 178.75ની શ્રેષ્ઠ એવરેજથી માત્ર છ ઇનિંગ્સમાં 715 રન બનાવ્યા, જેમાં ત્રણ સદી અને એક બેવડી સદીનો સમાવેશ થાય છે
હરાજીનું સંચાલન બોનહેમ્સ ઓક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેમને આ કેપ એક દુર્લભ કલાકૃતિ ગણાવી અને બ્રેડમેનની શાનદાર કારકિર્દી સાથે સીધી રીતે જોડાયેલી છે. આ કેપને બ્રેડમેને ભારતીય ટૂર મેનેજર પંકજ પીટર કુમાર ગુપ્તાને ભેટમાં આપી હતી. હરાજી માત્ર 10 મિનિટ સુધી ચાલી, પરંતુ ઘણી બધી હાઇ બિડ્સ બાદ આ કેપ 390,000 ડોલરમાં વેચાઈ હતી. આ રકમ તેને અત્યાર સુધીમાં સૌથી મોંઘી ક્રિકેટ મેમોરેબિલિયા બનાવે છે.
ડોન બ્રેડમેનને સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવે છે. તેમણે 52 ટેસ્ટ મેચોમાં 6996 રન બનાવ્યા, જેમાં 29 સદી અને 13 અર્ધસદી પણ સામેલ છે. તેમનો 99.94નો એવરેજ આજ સુધીનો સૌથી વધુ છે. સૌથી લાંબા ફોર્મેટમાં, પ્રખ્યાત બેટ્સમેન સૌથી વધુ બેવડી સદી (12) અને સંયુક્ત રીતે સૌથી વધુ ટ્રિપલ સદી (2) ધરાવે છે. બ્રેડમેન માટે, બેગી ગ્રીન કારકિર્દીનું પ્રતિનિધિત્વ કરે છે જે ક્રિકેટના ઇતિહાસમાં અજોડ છે. તેની સર્વકાલીન સર્વોચ્ચ ટેસ્ટ બેટિંગ એવરેજ 99.94 એક કાયમી બેંચમાર્ક બની ગઈ છે. ડોન બ્રેડમેન, જેને ઘણીવાર ધ ડોન તરીકે ઓળખવામાં આવે છે, તેણે ક્રિકેટની દુનિયામાં એક અલગ છાપ છોડી છે. 2001માં 92 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
Sports
ફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલ
ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. હવે આવી જ ઘટના પ્રીમિયર લીગ ફૂટબોલ સ્ટાર માઈકલ એન્ટોનિયો સાથે બની છે. માઈકલ એન્ટોનિયોને એક ભયંકર કાર અકસ્માત થયો હતો, જેમાં તેની કારનો આગળનો ભાગ ઉડી ગયો હતો અને તે ખરાબ રીતે ઘાયલ પણ થયો હતો.
શનિવાર 7 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા સ્ટાર માઈકલ એન્ટોનિયોની હાલત હાલમાં સ્થિર છે, તેમને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, માઈકલ એન્ટોનિયોની કાર એપિંગ ફોરેસ્ટની કિનારે કોપીસ રો ખાતે અકસ્માતનો ભોગ બની હતી. તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી, ત્યારબાદ તે કારની અંદર ફસાઈ ગયો હતો. એન્ટોનિયો એક કલાકથી વધુ સમય સુધી કારમાં ફસાયેલો રહ્યો, ત્યારબાદ એક વ્યક્તિએ તેને જોયો અને તેની માહિતી હેલ્પલાઈન પર આપી. આ પછી તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
Sports
રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી છે. આ વર્ષે 2024માં ઘણા ક્રિકેટરોના ઘરે નવા મહેમાનોનું આગમન થયું હતું. આ વર્ષે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યા છે. બીજી વખત પિતા બનવાને કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો ન હતો, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. જેનું નામ અકાય છે.
વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા દ્વારા પુત્રના જન્મની જાહેરાત કરી હતી. તેમની પુત્રીનું નામ વામિકા છે. જેનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો.ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર સરફરાઝ ખાનની પત્ની રોમાના ઝહૂરે 21 ઓક્ટોબર, 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પુત્રના જન્મની જાહેરાત કરી હતી. સરફરાઝ ખાને તેના નવજાત બાળકનો પહેલો ફોટો પિતા નૌશાદ ખાન સાથે શેર કર્યો હતો. પાકિસ્તાની ક્રિકેટર શાહીન આફ્રિદી પણ આ વર્ષે એક પુત્રનો પિતા બન્યો છે. તેની પત્ની અંશા આફ્રિદીએ 24 ઓગસ્ટ 2024ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેઓએ પોતાના પુત્રનું નામ અલિયાર આફ્રિદી રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાને જીત તરફ લઈ જવા માટે ભારત સામે એડિલેડ ટેસ્ટમાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડની પત્ની જેસિકા ડેવિસે 4 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ દસ વિકેટે જીતી લીધી હતી.
Sports
શ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા
જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો
શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નવા વડા બન્યા છે. તેમણે વિદાય લઈ રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલમાં આઈસીસીના ચેરમેન જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો હતો. બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હતા પરંતુ 1લી ડિસેમ્બરે જય શાહે આઈસીસીના સૌથી યુવા ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યો હતો.
શાહે ત્રણ વર્ષ સુધી એસીસીના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. શ્રીલંકાના શમ્મી સિલ્વાને એસીસીમાં મહત્વનું પદ સૌપ્રથમ વખત નથી મળ્યું, અગાઉ પણ તેઓ સંસ્થામાં નાણાં તથા માર્કેટિંગ કમિટીના ચેરમેન હતા. સિલ્વાએ એસીસી તરફથી સંસ્થાને આટલા વર્ષો સુધી ઉત્કૃષ્ટ નેતૃત્વ તથા નોંધપાત્ર યોગદાન આપવા બદલ જય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
-
ધાર્મિક2 days ago
ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
-
આંતરરાષ્ટ્રીય2 days ago
દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું
-
ગુજરાત21 hours ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત21 hours ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત21 hours ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત21 hours ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત21 hours ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત21 hours ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ