ક્રાઇમ
થાઇલેન્ડથી સૌરાષ્ટ્રમાં હાઇબ્રીડ ગાંજો ઘુસાડવાનું ષડયંત્ર
અમદાવાદ એરપોર્ટ ઉપરથી રૂા.2.10 કરોડના ગાંજા સાથે જૂનાગઢ-જામનગરના ચાર સહિત સાત શખ્સો ઝડપાયા
એરપોર્ટના સ્કેનરમાં પકડાય નહીં તે માટે ગાંજો બેગના કુશનના રૂમાં છુપાવી દેતા, થાઇલેન્ડ ફરવા જતા યુવકોને બનાવ્યા શિકાર
થાઈલેન્ડ ફરવા ગયેલા યુવકોને રૂૂપિયાની લાલચ આપીને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ એરપોર્ટ પોલીસે એરપોર્ટ ટર્મિનલ-2ના ગેટ પાસેથી રૂૂ. 2.10 કરોડની કિંમતના 7.5 કિલો હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે જુનાગઢના ત્રણ અને જામનગરના શખ્સ ઉપરાંત એક મહિલા સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો કે ગાંજાની હેરાફેરીનું સમગ્ર નેટવર્ક ગોઠવનાર મુખ્ય આરોપી હજુ પોલીસની પકડથી બહાર છે. થાઇલેન્ડથી સૌરાષ્ટ્રમાં ગાંજો ઘુસાડવાના ષડયંત્રનો પડધા ફાશ થતા આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ડીસીપી ઝોન-4 ડો. કાનન દેસાઈ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી.ખાંભલાની ટીમને બાતમી મળી હતી કે થાઈલેન્ડથી આવી રહેલી ફ્લાઈટમાં કેટલાક શખ્સો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ માહિતીના આધારે વોચમાં બેઠેલી એરપોર્ટ પોલીસની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ના ગેટ પાસેથી હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે શોયેબ યુસુફભાઈ બિચારા (ઉ.22, રહે. જૂનાગઢ), અકીલ કોલાદ (ઉ.24, રહે. જૂનાગઢ), નદીમ અમરેલીયા (ઉ.28. રહે. જૂનાગઢ), મોહમંદ ફરહાન શેખ (ઉ.30, રહે. જામનગર), સહેજ તૈયબ મિયાણા (ઉ.34, રહે. જુહાપુરા, અમદાવાદ), મનીષા ખરાડી (ઉ.26, રહે. ગાંધીનગર પેથાપુર)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂૂ. 2.10 કરોડની કિંમતના 7.5 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગાંધીનગરના પેથાપુરની રહેવાસી મનિષા ખરાડી નામની યુવતી તેના પ્રેમી અશરફખાન ઉર્ફે સમીરના કહેવાથી થાઈલેન્ડની ટ્રીપ પરથી પાછા આવી રહેલા જામનગર અને જુનાગઢના યુવકોની બેગમાંનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ડીલેવરી કરવા માટે આપ્યો હતો. આ પ્રકરણમાં મુખ્ય આરોપી અશરફખાનને આ ગાંજો આપવાનો હતો આ સમગ્ર રેકટમાં પોલીસે અશરફખાનની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી સહેજ મિયાણા રિક્ષા ચલાવે છે, તેનું કામ એરપોર્ટ પરથી ગાંજાની બેગ બહાર લઈ જવાનું હતું, જ્યારે થાઈલેન્ડથી ફલાઈટ આવે ત્યારે મનિષા તેને બેગ આપે તે લઈને રિક્ષામાં નાખીને લઈ જતો હતો. આ ઉપરાંત તે થાઈલેન્ડ ગાંજાની હેરાફેરી માટે માણસો શોધવાનું કામ પણ કરતો હતો જેથી તેમની હેરાફેરી ચાલતી રહે.
અશરફખાન યુવકોને થાઇલેન્ડ ફરવાનો ખર્ચો આપી ગાંજાની હેરાફેરીનું નેટવર્ક ચલાવતો
મળતી માહિતી અનુસાર અશરફખાન થાઈલેન્ડ ફરવા જનારા તમામ લોકોનો રહેવા જમવા ફરવા અને અન્ય સુખસુવિધા ભોગવવા સહિતનો ખર્ચ ઉઠાવતો હતો. જ્યારે તેઓ ભારત આવવાના હોય ત્યારે તેમને એક બેગ આપવામાં આવતી હતી સાથે રૂૂ.10 હજાર પણ આપવામાં આવતા હતા. જેના બદલામાં તેમણે એક માત્ર બેગ લઈ જવાની રહેતી હતી જેમાં હાઈબ્રીડ ગાંજો ભરેલો હતો. એરપોર્ટ પર લગેજ સ્કેનરમાં બેગમાં રહેલો ગાંજો પકડાઈ જાય નહીં તેના માટે થઈને કુશનમાં રહેલા રૂૂમાં ગાંજો પ્લાસ્ટિકની થેલીમાં ઠસોઠસ પેક કરીને મૂકવામાં આવતો હતો. જેના લીધે એરપોર્ટ પર હેન્ડલ બેગ સ્કેન થાય પરંતુ ગાંજો હોવાની જાણ થાય નહીં અને તે તમામ હેન્ડલ બેગ મહિલા આરોપી મનીષા ખરાડી એરપોર્ટની બહારથી મેળવી લેતી હતી.
ક્રાઇમ
ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો
ફ્લિપકાર્ટની ફેશન આધારિત વેબસાઇટ Myntra કૌભાંડનો શિકાર બની છે. રિફંડ કૌભાંડને કારણે કંપનીને કરોડો રૂૂપિયાનું નુકસાન થયું છે. જો અહેવાલોનું માનીએ તો, છેતરપિંડી કરનારાઓએ કંપનીની રિટર્ન પોલિસીનો લાભ લઈને પ્લેટફોર્મ સાથે છેતરપિંડી કરી છે. કંપનીના ઓડિટમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
વાસ્તવમાં, સ્કેમર્સ મોટા ઓર્ડર આપતા હતા, જેની કિંમત ઘણી વધારે હતી. છેતરપિંડીનો ઉપયોગ બ્રાન્ડેડ શૂઝ, કપડાં અને એસેસરીઝ જેવી વસ્તુઓ જથ્થાબંધમાં ઓર્ડર કરવા માટે કરવામાં આવતો હતો. ઓર્ડર મળતાની સાથે જ છેતરપિંડી કરનારાઓ નકલી ફરિયાદ નોંધાવશે.
તેઓ નકલી ફરિયાદ કરીને રિફંડ લે છેઆ ફરિયાદો ઓર્ડર કરેલા માલની અછત, ખોટી વસ્તુઓની ડિલિવરી અથવા ડિલિવરી ન થવા અંગેની હતી. Myntra તેના ગ્રાહકોને ફરિયાદ કરવાની અને રિફંડનો દાવો કરવાની તક આપે છે. આમાં, ઓછી વસ્તુઓની ડિલિવરી, કલર મિસમેચ અથવા ખોટી વસ્તુઓ પ્રાપ્ત કરવા જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.
ફરિયાદ મળ્યા પછી, ઈ-કોમર્સ પ્લેટફોર્મ રિફંડની પ્રક્રિયા શરૂૂ કરે છે. રિપોર્ટ અનુસાર, દેશભરમાં અલગ-અલગ વિસ્તારોમાં આ પ્રકારના કૌભાંડોને કારણે કંપનીને 50 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. એકલા બેંગલુરુમાં, કંપનીએ 5529 નકલી ઓર્ડરની ઓળખ કરી છે, જેના કારણે તેને નુકસાન થયું છે.
આ કૌભાંડ વિશે ખુલાસો કરતાં પોલીસે કહ્યું કે ધારો કે કોઈ વ્યક્તિ 10 બ્રાન્ડેડ શૂઝનો ઓર્ડર આપે છે. જો પાર્સલ પ્રાપ્ત કર્યા પછી તે દાવો કરે છે કે તેને ફક્ત પાંચ જૂતા મળ્યા છે, તો તે અન્ય પાંચ જૂતા માટે રિફંડનો દાવો કરી શકે છે.
રિપોર્ટ અનુસાર રાજસ્થાનના જયપુરમાં આવી ગેંગ છેતરપિંડી કરી રહી છે. લગભગ તમામ છેતરપિંડીના ઓર્ડર જયપુરથી આપવામાં આવ્યા છે. છેતરપિંડી કરનારાઓએ બેંગલુરુ અને અન્ય મેટ્રોમાં ડિલિવરી એડ્રેસ આપ્યા હતા. આમાંથી કેટલાક ઓર્ડર ચાની દુકાનો, દરજીની દુકાનો અથવા સ્ટેશનરી સ્ટોર પર પહોંચાડવામાં આવ્યા હતા.
આવો જ બીજો કિસ્સો થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ગુજરાતના સુરતમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં ગુંડાઓએ મીશોને શિકાર બનાવી હતી. ઓર્ડર એન્ડ રિટર્ન દ્વારા કંપનીને રૂ.5.5 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.
ક્રાઇમ
સિવિલ હોસ્પિટલમાંથી સાઈકલ ચોરી કરતા 3 શખ્સો ઝડપાયા
સિકયુરિટીના સ્ટાફે પકડી પોલીસને સોંપ્યા
શહેરની સિવિલ હોસ્પિટલમાં વાહન ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા રહે છે ત્યારે આજે સિવિલમાં સાયકલ ચોરી કરવા આવેલા 3 શખ્સોને સિકયુરીટીના સ્ટાફે રંગે હાથ ઝડપી લઇ પોલીસ હવાલે કરતા પ્રનગર પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગના પાર્કિંગ પાસે 3 અજાણ્યા શખ્સો સાયકલ ચોરી કરીને જતા હોય દરમિયાન સિકયુરીટી ગાર્ડ અફઝલ મકરાણીના ધ્યાને આવતા તેણે સિકયુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાને જાણ કરતા સિકયુરીટી સ્ફાટે તાત્કાલીક દોડી જઇ સાયકલ ચોરી કરી ભાગતા ત્રણેય શખ્સોને ઝડપી લઇ સિવિલ ચોકીમાં લઇ ગયા હતા. આ અંગે જાણ થતા પ્રનગર પીઆઇ ઝણકાટ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને સાયકલ ચોરી કરનાર ત્રણેય શખ્સોને પકડી પ્રનગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
ક્રાઇમ
ચીટર ટોળકીએ 17 બોગસ દસ્તાવેજ બનાવ્યાની શંકા
સબ રજિસ્ટાર ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે અને આ કામગીરી સબ રજિસ્ટ્રારની અંડરમાં થતી હોય છે. તેવા સમયે રજિસ્ટ્રાર ખાચર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મૌખીક માહિતી આપી હતી કે તેમની કચેરીમાં કામ કરતા તેમના જ કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે તેવી શંકા છે.
તેમજ અંદાજે લગભગ 17 જેટલા દસ્તાવેજો બોગસ બનાવવામાં આવ્યા હોય તેવી શંકા દર્શાવી છે. જેથી આ અરજીના આધારે પ્રધ્યુમનનગર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસને આધારે પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ તેમજ સેક્ધડ પીઆઇ પીયુષ ડોબરીયા, ડી સ્ટાફના પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, વિમલભાઇ ધાણજા, જયેન્દ્રસિંહ પરમાર, કનુભાઇ ભમ્મર અને અન્ય પોલીસ સ્ટાફ સહિતનો કાફલો રાતભર આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા માટે કામે લાગી ગયો હતો. તેમજ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતની ટોળકીને ઉઠાવી લઇ તેમની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ પકડાયેલા કોઇ પણ શકમંદ વ્યકિતઓ પુછપરછમાં પોલીસને સહકાર આપી રહયા નહી હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. પ્રનગર પોલીસ દ્વારા અર્જુન ઝાલા, જયદીપ ઝાલા અને જયેશ નામના ત્રણ કર્મચારીઓને સકંજામાં લઇ પ્રનગર પોલીસ મથકની અલગ અલગ ટીમો દ્વારા પુછપરછ કરી પુરાવા એકત્રીત કરવામાં આવી રહયા છે.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે આ બોગસ દસ્તાવેજ ઉભા કરનાર ટોળકી દ્વારા અંદાજીત પચીસેક વર્ષ જુની મઘરવાડાની કરોડોની કિંમતની જૂની શરતમાં બનાવવામાં આવેલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે. કે જે જમીનના વારસદારો કોઇ છે નહી અને જમીન માલિક અવસાન પામ્યા છે. આવી જમીનોના બોગસ દસ્તાવેજો બની ચુકયા છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ અમુક જમીનોના દસ્તાવેજો સાથે છેડછાડ કરી હોવાની શંકા પણ સેવાઇ રહી છે.
ડેટા ઓપરેટરો જયારે કામ પર આવે ત્યારે તેઓની આઇડી મારફત કામગીરી થતી હોય છે. આ ઘટના મામલે હાલ પ્રધ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટ અને પીઆઇ પીયુષ ડોબરીયાની રાહબરીમાં તમામ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ રાત સુધીમા ગુનો નોંધાય તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબ લોકોની જમીન હાથમાંથી ન સરકી જાય તે માટે સરકારે નવા-નવા કાયદાઓ અને નિયમો ઘડયા છે.
તેના થકી બોગસ દસ્તાવેજનું ચલણ ઘટયું છે. પરંતુ અંદરના જ કર્મચારીઓ જયારે ફૂટી જાય ત્યારે કૌભાંડીને જમીન પચાવવામાં અને બોગસ દસ્તાવેજ બનાવવામાં મોકળુ મેદાન મળી જાય છે.
કૌભાંડ છતુ થતા ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટર હર્ષ સોની ફરાર
સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડનો પરપોટો ફૂટયો છે ત્યારે કહેવાય છે કે જૂની કલેકટર કચેરી સ્થિત આ ઓફિસમાં ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટ હર્ષ સોની ધરાવે છે. તે વર્ષોથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરે છે. જેથી કૌભાંડ ગમે ત્યારે બહાર આવવાની જાણ તેમને અગાઉથી થઇ જતા પોતે ભુર્ગભમાં ઉતરી ગયો હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ