Connect with us

સૌરાષ્ટ્ર

કાલાવડના આણંદપર ગામે ખેડૂતના ઘરમાંથી રૂા.95 લાખની રોકડ ચોરી

Published

on

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા દીપકભાઈ જેસડીયા નામના ખેડૂતના ઘરે 95 લાખ રૂૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ખેડૂતે તેમની જમીનનું વેચાણ કર્યું હતું જેમાં તેમને 2 કરોડ રૂૂપિયા રોકડા મળ્યા હતા, તેમાંથી 95 લાખ રૂૂપિયાની ચોરી થઈ છે. ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ ગયા હતા ઘરે આવતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા પૈસાની ચોરી થવાની જાણ થઇ હતી.
બંધ મકાનનો લાભ લઇ ચોરોએ ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે. ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના વિશે ડીવાયએસપી જયવિર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગઇકાલે બપોરે 2.30થી 7 વાગ્યા દરમિયાન એક ચોરીની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદ દીપકભાઇ જેસડીયાના ઘરે અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે પડેલી રોકડ રકમ આશરે 95 લાખ રૂૂપિયાની ચોરી થઇ છે. જેની ફરિયાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે સમગ્ર વિસ્તારમાં તપાસ ચાલું છે. જેટલા પણ હિસ્ટ્રીશીટર કે શકમંદ છે તેમને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.
તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી દ્વારા તાજેતરમાં જ કોઇ જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં કટકે-કટકે તેમની પાસે આ રૂૂપિયા આવ્યા હતા.

ગુજરાત

દશામાના વ્રત દરમિયાન ઢોંગી ભૂઈમાથી ચેતવા જાથાની અપીલ

Published

on

By

વિજ્ઞાનને કારણે અવતારો, ચમત્કારોથી દૂર રહેવા, મૂર્તિઓ પીવાના પાણીમાં ન પધરાવવા અનુરોધ

આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તા. પ મી ઓગસ્ટથી 1પ મી ઓગસ્ટ સુધી આ2ાધ્ય દેવી દશામાઁના વ્રતનો પ્રા2ંભ, પૂજન, અર્ચન મહિમા અનેક 2ીતે ઉજવણી પ્રદેશ પ્રમાણે ક2વામાં આવે છે. દશામાઁના વ્રતનું ગૌ2વ, ધાર્મિક અનુસ2ણ પ્રમાણે વિધિ-વિધાન થાય, ઉજવણી શ્રદ્ઘા પ્રમાણે થાય તેનો કદી પણ વિ2ોધ હોય શકે નહીં. સૌને આદ2, વંદન માતાજી ત2ફ હોય તે સ્વાભાવિક છે. પ2ંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાઁના વ્રત દ2મ્યાન અમુક લેભાગુઓ, ભુવા-ભા2ાડી, ભૂઈમા, તક્સાધુઓ, ચમત્કાિ2કો શ્રદ્ઘાના માહોલમાં યુક્,િ પ્રયુક્,િ ચમત્કા2ો ક2ી છેત2પિંડી ક2ે છે તેનો વર્ષોનો અનુભવ હોય ભા2ત જન વિજ્ઞાન જાથાની 2ાજય કચે2ી સખ્ત શબ્દોમાં વખોડી વિ2ોધ ક2ી ધૂણતી ઢોંગી ભૂઈમાંથી સાવધાન 2હેવા અપીલ ક2વામાં આવી છે.


જાથાના 2ાજય ચે2મેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સોમવા2થી દશામાઁના વ્રતનો પ્રા2ંભ થાય છે. દેશમાં શ્રદ્ઘાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવવો સૌ નાગિ2કોને અબાધિત અધિકા2 છે. વ્રતના સ્થાપન-પુર્ણાહુતિએ શ્રદ્ઘાળુઓએ આ2ોગ્યની જાળવણી 2ાખવી સૌના હિતમાં છે. કહેવાતા ચમત્કા2ો – પ2ચાઓ વિજ્ઞાનને કા2ણે ગાયબ થઈ ગયા છે. સાદગીથી મેટ્રો શહે2માં અમુક વિસ્તા2માં આજે પણ ધાર્મિક ઉન્માદ જોવા મળે છે તેમાં જાથા વિવેકથી કામગી2ી ક2ે છે. તા. 1પ મી ઓગસ્ટે જાગ2ણના દિવસે મૂર્તિના વિસર્જન સ્થળે પૂજન-અર્ચન ક2ેલ દશામાઁની મૂર્તિની અવદશા દયનીય જોવા મળે છે તેમાં ફે2ફા2 ક2વો અતિ જરૂ2ી છે. પીવાના પાણીમાં કદી પણ મૂર્તિનું વિસર્જન ન કરવા અનુરોધ કરાયો છે.


વધુમાં જાથાના પંડયાએ જણાવ્યું કે આ વ્રત દ2મ્યાન બનાવટી, અતાર્કિક, ચમત્કાિ2ક યુટયુબ ઉપ2 થતી ચમત્કાિ2ક કથાઓ અને વાર્તાઓ, પત્રિકાઓ, પુસ્તિકાઓ, ફિલ્મો હેતુપૂર્વક બહા2 પાડી દર્શાવીને ભ્રમીત ક2ીને પ્રચા2 અને વેચાણ ક2વામાં આવે છે. વાસ્તવમાં દશામાના નામે છેત2પિંડી જ છે. શ્રદ્ઘાના માહોલમાં છેત2પિંડીનું કા2સ્તાન છે. દેશભ2માં શ્રાવણ માસથી કાર્તિક માસ સુધી અવનવા ભ્રામક ચમત્કા2ોનું સર્જન ક2ી લૂંટ ક2વામાં આવે છે.

જાથાના સદસ્યો નાથાભાઈ પીપળીયા, પ્રમોદભાઈ પંડયા, દિનેશભાઈ હુંબલ, નિર્મળ
મેત્રા, નિર્ભય જોશી, વિનોદભાઈ વામજા, 2ાજુભાઈ યાદવ, ભક્બિેન 2ાજગો2, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા અને શાખાઓના કાર્યક2ો સંકલન ક2ી શ્રધ્ધાની આડમાં છેત2ાય નહિ તે સંબંધી જાગૃતિ ફેલાવશે. 2ાજયમાં દશામાના વ્રત દ2મ્યાન ધૂણીને ઢોંગ ક2તી ભ્રામક પ્રચા2 ક2તી ભૂઈમાઓ વિશે માહિતી મો. 982પ2 16689 ઉપ2 સંપર્ક ક2વા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલ દ્વારા અનુરોધ કરાયો છે.

ભૂઈમાની તપાસ માટે તપાસ સમિતિઓ બનાવાઈ

2ાજયમાં સોમવા2થી વ્રતની શરૂઆત હોય જિલ્લા 2ાજકોટ, અમદાવાદ, ગાંધીનગ2, મહેસાણા, પાટણ, પાલનપુ2, ખેડા, આણંદ, નડિયાદ, વડોદ2ા, ભરૂચ, અંકલેશ્વ2, સુ2ત, નવસા2ી, વલસાડ, વાપી, 2ાજપીપળા, હિંમતનગ2, છોટાઉદેપુ2, મોડાસા, દાહોદ, પંચમહાલ, મહિસાગ2, કચ્છ, સુ2ેન્નગ2, મો2બી, અમ2ેલી, બોટાદ, ભાવનગ2, ગિ2 સોમનાથ, જુનાગઢ, પો2બંદ2, દેવભૂમિ ા2કા, જામનગ2, જિલ્લા-તાલુકા મથકોએ કાર્યવાહક કમિટી બનાવી છે તેને વડી કચે2ી તપાસ ક2ીને જ સ્થળ ઉપ2 ઢોંગી ભૂઈના પાસે મોકલાવામાં આવશે. ધાર્મિક વ્રતમાં કોઈપણ પ્રકા2નો જાથા વિક્ષ્ોપ ક2તું નથી. શ્રદ્ઘાળુઓની લાગણીને ધ્યાનમાં 2ાખવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

જસદણના ખડવાવડી ગામે દારૂનું કટિંગ ચાલુ હતું ત્યારે પોલીસ ત્રાટકી : બે શખ્સો ઝડપાયા

Published

on

By


રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓએ ફરી માથુ ઉચક્યું છે. શ્રાવણમાસના તહેવારો નજીક આવી રહ્યા છે.
ત્યારે બહારના રાજ્યમાંથી મોટાપાયે દારૂનો જથ્થો મગાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે જસદણના ખડવાવડી ગામની સીમમાં સરકારી ખરાબામાં વિેદેશી દારૂનું કટીંગ ચાલતુ હોવાની બાતમી પરથી ભાડલા પોલીસે દરોડો પાડી 1 લાખની કિંમતનો વિદેશી દારૂ, બીયર અને કાર મળી કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઈ નાશી ગયો હતો.


જસદણના ખડવાવડી ગામે સરકારી ખરાબામાં ચાલતા દારૂના કટીંગ પર મોડીરાત્રે પોલીસે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની 1,00,800ની કિંમતની 846 બોટલ વિદેશી દારૂ, 4,800ની કિંમતની 48 બિયર અને મારૂતિકાર અને ત્રણ મોબાઈલફોન મળી 1.69.600ના મુદ્દામાલ સાથે ખડવાવડી ગામના પ્રકાશ વાઘજી મકવાણા, સંદીપ રવજી મકવાણાની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે કિરણ કલાભાઈ મકવાણા અંધારાનો લાભ લઈ નાશી છુટ્યો હતો.


જેતપુરના રૂપાવટી રોડ ઉપર આવેલ ત્રાકુડિયાપરા વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે મકાનમાં છાપો મારી રૂા. 41,840ની કિંમતની 69 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલફોન સહિત હાર્દિક જયંતિભાઈ ગોહિલની એલસીબીએ ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે મુદ્દે પુછપરછ હાથ ધરી છે.

Continue Reading

કચ્છ

કચ્છ જેલમાં પીધેલા પકડાયેલા બૂટલેગરને રાજકોટ જેલમાં ખસેડાયો

Published

on

By

ભચાઉ પાસે પોલીસની હત્યાના પ્રયાસમાં પોલીસે બૂટલેગર યુવરાજસિંહ જાડેજાને ગળપાદર જેલમાં ધકેલ્યો હતો

કચ્છની ગળપાદર જેલમાં પોલીસના છાપા દરમ્યાન છ શખ્સ પીધેલા મળ્યા હતા.આ બનાવ બાદ આ બુટલેગરની રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.ભચાઉથી થોડે દૂર પોલીસ ઉપર ગાડી ચડાવી મારી નાખવાની કોશિશના પ્રકરણમાં પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે સી.આઇ.ડી. ક્રાઇમમાંથી બાદમાં ફરજમોકૂફ કરાયેલા નીતા ચૌધરીને પકડી પાડયો હતો. આ બનાવમાં બુટલેગરને ગળપાદર જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં શનિવાર-રવિવારની રાત્રે પોલીસવડા સાગર બાગમારની આગેવાની હેઠળ પોલીસે આશ્ચર્યજનક રીતે છાપો માર્યો હતો. ગળપાદર જેલમાં બુટલેગર યુવરાજના ઠાઠ જોવા મળ્યા હતા. આ કાર્યવાહી અંગે પોલીસે તમામ વિરુદ્ધ અલાયદા ગુના દાખલ કર્યા હતા.

આ બનાવ બાદ ગળપાદર જિલ્લા જેલના અધિકારી સહિત પાંચ કર્મચારીને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા. દરમ્યાન પોલીસ અને તંત્રએ કડક વલણ અપનાવ્યું હોય તેમ બુટલેગર યુવરાજસિંહની ગળપાદર જેલથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરી હતી તેમજ જેલમાં પીધેલા પકડાયેલા અન્યોને પણ અન્યત્ર ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Continue Reading

Trending