સૌરાષ્ટ્ર

કાલાવડના આણંદપર ગામે ખેડૂતના ઘરમાંથી રૂા.95 લાખની રોકડ ચોરી

Published

on

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે રહેતા દીપકભાઈ જેસડીયા નામના ખેડૂતના ઘરે 95 લાખ રૂૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ખેડૂતે તેમની જમીનનું વેચાણ કર્યું હતું જેમાં તેમને 2 કરોડ રૂૂપિયા રોકડા મળ્યા હતા, તેમાંથી 95 લાખ રૂૂપિયાની ચોરી થઈ છે. ખેડૂત પરિવાર સગાઇના પ્રસંગે રાજકોટ ગયા હતા ઘરે આવતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો. તપાસ કરતા ઘરના કબાટમાં રાખેલા પૈસાની ચોરી થવાની જાણ થઇ હતી.
બંધ મકાનનો લાભ લઇ ચોરોએ ચોરીને ઘટનાને અંજામ આપ્યો છે. ખેડૂત દ્વારા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
આ ઘટના વિશે ડીવાયએસપી જયવિર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે ગઇકાલે બપોરે 2.30થી 7 વાગ્યા દરમિયાન એક ચોરીની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદ દીપકભાઇ જેસડીયાના ઘરે અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે પડેલી રોકડ રકમ આશરે 95 લાખ રૂૂપિયાની ચોરી થઇ છે. જેની ફરિયાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસમાં દાખલ કરવામાં આવી છે. આ બાબતે સમગ્ર વિસ્તારમાં તપાસ ચાલું છે. જેટલા પણ હિસ્ટ્રીશીટર કે શકમંદ છે તેમને રાઉન્ડઅપ કરી પૂછપરછ ચાલું છે.
તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે ફરિયાદી દ્વારા તાજેતરમાં જ કોઇ જમીનનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં કટકે-કટકે તેમની પાસે આ રૂૂપિયા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version