ગુજરાત
લોકોના વિરોધ બાદ હવે રેસકોર્સમાં બનશે બોક્સ ક્રિકેટ
મહાનગરપાલિકાએ પરંપરા જાળવી, આવતી કાલે સંવત વર્ષની છેલ્લી સ્ટેન્ડિંગ, 49 દરખાસ્ત થશે મંજૂર
મહાનગરપાલિકા તહેવારોની પરંપરા જાળવી રાખે છે. શહેરીજનો માટે તહેવારો દરમિયાન અનેક આયોજનો થતાં હોય છે. તેમ સવંતવર્ષના ધન તેરસના દિવસે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બોલવાવાની પરંપરા આ વખતે તેને જાળવી રાખી આવતી કાલે સેન્ટ્રલઝોન કચેરી ખાતે સ્ટેનડીંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 49 દરખાસ્ત રજૂ થયેલ છે. જે પૈકી શહેરમાં અલગ અલગ સ્થળે બોક્સ ક્રિકેટ બનાવવાનો વિરોધ થતાં હવે કોર્પોરેશન દ્વારા રેસકોર્સમાં સ્વીમીંગ પુલની સામે 32 લાખના ખર્ચે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે રોડ-રસ્તા, ડીઆઈ પાઈપલાઈન, આંગણવાડીસહિતની દરખાસ્તો આવતી કાલે મંજુર કરવામાં આવશે.
આવતી કાલની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં 49 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં રેસકોર્સ સંકુલમાં સ્વીમીંગ પુલની સામે રૂા. 32 લાખના ખર્ચે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેડક રોડ અને સાધુ વાસવાણી રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા અગાઉ બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ પરંતુ આજુબાજુના રહેવાસીઓ દ્વારા બોક્સ ક્રિકેટમાં ન્યુસન્સ ફેલાય છે. જેના લીધે મહિલાઓને મુશ્કેલી ઉભી થસે. તેવુ જણાવીતેનો વિરોધ થતાં બન્ને બોક્સ ક્રિકેટ પ્રોજેક્ટ પડતા મુકવામાં આવ્યા હતાં. અને હવે રેસકોર્સ ખાતે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેવી જ રીતે પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સ તથા સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવવા તથા શહેરમાંથી ઉત્પન થતાં ઓર્ગેનિક વેસ્ટને પ્રોસેસીંગ કરી સીએનજી પ્લાન્ટ બનાવવાના કામમાં કોનટ્રાક્ટ અપાયેલ છે જે એજન્સીના નામમાં ફેરફાર કરવા તથા અલગ અલગ વોર્ડમાં ટીપરવાન મારફતે કચરો તેમજ વોકળાનો ગારને ટ્રાન્સફર કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
લક્ષ્મીવાડીમાં બનશે નવી આંગણવાડી
મહાનગરપાલિકા દ્વારા નવા તથા જૂના વિસ્તારોમાં આંગણવાડીનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શહેરના વોર્ડ નં. 14માં લક્ષ્મીવાડી શેરી નં. 16 તથા શેરી નં. 7ના ખુણા સામે આવેલ લક્ષ્મીવાડી ક્વાર્ટસની જગ્યામાં આંગણવાડી બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રૂા. 26.81 લાખના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવશે.
કણકોટ રોડ પર પેવર કામ અને સેન્ટ્રલ ડિવાઈડરનું કામ થશે
સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં. 11માં આવેલ કણકોટ રોડ તથા પાળ રોડ પર સેન્ટ્રલ લાઈન ડીવાઈડર નાખવા અંગેની ખર્ચની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ અંગે ઈજનેરના જણાવ્યા મુજબ પાળ રોળનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. જ્યારે બે માસ બાદ કણકોટ રોડ પર 24 મીટરનો પેવર રોડ તૈયાર કરી બન્ને રોડ ઉપર સેન્ટ્રલ ડિવાઈડર નાખી ફોરલેન રોડ શરૂ કરવામાં આવશે.
નાયબ કમિશનરની ખર્ચની સત્તા ડબલ કરાઈ
મહાનગરપાલિકાના નાના-મોટા કામો કે જેના ટેન્ડર કરવામાં મુશ્કેલીઓ સર્જાતી હોય છે. આથી નાયબ કમિશનરને પાંચ લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા આપવામાં અવાી છે. પરંતુ શહેરનો વ્યાપ વધતા અને નાના મોટા કામો વધુ માત્રામાં થતાં હોય નાયબ કમિશનરની ખર્ચની સત્તા વધારવાનો નિર્ણય લેવામાં આવેલ જે અંતર્ગત હવેથી નાયબ કમિશનરને રૂા. 10 લાખ સુધીના ખર્ચ અને કરાર કરવાની સત્તા આપવામાં આવશે. જેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે.
મોરારિબાપુની કથામાં આવનાર મહેમાનોને આવાસ ફાળવાશે
સદભાવના આશ્રમ પૂ.મોરારીબાપુના મુખેથી વૈશ્વિક રામકથા માટે બહારગામથી આવતા ભકતજનો તથા મહેમાનોના નિવાસ માટે સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ વીર તાત્યા ટોપે આવાસ યોજનાના ખાલી પડેલ આવાસો ફાળવવામાં આવશે. તેમજ તેમને જરૂરી તમામ સુવિધાઓ પુરીપાડવામાં આવશે. જેના ખર્ચની દરખાસ્ત અને મંજુરીની દરખાસ્ત સ્ટેન્ડીંગમા રજૂ કરવામાં આવી છે.
53.82 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન, બ્રિજ, નવા રોડ બનશે
શહેરના છેવાડાના વિસ્તારોમાં વિકાસના કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા વર્ષ 2024-25માં રૂા. 53.82 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત સાત પ્રોજેક્ટ શરૂ કરવામાં હોય તેની દરખાસ્ત મંજુર કરી મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને રજૂ કરવામાં આવશે. ઉપરોક્ત ગ્રાન્ટમાંથી વોર્ડ નં.-9માં મુંજકામાં આર્ષ વિદ્યા મંદિર પાસે વોંકળા પર નવો બ્રીજ બનાવવાનું કામ. (ફેઝ -1), વોર્ડ નં.-9માં મુંજકા પોલીસ સ્ટેશન થી આગળ વોંકળા પર બ્રીજ બનાવવાનું કામ. (ફેઝ -1), રીંગ રોડ 2- ડેવલપમેન્ટ કરવાનું કામ. (ઘંટેશ્વર જંકશન થી કણકોટ રોડ જંકશન સુધી ) (ફેઝ -2), વોર્ડ નં.-9માં મુંજકા ગામ (ગેઇટ) થી નવો 150 ફુટ રીંગ રોડ સુધી (20.00 મી. રોડ) નવો રોડ બનાવવાનું કામ. (ફેઇઝ-1), વોર્ડ નં 11માં કટારીયા ચોકડી પર ફાયર સ્ટેશન બનાવવાનું કામ ફેઇઝ 1), વોર્ડ નં.-9માં મુંજકા વિસ્તારમાં અલગ-અલગ ડાયા મીટરની ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું કામ. (ફેઇઝ-ર), વોર્ડ નં-18માં રીધ્ધી સિધ્ધી સોસાયટી નાલાથી સ્વાતી સોસાયટી સુધી 24 મી. રોડ ડેવલપ કરવાનું કામ કરવામાં આવશે.
તંત્ર જાગ્યું: ઢોરપકડ પાર્ટીના કર્મચારીઓનો વીમો ઉતરાવાશે
મહાનગરપાલિકાના સૌથી વધુ સેન્સેટીવ વિભાગ પ્રાણી રંજાળ, અંકુશ વિભાગના કર્મચારીઓને હવે વીમા સુરક્ષાકવચ પુરુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિભાગનાસ્ટાફ દ્વારા શહેરભરથી રખડતા ઢોર પકડવા તથા શ્ર્વાન વ્યંધીકરણ સહિતના કામ કરવામાં આવતા હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી ઢોર પકડવાની કામગીરી દરમિયાન અવાર નવાર લોકો દદ્વારા હુમલા કરી ઈજા પહોંચતી હોવાના બનાવો બન્યા છે. તેવી જ રીતે પશુ પકડવાની કામગીરી દરમિયાન પણ પશુઓના કારણે ઈજા થવાનો ભય રહેતો હોય મનપાએ હવે તમામ વેનેટરી ઓફિસરી (1), લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટર (14), એન્ક્રચેમેન્ટ રીમુવલ ઓફિસર (3), ડ્રાઈવર (2), મજુરો 39), ડબાપગી (1) સહિતના 60 કર્મચારીઓ માટે હવે ઓરિએન્ટલ તેમજ ન્યુ ઈન્ડિયા અને યુનાઈટેડ ઈન્ડિયા પાસેથી વિમા કવચલેવામાં આવશે.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ