રાષ્ટ્રીય
ભાજપ માટે ઝારખંડમાં ચમત્કાર શકય, મહારાષ્ટ્રમાં આશા ધૂંધળી
અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત ટાળી હતી. હવે બંને રાજ્યોમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી થતાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. બલ્કે પંચે જાહેરાત કરવી પડી છે કેમ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે અને ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થાય છે.
આ સંજોગોમાં ઝારખંડમાં ચૂંટણી પંચ પાસે બે મહિના જેટલો સમય છે પણ મહારાષ્ટ્રમાં રાહ જોઈ શકાય તેમ નથી એટલે ચૂંટણી પંચે મંગળવારે બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નાખી. ચૂંટણી પંચે 14 રાજ્યોની 48 વિધાનસભા અને 3 લોકસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી નાખી છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે.
મહારાષ્ટ્રમાં છેલ્લા બે વખત એટલે કે 2014 અને 2019માં એક તબક્કામાં જ ચૂંટણી યોજાઈ હતી કેમ કે મહારાષ્ટ્ર શાંત રાજ્ય છે અને ચૂંટણી દરમિયાન હિંસાનો ટ્રેક રેકોર્ડ નથી. 2014માં તમામ 288 બેઠક માટે 15 ઓક્ટોબરે મતદાન થયું હતું જ્યારે 2019માં એક તબક્કામાં 30 નવેમ્બરે મતદાન થયું હતું. તેનાથી વિપરીત ઝારખંડમાં ચૂંટણી વખતે હિંસા ના થાય તો જ નવાઈ એવી હાલત છે.
ઝારખંડમાં તો ચૂંટણી ધૂમધડાકાભેર જ થાય છે. રાજકીય રીતે મહારાષ્ટ્ર અને ઝારખંડ એ બંનેમાં વિધાનસભા ચૂંટણી અત્યંત મહત્ત્વની છે અને ભાજપ તથા કોંગ્રેસ એ બંને રાજકીય પક્ષો માટે નિર્ણાયક છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ના મેળવી શક્યો પણ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે. હરિયાણામાં ભાજપ 48 બેઠક જીતીને સળંગ ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યો છે. હરિયાણામાં અત્યાર સુધી કોઈપણ રાજકીય પક્ષે સતત ત્રણ વખત સરકાર બનાવી નથી. હરિયાણામાં ભાજપન જીતની આશા નહોતી છતાં ભાજપ જીતી ગયો એ મોટી વાત છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે જીત મેળવી છે અને ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સને ગઠબંધનને 48 બેઠક મળી હતી. 15 વર્ષ પહેલાં 2009માં પણ કોંગ્રેસ અને એનસી ગઠબંધનની સરકાર બની હતી.
ત્યારે ઓમર 38 વર્ષના હતા અને રાજ્યના સૌથી યુવા મુખ્ય પ્રધાન બન્યા હતા. આ વખતે ભાજપ સરકાર ના રચી શક્યો પણ તેનો દેખાવ ખરાબ નથી. ભાજપે 29 બેઠક જીતીને પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે. જો કે મહારાષ્ટ્ર અને ઝારખંડ ભાજપ માટે વધારે મહત્ત્વનાં છે. મહારાષ્ટ્ર તો ઉત્તર પ્રદેશ પછી દેશનું બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે જ્યારે મહારાષ્ટ્રમાં 48 બેઠકો છે એ જોતાં રાજકીય રીતે તો મહારાષ્ટ્ર મહત્ત્વનું છે જ પણ દેશનું કોર્પોરેટ કેપિટલ હોવાથી સૌથી વધારે ચૂંટણી ફંડ મળે છે તેથી મહારાષ્ટ્રમાં સત્તા હોય તેને ઘી-કેળાં થઈ જાય. આ કારણે પણ ભાજપ માટે મહારાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે. મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી ઈન્ડિયા ગઠબંધનને 30 અને એનડીએને 17 બેઠક મળી હતી, જેમાં ભાજપને 9, શિવસેનાને 7 અને એનસીપીને માત્ર 1 સીટ મળી છે. ભાજપને કુલ 23 બેઠકનું નુકસાન થયું. 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 41 બેઠક મળી હતી. 2014માં આ આંકડો 42 હતો એ જોતાં 2024માં ભાજપને અડધા કરતાં પણ
રાષ્ટ્રીય
42 દિવસના બદલે 3 વર્ષે મુકામે પહોંચી ટ્રેન
રેલવેને હજુ પણ ખબર નથી કે ગુડસ ટ્રેન આટલા લાંબા સમય સુધી કયાં હતી: સરકારે અહેવાલને રદિયો આપ્યો
ભારતીય રેલવે મોડેથી ચાલતું હોય એ સામાન્ય વાત છે, ઠંડીના દિવસોમાં આ સમય ક્યારેક 12 થી 24 કલાક સુધી લંબાય છે. જે અંતર 2-3 કલાકમાં કાપવું જોઈએ તે ટ્રેન શિયાળામાં 6-7 કલાકમાં કાપે છે. કેટલીકવાર તે તેના કરતાં પણ વધુ સમય લે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી મોડી આવતી ટ્રેન કઈ છે? આ ટ્રેને તેની મુસાફરી 42 કલાકમાં પૂર્ણ કરવાની હતી, પરંતુ તેને ગંતવ્ય સ્થાને પહોંચવામાં 3 વર્ષથી વધુ સમય લાગ્યો!
આ ઘટના વર્ષ 2014ની છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી ઉત્તર પ્રદેશના બસ્તી સુધી એક માલસામાન ટ્રેને મુસાફરી કરવાની હતી. પરંતુ આ ટ્રેન લગભગ 4 વર્ષ મોડી પડી હતી.
આમ તો આ રસ્તો 42 કલાકમાં પૂર્ણ થાય છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ સૌથી મોડી પડેલી ટ્રેન છે. અહેવાલો અનુસાર, આ માલસામાન ટ્રેનને બસ્તી પહોંચવામાં 3 વર્ષ, 8 મહિના અને 7 દિવસનો સમય લાગ્યો હતો. જો કે સરકારે ખુલાસો કર્યો છે કે માલસામાનની હેરફેરમાં આટલો લાંબો સમય કયારેય લાગ્યો નથી.
બન્યું એવું કે, કોલોનીમાં રામચંદ્ર ગુપ્તા નામના એક વેપારી હતા. 2014 માં, તેમણે તેમના વ્યવસાય માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડ, વિશાખાપટ્ટનમ પાસેથી ડી એમોનિયમ ફોસ્ફેટ મંગાવ્યો હતો. આ વસ્તુની કિંમત લગભગ 14 લાખ રૂૂપિયા હતી.
10 નવેમ્બર 2014ના રોજ માલસામાનની ટ્રેનમાં 1316 બોરીઓ ભરવામાં આવી હતી. ટ્રેન સમયસર સ્ટેશનેથી નીકળી. પરંતુ પછી એટલું મોડું થઈ ગયું કે તે 3 વર્ષ અને 8 મહિના પછી એટલે કે 25 જુલાઈ 2018ના રોજ ઉત્તર પ્રદેશના બસ્તી પહોંચ્યું.
આ જાણીને રેલવે કર્મચારીઓ અને અન્ય સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. ટ્રેન 42 કલાકમાં મુસાફરી પૂરી કરવાની હતી. નવેમ્બર 2014માં જ્યારે ટ્રેન બસ્તી ન પહોંચી ત્યારે રામચંદ્ર ગુપ્તાએ રેલવેનો સંપર્ક કર્યો અને અનેક લેખિત ફરિયાદો નોંધાવી. પરંતુ વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. પરંતુ પાછળથી ખબર પડી કે ટ્રેન રસ્તામાં જ ગાયબ થઈ ગઈ અને પોતાનો રસ્તો ભૂલી ગઈ.
ખાતર 3 વર્ષમાં ખરાબ થઈ ગયું
અહેવાલ મુજબ, નોર્થ ઈસ્ટર્ન રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી સંજય યાદવે કહ્યું હતું કે, જ્યારે કોઈ કોચ અથવા બોગીને મુસાફરી માટે અયોગ્ય માનવામાં આવે છે, ત્યારે તેને યાર્ડમાં મોકલવામાં આવે છે. એવું લાગે છે કે કદાચ આ ટ્રેન સાથે પણ એવું જ બન્યું હશે, તે લાંબા સમયથી કોઈક યાર્ડમાં ઊભી રહી હશે. તપાસ કર્યા બાદ જ ટ્રેન બસ્તી સ્ટેશન પહોંચી. જોકે, ટ્રેન ક્યાં મોડી પડી અને આટલો લાંબો સમય ક્યાં હતી તે અંગે કંઈ જાણી શકાયું નથી. આટલી લાંબી રાહ જોયા બાદ તે ખાતર 3 વર્ષમાં ખરાબ થઈ ગયું હતું.
રાષ્ટ્રીય
દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડવા કેજરીવાલનો પુનરોચ્ચાર
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે. કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકાત પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.
આ પહેલા સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સિવાય ઈન્ડિયા એલાયન્સની કેટલીક અન્ય પાર્ટીઓને સામેલ કરવાની વાત ચાલી રહી છે. કોંગ્રેસને 15 બેઠકો મળી શકે છે અને અન્ય ભારતીય જોડાણના સભ્યોને 1 કે 2 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે.દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટીએ 11 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં સોમવારે 20 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આવતા વર્ષે 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.
રાષ્ટ્રીય
મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા
સાતનો ભોગ લેનારા અને અન્ય 42 જેટલા લોકોને ઇજા થઇ તે બસ અકસ્માતના બનાવમાં પોલીસને ઇરાદાપુર્વકનું કૃત્ય દેખાઇ રહ્યું છે. કોર્ટ સમક્ષ ધરપકડ કરાયેલા ડ્રાઇવર સંજય મોરેની કસ્ટડી માગતા પોલીસે જણાવ્યું હતું કે તેને આ કૃત્ય ઇરાદાપુર્વક કરાવ્યું છે કે કેમ અને બસનો વાહનનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરાયો છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી છે.
દલીલો બાદ મુંબઈ પોલીસની અરજી સ્વીકારીને કોર્ટે દુર્ઘટનાગ્રસ્ત બસ ચલાવી રહેલા સંજય મોરે (54)ને 21 ડિસેમ્બર સુધી તેમની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વિગતો એવી બહાર આવી છે કે સંજય મોરેને ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. અને સ્ટીયરીંગ ઇવીએસ માટે માત્ર 10 દિવસની તાલીમ લીધી હતી.
પોલીસે એવી પણ રજૂઆત કરી હતી કે ગુનો કરવા પાછળ આરોપીનો ઈરાદો અને કોઈ કાવતરું હતું કે કેમ તેની તપાસ કરવાની જરૂૂર છે. પોલીસે ઉમેર્યું હતું કે ડ્રાઇવરે તેના કબજામાં રહેલી બસનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો અને મુસાફરો અને રાહદારીઓના જીવનને જોખમમાં મૂકતા ભીડભાડવાળા વિસ્તારમાં તેને બેદરકારીથી ચલાવી હતી કે કેમ તેની તપાસ કરવાની જરૂૂર છે.
પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે સંજય મોરેએ બસ ચલાવવાની તાલીમ લીધી હતી કે કેમ અને અકસ્માત સમયે તે માદક દ્રવ્યોના પ્રભાવમાં હતો કે કેમ તેની તપાસ કરવી જરૂૂરી છે. પોલીસે જણાવ્યું હતું કે પરિવહન વિભાગે અકસ્માતમાં સામેલ બસની તપાસ કરવાની બાકી છે.
મુંબઈ પોલીસની રિમાન્ડ અરજીનો વિરોધ કરતા, સંજય મોરેના વકીલ, સમાધાન સુલાનેએ જણાવ્યું હતું કે બસમાં ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોઈ શકે છે. વકીલે દલીલ કરી હતી કે વાહન ચાલકોને સોંપતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મોરેને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ડ્રાઇવર માનસિક રીતે વધુ સતર્ક હોવાનું જણાયું હતું અને પ્રાથમિક તબીબી અહેવાલો સૂચવે છે કે તે આલ્કોહોલના પ્રભાવ હેઠળ નથી, અધિકારીએ ઉમેર્યું હતું.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ