અમરેલી
ખાંભાના ગીદરડી ગામે યુવાન ઉપર સિંહનો હુમલો
16 દિવસમાં સિંહના હુમલાની ત્રીજી ઘટના
અમરેલી જિલ્લામાં સિંહે એક યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહે હુમલો કર્યો છે. મળતી જાણકારી પ્રમાણે ખાંભાના ગીદરડી ગામે માલધારી યુવક પર સિંહનો હુમલો કર્યો છે. અહીં સિકે 19 વર્ષીય માલધારી યુવક નવશાદ પઠાણ પર હુમલો કર્યો છે. સિંહે હુમલો કરતા અત્યારે યુવકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે માલઢોર ચરાવતી વખતે વાછરડા પર સિંહે હુમલો કર્યો હતો. જેથી વાછરડાને બચાવવા જતા સિંહે હુમલો કરી દીધો હતો. નોંધનીય છે કે, યુવક વાછરડાને બચાવવા માટે ગયો હતો પરંતુ સિંહે સામેથી યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહે હુમલો કરતા માલધારી યુવકને થાપા અને હાથના ભાગે ઈજા થઈ છે. અત્યારે ઈજાગ્રસ્ત માલધારી યુવકને ખાંભા બાદ અમરેલીમાં વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, 16 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા પણ બે વખત સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. અત્યારે એક માલધારી યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
અમરેલી
અમરેલીના નાના લીલિયા ગામે ગૃહકલેશથી યુવકનો આપઘાતનો પ્રયાસ
અમરેલીના નાના લીલીયા ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના નાના લીલીયા ગામે રહેતા ઘુઘા લાલજીભાઈ સુરેલા નામનો 25 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યા અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા અમરેલી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ઘોઘા સુરેલા બે ભાઈ ત્રણ બહેનમાં નાનો છે અને તેની પત્ની કાજલ સાથે તેને પ્રેમ લગ્ન કર્યા હતા દંપતિ વચ્ચે ઝઘડો થતાં ઘોઘા સુરેલા તેની પત્ની કાજલને માવતરે મૂકી આવ્યા બાદ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબીમાં આવેલા લાયન્સનગરમાં રહેતા શૈલેષ અરજણભાઈ ચૌહાણ નામના 25 વર્ષના યુવાને રવાપર રોડ ઉપર આવેલી એચડીએફસી બેન્ક પાસે એસીડ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં શૈલેષ ચૌહાણ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને બે ભાઈ એક બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી
મોડાસાના મેઘરજમાં જૂથ અથડામણ, પથ્થરમારામાં હોમગાર્ડ સહિત છ ઘાયલ
મોડાસામાં મોડીરાત્રે નજીવી બાબતે બોલાચાલી થતાં સામસામે આવી ગયા હતા. બંને જૂથ પથ્થરમારો થયો હતો, આ દરમિયાન ઘણા વાહનોની તોડફોડ કરવામાં આવી છે. આ જૂથ અથડામણમાં 6 લોકોને ઇજા પહોંચી હતી, જેમાં એક હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના મેઘરજમાં ગત (શુક્રવારે) મોડી રાત્રે કોઇ બાબતને લઇને સામાન્ય બોલાચાલી થઇ હતી. બોલાચાલી વધી જતાં મામલો બિચક્યો હતો અને તેણે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.
ત્યારબાદ બંને જૂથો સામસામે આવી જતાં પથ્થરમારો અને તોડફોડ શરૂૂ કરી દેવામાં આવી હતી. ભારે હોબાળો મચતાં સ્થાનિક રહીશો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આ દરમિયાન પોલીસ સાથે પણ રકઝક થઇ હતી પરંતુ પોલીસે સમગ્ર મામલો થાળે પાડી દીધો હતો.
હાલમાં શાંતિનો માહોલ છે પરંતુ શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. જોકે કયા કારણોસર જૂથ અથડામણ સર્જાઇ હતી તે અંગે જાણી શકાયું નથી.
અમરેલી
લાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇ
પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર લોન પણ લઇ લીધી
લાઠી તાલુકાના ચાવંડમા રાજકોટ ભાવનગર રોડ પર એક પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર મેનેજરે ખોટુ એફિડેવીટ તૈયાર કરી પેટ્રોલ ડિઝલ મેળવી લઇ તેમજ ફાઇનાન્સમાથી લોન સહિત કુલ રૂૂપિયા 49 લાખ રકમ અંગત વપરાશમા ઉપયોગ કરી છેતરપીંડી આચરતા આ બારામા તેની સામે લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. રહીમભાઇ જમાલભાઇ રાધનપરા (ઉ.વ.59) નામના આધેડે લાઠી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ચાવંડ નજીક નુરી પેટ્રોલપંપ ધરાવે છે. પંપમા મેનેજર તરીકે નોકરી કરતા ગુલામએહમદ દિલારભાઇ જાખરા નામના શખ્સે નોકરી દરમિયાન પંપના નામે તેમની સહીવાળુ ખોટુ એફિડેવીટ તૈયાર કરી ખરા તરીકે ઉપયોગ કરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમા આપી પર્ચેસ ઓર્ડર મેળવી 24 લાખનુ પેટ્રોલ ડિઝલ વેચાણ કર્યુ હતુ.
આ ઉપરાંત ચાવંડ ખાતે બેંકમા સીસી ખાતાની રકમ 4 લાખ મેળવી લીધી હતી અને ફાઇનાન્સમાથી રૂૂપિયા 16,14,005ની લોન મેળવી લીધી હતી અને અમુક હપ્તા ભર્યા હતા બાકીની 11,63,232 વ્યાજ સહિતની રકમ બાકી રાખી હતી. તેણે લાઠીની એક બેંકમાથી પણ 9,50,513ની લોન મેળવી લીધી હતી.
આમ તેણે કુલ 49,13,745ની રકમ અંગત વપરાશમા ઉપયોગ લઇ છેતરપીંડી આચરી હતી. બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એચ.જે.બરવાડીયા ચલાવી રહ્યાં છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ