Connect with us

rajkot

લોધિકા પંથકમાં 12 વર્ષની તરુણીને પ્રેમીએ ગર્ભવતી બનાવી

Published

on

લોધિકાના પંથકમાં 12 વર્ષની તરુણીને પેટમાં દુખાવો ઉપડતા તરુણીને સાત માસનો ગર્ભ હોવાનું ખુલતા ચકચાર મચી ગયો છે. તરુણીના પરિવારજનોએ તરુણી પ્રેમસંબંધમાં સગર્ભા બની હોવાનું કહેતા લોધિકા પોલીસે પ્રેમસંબંધ સ્વીકારી ગુનો નોંધવાનું માંડી વાળ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકા પંથકમાં વાડીમાં રહી ખેતમજૂરી કરતી 12 વર્ષની તરુણીને રવિવારે સવારે પાંચ વાગ્યે પેટમાં દુખાવો ઉપડતાં તેને રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ નિદાન કરતાં તરુણીના પેટમાં સાત મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. 12 વર્ષની તરુણીને સાત માસનો ગર્ભ હોવાની વાતથી તબીબો પણ ચોંકી ગયા હતા અને પોલીસને જાણ કરતા લોધિકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં તરુણી મધ્યપ્રદેશની વતની છે અને તે છેલ્લા એક વર્ષથી અનિડા વાછરા ગામે તેના જ વતનના પ્રકાશ મંગા અને તેના પરિવાર સાથે રહે છે. તરુણી અને પ્રકાશ વચ્ચે પ્રેમસંબંધ હોવાથી તરુણી એક વર્ષથી અનિડા વાછરા ગામે આવી ગઇ હતી અને બંનેએ શરીરસંબંધ બાંધ્યા હોવાથી તરુણી સગર્ભા બની છે. તરુણી અને તેના પ્રેમી પ્રકાશના પરિવારજનોએ સંબંધ સ્વીકારેલા હોય અને ફરિયાદ કરવા ઇચ્છતા નહીં હોવાથી પોલીસે માત્ર બંનેના નિવેદનો નોંધ્યા હતા. આ ઘટના અંગે લોધિકા પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

rajkot

સૌરાષ્ટ્ર યુનિ.નો તા.10મીએ પદવીદાન સમારોહ: 141 ગોલ્ડમેડલ

Published

on

By

  • 122 છાત્રોમાંથી 44 વિદ્યાર્થીઓ અને 97 વિદ્યાર્થિનીઓને અપાશે સુવર્ણપદક: જામનગરની છાત્રાને સૌથી વધુ 9 મેડલથી નવાઝાશે

સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીનો પ8 મો પદવીદાન સમા2ંભ આગામી તા. 10/03/2024 ને 2વિવા2ના 2ોજ સવા2ે 11:00 કલાકે ગુજ2ાત 2ાજયના 2ાજયપાલ અને સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતફના અધ્યક્ષ્ાસ્થાને, ગુજ2ાત 2ાજયના શિક્ષ્ાણમંત્રી ૠષિકેશભાઈ પટેલ તથા 2ાજયકક્ષ્ાાના શિક્ષ્ાણમત્રં પ્રફુલભાઈ પાનશે2ીયાની ઉપસ્થિતિમા ં યોજાના2 છે. આ કાર્યક્રમમાં સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43959 દિક્ષ્ાાર્થીઓને પદવીઓ તથા 141 ગોલ્ડમેડલ એનાયત ક2વામા ં આવશે.

સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબ2ીબેન દવેના માગર્દ ર્શન હેઠળ પદવીદાન સમા2ોહને સફળ બનાવવા માટે તડામા2 તૈયા2ીઓ ચાલી 2હી છે.પ8 મા પદવીદાન સમા2ોહમાં કુલ 14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીઓને કુલ 141 ગોલ્ડમેડલ એનાયત ક2વામાં આવશે જેમાં દાતાઓ ત2ફથી કુલ 6પ ગોલ્ડમેડલ અને સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી ત2ફથી કુલ 76 ગોલ્ડમેડલ એનાયત ક2વામા ં આવશે. દાતાઓ ત2ફથી કુલ 110 પ્રાઈઝ અને સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી ત2ફથી કુલ 124 પ્રાઈઝ મળીને 234 પ્રાઈઝ આ પદવીદાન સમા2ોહમાં એનાયત ક2વામાં આવશે.આ પદવીદાન સમા2ોહમાં ગોલ્ડમેડલ મેળવના2 કુલ 122 દિક્ષ્ાાર્થીઓમાં 44 વિદ્યાર્થીઓ તથા 97 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 141 ગોલ્ડમેડલ એનાયત ક2વામાં આવશે.

જામનગ2ની એમ઼પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની સાતા યશ્વીને એમ઼બી.બી.એસ. માં સૌથી વધુ 09 (નવ) ગોલ્ડમેડલ અને 11 (અગીયા2) પ્રાઈઝ, બી.વી. ધાણક કોલેજ, બગસ2ાની વિદ્યાર્થીની ક્યાડા પ2ીખાને બી.એ. સંસ્કૃતમા ં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 08 (આઠ) પ્રાઈઝ, એલ.ડી. ધાનાણી કોલેજ, અમ2ેલીના વિદ્યાર્થી બુટાણી 2ોમલભાઈને એલ.એલ.બી. માં 03 (ત્રણ) ગોલ્ડમેડલ અને 07 (સાત) પ્રાઈઝ એનાયત થશે.
સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીના પ8 મા પદવીદાન સમા2ોહની ભવ્ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની 2ચના ક2વામાં આવેલ છે.
ગ2ીમાપૂર્ણ પ8 મા પદવીદાન સમા2ોહને સફળ બનાવવા સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબ2ીબેન દવે તથા કુલસચિવ ડો. 2મેશભાઈ પ2મા2ના માર્ગદર્શન હેઠળ પ2ીક્ષ્ાા નિયામક નીલેષભાઈ સોની, પ2ીક્ષ્ાા ડીગ્રી વિભાગ તથા સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષ્ાણિક અને બિનશૈક્ષ્ાણિક પિ2વા2ના સૌ કાર્ય2ત છે.

Continue Reading

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

rajkot

એરપોર્ટ માટેની બસ બંધ, બમણા ભાડા ચૂકવવા મુસાફરો મજબૂર

Published

on

By

અમદાવાદ હાઇ-વે પર શહેરથી 35 કિમી દુર આવેલા આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ ખાતે જવા માટે એસ.ટી વિભાગ દ્વારા રાજકોટ ડેપોથી 22 જેટલી એસી બસો દર બે કલાકે દોડાવવામાં આવી રહી છે. જે એકાએક બંધ કરી દેતા મુસાફરો એરપોર્ટ જવા માટે બમણું ભાડું ચૂકવવા મજબૂર થવા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ સમિટમાં તમામ 22 એસી બસો મોકામ દેવામાં આવી હોય રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી દોડતી બસો બંધ કરી દેવામાં આવી છે.જ્યારે અન્ય અધિકારીઓએ જણાવ્યુ હતું કે બસ મેઇન્ટેન્સ માટે મોકલવામાં આવી હોવાથી તા.13 જાન્યુઆરી સુધી સંચાલન બંધ રાખવામાં આવ્યું છે. જયારે તા.14 જાન્યુઆરીથી ફરીથી રાબેતા મુજબ એસી બસનું એરપોર્ટ સુધી સંચાલન કરવામાં આવશે.

વધુમાં કહ્યું હતું કે અન્ય બસોની હાઇ-વે સુધીની સેવા શરૂ જ છે. પરંતુ હાઇ-વેથી એરપોર્ટનું અંતર 4થી 5 કિલોમીટર અંદર હોવાથી હાઇ-વે પર ઉતરી અંદર જામાટ.

Continue Reading

Trending