Connect with us

જુનાગઢ

જેતપુરના 50 મુસાફર ભરેલી ખાનગી ટ્રાવેલ્સની બસનો અંબાજી પાસે અકસ્માત

Published

on

જેતપુરથી ખાનગી ટ્રાવેલ્સમાં જઈ રહેલા 50 મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ખાતે આવેલ ત્રિસુડીયા ઘાટી પાસે પલટી ખાઈ જતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે જ્યારે સાત થી આઠ વ્યક્તિઓને સામાન્ય ઈજા થતાં દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. આ અકસ્માતમાં સાવ નજીવી ઈજા થયેલા મોરબીના 8 અને જામનગરના 12 પ્રવાસીઓને તેમના વતન પરત પહોંચાડવા માટે બનાસકાંઠાના કલેક્ટર શ્રી વરૂૂણ બરનવાલ તથા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અંગત રસ દાખવીને જામનગર અને મોરબીના કલેકટર સાથે સંકલનમાં રહીને તાત્કાલિક વિશેષ વ્યવસ્થા કરી છે.
આ અંગેની વધુ વિગતો મુજબ,પાલનપુર મોઢેરા હાઈવે પર અંબાજીથી 12 કીમી દુર બસ નં. જી જે 14 ટી 0574 નો અકસ્માત થયો હતો. બસની બ્રેક ખરાબ થઈ જવાના લીધે ઢોળાવવાળા રસ્તા પર બ્રેક ન લાગતાં ડીવાઈડર સાથે અથડાઈને બસ પલ્ટી ખાવાને લીધે આ અકસ્માત બનવા પામેલ છે. કોઈ માનવમૃત્યુ હજુ સુધી નોંધાયેલ નથી. સામાન્ય ઈજા થયેલ તમામ મુસાફરોને તેમના વતન પર જ પહોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાત

રાજ્યમાં 100 ગુનાને અંજામ આપનાર રાજકોટની રીક્ષા ગેંગ ઝડપાઇ

Published

on

By

  • ત્રિપુટી મુસાફરોને બેસાડી રોકડ-દાગીના સેરવી લેતી, રૂા.5.18 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
  • જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને મહેસાણા સહિતના જિલ્લામાં ચોરીની કબુલાત

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી વિગતો અનુસાર શહેરના રેલવે સ્ટેશન બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી મુસાફરોને રિથામાં બેઝાડી તેમના કિંમતી સામાનની તસ્કરી કરતી ટોળકીના ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગણતરીના દિવસો પહેલા શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોનો કીમતી સામાન ચોરી થયાની ધડાધડ ફરિયાદો નોંધાઈ હતી આ ફરિયાદોની ગંભીર નોંધ લઇ ક્રાઈમ બ્રાંચ ની ટીમ દ્વારા રીક્ષા ચાલક આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ત્યારે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો,અને નેત્રમ શાખાની મદદથી રીક્ષા ચાલક બની મુસાફરો ને રીક્ષામાં બેસાડી તસ્કરી કરતી ત્રિપુટી ને ઝડપી પાડવામાં આવી છે.

રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા દીપક ઉર્ફે ઋત્વિક સોલંકી, રવિ સોલંકી (રહે.કુબલીયાપરા), અને સાગર ઉર્ફે બાડો અબસાણીયાને જુનાગઢ જોશીપરાના ગરનાળા પાસેથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા પકડાયેલ આરોપી પાસેથી બે ઓટો રીક્ષા કિં રૂૂ 2,10,000,રોકડ રૂૂપિયા 38,500. મોબાઈલ ફોન 02,જેની કિંમત 20,000 મળી કુલ.5,18,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પકડાયેલ ટોળકી દ્વારા જૂનાગઢ, રાજકોટ,અમદાવાદ,ગાંધીનગર, આણંદ,મહેસાણા,સહિતના રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 100 જેટલી ચોરી કર્યાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું ઝડપાયેલ ત્રણે આરોપીઓ રોજની એક ચોરીને અંજામ આપતા હતા પકડાયેલ ત્રણ આરોપીઓ માંથી એક આરોપી રીક્ષા ડ્રાઇવિંગ કરતો અને અન્ય બે રિક્ષામાં પેસેન્જર બનીને બેસતા હતા ત્યારે રિક્ષાની રાહ જોયેલા પેસેન્જરને રિક્ષામાં બેસાડી રિક્ષામાં ધક્કા મૂકી કરી તેની કીમતી વસ્તુની તસ્કરી કરી લેતા હતા..જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી ધાંધલ્યાએ જણાવ્યું હતુ કે, જૂનાગઢ જિલ્લા તથા શહેરી વિસ્તારમાં ચોરી તેમજ ઘરફોડના ગુન્હાઓને લઈ ક્રાઈમ બ્રાન્ચ તેમજ પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન શહેરનાં બી ડિવિઝનમાં રિક્ષામાંથી પેસેન્જરની કિંમતી વસ્તુઓ ચોરી થયાના ત્રણ ગુનાઓ બન્યા હતા. જે ગુનાઓને ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમો ને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની બાતમીના આધારે શંકાસ્પદ બે રીક્ષાઓની હીલચાલ વિશે વિગતો મળી હતી અને આ લોકો ચોરીને અંજામ આપવાની ફિરાકમાં હોય તેવી ચોક્કસ બાતમીના આધારે જોશીપરાના ગરનાળા પાસેથી ત્રણ ઈસમોને રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ ત્રણે ઈસ્મોની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પકડાયેલ દિપક ઉર્ફે ઋત્વિક સોલંકી, રવિ સોલંકી, સાગર ઉર્ફે બાડો અપસાણીયા ને 05,18,500.ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણે પકડાયેલ ઇસમો ભીડ ભાડ વાળા વિસ્તાર પસંદ કરી પોતાની માયાજાળ ફેલાવતા ટોળકી માનો એક વ્યક્તિ રિક્ષાચાલક બની તેના અન્ય બે સાગરીતોને તે જ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડાતા અને ટાર્ગેટ કરેલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી તેની પાસેની મોબાઇલ,રોકડ, રકમ, દાગીના, સહિતની કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરી લેતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલ ત્રણે તોરીયો સહિત અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.

Continue Reading

ગુજરાત

મહાશિવરાત્રીની રવેડીમાં વિધર્મીઓની બગીઓને નોએન્ટ્રીની સંતોની માંગ

Published

on

By

  • ગિરનાર તળેટીને વેજઝોન જાહેર કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત : સંતો-મહંતોએ કાઢેલી વિશાળ રેલી

ગિરનાર મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ હતુ. જે મેળા દરમિયાન રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહી આપવા માગ કરાઈ હતી.જૂનાગઢના દામોદર કુંડ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ સનાતન ધર્મ મહાસંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં સંતો મહંતો સાથે હજારો લોકો જોડાયા હતા. સંમેલન બાદ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. મહાશિવરાત્રીના મેળામાં યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે મેળા દરમિયાન રવેડીમાં વિધર્મીઓની બગીઓને એન્ટ્રી નહી આપવા માગ કરી હતી.

આ ઉપરાંત દેશના અન્ય તીર્થધામોની માફક ગિરનાર તળેટીને વેજ ઝોન જાહેર કરવાની સંતો મહંતોએ વિનંતી કરી હતી. મહાશિવરાત્રીની રવેડી દરમિયાન વિધર્મીઓની બગીઓ અંગે સંતો મહંતો તપાસ કરશે. વિધર્મીઓની બગી આવ્યાની જાણ થશે અને પરત નહી જાય તો તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી દત્ત શિખર મંદિરના મહંત મહેશગીરી બાપુએ ચીમકી આપી હતી.

શિવરાત્રીના મેળામાં વિધર્મીઓની બગીનો ઉપયોગ નહી કરવા ઉપરાંત સ્ટોલ પણ નહી આપવા સંતોએ તંત્ર સમક્ષ માગ કરી હતી.મહેશગીરી જણાવ્યું કે, ગિરનાર અમારો છે, હિન્દુ ધર્મ અમારો છે, વિધર્મીઓની બગી નહીં ચાલે. અમારો ધર્મ, નિયમ પણ અમારા જ ચાલશે. મહાશિવરાત્રિ પર્વે પર બગી નહીં નીકળે, વિધર્મીઓનો સ્ટોલ ના હોવો જોઈએ. આ બન્ને માંગણી સાથે જૂના અખાડા પંચ દશનામ અખાડા તેમજ આવાહન અખાડામાં આવેદન આપી બગી ન રાખવા અપીલ કરી હતી.

મેળાને લઈને પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 130 ઈસમો સામે કાર્યવાહી
જૂનાગઢમાં આગામી 5 માર્ચથી મહાશિવરાત્રી મેળાને લઈને સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહન, હોટેલ, ઢાબા, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ ચેકીંગ કરી ઈઈઝટ ન લગાડેલ હોય, મોબાઇલ/લેપટોપની દુકાને રજીસ્ટર ન નિભાવનાર સહિત કુલ 130 ઇસમો વિરૂૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નંબર પ્લેટ વગરના તથા આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોય તેવા 42 વાહન ચાલકો વિરુધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે 91 મંદિરોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. જૂનાગઢ પોલીસ દ્વારા કાળા કાચવાળા 31 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. નશો કરેલા 11 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. નશો કરીને વાહન ચલાવવા બદલ 4 કેસ દાખલ કરાયા છે. ટ્રાફિકને અવરદો કરતા અને પૂર ઝડપે વાહન હંકારવા બદલ 14 કેસ કરવામાં આવ્યા છે. વિવિધ ગુનાના 24 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે.

વેપારીઓની હડતાળનો અંત
તાજેતરમાં ગિરનાર પર્વત પ્લાસ્ટીક પ્રતિબંધના કડક અમલવારી સામે ગિરનારના વેપારીઓએ 4 દિવસ સંજ્જડ બંધ પાળી વિરોધ કર્યો હતો તે હડતાળનો આજે અંત આવ્યો છે,મેયર દ્વારા વેપારીઓ સાથે રાત્રીના સમયે બેઠક યોજી હતી,તો વેપારીઓ પણ ગિરનારને પ્લાસ્ટિક મુકતને લઈ સહમત થયા હતા,અને હડતાળનો અંત લાવ્યો હતો.તો બીજી તરફ ધારાસભ્ય સંજય કોરડીયાએ શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે,પ્લાસ્ટિકની વસ્તુઓનો મેળામાં તેમજ ગિરનાર પર્વત પર ઉપયોગ ના કરે. હાઈકોર્ટનાં આદેશનાં પગલે ઈકો સેન્સીટીવ ઝોન વિસ્તાર ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર પ્લાસ્ટીકના વપરાશ અને ફેંકવા પર પ્રતિબંધનનો કડક અમલ તંત્ર હાથ ધરતા ગિરનારના વેપારી એસો.એ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતું.જેનો નિવાડો આવ્યો છે.જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના લીધે પાણીના પ્લાસ્ટિકના પાઉચ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, વગેરેના વેચાણ પર પ્રતિબંધને કારણે સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને ચાર દિવસે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

Continue Reading

ગુજરાત

જૂનાગઢમાં મમરાની આડમાં ઘુસાડવામાં આવતો રૂા.4.99 લાખનો દારૂ ઝડપાયો

Published

on

By

જૂનાગઢ શહેરમાં અગામી મહા શિવરાત્રી મેળા સબબ પ્રોહીબિશન ના ગુન્હાના લીસ્ટેડ બુટલેગરે વાહનમાં મમરાની આડશમાં છુપાવી મંગાવેલ વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો નંગ-4176, કિ. રૂૂ. 4,99,200. ના મુદામાલ સાથે કુલ રૂૂ. 8,99,200. નો મુદામાલ જૂનાગઢ શહેરના એ ડિવીઝન પોલીસ દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી શરૂૂ કરી હતી.

જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આગામી સમયમાં ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાનાર હોય જે સબબ તકેદારી પેટ્રોલીંગ રાખી અસામાજિક તત્વો તથા પ્રોહી જૂગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેઓની ગેરકાયદેસર પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય,જે અનુસંધાને ડીવીઝન ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના સીધા માર્ગદર્શન હેઠળ એ- ડિવીઝન પો.સ્ટે.ના પીઆઇ વી.જે.સાવજ તથા પીએસઆઇ ઓ.આઇ.સીદી એ-ડિવીઝન પો.સ્ટે.ના ગુન્હા નિવારણ શાખાના સ્ટાફ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પએથ ડિવી પોલીસ સ્ટેશન પીઆઇ એ અંગત બાતમી મેળવી દારૃના લીસ્ટેડ બુટલેગર લખન મેરૂૂ ચાવડા તથા એલા મેરૂૂ ચાવડા બન્ને રહે.- ગીરનાર દરવાજા, જૂનાગઢ વાળાએ પોતાના નવા બનતા રહેણાંક મકાને મમરાની આડશમાં વાહનમાં છુપાવી મંગાવેલ અંગ્રેજી દારૂૂની નાની મોટી બોટલો નંગ-4176 કિ. રૂ.4,99,200. ના મુદામાલ સાથે કુલ રૂૂ.8.99,200 નો મુદામાલ પકડી પાડી એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ ની કલમ 65ઇ, 116(બી), 98(2), 81 ગુન્હો રજી. કરાવી કાર્યવાહી શરૂૂ કરી હતી આ મામલે આરોપી લખન મેરુ ચાવડા (રહે.ગીરનાર દરવાજા, જૂનાગઢ), એભા મેરુ ચાવડા (રહે.ગીરનાર દરવાજા, જૂનાગઢ) વાળાઓ ભાગી છૂટયામાં સફળ રહ્યા હોય આગળની તપાસ તજવીજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઇ ઓ.આઇ.સીદી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Continue Reading

Trending