ગુજરાત
અદાવાદ પડી રહેતી 6 ટ્રેનો લંબાવવામાં પણ રાજકોટને લોલીપોપ
તા.12 સપ્ટેમ્બર 2023 તત્કાલીન રેલવે મંત્રી દર્શના જરદોશે કરેલી જાહેરાતનો ફિયાસ્કો
આંતરરાષ્ટ્રીય ફલાઇટની વાતો હવામાં રહ્યા બાદ વધુ એક સેવા આપવામાં નેતાઓ ટૂંકા પડયા
રાજકોટ સૌરાષ્ટ્રૅનું પાટનગર છે અને ઉદ્યોગક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. વૈશ્ર્વિક ઉદ્યોગ સાથે કદમ મિલાવી ચાલી રહ્યું છે. રાજકોટના વિકાસને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક બનાવવામાં આવ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ફલાઇટ આપવામાં જેમ લોલીપોપ આપવામાં આવી રહી છે તેવીજ લોલીપોપ રેલવેની સુવિધામાં પણ આપવામાં આવી છે. અમદાવાદ પડી રહેતી 6 જેટલી ટ્રેનો રાજકોટ લંબાવવાની પુર્વ રેલવે મંત્રી દ્વારા એક વર્ષ અગાઉ રજુઆત કરવામાં આવી હતી. તેની અમલવારી આજ દીન સુધી નહીં થતા જાહેરાતનો ફિયાસ્કો થઇ ગયો છે.અમદાવાદ ખાતે ટ્રેન નં.19421-22 અમદાવાદ- પટના એકસપ્રેસ, ટ્રેન નં.22967-68 અમદાવાદ-પ્રયાગરાજ એકસપ્રેસ, ટ્રેન નં.19413-14 અમદાવાદ-કોલકતા એકસપ્રેસ, ટ્રેન નં.11049-50 અમદાવાદ- કોલ્હાપુર એકસપ્રેસ, ટ્રેન નં.22137-38 નાગપુર- અમદાવાદ એકસપ્રેસ, ટ્રેન નં.12917-18 અમદાવાદ- હજરત નિઝામુદીન સંપર્કક્રાંતી એકસપ્રેસ પડી રહી છે. આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત પુર્વ રેલવે મંત્રી દર્શના જરદોશ દ્વારા તા.12 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. પરંતુ આજે એક વર્ષથી વધુનો સમયગાળો વિત્યો છતા પણ આ ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી નથી. પૂર્વ મંત્રીની જાહેરાતયથી સૌરાષ્ટ્ર વાસીઓમાં આનંદ છવાઇ ગયો હતો. પરંતુ આજ સુધી શરૂ નહીં થતા નારાજ થઇ ગયા છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો હોવાથી રોજીરોટી માટે અન્ય રાજયમાંથી શ્રમિકો આવતા હોય છે અને ઉદ્યોગપતીઓ પણ અવરજવર કરતા હોય છે ત્યારે અમદાવાદમાં પડી રહેતી ટ્રેનો જો રાજકોટ સુધી લંબાવવામાં આવે તો રજાઓમાં વતન જતા શ્રમિકોને આ ટ્રેનોથી ફાયદો મળી શકે તેમ છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો પોતાના વતનમાં જવા માટે ટ્રેનનો વધો ઉપયોગ કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં મજુરી કરતા શ્રમિકોને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે અને તેના માટે સમય અને પૈસાની પણ બરબાદી થઇ રહી છે. છમાંથી મોટા ભાગની ટ્રેનો ધાર્મિક સ્થળોને પણ જોડતી હોય યાત્રાએ જતા મુસાફરો માટે આ ટ્રેન આશિર્વાદ સમાન છે. હાલ યાત્રિકોને અમદાવાદ સુધી અન્ય ટ્રેનમાં જવું પડી રહ્યું છે અને ત્યાંથી ટ્રેન બદલવી પડે છે. અમદાવાદમાં ટ્રેનોને રોકી રેલવે આર્થિક રીતે પણ ખોટ ખાઇ રહ્યું છે. આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવે તો ટ્રેનોમાં વેઇટીંગ પણ ઘટી શકે છે અને મુસાફરોને પણ સુવિધા મળી શકે છે.
રેલવે દ્વારા તાજેતરમાં જ વેઇટીંગ ઘટાડવા ચારે રિઝર્વેશનની સમયમર્યાદા પણી ઘટાડી દેવામાં આવી છે અને આગામી તા.1 નવેમ્બરથી તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવશે સૌરાષ્ટ્ર તરફનું વેઇટીંગ ઘટાડવા માટે આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવી ખુબ જરૂરીયાત હોવાની મુસાફરો ઉદ્યોગપતી અને સહેલાણીઓમાં પણ માંગ ઉઠી રહી છે.
અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતા જવાબ મળ્યો નથી
સૌરાષ્ટ્રવાસીઓને ટ્રેનની સુવિધા મળી રહે તે મટે રેલવે મંત્રીની જાહેરાત બાદ વહેલી તકે ટ્રેનો શરૂ કરવા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ બાબતે રજુઆત કરવામાં આવશે અમદાવાદ પડી રહેતી ટ્રેનો રાજકોટ સુધી લંબાવવા અમે કટીબધ છીએ અને તેના માટે સતત સરકારમાં પત્ર વ્યવહાર કરાશે.
વિ.પી.વૈષ્ણવ પ્રમુખ,
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ
રામભાઇ મોકરિયા અને મોહનભાઇ કુંડારિયા દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરાઇ હતી
રાજકોટ સુધી ટ્રેનો લંબાવવાની જાહેરાત તત્કાલી રેલવે મંત્રી દર્શના જરદોશી દ્વારા કરાઇ હતી. ત્યાર બાદ રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા પણ પત્રકાર પરીષદો યોજવામાં આવી હતી અને ટ્રેનોને રાજકોટ સુધી લંબાવાવની જાહેરાત કરી હતી તેનો પણ ફિયાસ્કો થયો છે.
વીજળીકરણ-ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થવા છતાં સુવિધા આપવામાં ઠાગાઠૈયા
પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ સુધી વિજળીકરણ અને ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી ટ્રેનની ફિકવન્સી અને ઝડપમાં વધારો થયો છે. વંદે ભારત શરૂ કરવામાં આવી છે પરંતુ છ ટ્રેનો લંબાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે અગાઉ ડબલ ટ્રેક અને વિજળીકરણની કામગીરી ચાલી રહી હોવાનું જણાવતા હતા હાલ બન્ને કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે સરકાર કોની રાહ જોઇ રહી છે. તેવા સવાલો યાત્રિકો કરી રહ્યા છે.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ધાર્મિક2 days ago
ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
-
આંતરરાષ્ટ્રીય2 days ago
દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું
-
ગુજરાત23 hours ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત22 hours ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત23 hours ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત22 hours ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત23 hours ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત23 hours ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ