Connect with us

મોરબી

મોરબીના શોભેશ્ર્વર નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા

Published

on

રૂા. 60,500નો મુદ્દામાલ જપ્ત


મોરબીની કુબેર ટોકિઝ પાછળ, શોભેશ્વર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂૂપીયા-60,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.


મોરબી એલસીબી પોલીસને મળેલ સંયુકતમાં બાતમી મળેલ કે, રાજુભાઇ બાબુભાઇ કોળી રહે.મોરબી કુબેરટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરા વાળો પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરામાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા જુગાર રમતા પાંચ ઇસમો રાજુભાઇ બાબુભાઇ ચૌહાણ ઉવ-54 રહે. મોરબી, શોભેશ્વર રોડ, મફતીયાપરામાં, અબ્દુલભાઇ મામંદભાઈ જુણાજ ઉવ-56 રહે. મોરબી, જુના બસસ્ટેન્ડ પાસે, ધાંચી શેરી, સફીર તારમહમંદભાઈ મોટલાણી ઉવ-49 રહે.મોરબી સબજેલ પાછળ, બોરીચાવાસ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર ઉવ-57 રહે.

મોરબી નવા હાઉસીંગ બોર્ડમાં, બ્લોક ન.231, ઇસ્માઇલ કાદરખાન બ્લોચ ઉવ-48 રહે. મોરબી મકરાણીવાસ, રોહીલાપીરની દરગાહ પાસે મોરબીવાળાને રોકડ રૂૂ.60,500/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂૂધ્ધ જુગારધારા કલમ-4,5 મુજબ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

ગુજરાત

વાંકાનેરના લાલપર ગામે આખલા સાથે બુલેટ અથડાતા તરુણનું મોત

Published

on

By


વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે ગતરાત્રીના એક ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના ચંદ્રપુર ગામના સગીરનું ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ખસેડાયો છે.

વાંકાનેર શહેર નજીક લાલપર ગામ પાસે હોટલ શાલીમાર સામે નેશનલ હાઇવે પર રવિવારે રાત્રિના નવ વાગ્યાની આસપાસ પસાર થતાં બે મિત્રોના ડબલ સવારી બુલેટ બાઈક ધડાકાભેર આખલા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર 15 વર્ષીય હસન બસીરભાઈ ખલીફા (રહે. ચંદ્રપુરને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે આ અકસ્માતના બનાવમાં અન્ય ઇજાગ્રસ્ત અવેશ સિકંદરભાઈ સબા (ઉ.વ. 15, રહે. ગુલશન પાર્ક, ચંદ્રપુર)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ ખાતે ખસેડાયો હતો.

Continue Reading

ગુજરાત

મચ્છુ-3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલાયો: 21 ગામો એલર્ટ

Published

on

By

માળિયાના જુના સાદુળકા નજીક આવેલ મચ્છુ 3 ડેમમાં સિંચાઈ યોજનાના રૂલ લેવલ મુજબ પાણી ભરાઈ ગયેલ છે, તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂૂરિયાત ઉભી થતા મચ્છુ 3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર સહિતના 21 ગામોને એલર્ટ આપવામા આવ્યું છે.

Continue Reading

ગુજરાત

પેરોલે જંપ પર રહેલા પાકા કામના કેદીનું બેભાન હાલતમાં મોત

Published

on

By

શહેરમાં મોરબી રોડ ઉપર રહેતા અને પત્નીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદમાં આજીવન કેદની સજા કાપતા હરેશભાઈ ગોબરભાઇ સોલંકી (ઉ.વ.45) ગત તા.18 થી પેરોલ ઉપર આવ્યા હતા અને આગામી તા.3 જુલાઈના રોજ તેઓને મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું તે દરમિયાન હરેશભાઈ સોલંકી પોતાના ઘરે હતા ત્યારે ગત તા.27 ના રોજ બીમારી બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. હરેશભાઈ સોલંકી બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતક હરેશભાઈ સોલંકીના મૃતદેહનું વિડીયોગ્રાફી સાથે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું આ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending