ઉનાના મહિલા તબીબના વીડિયો વાયરલ કેસમાં બ્લેકમેઈલિંગ કરનાર ચાર આરોપી ઝડપાયા : બે ફરાર

ઉનાના નામાંકીત મહિલા તબીબનો બિભત્સ વિડિયો મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરનાર ત્રણ જેટલા શખ્સો વિરૂૂદ્ધ ઉના પોલીસે ગુન્હો નોંધ્યો હતો…

ઉનાના નામાંકીત મહિલા તબીબનો બિભત્સ વિડિયો મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરનાર ત્રણ જેટલા શખ્સો વિરૂૂદ્ધ ઉના પોલીસે ગુન્હો નોંધ્યો હતો આ ગુન્હામાં મહિલા અને પુરુષની અંગત પળોના વીડિયો ઉતારી તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરાને વીડિયો આપનાર ત્રણ જેટલા શખ્સોને ઉના પોલીસે ઝડપી પાડતા સમગ્ર કેસમાં 6 આરોપીઓનો સમાવેશ થયો છે જેમાં 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે હજુ 2 આરોપીઓ ફરાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 50 દિવસ પૂર્વે ઉનાના નામાંકીત મહિલા તબીબ અને એક યુવક કાર માં અંગત પળો માણતા હોય આ અંગત પળોનો વીડિયો અન્ય વ્યક્તિઓએ મોબાઈલ કેમેરામાં ઉતારી તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરાને આપેલ હતો બાદમાં તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરા અને તેની પત્ની કાવ્યા ચાંદોરા તબીબની હોસ્પિટલે સારવાર કરાવવાના બહાને ગયેલ હતા અને મહિલા તબીબને આ કથિત વીડિયો બતાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરેલ હતી મહિલા તબીબે પૈસા નહિ આપતા તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરાએ આ વીડિયો મનીષ ડાકી નામના શખ્સને મોકલી યુ ટ્યુબ સમાચારમાં વાઇરલ કરતા મહિલા તબીબે તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરા,પત્ની કાવ્યા મણીરાજ ચાંદોરા અને મનીષ ડાકી વિરૂૂદ્ધ બી.એન.એસ.કલમ-119(1),351(2),77,54, તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ-2000 ની કલમ-66(ઇ),67(એ) હેઠળ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મનીષ ડાકી રહે.જુનાગઢ વાળાને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે 10 દિવસ પૂર્વે ઝડપી પાડયો હતો જ્યારે મણીરાજ ચાંદોરા,પત્ની કાવ્યા મણીરાજ ચાંદોરાને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે જિલ્લા એસઓજીટીમે મણીરાજ ચાંદોરાની વધુ તપાસ હાથ ધરી હતી જેમાં મહિલા અને પુરુષોના અંગત પળોના વીડિયો ઉતારી મણીરાજ ચાંદોરાને આપનાર મહમદ હુશેન ઉર્ફે મમલી રફીક ભાઈ સોરઠીયા રહે.નાળિયા માંડવી, અલ્તમસ રફિક ભાઈ કુરેશી રહે.ઉના,સાહિલ મન્સુરભાઈ મન્સુરી રહે ઉના વાળાઓને આજે પોલીસે ઝડપી પાડયા છે જેમાં કુલ 4 જેટલા શખ્સોને ઉના પોલીસે ઝડપી પાડયા છે જ્યારે તોડબાજ પત્રકાર મણીરાજ ચાંદોરા અને તેની પત્ની કાવ્યા ચાંદોરાને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *