પાકિસ્તાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ ટ્રેન હાઈજેક કરીને પાકિસ્તાન સરકારની ઉંઘ હરામ કરી છે.
બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હુમલો કરીને હાઇજેક કરી હતી. આ ઘટનામાં 400 મુસાફરો સામેલ છે, જેમાં ઘણા સુરક્ષા અધિકારીઓ પણ છે. આતંકવાદીઓએ 100થી વધુ લોકોને બંધક બનાવી લીધા આ હુમલામાં ઘણા લોકોના મોત પણ થયા છે.
વિશ્વભરમાં પ્લેન હાઇજેકની ઘટનાઓ ઘણી વખત જોવા મળી છે. જો કે ટ્રેન હાઇજેકની આ પહેલી મોટી ઘટના છે. આ ઘટનાએ વિશ્વને ચૌકાવ્યુ છે. આ ઘટનાથી વિશ્ર્વની પાંચ સૌથી મોટા હાઇજેક ડ્રામા પ્રકાશમાં આવ્યા છે.આ હુમલાને ઈતિહાસનું સૌથી ભયાનક હાઇજેક માનવામાં આવે છે.
2001માં અલ કાયદાના આતંકવાદીઓએ ચાર વિમાનોનું હાઈજેકિંગ કર્યું હતું, જેમાંથી બે ફ્લાઈટ્સ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે ટકરાઈ હતી. આ હુમલામાં 3000થી વધુ લોકોના મોત થયા હતા.એર ઈન્ડિયા કનિષ્ક ફ્લાઈટ 1985: જૂન 1985માં એર ઈન્ડિયાની કનિષ્ક ફ્લાઈટ 182ને હાઇજેક કરવામાં આવી હતી. આ વિમાને એટલાન્ટિક મહાસાગર ઉપરથી ઉડાન ભરી રહી હતી. આતંકીઓએ વિમાનમાં બોમ્બ મૂકીને તેને હવામાં ઉડાવી દીધી, જેમાં 329 લોકોના મોત થયા હતા.
કંધહાર હાઇજેક – 1999: 24 ડિસેમ્બર 1999ના રોજ ભારતની એરલાઇન્સ ફ્લાઇટ ઈંઈ 814નું હાઇજેકિંગ થયું. પ્લેનને પહેલા પાકિસ્તાન અને ત્યારબાદ કંધહાર લઈ જવામાં આવ્યું.
હાઇજેકર્સે ભારત સરકાર સામે 35 આતંકવાદીઓને મુક્ત કરવાની માંગણી રાખી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર પણ સામેલ હતો.ઝઠઅ ફ્લાઇટ 847 – 1985: 14 જૂન 1985ના રોજ ટ્રાન્સ વર્લ્ડ એરલાઇન્સની ફ્લાઇટ 847નું હાઇજેકિંગ થયું.17 દિવસ સુધી ચાલેલી આ ઘટના દરમિયાન પ્લેનને બેરૂૂત અને અલ્જિયર્સમાં બે વખત લેન્ડ કરવામાં આવ્યું હતું.
ઇથોપિયન એરલાઇન્સ ફ્લાઇટ – 1996: 1996માં ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ 961ને ત્રણ ઇથોપિયનો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. હાઈજેકર્સ ઓસ્ટ્રેલિયામાં રાજકીય આશ્રય ઇચ્છતા હતા. ઈંધણ ખતમ થતાં વિમાન કોમોરોસ દ્વીપ પાસે તૂટી પડ્યું, જેમાં 172માંથી 122 લોકોના મોત થયા.