દિલ્હીના મહિપાલપુરમાં એક વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિ અને હોટલના કર્મચારીનું નામ સામે આવ્યું છે, જેમની બાદમાં પોલીસે ધરપકડ કરી હતી. મહિલા બ્રિટિશ મૂળની છે અને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરીને અહીં પહોંચી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂૂ કરી છે.
આ કેસની માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું કે ઈંગ્લેન્ડમાં રહેતી એક વિદેશી મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કૈલાશ નામના યુવક સાથે મિત્રતા કરી હતી. આરોપી નશામાં હતો. દરમિયાન યુવતીએ આરોપી યુવકને મળવા માટે હોટલમાં બોલાવ્યો હતો. બંને આરોપીઓએ હોટલમાં મહિલા સાથે ગંદું કૃત્ય કર્યું હતું. વસંત કુંજ (ઉત્તર) પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે ઘટના અંગે બ્રિટિશ હાઈ કમિશનને જાણ કરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી યુવક પૂર્વ દિલ્હીના વસુંધરા, મયુર વિહારમાં રહે છે. તેને રીલ્સ બનાવવાનો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનો શોખ છે. થોડા મહિના પહેલા તેની લંડનમાં રહેતી એક યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. થોડા દિવસ પહેલા યુવતી મહારાષ્ટ્ર અને ગોવા ફરવા આવી હતી. ત્યાંથી તેણે કૈલાશને ફોન કરીને મળવાનું કહ્યું. કૈલાશે ત્યાં જવા માટે અસમર્થતા દર્શાવી અને યુવતીને દિલ્હી આવવા કહ્યું. યુવતી મંગળવારે સાંજે દિલ્હી આવી હતી અને મહિપાલપુર સ્થિત હોટલમાં રોકાઈ હતી.
યુવતીના ફોન પર કૈલાશ તેના મિત્ર વસીમ સાથે હોટલ પહોંચ્યો હતો. દારૂૂ પીધો અને ત્યાં ભોજન લીધું. ત્યાર બાદ વાત કરતા તે હોટલના રૂૂમમાં ગયો હતો. જે બાદ આરોપીએ યુવતીની સંમતિ વિના તેની સાથે બળાત્કાર કર્યો હતો.
—