ગુજરાત
શ્રીજી મહારાજ રચિત 262 વચનામૃતો અમૃતવાણી સમાન: ત્રીદંડી સ્વામી
વડતાલના આંગણે લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ: પ્રથમ દિવસે મંગલાચરણ સાથે હરિભક્તોના હૈયે હરખની હેલી: અલૌકિક અક્ષરભૂવન મોડલનું અનાવરણ કરાયું
શ્રી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ તેમના વતી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતુ કે, તા. 7 નવેમ્બર – 2024 ગુરૂૂવાર થી તા. 15 નવેમ્બર – 2024 શુક્રવાર સુધી વિશ્વ વિખ્યાત તીર્થધામ વડતાલને આંગણે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલુ થઇ ગઈ છે ત્યારે કાલે પ્રથમ દિવસે જ મહોત્સવના મંગલાચરણ સાથે હરિભક્તોના હૈયે હરખની હેલી ચડી હતી, પ્રથમ દિવસે પ્રભાતના પહોરમા સ્વયં શ્રીજી મહારાજે 200 વર્ષે પહેલા પ્રાણપ્રતિષ્ઠા વખતે યોજેલી યાત્રાના માર્ગે જ ફરી વખત હાથિની અંબાડીએ પોથી રાખી, ઘોડાઓ, ઢોલ- નગારા-ડિ.જે. અને બેન્ડની સુરાવલી અને લશકરી ટોપો દર્શનીય પોથિયાત્રા નિકળેલ હતી.
ત્યારબાદ, સભામંડપમા પોથીયાત્રા પહોંચતા જ ₹300 કરોડના ખર્ચે અલૌકિક અક્ષરભૂવન નુ નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે ત્યારે તેનુ મોડલ બનાવીને હરિભક્તો માટે રાખવામાં આવ્યુ છે અને તે મોડલનું અનાવરણ અને પૂજા-અર્ચના કરી, મહોત્સવનો જયઘોષ કરી આકાશમા 200 બલૂન ઉડાડવામાં આવ્યા હતા અને સભામંડપના પ્રવેશદ્વારે રિબીન કટ કરી વડતાલ પિઠાધીપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વકતાપદે બિરાજીત સંપ્રદાયના બે મૂળધન્ય સંતો સદગુરૂૂ નિત્યસ્વરૂૂપદાસજી સ્વામી, સદગુરૂૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ, અને નવયુવાનોએ નૃત્ય નાટીકા કરી તેઓનુ ઉમળકાભેર સ્વાગત કરી 200 શંખનાદો એ શંખનાદ કરી વાતાવરણ મંત્રમુગ્ધ બનાવ્યુ હતુ ત્યારબાદ સંતો દ્વારા સ્વાગત અભીવાદન કરી દેવોની આરતી ઉતારી હતી તેમજ ત્યાં ઉપસ્થિત કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસીંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પકંજભાઇ દેસાઇ, સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી વિગેરે મહાનુભાવોએ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ત્યારબાદ દ્વિત્ય સત્રમા, વૈષ્ણવ પરંપરાના મહાન આચાર્યોમાંથી એક છે એવા અને 11મી સદીના ભારતીય વેદાંત આચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય, જે સમાનતા અને સર્વસમાવેશના સિદ્ધાંતોના પ્રચારક હતા, તેમના અધ્યાત્મિક વારસાને જાગૃત કરવા માટે અડગ પ્રયત્નો કરી રહ્યા છે એવા ત્રીદંડી દેવનાથ રામાનુજજીય સ્વામીજી સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેઓ હૈદરાબાદમાં આવેલા, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીના” સ્થાપક અને માર્ગદર્શક તેમજ વિશ્વપ્રસિદ્ધ ધર્મગુરુ છે જે લોકોમાં સમાનતા, સહિષ્ણુતા અને ભક્તિભાવના પ્રેરિત કરે છે. સ્વામીજીનું જીવન અને કાર્ય સંસ્કૃત શિક્ષણ, વૈદિક પરંપરાઓનું સંરક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણના વ્યાપમાં અનન્ય યોગદાન માટે ઓળખાય છે, તેમના માર્ગદર્શન હેઠળ, હજારો ભક્તો અને શિષ્યો આધ્યાત્મિક માર્ગ પર ચાલતા પ્રેરાય છે અને ભારતીય ધર્મ-સંસ્કૃતિના મૂળભૂત આદર્શોને જીવંત રાખવામાં સહકાર આપે છે.
ત્યારે પ્રથમ દિવસે જ આવા સદગુરૂૂ સંતોની ઉપસ્થિતિથી મંચ અને સભાખંડમા અલગ જ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને તેઓએ પોતાના વક્તવ્ય દરમ્યાન ભગવાન સ્વામિનારાયણ રચીત “262 વચનામૃતોને” ર1મી સદિની અમૃત વાણી અને શિક્ષાપત્રીને વેદ, ઉપનીષદો, ગીતા આદી સર્વે ગ્રંથોનો સાર ગણ્યો હતો અને વડતાલ ભૂમીને અક્ષરધામ તુલ્ય” ગણી આ પાવન ભૂમિ ઉપર ચાલી રહેલ મહોત્સવમા સૌને પધારવા આમંત્રણ પાઠવ્યુ હતુ અને તેઓએ પણ પોતાની ઉપસ્થિતિને સૌભાગ્ય ગણી આચાર્ય મહારાજ આદી સંતો મહંતોને વંદન કરી શુભકામનાઓની આપ-લે કરી મહોત્સવની સફળતાની અભ્યર્થના વ્યકત કરી હતી.
ત્યારબાદ, એસજીવિપી મહંત સદગુરૂૂ માધવપ્રિયદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, સદગુરૂૂ નિલકંઠચરણદાસજી સ્વામી, નિલકંઠધામ પોઇચાના મહંત શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, સંસ્કૃત વિદ્વાન સદગુરૂૂ જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી વિગેરે સંતોની ઉપસ્થિતિમાં મહોત્સવને અનેરો રંગ આપવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા-કિર્તનના રંગે રંગાવ્યા છે
એવા સદગુરૂૂ નિત્યસ્વરૂૂપદાસજી સ્વામી વકતાપદે બિરાજીત થઈ સત્સંગીજીવન અંદર આવતા “વડતાલ મહાત્મયેની કથા કરી હતી તેમનુ મુખથે વહેતી જ્ઞાનગંગા મા સર્વે ભક્તો તલિન થઇ મહારાજ સાથે ઓતપ્રોત થયા હતા ત્યારે સ્વામીએ બહારવટિયો જોબન પગી જેનાથી આખુ ચરોતર થરથર કાંપતુ અને જેની હાકલથી ડરતા એવા જોબની પગી બ્રહમાનંદ સ્વામીના જોગમા આવ્યા અને તેઓએ જોબનને મહારાજ પ્રત્યે દ્રઢ નિશ્ચય કરાવી કેવી રીતે ભક્ત બનાવ્યો અને તેના બામરોલી ગામના મિત્ર “રૂૂડીયા રખડુ ને પણ સ્વામીએ શ્રીજી મહારાજ પ્રત્યે નિશ્ચય કરાવી રૂૂડા ભગત બનાવ્યા જે સંપ્રદાયના વારસામા આજે પણ યાદગાર છે. વકતાએ જીવતા ભજન ભજી લેવા અને તન, મન, ધનથી સમાજ ઉપયોગી કાર્યોમા આગળ આવવા સૂચન કર્યું હતુ, સાથે કહ્યુ હતુ કે યોગી ન થાવ તો કંઈ નહી પણ દેશ, સમાજ અને ધર્મના કામોમા કોઇક ને ઉપયોગી જરૂૂર થજો”.
ગુજરાત
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે રઘુવીર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર અક્ષિત શૈલેષભાઈ શિંગડિયા આજે સવારે રમતો હતો ત્યારે રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા આવેલ દરખાસ્તોની ચર્ચાને સંકલનની કામગીરી શરૂ થયે તે દરમિયાન નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંકલન વેળાએ હાજરી આપતા તેમને તમામ સભ્યોએ આવકારી વેલકમ સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ કોર્પોરેટરો સાથે કમિશનરે પરિચય કેળવી સંકલનથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા કરી હોવાનું અને અમુક પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટીનીબેઠકમાં આજે શાસકપક્ષના સભ્યો દ્વારા સંકલનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ કમિશનર વિભાગમાંથી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા દરમિયાન નવા કમિશનર તુષાર સુમેરાને પણ વેલકમ કરવામાં આવેલ અને સાથે બેસી સંકલન કરવામાં આવ્યું હતું. સંકલન દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, શહેરનો દરેક નાગરિક પોતાની ફરિયાદ કમિશનર સુધી અને શાસક પક્ષ સુધી પહોંચાડી શકે તે માટે હવે મનપામાં અરજદારો માટે ડેશબોર્ડ મુકવામાં આવશે. જેના દ્વારા દરેક નાગરિક પોતાની ફરિયાદ સરળતાથી કરી શકશે. કમિશનરે વધુમાં જણાવેલ કે, આ પ્રકારની વ્યવસ્થા ભરૂચ મહાપાલિકામાં કાર્યરત છે.
જેને સારો પ્રતિસાદ સાપડ્યો છે અને લોકોના કામ પણ સરળતાથી થઈ રહ્યા હોવાથી આ નિમય રાજકોટ મહાનગરપાલિકામાં લાગુ કરવામાં આવશે તેમજ દરરોજ મુલાકાતીઓ માટે પણ સમયની ફાળવણી કરવામાં આવશે. આજની સંકલન સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા અનેક નવા નિયમો અમલમાં મુકવા માટે શાસકપક્ષના સભ્યો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે.
ભાજપ સંકલનમાં કમિશનરનું વેલકમ કર્યા બાદ તમામ કોર્પોરેટરો સાથે પરિચય કરાવવામાં આવ્યો હતો. પ્રજાલક્ષી કામગીરી ઉપરાંત લોકોએ ચુંટીને મોકલેલા પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો પણ પોતાના પ્રશ્ર્નો તેમજ વિકાસના કામો સહિતની ચર્ચા કમિશનર સાથે કરી શકે અથવા તેની વિગતો કમિશનરને સરળતાથી આપી શખે અને પ્રોજેક્ટો અંગેની માહિતી પણ મેળવી શકે તેવી વ્યવસ્થા માટે મ્યુનિસિપલક મિશનરે જણાવેલ કે, કોર્પોરેટરો તમામ કામનું ફોલોઅપ જાણી શકે તે માટે તેમજ દરેક કોર્પોરેટર સાથે કનેક્ટ રહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેવી જ રીતે મોબાઈલ એપ લીંકથી સોફ્ટવેર મારફત ભાજપના કોર્પોરેટર સાથે સંકલમાં રહી તમામ પ્રકારની સારામા સારી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરાએ સોમવારના રોજ ચાર્જ સંભાળી પ્રથમ બે દિવસ અધિકારીઓ સાથે પરિચય અને કામ અંગેની માહિતી મેળવી રિવ્યુ મીટીંગો યોજી હતી તેમજ હાલના ચાલુ પ્રોજેક્ટો અને આગામી દિવસોમાં શરૂ થનાર નવા પ્રોજેક્ટો સહિતના કામોની વિગત અધિકારીઓ પાસેથી મેળવી હોવાનું જાણવા મળેલ છે. આજે કમિશનરને ચાર્જ સંભાળ્યાને બે દિવસ થયા છે. ત્યારે જ તેઓએ આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી કોર્પોરેટરો અને ચેરમેન સાથે પરિચય કેળવી સાથે મળીને પ્રજાલક્ષી કામો કરવા માટેની તૈયારી દર્શાવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીમાં 7.97 લાખના ખર્ચને બહાલી
મનપાના સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ પરંતુ કમિટિની બેઠકમાં આજે રજૂ થયેલ 9 દરખાસ્તો પૈકી સાત દરખાસ્ત કર્મચારીઓને બિમારી સબબ સારવાર ખર્ચ પેટે આર્થિક તબીબી સહાયની રજૂ કરવામાં આવેલ જે તમામ સર્વાનુમતે મંજુર કરાઈ હતી. અને રૂા. 7,81,144 નો ખર્ચ મંજુર કરી અને મેયર એવોર્ડ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ વદારાનો રૂા. 16,200નો ખર્ચની મંજુરી સાથે કુલ રૂા. 7,97,344 મંજુર કરવામાં આવ્યા હતાં.
ગુજરાત
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
-
ગુજરાત1 day ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત1 day ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત1 day ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત1 day ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત1 day ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત1 day ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત1 day ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ
-
ગુજરાત1 day ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ