ગુજરાત
ગુજરાતના આણંદમાં બુલેટ ટ્રેનનો બ્રિજ ધરાશાયી, 3 મજૂરોના મોત
ગુજરાતના આણંદ જિલ્લામાં સોમવારે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થવાને કારણે અનેક કામદારો કાટમાળ નીચે દટાયા હતા. અકસ્માતની જાણ થતાં જ આણંદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ચાર મજૂરોને કાટમાળમાંથી બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ મજૂરોના મોત થયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.
https://www.facebook.com/share/v/9o4w3cPY2SULmR8c
દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ અકસ્માત અંગે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર કોંક્રીટના બ્લોક્સ પડ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આણંદ પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. અમારી ટીમ બચાવ કામગીરી પર નજર રાખી રહી છે.
આ અકસ્માતમાં 3 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે સોમવારે સાંજે મહિ નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર ત્રણ કામદારો કોંક્રિટ બ્લોક વચ્ચે ફસાયા હતા. ક્રેન અને ખોદકામ મશીનોની મદદથી રાહત કાર્ય ચાલી રહ્યું છે. એક મજૂરને બચાવી લેવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યાં ત્રણ મજૂરોના મોત થયા છે.
બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 20 બ્રિજ બનાવવામાં આવશે
આ દુર્ઘટના મહી નદી પર બની રહેલા પુલના તુટી જવાને કારણે બની હતી. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નવ નદી પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 20 નદી પુલ બનવાના છે. જેમાંથી 12 નદી પુલ બનાવવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ 508 કિમીની હાઈ સ્પીડ રેલ લાઈનનું નિર્માણ કરી રહી છે.
508 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન રૂટ
508 કિમીના રૂટમાંથી 351 કિમી ગુજરાતમાંથી અને 157 કિમી મહારાષ્ટ્રમાંથી પસાર થશે. કુલ 92% એટલે કે 468 કિલોમીટર લાંબો ટ્રેક એલિવેટેડ રહેશે. મુંબઈમાં સાત કિમીનો વિસ્તાર દરિયાની નીચે રહેશે. 25 કિમીનો માર્ગ ટનલમાંથી પસાર થશે. 13 કિમીનો ભાગ જમીન પર હશે. બુલેટ ટ્રેન 70 હાઈવે અને 21 નદીઓ પાર કરશે. આ માર્ગ માટે 173 મોટા અને 201 નાના પુલ બનાવવામાં આવી રહ્યા છે.
ગુજરાત
પાન ખાવા ગયેલા યુવકનું બાઇક અકસ્માતમાં મિત્રની નજર સામે જ મોત
ભગવતીપરામાં બનેલી ઘટના: ઘરે પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા સર્જાઇ કરૂણાંતિકા
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા બે મિત્રો રાત્રીના સમયે બાઈક લઈને પાન ખાવા ગયા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મિત્રની નજર સામે જ મોત નીપજ્યું હતું જ્યારે એક યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા સુનિલ બચુભાઈ ઝાલા (ઉ.વ.25) અને તેનો મિત્ર કૌશિક નવીનભાઈ પરમાર (ઉ.વ.39) ભગવતીપરા વિસ્તારમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ફરના તબીબે સુનિલ ઝાલાને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત કૌશિક પરમારની બાજુમાં સુનિલ ઝાલા એક માસ પૂર્વે જ રહેવા માટે આવ્યો હતો અને સુનિલ ઝાલા ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને સર્વિસ સ્ટેશનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો રાત્રીના સમયે બંને મિત્રો પાન ખાવા ગયા હતા અને પાન ખાઈને પરત ફરતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં સુનિલ ઝાલાનું મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
યાર્ડમાં મુહૂર્તના સોદામાં મગફળી-કપાસના ભાવ નબળા
મગફળીની રૂા. 1250 અને કપાસમાં રૂા.1100 સુધીની જ હરાજી થતાં ખેડૂતો નારાજ: મગફળી એક લાખથી વધુ ગુણી અને કપાસની 20 હજાર ભારી સહિતની જણસીથી યાર્ડ છલકાયું
નવા વર્ષના તહેવાર બાદ લાભપાંચમથી યાર્ડમાં જણસીની આવક થઈ હતી. મગફળી અને કપાસથી રાજકોટનું બેડી યાર્ડ છલકાયુ હતું. યાર્ડમાં મુહુર્તના સોદામાં જ મગફળી અને કપાસના ભાવ નબળા મળ્યા હતા. યાર્ડમાં મગફળીની રૂા. 1250 અને કપાસની રૂા. 1100 સુધીમાં જ હરરાજી થતાં પુરતા ભાવ નહીં મળતા ખેડુતો નારાજ થયા હતાં. અને આર્થિક ભારણ વધી ગયું હોવાની વ્યથા ટાલવી હતી. યાર્ડમાં એક લાખતી વધુ મગફળીની આવક થતાં હાલ પુરતી મગફળીની આવક બંધ કરાઈ છે.
આજે વહેલી સવારે જ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન જયેશ બોઘરાએ શ્રીફળ વધારીને એને વેપારીઓના મીઠા મોઢા કરાવી મગફળીની હરાજીના શ્રી ગણેશ કરાવ્યા હતા. મુહૂર્તમાં જ નિકાવાના ખેડૂત કૃપાલસિંહને 1250ના ભાવ મળ્યા હતા. સરેરાશ 1250 થી 1100 સુધીના મગફળીના ભાવ બોલાયા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 1350 રૂૂપિયાનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે ટેકાના ભાવ કરતા બજાર ભાવ આ વખતે ઓછો જોવા મળ્યા હતાં.
પરંતુ વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ભાવ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સામાન્ય વર્ષો કરતા આ વર્ષે ભાવ થોડો ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી અઠવાડિયા 15 દિવસમાં ભાવ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ મગફળી સાથે સાથે અન્ય જળસીઓની પણ મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ ₹25,000 મળ જેટલી આવક નોંધાઈ હતી.
લાભ પાંચમની શરૂૂઆતમાં જ ખેડૂતોને ઓછા ભાવ મળતા ક્યાંક ખેડૂતો પણ નિરાશ જોવા મળ્યા હતા. રાજકોટ બેડી યાર્ડમાં આવેલ જામનગરના ખેડૂતે ખ જણાવ્યું હતું કે આ વખતે એક બાજુ ખેડૂતો રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ તેમના રૂૂપિયા આપતી નથી બીજી બાજુ બજારમાં પણ ભાવ ઓછા મળી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતોને 1500 રૂૂપિયાની આસપાસ મગફળીના ભાવ મળવા જોઈએ પરંતુ તે પણ મળતા નથી હાલ અમારે રૂૂપિયા ની જરૂૂર હોવાના કારણે મગફળી નું વેચાણ કરવું પડી રહ્યું છે. ગમે તે ભાવ હોય તે ભાવમાં રૂૂપિયાની જરૂૂરિયાત હોવાના કારણે મગફળી વેચવા અમે મજબુર બન્યા છે.
ગુજરાત
ભવાનીનગરમાં વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત
ઢેબર કોલોનીમાં યુવતી અને રણછોડનગરમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા વૃદ્ધાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હતું વૃદ્ધાના મોતથી પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં રહેતા ગંગાબેન ભીમજીભાઇ ગોહેલ નામના 65 વર્ષના વૃદ્ધા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ચાલીને જતા હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા વૃદ્ધા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ વૃદ્ધાનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ઢેબર કોલોની ક્વાર્ટરમાં રહેતી નિકિતાબેન દીપકભાઈ ચૌહાણ નામની 22 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. જ્યારે બીજા બનાવમાં રણછોડનગરમાં રહેતા અરુણ બચુભાઈ પાસવાન નામના 30 વર્ષના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
આંતરરાષ્ટ્રીય2 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
રાષ્ટ્રીય1 hour ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
ગુજરાત6 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન
-
આંતરરાષ્ટ્રીય3 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય6 hours ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
ક્રાઇમ3 hours ago
રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય5 hours ago
‘ટ્રુડો ભારતમાંથી ભાગી ગયેલા કટ્ટરપંથીઓ અને ગુનેગારોને કેનેડામાં આપે છે આશ્રય’, ભૂતપૂર્વ કેનેડિયન અધિકારીએ ખોલી પોલ
-
ગુજરાત3 hours ago
લખતરના ધણાદ ગામે ‘ખોટા મોબાઈલ નંબર કેમ આપ્યા’, કહી ખેતમજૂર પર ફાયરિંગ