ધાર્મિક
આજે દિવાળીના દિવસે ભૂલથી પણ ન કરતાં આ કામો, નહીતર આખું વર્ષ થશો હેરાન!
હિંદુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક દિવાળીનો તહેવાર છે. લોકો આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે. આ વર્ષે દિવાળીનો તહેવાર આજે એટલે કે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીના અવસર પર માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. દિવાળી પર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. ચાલો જાણીએ દિવાળીના દિવસે શું કરવું
દિવાળી પર શું ન કરવું?
- દિવાળી પર ઘરમાં કોઈ ગંદકી ન રાખો. આવી જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ નથી.
- દિવાળીના અવસર પર કોઈને પણ તમારા દરવાજાથી ખાલી હાથે જવા દેવા નહિ.
- દિવાળી પર જુગાર ન રમો, દારૂ પીવો અને તામસિક ભોજનનું સેવન ન કરવું.
- દિવાળી પર કોઈની પાસેથી લોન ન લેવી જોઈએ.
- દિવાળી પર નખ કાપવા અને મુંડન કરવાનું ટાળવું જોઈએ.
- દિવાળી પર ભૂલથી પણ કોઈ મહિલાનું અપમાન ન કરો.
- આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ.
દિવાળીના દિવસે શું કરવું જોઈએ?
- દિવાળીના અવસર પર, આખા ઘરને સારી રીતે સાફ કરો અને તેને રંગોળી અને ફૂલોથી સજાવો.
- શુભ સમયે લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરો.આ દિવસે, નજીકના લોકો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને મીઠાઈ અને પ્રસાદનું વિતરણ કરવું શુભ માનવામાં આવે છે.
- દિવાળીના અવસર પર ખરાબ ટેવો છોડીને સારા કાર્યો અને આદતો અપનાવો.
- દિવાળી પર તમારી ક્ષમતા મુજબ દાન કરો.
ધાર્મિક
ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત તેને દેવી લક્ષ્મીનો વાસ પણ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ અને નકારાત્મકતા દૂર રહે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને જો તુલસી પાસે રાખવામાં આવે તો વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
તુલસી પાસે કચરો ન નાખવો
તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર છે, તેથી તેની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ. તેમજ તુલસી પાસે ડસ્ટબીન ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે.
તુલસી પાસે ચંપલ ન રાખો
તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તુલસી પાસે ક્યારેય ચંપલ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી પાસે ચંપલ રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે.
શિવલિંગને તુલસીમાં કેમ ન રાખવું જોઈએ?
શિવલિંગને ક્યારેય તુલસીના વાસણમાં ન રાખવું જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર, તુલસીનું તેના પાછલા જન્મમાં નામ વૃંદા હતું જે જલંધર નામના રાક્ષસની પત્ની હતી. આ રાક્ષસનો ભગવાન શિવે નાશ કર્યો હતો. આ કારણે શિવલિંગને તુલસીથી દૂર રાખવામાં આવે છે.
તુલસી પાસે સાવરણી ન રાખવી
તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે, જ્યારે સાવરણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે. તેથી ભૂલથી પણ તુલસી પાસે સાવરણી ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવા
ઘરમાં કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે. તેથી કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવા જોઈએ.
ધાર્મિક
કાલે સવારે 10-30 વાગ્યાથી શનિવારી અમાસનું અનન્ય મહત્ત્વ: હનુમાનજીની કરો પૂજા
ઉનની વસ્તુનું દાન કરવાથી શનિપીડામાં થશે રાહત
શનિવારે સવારે 10-30 થી શનિવારી અમાસનું મહત્વ કારતક વદ ચૌદશને શનિવાર તા.30-11-2024ના દિવસે સવો 10-30 થી અમાસ તિથી છે. આથી શનિવો સવારે 10-30 કલાકથી શનિવારી અમાસ ગણાશે.
શનિવારી અમાસના દિવસે હનુમાનજીની પુજા શનિદેવની પુજાનું મહત્વ વધારે છે. આ દિવસે શનીદેવ તથા હનુમાનજીને સરસવના તેલનો દિવો કરવો સરસવનું તેલ ચડાવવું અળદ ચડાવવા હનુમાન ચાલીસના પાઠ કરવા શનીદેવના મંના જાપ કરવા શની કવચના પાઠ કરવાથી શની પીડા ઓછી થાય છે. ખાસ કરીને અત્યારે મકર, કુંભ, મીન રાશીના જાતકોને સાડાસાતી ચાલી રહી છે તો શનીદેવની પનોતીની પીડા દુર કરવા માટે આ દિવસે કરેલ પુજા વધારે ફળદાઇ બને છે. તે ઉપરાંત શનિવારી અમાસના દિવસે કાળા અળદ કાળુ અથવા બ્લુ કાપડ, સ્ટીલનું વાસણ, પગરખા, કાળી ધાબળી, ઉનના વસ્ત્રનું દાન દેવાથી શનીપીડા ઓછી થાય છે. આદિવસે પિતૃતર્પણ કરવું. પીપળે પાણી રેડવું પિતૃકાર્ય કરાવવું. પિતૃઓને મોક્ષગતી આપનાર બને છે.
(સંકલન)શાસ્ત્રી રાજદીપ જોષી(વૈદાંતરત્ન)
ધાર્મિક
કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ
કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે આગલા દિવસે રાત્રી એ પણ ફરાળ લેવું ત્યાર બાદ મંગળવારે દિવસે સવારના વહેલા ઊઠી નિત્ય કર્મ કરી અને વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું આખો દિવસ એકટાણું અથવા ઉપવાસ રહેવો. ભગવાનને નેવેદ્ય માં ફક્ત ફળો નો પ્રસાદ અને બદામ ધરાવવી બપોરના સૂવું નહીં રાત્રી ના 12 વાગ્યા સુધી નું જાગરણ કરવું સાંજના સમયે શ્રી કૃષ્ણ ભગવાનનું કીર્તન અને ભજન કરવા અથવા તો શ્રીકૃષ્ણ શરણમ મમ મંત્ર ના જપ કરવા ઉત્તમ રહેશે તથા એકાદશી ની કથા સાંભળવીએકાદશી ની વ્રત કથા : મુર નામના રાક્ષસે પ્રજાને રંજાડવા માંડી. દેવો પ્રજા ની મદદ ગયા. મુરે દેવોને પણ ન છોડયા . તેમનો પણ પરાજય કર્યો. ભગવાન વિષ્ણુ દેવો ની મદદ કરવા આવ્યા . પણ મુરે વિષ્ણુને પણ હરાવ્યા, વિષ્ણુ હારીને બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા . મુર તેમની પાછળ દોડયો. ભગવાન એક ગુફામાં સૂતા હતા ત્યાં આ રાક્ષસ આવી પહોંચ્યો. રાક્ષસ જેવો વિષ્ણુને મારવા જતો હતો ત્યાં જ વિષ્ણુ ભગવાનના દેહમાંથી એક દેવી ઉત્પન્ન થયા.
તેમણે રાક્ષસને હણ્યો. દેવો ને પ્રજાને મુક્તિ અપાવી. આ દેવી તે જ ઉત્પત્તિ એકાદશી.. વિષ્ણુએ એકાદશીને કહ્યું : પ હું તારા પર પ્રસન્ન થયો છું . તારી ઇચ્છામાં આવે તે માંગી લે .! એકાદશીએ કહ્યું: પહું સર્વ તિથિઓમાં ઉત્તમ સર્વ વિઘ્નને હરનારી તથા બળ આપનારી બનું . જે મનુષ્યો મારા દિવસે પરમ ભક્તિથી ઉપવાસ કરશે તેને સર્વ સિદ્ધિઓ મળશે…..
બોધ
ઉત્પતિ એકાદશી નો બોધ
જો તમે સાચું કાર્ય કર્તા હો સાચા લોકો ની મદદ કરતા હો તેમાં કોઈપણ જાતની મુસીબત આવે તોપણ ડરવું નહીં અંતે સત્ય કાર્ય થઈ ને જ રહેશે અ ેટલે કે સત્યનો વિજય થઈને જ રહેશે વિષ્ણુ ભગવાન પણ દેવતાઓની અને પ્રજા જનો ની મદદ કરવા ગયેલા આથી અંતે વિષ્ણુ ભગવાનનો જ વિજય થયેલો આમ સત્યનો વિજય થાય જ છે.
-
ધાર્મિક2 days ago
ભૂલથી પણ તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ, નહીંતર થઈ શકે છે અણધાર્યું નુકસાન
-
આંતરરાષ્ટ્રીય2 days ago
દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું
-
ગુજરાત23 hours ago
બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ
-
ગુજરાત22 hours ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત23 hours ago
અશાંતધારાના ભંગની રજૂઆત બાદ સિટી પ્રાંત દ્વારા નિવેદન નોંધવાનું શરૂ
-
ગુજરાત22 hours ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત23 hours ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત23 hours ago
અમુક વિસ્તારોનો જંત્રી દર ખૂબ જ વધારે, રાજ્ય સરકારમાં રિપોર્ટ રજૂ