આંતરરાષ્ટ્રીય
‘મીઠા’ના વધુ સેવનથી પ્રતિ વર્ષ 18 લાખ લોકોનાં મોત
શરીર માટે 5 ગ્રામ થી વધુ મીઠુ (સોલ્ટ)જોખમી, WHOનો આંખ ઉઘાડતો અહેવાલ
જો ભોજનમાં SALT ન હોય તો ભોજનનો સ્વાદ નહિવત બની જાય છે. આજે તમે મીઠા(SALT) વગર તમારા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. મીઠું કેટલું મહત્ત્વનું છે તેની તમે કલ્પના કરી શકો છો કે ભારતમાં તેના માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન પદાંડી કૂચથ અથવા મીઠાના સત્યાગ્રહ પણ થયો હતો. ત્યારે જણાવીએ કે મીઠું આપણા શરીર માટે કેટલું મહત્ત્વનું છે અને તેના કારણે દર વર્ષે કેટલા લાખ લોકો મૃત્યુ પામે છે.
બીબીસી વર્લ્ડ સર્વિસે આના પર એક કાર્યક્રમ ધ ફૂડ ચેઈન કર્યો છે. તે જણાવે છે કે મીઠું આપણા શરીર માટે કેટલું જોખમી હોઈ શકે છે. જો કે, ઘણા નિષ્ણાતો છે જેઓ કહે છે કે મીઠું(SALT) આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, અમેરિકાની રુટગર્સ યુનિવર્સિટીના ન્યુટ્રિશનલ સાયન્સના પ્રોફેસર પોલ બ્રેસ્લિન બીબીસી સાથે વાત કરતા કહે છે, મીઠું જીવન માટે જરૂૂરી છે.
આ એટલા માટે છે કારણ કે સક્રિય માનવ કોષો માટે મીઠુ(SALT) ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય જો આપણે પૂરતા પ્રમાણમાં સોડિયમનું સેવન ન કરીએ તો મૃત્યુ પણ થઈ શકે છે. હકીકતમાં, સોડિયમની ઉણપ હાઈપોનેટ્રેમિયા નામની બીમારીનું કારણ બની શકે છે, જે મૂંઝવણ, ઉલટી, હુમલા, ચીડિયાપણું અને કોમા જેવી ગંભીર સ્થિતિઓનું કારણ બની શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) અનુસાર, દૈનિક આહારમાં 5 ગ્રામ મીઠું(SALT) લેવું જરૂૂરી છે. 5 ગ્રામ મીઠામાં લગભગ 2 ગ્રામ સોડિયમ હોય છે, જે એક ચમચી જેટલું હોય છે. જો કે, લોકો માત્ર 5 ગ્રામ મીઠું ખાતા નથી પરંતુ તેનો બમણો ઉપયોગ કરે છે. ઠઇંઘ ના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે લોકો દરરોજ સરેરાશ 11 ગ્રામ મીઠું ખાય છે.
જેના કારણે હ્રદય રોગ, ગેસ્ટ્રિક કેન્સર, ઓસ્ટીયોપોરોસીસ, સ્થૂળતા અને કિડનીના રોગોનું જોખમ વધી જાય છે.
દર વર્ષે મીઠાના(SALT) કારણે થતા મૃત્યુની વાત કરીએ તો, વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ દર વર્ષે સમગ્ર વિશ્વમાં મીઠાના કારણે લગભગ 18.9 લાખ લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુમાં મીઠું સીધી ભૂમિકા ભજવતું નથી. ઊલટાનું, મીઠું રોગોની પ્રગતિમાં ભૂમિકા ભજવે છે જે લોકોના મૃત્યુનું કારણ બને છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો હંમેશા ભલામણ કરે છે કે મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. શુગરને લઈને પણ લોકોને આ પ્રકારની સલાહ આપવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય
મસ્ક ગેલમાં, સિંક લઇને નીકળ્યા, ફોટો શેર કર્યો
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કાઉન્ટિંગ ચાલુ છે. જેમાં ડેમોક્રેટ કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ઈલોન મસ્કે ટ્રમ્પની જીત પાક્કી થઈ રહી હોવાના સંકેતો વચ્ચે સોશિયલ મીડિયા પર રોચક તસવીરો શેર કરી રહ્યા છે. જે વાયરલ થઈ રહી છે.
ઈલોન મસ્કે પોતાના પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે એક સિંક લઈ જતાં જોવા મળ્યા છે. જેની કેપ્શન લખી છે કે, લેટ ધેટ સિંક ઈન, અર્થાત કોઈપણ સ્ટેટમેન્ટને સમજવુ તથા તેના પર વિચાર કરવો.
ઈલોન મસ્કે સતત ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પ્રચાર અને પોસ્ટ કરી છે. તેમણે એક એઆઈ ઈમેજ પણ પોસ્ટ કરી હતી. જેમાં ઈલોન મસ્ક એઆઈ અવતારમાં મંત્રી પદની શપથ લઈ રહ્યા હતા. કયાં ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળશે તેની પણ જાહેરાત આ તસવીરમાં શેર કરી હતી. અન્ય એક પોસ્ટમાં મસ્કે એઆઈનો ઉપયોગ કરી પોતે અને ટ્રમ્પને ડાન્સ કરતાં રજૂ કર્યા છે.
આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની સરખામણીમાં ભારતીય મૂળની કમલા હેરિસ પાછળ રહી ગઈ. આ ચૂંટણીમાં ભારતીય મૂળના નેતાઓ પણ જોવા મળ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી ભારતીય મૂળના કુલ 6 નેતાઓ યુએસ કોંગ્રેસના સાંસદ બનવામાં સફળ રહ્યા છે. સુહાસ સુબ્રમણ્યમ વજીર્નિયા સીટ પરથી જીત્યા છે. આ સિવાય કેલિફોર્નિયાથી અમી બેરા, ઇલિનોઇસથી રાજા કૃષ્ણમૂર્તિ, કેલિફોર્નિયાથી રો ખન્ના, વોશિંગ્ટનથી પ્રમિલા જયપાલ અને મિશિગનથી શ્રી થાનેદાર સાંસદ બનવામાં સફળ રહ્યા છે.
વર્તમાન કોંગ્રેસ (યુએસ સંસદ)માં તેમની સંખ્યા પાંચ હતી. તમામ પાંચ વર્તમાન ભારતીય અમેરિકન સભ્યો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ફરી ચૂંટાયા છે. ભારતીય-અમેરિકન વકીલ સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયા અને સમગ્ર ઇસ્ટ કોસ્ટમાંથી ચૂંટાયેલા સમુદાયમાંથી પ્રથમ વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે. સુબ્રમણ્યમે રિપબ્લિકન પાર્ટીના માઈક ક્લેન્સીને હરાવ્યા હતા. તેઓ હાલમાં વર્જિનિયા રાજ્યના સેનેટર છે.
ડો. અમીશ શાહ એરિઝોનાના 1 લી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી સામે પાતળી સરસાઈથી આગળ છે. જો તે જીતવામાં સફળ થાય છે તો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતીય અમેરિકનોની સંખ્યા વધીને સાત થઈ જશે.
આંતરરાષ્ટ્રીય
હવે અમેરિકામાં ઘુસણખોરી બંધ: ચૂંટાતાની સાથે જ ટ્રમ્પની ગર્જના
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં આ એક મોટી જીત છે અને હવે અમે અમારા વચનો પૂરા કરવાનું શરૂૂ કરીશું. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ઘૂસણખોરી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. હવે કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. કમલા હેરિસ પર મોટી જીતનો દાવો કરતા તેમણે કહ્યું કે તેઓ 315 વોટ મેળવીને રાષ્ટ્રપતિ બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જીત બાદ ભાષણ આપતા કહ્યું કે આ અમેરિકાની જીત છે અને હવે સુવર્ણ યુગની શરૂૂઆત થશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં આ એક મોટી જીત છે અને હવે અમે અમારા વચનો પૂરા કરવાનું શરૂૂ કરીશું. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ઘૂસણખોરી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. હવે કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી શકશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે જ ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનનો નાશ કર્યો છે.
આ દરમિયાન તેમણે ચૂંટણીમાં તેમને સમર્થન આપનાર ઈલોન મસ્કની પણ પ્રશંસા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે તેઓ ખૂબ જ શાનદાર વ્યક્તિ છે. ફ્લોરિડામાં ભાષણ આપતી વખતે ટ્રમ્પે કહ્યું કે એલન મસ્ક સુપર જિનિયસ છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે મોટી સંખ્યામાં એવા લોકોને પાછા મોકલીશું જેઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે. તેમણે કહ્યું કે અમારા કરદાતાઓના પૈસા આવા લોકો પર ખર્ચવામાં આવી રહ્યા છે. અમે આ પર રોક લગાવીશું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં વારંવાર પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ યુદ્ધ બંધ કરશે. હવે માનવામાં આવી રહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ આવી શકે છે.
એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને દાવો કર્યો હતો કે બેન્જામિન નેતન્યાહુ તેમના સારા મિત્ર છે. હું તેમની સાથે વાત કરીને યુદ્ધ બંધ કરીશ. નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિણામો એ પણ દર્શાવે છે કે અમેરિકનો નથી ઈચ્છતા કે તેમના દેશના પૈસા યુદ્ધમાં ખર્ચવામાં આવે. તેથી જ તેણે ડોનાલ્ડ ટ્રમ્પને વ્યાપક સમર્થન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે અને તેઓ તેમની કડક ભાષા અને નિર્ણયો માટે જાણીતા છે.
-
રાષ્ટ્રીય10 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય10 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય11 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
રાષ્ટ્રીય14 hours ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય7 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ7 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
ક્રાઇમ7 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ગુજરાત14 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD રજીસ્ટ્રેશન ફી વધારો પાછો ખેંચવા માટે NSUI તરફથી આવેદન