જામજોધપુરના બાલવામાં સાવજ ડેરીમાં કામ કરતા – એક પરપ્રાંતીય શ્રમિકને મોબાઈલ ચાર્જીંગમાં મૂકવા જતી વખતે જનરેટરમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં આવેલી સાવજ ડેરીમાં કામ માટે આવેલા મૂળ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ભામઈ ગામના વતની ગુલશનભાઈ ઉપેન્દ્રભાઈ કેંઠેરીયા (ઉ.વ.20) નામના શ્રમિક મંગળવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે સાવજ ડેરીમાં મૂકવામાં આવેલા જનરેટર પાસેહતા. આ વેળાએ તેઓએ મોબાઈલ ચાર્જ કરવા માટે પ્રેયત્ન કરતા તેઓને જનરેટરમાંથી જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ફેંકાઈ ગયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અરૂૂણકુમાર સુંદરસિંગ પોલીસને જાણ કરી છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસહાય ધરી છે.
જામજોધપુરના બાલવામાં મોબાઇલ ચાર્જીંગમાં મુકતી વેળાએ વીજ આંચકો લાગતા શ્રમિકનું મોત
જામજોધપુરના બાલવામાં સાવજ ડેરીમાં કામ કરતા – એક પરપ્રાંતીય શ્રમિકને મોબાઈલ ચાર્જીંગમાં મૂકવા જતી વખતે જનરેટરમાંથી વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુર તાલુકાના બાલવા…
