9 જેટલા લોકોને ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયા: એક બાળકની હાલત ગંભીર, આરોગ્યતંત્રમાં દોડધામ
રાજકોટ શહેરના રામમનાથપરા મંદિર, ભવાનીગર મેઈન રોડ અને કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં બોલબાલા ટ્રસ્ટના મહિલા મંડળ દ્વારા છાશ વિતરણ કરવામા આવ્યું હતું. બાદમાં સમી સાંજે બાળકો સહિત 30 લોકોને ફૂડ પોઈઝનની અસર થતા તાકિદે સારવાર અર્થે ગુંદાવાડી હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક બાળકની ગંભીર જણાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. છાશની ગુણવત્તા ચકાસવા છાશના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરમાં વર્ષોથી લોકોની જઠરાગ્નિ ઠારતું બોલબાલા ચેરી.ટ્રસ્ટ હાલ શહેરમાં પડી રહેલા આકરા તાપના કારણે શહેરના છેવાડાના વિસ્તારોમાં જઈ છાશનું વિતરણ કરે છે. ત્યારે ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યા આસપાસ બોલબાલા ટ્રસ્ટના મહિલા મંડળ દ્વારા રામનાથપરા મંદિર, ભવાનીનગર મેઈન રોડ, કુબલીયાપરા સહિતના વિસ્તારોમાં છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાદમાં સમીસાંજે બાળકોને નસ્ત્રઉલ્ટીઓ શરૂૂ થતા જ ગુંદાવાડી હોસ્પિલમાં ખસેડતા ફૂડ પોઈઝનની અસર થઈ હોવાથી છાશ પીધેલ છ બાળકોને વોર્ડ ઈમરજન્સી તેમજ એક બાળકની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં દાખલ કરવો પડયો હતો.હાલમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં જય રમેશભાઈ બાંભણીયા (ઉ.વ.8), જયરાજ હિતેશભાઈ જાડા (ઉ.વ.10), ઇસાન રાજુભાઈ ચાવડા (ઉ.વ.12), રાજવી રોહિતભાઈ પરમાર (ઉ.વ.4), અંશુબેન નવનીતભાઈ રાવળ (ઉ.વ.8), હાર્દીક નરેન્દ્રભાઈ ભાટી (ઉ.વ.6), હસુ નવીનભાઈ ચાવડા (ઉ.વ8), દિપાલી દિનેશભાઈ શીયાળ (ઉ.વ.21), નમ્રતાબેન ધરમશીભાઈ ચૌહાણ (ઉ.વ.21), મુકેશભાઈ પ્રભુદાસભાઈ ગોંડલીયા (ઉ.વ.38), રમાબેન ભુપતભાઇ શીયાળ (ઉ.વ.42) સહિતના બાળકોને સારવાર હેઠળ છે. આ અંગે બોલબાલા ચેરી.ટ્રસ્ટના સંસ્થાપક જયેશ ઉપાધ્યાયનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે રામનવમીના પર્વથી છાશ વિતરણ શરૂૂ કર્યું હતું. અને કિશાન ગૌશાળામાંથી એકાત્રા-બે દિવસે છાશ ત્યાંથી નિ:શુલ્ક લઈ આવી અને વિતરણ કરીએ છીએ જે ઘટના બની તે દુ:ખદ છે. હાલ હું શહેરમાં નથી પણ ઘટનાને પગલે હું રાજકોટ આવવા નીકળી ગયો છું અને તમામ બાળકના પરિવારને રૂૂબરૂૂ મળીશ તેમ અંતે જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતા જ વોર્ડ નં 7ના નગર સેવક તથા તેની ટીમ દોડી ગઈ હતી. જેમાં એક બાળકની હાલત ગંભીર જણાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. છાશની ગુણવત્તા ચકાસવા છાશના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
