સગીર પાસેથી ચોરાઉ બાઈક જપ્ત
ધ્રોલ પોલીસે ચોરાઉ બાઈક સાથે એક કિશોરને પકડી પાડ્યો હતો. કાયદાથી સંઘર્ષિત કિશોરે આ બાઈક જામનગરના નાગનાથ ગેટ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.
ધ્રોલ પી.આઈ. એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન હેડ કોસ્ટેબલ આર.કે.મકવાણા, કે.ડી.કામરિયા તેમજ એચ. જે. જાડેજા અને કોસ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી જે બાતમીના આધારે વોચ ગોઠવી રવેચી હોટલ પાસે એક કિશોર ચોરી કરેલી બાઇક સાથે ઝડપાયો હતો. પોલીસે કિશોરને અટકાવી બાઇક અંગે પુછપરછ કરતા તેણે આ બાઇક ગત 3 સપ્ટેબરે રાત્રિના જામનગરના નાગનાથ ગેટ પાસે આવેલ આર.કે. મેડિકલ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. ધ્રોલ પોલીસે બાઈક (જીજે-10- એજે 3277) કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
