જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરના અપહરણની ફરિયાદ: ટંકારાના હરબટિયાળી નજીક અકસ્માતમાં યુવાનનું મોત
મોરબીના બગથળા ગામે 40 વર્ષીય યુવાન કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બગથળા ગામના વાલજીભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા (ઉ.વ.40) ગત તા. 03 ના રોજ વાડી સીમ વિસ્તારમાં કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું હતું બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે અને બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 2 મોરબી તાલુકાના નવી પીપળી ગામે 42 વર્ષીય આધેડે પોતાના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું બનાવ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવી પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજોડીયા (ઉ.વ.42) નામના આધેડ ગત તા. 03 ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર દોરડા વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા તપાસ ચલાવી છે.
3 મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી 11 વર્ષના સગીર બાળકનું અપહરણ થતા બનાવ અંગે સગીરના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.અપહરણના બનાવ અંગે સગીરના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના 11 વર્ષ 10 મહિના અને 16 દિવસના દીકરાને અજાણ્યો ઇસમ ગત તા. 22 ઓગસ્ટના રોજ રાત્રીના સાડા આઠ વાગ્યા પછી કોઈપણ સમયે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે મોરબી તાલુકા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
4 મોરબી રાજકોટ હાઈવે પર હરબટીયાળી ગામ નજીક કાર ચાલકે પાછળથી રિક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી ગઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાન દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના પંચાસર રોડ જનક સોસાયટીમાં રહેતા એહમદશાહ ઈબ્રાહીમભાઈ શાહમદારે કાર જીજે 15 સીબી 9808 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. 23 ઓગસ્ટના રોજ ફરિયાદીના નાના ભાઈ મહમદસાહિલ તેની અતુલ શક્તિ રીક્ષા જીજે 03 બિયું 3747 લઈને રાજકોટ જતો હતો ત્યારે હરબટીયાળી ગામથી થોડે આગળ રાજકોટ જવાના રોડ પર કાર ચાલકે પુરઝડપે ચલાવી રિક્ષાને પાછળથી ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ફરિયાદીના નાણા ભાઈ મહમદ સાહિલ રીક્ષામાં દબાઈ જતા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજાવી નાસી ગયો હતો ટંકારા પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
