Connect with us

મોરબી

મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનો જેલવાસ લંબાયો, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

Published

on

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને મોટોે ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નિયમિત અરજીની જયસુખ પટેલની અરજી ફગાવી દીધી છે. થોડા દિવસ પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો હતો. સરકાર પક્ષે પણ જવાબ રજૂ કરાયો હતો.
કોર્ટમાં સરકાર પક્ષે દલીલ કરી કે, એફએસએલ રિપોર્ટમાં પણ જણાવ્યું છે કે બ્રિજ ઘણા કારણોથી નબળાઈ ધરાવે છે.
નીચલી અદાલતમાં ચાર્જફ્રેમ પ્રક્રિયા પણ હજુ બાકી છે. ઘણા બધા સાક્ષીઓ હોવાથી હજુ ટ્રાયલને ઘણો સમય લાગશે, તે સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ નથી. તે એક ઉદ્યોગપતિ છે. જેલમાં રહેવાથી તેમના ઉદ્યોગને પણ થઈ શકે છે, નુકસાન ટ્રાયલ દરિમયાન ક્યાંય નાસી ભાગી જાય તેવા આરોપી નથી. આવી દલીલો કરી સરકારી વકીલે પણ જયસુખ પટેલને જામીન મળે તો કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો.
જયસુખ પટેલ તરફથી રજુઆત કરતા સિનિયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ એમ પણ જણાવ્યું હતું કે આ કેસમાં અન્ય છ સહ-આરોપીઓ ત્રણ સિક્યુરિટી ગાર્ડ, બે ટિકિટિંગ ક્લાર્ક અને ઓરેવા ગ્રુપના મેનેજરને જામીન મળી ચૂક્યા છે. અન્ય આરોપોની સાથે કુલ 10 લોકો પર સદોષ માનવવધનો ગુનો દાખલ કરાયો છે. નાણાવટીએ રજૂઆત કરી હતી કે, ત્યાં બેદરકારી હોઈ શકે છે, જે ગુનાહિત બેદરકારી હોઈ શકે છે અને તે ગુનો હોઈ શકે છે, પરંતુ ત્યાં કોઈનું મૃત્યું નિપજાવવાનો કોઇ ઇરાદો નથી. જયસુખ પટેલે દિવાળીની રજાઓને કારણે પુલ પર જામેલી ભીડ સામેની બેદરકારી જવાબદાર ગણાવી હતી, જેના કારણે પુલ તૂટી પડ્યો હતો. જો સમારકામમાં ખામી હોત, તો કંઈક કરી શકાયું હોત, થોડી વધુ સાવચેતી રાખવામાં આવી શકી હોત, પરંતુ એવી ખબર ન હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો જશે અને પુલ તૂટી પડશે.
બ્રિજ ટિકિટોના વેચાણમાંથી કંપની અને જયસુખ પટેલને નફો થયો હોવાના આક્ષેપોને નકારી કાઢતાં નાણાવટીએ એવી રજૂઆત કરી હતી કે રૂૂ.15ની કિંમતની 100 ટિકિટોના વેચાણનો પણ કોઈ અર્થ નથી અને કંપનીએ માત્ર જિલ્લા કલેક્ટર કચેરીના આગ્રહને કારણે જ પુલની જાળવણીનું કામ સ્વીકાર્યું હતું. જામીન અરજીનો વિરોધ કરતા ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન હેઠળ મૃત્યુ પામેલા અનેક પીડિતો વતી દલીલો કરતા એડવોકેટ રાહુલ શર્માએ રજૂઆત કરી હતી કે આ કૃત્ય સાદી બેદરકારી નહીં પણ ઘોર બેદરકારીનો કેસ છે. આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરે કે સાક્ષીઓને ધમકાવે તેવી પણ શકયતા છે.

ક્રાઇમ

મોરબીમાં મહિલાના ઘરે જઈ નરાધમ શખ્સે દેહ અભડાવ્યો

Published

on

By

મોરબી શહેરમાં મહિલા સાથે એક ઈસમે બળજબરીથી શરીર સુખ માણ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતી એક મહિલાએ આરોપી સુલતાનભાઈ મુસ્લીમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીએ ના કહેવા છતા તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી તેમના ઘરના સભ્યોને પતાવી દેવાની ધાક ધમકી આપી ફરીવાર ફરિયાદિને પોતાના ઘરે બોલાવી ફરીયાદી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇપીસી કલમ -376(2) એન 506(2), તથા એટ્રોસીટી એક્ટ કલમ -3(2)(5), 3(2)(5-એ), 3(1)(ૂ)(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં ચોર સમજી યુવાનની હત્યા કરનાર બે શખ્સો ઝડપાયા

Published

on

By


મોરબી તાલુકાના ભરતનગર ગામે ચોર સમજી લોકોએ અજાણ્યા પુરુષને માર મારતા તેનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


ગત તા. 30 જુનના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં તા. 28 જુનના રાત્રીના આશરે આઠેક વાગ્યે સોમનાથ મહાદેવ હોટેલ સામે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક નીચે એક વ્યક્તિ છુપાયેલ હોય અને આરોપી ગુંજારીયાભાઈ રહે મૂળ મધ્યપ્રદેશ વાળાએ ચોર સમજી પાર્કિંગમાંથી બહાર કાઢતા ભરતનગર ગામ તરફ આવતા ગ્રામજનો ભેગા થયા હતા અને પૂછપરછ કરતા કાઈ બોલતો ના હતો જેથી શંકા જતા અજાણ્યા ઈસમને જતા રહેવાનું કહેવાછતાં વે બ્રીજ આજુબાજુમાં તેમજ ભરતનગર ગામની શેરીમાં આંટા ફેરા કરતો હતો જેથી હાઇવે પર લાવી પોલીસને ટેલીફોનથી જાણ કરતા અજાણ્યો ઇસમ ભાગવા જતા આરસીસી રોડ પર પડી જતા આરોપીઓ પકડતા છટકવા માટે કોશિશ કરતા ઝપાઝપી થઇ હતી અને પીસીઆર વાહન આવતા તેને માથામાં ઈજા થયાનું જણાઈ આવતા પોલીસ કર્મચારીઓએ સારવાર માટે લઇ જતા હતા જ્યાં રસ્તામાં જ આંચકી આવતા 108 બોલાવી મોરબી સિવિલ ખસેડાયો હતો અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો.


જે બનાવ વાળા સ્થળના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોને આધારે ગુનામાં ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી તેમજ મૃતકની ઓળખ થઇ ના હોય જેથી ઓળખ મેળવવા માટે તપાસ ચલાવી હતી જેમાં અજાણ્યા પુરુષની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ગુંજારીયા વેલજીયા જુગડાભાઈ સસ્તીયા (ઉ.વ.30) રહે હાલ ભરતનગર મૂળ રહે મધ્યપ્રદેશ અને આનંદ વિઠલભાઈ ભુવા (ઉ.વ.25) રહે ભરતનગર મોરબી એમ બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

Continue Reading

ક્રાઇમ

ચામાં ઘેનના ટીકડાં નાખી પત્નીએ પતિને પતાવી દીધો, ભાઈ સાથે મળી લાશને નદીમાં ફેંકી

Published

on

By

માળિયાની મચ્છુ નદીમાંથી 55 વર્ષીય આધેડનો મૃતદેહ ડોકમાં ચુંદડી બાંધેલ અને એક છેડો બાઈક સાથે બાંધેલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રજકોટ ખસેડ્યો હતો જેમાં હત્યા થયાનું ખુલતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે.


માળિયાના જુના અંજીયાસર ગામના રહેવાસી સાહિલ હાજીભાઇ મોવર નામના યુવાને આરોપી શેરબાનું હાજીભાઇ મોવર (રહે જુના અંજીયાસર) અને ઇમરાન હૈદર ખોડ (હે ખીરઈ તા. માળિયા વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સાહિલના પિતા હાજી અબ્દુલ મોવર (ઉ.વ.55) પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતા હોય જેથી ફરિયાદીની માતા શેરબાનુંએ એ બાબતનો ખાર રાખી પિતા હાજીભાઇની ચા અને શાકમાં ઘેનના ટીકડા નાખી બેભાન કરી ગળે ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત નીપજાવ્યું હતું.


તેમજ આરોપી ઇમરાન હૈદર ખોડ જે ફરિયાદીના મામા થતા હોય જેને ફરિયાદીની માતાને ગુનામાં મદદગારી કરી હતી જે રીક્ષા લઈને આવી મૃતક હાજી મોવરને રીક્ષામાં બેસાડી મચ્છુ નદીના કાંઠે તલાવડીના પાણીમાં બાઈક સહીત મૃતદેહ ફેંકી દઈને પુરાવાનો નાશ કરી ગુનામાં મદદગારી કરી હતી માળિયા પોલીસે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં આરોપી પત્ની શેરબાનું મોવર અને સાળો ઇમરાન ખોડ એમ બંને આરોપીને ઝડપી લઈને માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Continue Reading

Trending