ગીર સોમનાથ જિલ્લાનો ફોર ટ્રેક હાઈવે આજે વધુ એક વખત રક્ત રંજિત બન્યો હતો કોડીનાર ઉના હાઇવે પર ડોળાસા નજીક ટ્રક અને કારની વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર માંટે ખસેડાયો હતો. તેઓ ડીવાઈડર તોડીને રક્તરંજીત બન્યો હતો. વિગત પ્રમાણે વેરાવળ અને સુત્રાપાડા પંથકનાં ચાર મિત્રો આજે તેમની સ્વિફ્ટ કારમાં વેરાવળ તરફ આવી રહ્યાં હતાં ત્યારે કોડીનાર- ડોળાસા હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ સામે ડિવાઈડર ટપી સામેથી પુર ઝડપે આવતા ટ્રકે ઠોકર મારી દીધી હતી. જેથી કારનો સાવ બુકડો બોલી ગયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કારમાં ફસાયેલ ત્રણે યુવાનોને ગાડીના પતરાંગીરી અને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં સુત્રાપાડાનાં પીયુષ લખમણભાઇ રામ (ઉ.વ.28), ભાલપરા ગામનાં ઉદય દેવાતભાઈ વાઢેર (ઉ.વ.21) અને મેઘપુર ગામનાં જેસાભાઈ ગોવિંદભાઈ રામ (ઉ.વ.35)ને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયાં હતાં. જયારે અન્ય એક મિત્ર પાદરૂૂકા ગામનાં હિતેષ આહીર (ઉ.વ.27)ને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે 108 દ્વારા રા.ના.વાળા હોસ્પિટલ કોડીનાર ખાતે લઈ આવવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર છે આગળ લઈ જવામાં આવ્યા છે. જ્યારે ત્રણેય મૃતકોને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે કોડીનાર પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી અને અકસ્માત કેમ બન્યો છે તેની વધુ તપાસ હાથ ધરી છે.
ગત રાત્રે 10.30 વાગ્યાનાં અરસામાં સર્જાયેલા અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત મૃતક યુવાનનાં પરિવારજનો અને સંબંધીઓ તેમજ આહીર સમાજના યુવાનો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ કોડીનાર ખાતે દોડી આવ્યા હતાં. આ સાથે આહિર સમાજ માં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોના મોઢે ચર્ચાથી વિગત મુજબ આ હાઈવે પર અનેક જગ્યાએ ડિવાઈડરો તોડી લોકોએ રસ્તા બનાવ્યા છે જે પૈકી પેટ્રોલ પંપ સામેનું ડિવાઈડર પણ તુટેલુ હોય જે તૂટેલા ડિવાઈડર માંથી કાર કાઢવા જતી વખતે અકસ્માત બન્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જ્યારે આ સમગ્ર બાબતની સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે પણ ફોરટ્રેક ઉપર અનેક જગ્યાએ જે ડિવાઈડરો તૂટેલા છે તેને કારણે છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે બાબતની તંત્રએ ગંભીરતા લઈ તાત્કાલિક આવા ડિવાઇડરો તોડનારા લોકો ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવું પણ સ્થાનિક લોકો ઈચ્છતી રહ્યા છે.
ડોક્ટરે પી.એમ મોડું કરતા પરિવારજનો અને આગેવાનોમાં રોષ
ગઈકાલ રાત્રે બનેલી અકસ્માતની ઘટના માં કરુણ મૃત્યુ પામેલા ત્રણ યુવાનો ના મૃતદેહોને કોડીનાર સરકારી દવાખાનામાં પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા ત્યારથી મૃતકના પરિવારજનો આગેવાનો મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા જોકે નિયમ મુજબ સૂર્યોદય પહેલા પીએમ થઈ શકે તેમ ન હોય તે માટે તમામ આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં સમગ્ર રાત્રિ દરમ્યાન કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે જ રોકાયા હતા વહેલી સવારે સાત વાગે પી.એમ કરવાને બદલે સાવરે નવ કલાક સુધી પી.એમ નહીં થતાં પરિવારજનોમાં રોષ વ્યાપ્યો હતો જોકે આ બાબતે સ્થાનિક આગેવાન દિલીપસિંહ મોરી એ પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી અને ફરજમાં બેદરકારી દાખવનાર ડોક્ટર તેમજ સ્ટાફ સામે પગલાં લેવા પણ માંગ કરી છે.