દવાના જથ્થા સાથે બંગાળના શખ્સની અટકાયત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણામાં શ્રમિકોની વસાહત ની વચ્ચે એક તબિબ દ્વારા તાજેતરમાં દવાખાનું શરૂૂ કરાયું હતું, અને તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં દવાખાનુ ચલાવી રહ્યો હોવાની એસ.ઓ.જી. શાખા ને બાતમી મળી હતી.તેથી આજે બપોરે એસ.ઓ.જી.ની ટુકડીએ ઉપરોક્ત દવાખાનામાં જઈને દરોડો પાડ્યો હતો, ત્યાં તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ ક્રિષ્ના સિરિષ દેવુરી અને પોતે પશ્ચિમ બંગાળનો વતની હોવાનું જણાવ્યું હતું. પોતે માત્ર 12 પાસ હોવાથી એશ.ઓ.જી. ની ટીમ દ્વારા તેની સામે લાલપુર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલામ 40, તેમજ બીએનએસ કલમ 125 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે, અને તેના દવાખાના માંથી દવાઓનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે.
