રાણા દગ્ગુબાતી, નિધિ અગ્રવાલ સહિત 25 સામે ગુનો દાખલ
ભારતમાં ગેરકાયદે જુગાર અને સટ્ટાબજારનો પ્રચાર અને પ્રસાર ખૂબ જ ખતરનાક ગતિએ વધી રહ્યો છે. ઈન્ટરનેટ મીડિયાના માધ્યમથી આ પ્લેટફોર્મ્સ સુધી પહોંચવાનો સૌથી વધુ પ્રયાસ થયો. વધુમાં બોલિવૂડ કલાકારો અને ઈન્ફ્લુએન્સર્સ દ્વારા સટ્ટાબજારના આ પ્લેટપોર્મ્સનો પ્રચાર કરવામાં આવતા તેનો પ્રસાર વધુ ઝડપી બન્યો છે. ત્યારે પ્રખ્યાત કલાકારો રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા, મંચુ લક્ષ્મી, પ્રણીતા, નિધિ અગ્રવાલ, અનન્યા, હનુમંથુ, શ્રીમુખી અને અન્ય પ્રભાવકો સામે સટ્ટાબાજી અને જુગારની એપને પ્રચાર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.પંજગુટ્ટા પોલીસે એપ એડમિનિસ્ટ્રેટર્સ તમારો સંપર્ક કેવી રીતે કરી રહ્યા છે અને તેમની પાસેથી તેમને કેવા પ્રકારનું સર્વેલન્સ મળ્યું છે તેની વિગતો આપી છે.
આ મામલામાં સાઉથ હીરો અને હિરોઈનની સાથે અન્ય કેટલાક પ્રભાવશાળી લોકો પર પણ સામેલ છે. પ્રખ્યાત કલાકારો રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા, મંચુ લક્ષ્મી, પ્રણીતા, નિધિ અગ્રવાલ, અનન્યા, હનુમંથુ, શ્રીમુખી અને અન્ય પ્રભાવકો સામે સટ્ટાબાજી અને જુગારની એપને પ્રચાર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મંચુ લક્ષ્મી અને નિધિ અગ્રવાલ સહિત 25 લોકો સામે કેસ નોંધ્યો છે. આમાં રાણા, પ્રકાશ રાજ અને વિજય દેવરાકોંડાના નામ પણ સામેલ છે. તેમની સાથે પોલીસે શોભાશેટ્ટી, અમૃતા ચૌધરી, નયની પવાણી, પાંડુ, નેહા પઠાણ, પદ્માવતી, ઈમરાન ખાન, હર્ષસાઈ, બિયા સાનિયાદવ, શ્યામલા, વિષ્ણુપ્રિયા, ટેસ્ટી તેજા અને રિતુ ચૌધરી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.